ફરે તે ફરફરે - ૩૦
સાંજના સાત વાગે અમે હોટેલ ઇંડીકા પહોંચ્યા .ચાલુ દિવસમાં જમવાની
કોઇ હોટેલમા સાંજના સાત એ અમેરીકામાં રાઇટ ટાઇમ ગણાય આઠ વાગે તો બધુ
સુમસામ થઇ જાય . ઇંડીયામા તો મોટાભાગની હોટલોમાં નવ વાગ્યા પછી જમવા માટે લોકો આવે ને સાડા અગિયાર બાર વાગે હોટલનો મેન ગેટ બંધ થાય.. ઇંડીયામા કામ ધંધે પહોંચવા માટે ધરેથી નવ સાડા નવે નિકળે જ્યારે યુ એસમા સવારે છ વાગ્યાથી સાત સુધીમાં ઓફિસ જવા નિકળે . સાડાઆઠથી નવ વચ્ચે બધી ઓફિસો ચાલુ થઇ જાય. સાંજે પાંચ કે સાડા પાંચ વાગે ઓફિસો બંધ થાય , ખાલી ઇંડીયનો બિચારા ડબલ કામ કરવા આઠ નવ વાગ્યા સુધી બેઠા હોય. બાકી દરેક દુકાનો સાત વાગે બંધ થાય એટલે દુકાનમા લાઇટો ચાલુ રાખી લેચકી મારી નિકળી જાય.દુકાન શોરૂમ ની ફંટ સાઇડ કાચની હોય અંદર લાઇટ ચાલુ હોય પણ ખાલી દરવાજો લોક કરે ..
આમ જુઓતો આને રામરાજ ન કહેવાય?
કોઇ વાર મોડુ થઇ જાયતો બર્ગર કે મેક ડોનાલ્ડવાળા રોડ સાઇડ વિંડોથી
ઓર્ડર લે ને ડીલીવરી પણ એમ જ મળે બાકી સુમસામ થઇ જાય..પુરા યુએસમાં જબ્બર ગુંડા રાજ છે એ જાણીને નવાઈ લાગે , એક બાજુ સખત કાયદા, કાયદાભીરુ પ્રજા બીજીબાજુ ડ્રની રેલમછેલ ગન કલ્ચર છોકરીઓને ઉપાડી જવી આવા રોજ કિસ્સા અઢળક બને છે રેપનાં કિસ્સામાં લેખીત ફરીયાદ બહુ ઓછી થાય . હવે અંહીયા ઇંડીયામાં આપણે કેટલા કકળાટ કરીયે છીએ જ્યારે યુ એસમા પોલીસ ખુદ એડવાઇઝ કરે કે તમારા ઘરમાં લુટવા આવે તેડતો લુટી લેવા દ્યો ક્યાંક સામનો કરવાનો તો પેલો ગોળી મારી દેશે … રસ્તામાં ગન બતાડી પાકીટ પર્સ લુટી લેવુ કોમન. એટલે મેક ડોનાલ્ડને બર્ગરકીંગ વાળા પીંજરામાં પુરાઇને રાત્રે દસ સુધી માંડ ધંધો કરે બાકી પેટ્રોલપંપથી માંડીને બંધુ ધબડક બંધ.. મને મારા યુવાની કાળના સીન યાદ આવી ગયા કે ભાવનગર અમદાવાદ વડોદરામા યુવાન દિકરીઓ સાઇકલમાં સડસડાટ વહેલી સવારે કે મોડી રાત્રે નિકળે પણ કોઇ તેની સામે પણ ન જુવે.હરી ઓમ..
………
અમે ઇંડીકા હોટેલ બહાર ગાડી ઉભી રાખી ને વેલેટવાળાના દરશન થયા
“આ વાળા યે ઉંચા માઇલા લાગે છે . ડોલરનો દાબડો લઇ જશે " હું મનમા
બબડ્યો...
ગાડીની ચાવી આપી ગેટમા દાખલ થયા તો દરવાજો એટલે ઇંડીયાથી લાવેલા મોટા ડેલાના દરવાજા જડેલા હતા પીત્તળના કડા લાગેલા ગેટની ખડકી ખુલી... મને તો એમ ઘડી ભર લાગ્યુ કે અંદર ડાયરો ને લોકગીતોની રમઝટ હશે પણ વિચારો બહુ આવે તે સારુ જમવાનાં ટાઇમે ખાસ નહીતર નકામો પછી વિચારવાયુ થઇ જાય... માલીક એક ઇંડીયન હતો બાકી બધ્ધી ગોરી મઢમુ હતી ,ગોરા છોકરાવ જ સ્ટાફમા.કાળીયુ મેકલુ ઇંડીયન કોઇ નહી...
ચારે બાજુ ઇંડીયન પેઇન્ટીંગ દિવાલ ઉપર લાગ્યા હતા .એક પટારો બરાબર
વચ્ચે હતો નાનુ આપણે ત્યાં કાઠીયાવાડમા રાત્રે વધેલા રોટલા મુકવા વપરાતુ એ પીજરુ તેની બાજુમા હતુ.. અમારી આઠ સીટ ગોઠવાઇ એટલે અમે દેશી માણસ બનવાની તૈયારી હતા. ભુખપણ સખત લાગી હતી . આખા અમેરીકામાંપાણીના ઠંડા ગ્લાસ પંજાબી લસ્સીની સાઇઝના આવે પછી તમારો વેઇટરને કહેવાનું કે નોરમલ કે હોટ વોટર તોજ સાદુ પાણી મળે..તેમાં મોટા ભાગે સરસ લીંબુની ચીરી ભરાવી હોય એટલે અમે તો બહુ રાજી.. લીંબુ પાણી મફત જ સમજો , ટેબલ ઉપર મરી મીઠું રોક સોલ્ટની પડીકી હોય ખાંડ પણ હોય .. એટલે મારાજેવા મફત લીંબુ સરબત કે લીંબુ પાણી બનાવી જમતા જમતા પીધા કરે.ફરીથી વેઇટર પાણી બદલી ગયા
એટલે નવુ વોર્મ પાણી લીંબુની પ્લેટ પણ આપી સાથે મેનુ આપી ગયા ..ગ્રાહકો પચાસ ટકા ગોરીયા હતા.. બહુ મજાથી આપણાં સમોસા બિરીયાનીતો ખાવા તુટી પડે.
આપણા ફુડના ચસકા બધ્ધાને બહુ લાગ્યા છે ..(ભારત માતાકી જય )
પાંચેક મીનીટમા એક પ્લેટમા ફ્યુઝન ફુડનો પરિચય થઇ ગયો...
દસ નંગ છોલેલી દેશી કાકડીના ઉભા ટુકડા ઉપર મસાલેદાર રીગણાના
ઓળો એક ચમચી તેની ઉપર મલાઇ ક્રીમ દંહી .. "ટોકન ઓફ લવ"
મળ્યા (મફત ચાખણી ) .અમને બધ્ધાને એટલુ ભાવ્યુ કે થોડુ નીચે
પડેલુ રીગણાને પણ ટેબલ ઉપરથી ઉંચકીને બેશરમ થઇ જાપટ્યુ...
પછી પાણીપુરી બહુ સરસ આવી શક્કરીયાના સમોસા પણ ટોપ ના...પેટનાં.
પછી ત્રણ શાક તબલાતોડ સુપ મસ્ત પરાઠા વાહ વાહ રોટી જીઓ જીઓ
સાચો ઇંડીયન જલસો હતો.ઉપરથી બીરીયાની નો લાજવાબ સ્વાદ
ભુલાય નહી એવો...
વોશરૂમમા જતા દિવાલ ઉપર બન્ને બાજુ એવોર્ડ ના ફોટા હતા. છેલ્લે
બીલ આવ્યુ તેની સાથે બધ્ધા માટે તાજી તાજી ગરમ સુરતી નાનખટાઇ ..મફત..
માલીક ને ધ્યાનથી જોતો હતો મને કોણ જાણે કેમ મારા કાકાના દિકરાના
સાળાનો દિકરો લાગતો હતો પણ દેશની જેમ ઓળખાણ કાઢવા તો
જવાય નહી...નહીતર હું તૈયાર જ હતો "હે રામ.... ક્યુ ગામ ?"
મગર ઐસા હો ન સકા...