ફરે તે ફરફરે - ૨૯
"બાપા નો જીવ જાય ને છોકરાવને આનંદ થાય ..."આમા તો પીટા વાળાયે
મદદ ન કરે..કાનમાંથી ઠંડા ધુવાડા નિકળતા બંધ થયા એટલે મને લાગણીથી
પુછ્યુ "ડેડી બહુ ભારે પડી ગયુ ? રીયલી ? "
“હોશવાલો કો ખબર ક્યા આશકી કયા ચીજ હૈ મશીન પર બેઠીયે
ફીર દેખીયે સુસવાટા ક્યા ચીજ હૈ .. આવા સુસવાટા અમે ચાર ધામમાં જાત્રાએ ગયા ત્યારે કેદારનાથમાં આવ્યા હતા .. પછી અમે સાવધાન થઇ ગયા અને યમનોત્રી વખતે જાડી ખાદીભંડારની પ્યોર ઉન્નત કાન ટોપી ચડાવેલી પણ નાક તો તોય હીમ થઇ ગયેલું ..પણ આ વખતે કાનટોપી જ નહોતી લીધી એટલે ઉંઘતા ઝડપાયા.. એટલે કહેવાનું હતુ કે સુસવાટા ક્યાં ચીજ હૈ પણ બોલાઇ ગયુ આશકી ક્યાં ચીજ હૈ..
“ડેડી તમે અટલી સરસ ગઝલની વાટ લગાડી પણ ગાઇ શક્યા એટલે મેટર ઇઝ નોટ
સીરીયસ..ચાલો આપણે હોટ ચીપ્સ ખાઇને થોડી પેટ પુજા કરીયે એટલે
થોડો ગરમાટો આવી જાય "
દસ ડોલરની ચીપ્સ મંગાવી એટલે બે જાતની ચટણીઓ આવી ને સુપડી
ભરીને અને લીમીટેડ ચીપ્સ આપતા જાય ..
“ કેમ અંહીયા ચીપ્સ મફત નથી તે ધડ દઇને દસ ડોલર આપી દીધા..? ભલે ઇ ગોરી મઢમડી સુપડીભરીને બોલમાં ચીપ ઠાલવી ગઇ પણ મફત કેમ નહી ?
“ ડેડી આ ગેમ સેંટર છે .એ તો સારુ છે બહાર નીકળવાના પૈસા નથી લેતા બાકી ડગલેપગલે કાઢો પૈસા એ જ અંહીયાનો રુલ..હવે વાત એમ છે કે એક નાનો બાઉલ ભરીને આવાકાડોની ચટની આપી ગઇ તેનાં દસ ડોલર આપવાનાં બાકી ચીપ્સ મફત…બોલો છે ને કમાલ..આને કહેવાય અમેરિકનભેજુ..”ભુલે ચુકે જો ચટની ફરીથીમંગાવી તો બીજા દસ ડોલર લાગી જાય ...
હુંતો હક્કા બક્કા રહી ગયો..આવી ચાલાકી ઇંડીયામાં મુબઇ બાંદરામા એક હીલટોપ હોટેલમાં થયેલી તે યાદ આવી ગયું. બસો રુપીયાની નાની ડીશ ભરાય એટલુ ભરીને ડુંગરો કરો પણ નીચે પડવું ન જોઇએ .. ઉપર બીજો હાથ પણ નહીં રાખવાનો એટલે લીંબુ ચમચીની જેમ ડીશ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને ચેક પોઇંન્ટ પાસ કરવાનું ..
આપણા ગુજરાતમાં તો રવિવારે એક મોટરસાઇકલ ઉપર પાંચસવારી કરી સાજન માજન સાથે રવિવારે સહકુટુંબ બહાર નિકળે.. ઢોસાની લારી બાજુમાં ઉભી રાખી એક પછી એક ટપોટપ ઉતરીને ટેબલ ઉપર ગોઠવાય જાય. મોટો ઓર્ડર આપતો હોય એમ મોટેથી બધા સાંભળે એમ પાંચ વચ્ચે ચાર ઢોંસા મંગાવે .. લારી વાળો જમન તરત સાવચેત કરો આ નાનો બાબલો ખાવાનો નથી ? પછી તતપપ થતા પાંચમો ઢોસો પણ મંગાવે … પછી એક ઢોંસામાં સાત વાટકી સંભાર પી જાય ને ચાર વાટકી ચટની .. આ બધુ ઉપરીયામણ મફત.. પેટ ભરીને જમી લે .. આ શીખો ઢોસાની લારી વાળાઓ .ગુજરાતીઓ સાંભાર ખાઇ ખાઇને તમારા ધંધાની વાટ લગાડે છે. જોકે ત્રીજી વાર સાંબાર આપે ત્યારથી ચમચો પછાડવાનું ચાલુ કરે.. પણ મગરની ચામડી પહેરેલા માવજીભઆઇનુ કુટુંબ સાંભળે તોને ? ચટનીએ ત્રણ ચારવાર લે પણ ઢોસો થોડો થોડો કરીને ખાઇ ....
હવે હું ગુજરાતી એટલે ચીપ્સના બે ત્રણ સુપડા આપતી વખતે એણે મોઢુ કટાણુ કર્યુ પણ હવે કાળીયો કે ગોરી મઢમડી કટાણુ મોઢુ કરે એના ઉપર હું ધ્યાન શું કામ આપુ ? મે ચટની રીપીટ કરવા કુંવરને ઇશારો કર્યો એટલે કેપ્ટને મને દસ ડોલર ચટની અને આવાકાડોનાં છે ચીપ્સ મફત..નું ગણીત સમજાવ્યુ..
“ભારે કરી...ના ભાઇ નો નો મારુ તો પેટ ભરેલુ જ
છે આ તો તમને કંપની આપવા બેઠો હતો "બોલી ઉભો થઇ ગયો ...
થોડી ખરીદી માટે મને માર્શલ સ્ટોરમા લઇ જવામાં આવ્યો ત્યારે જ મને કંઇક કાવતરાની ગંધ આવી હતી કારણકે આખી ટોળકી ધીમાં પગલે પાછળ ચાલતી હતી પણ સાવધાન થવાનો વખત જ ન મળ્યો .આ બધ્ધા સુપર સ્ટોર પચાસ
હજાર ફુટમા કે લાખ ફુટમાં પથરાયેલા હોય. બધી આઇટમો જોતા જોતા ફરતા ફરતા શુઝની રેક નજીક પહોંચ્યા એટલે પ્લાન મુજબ મને ઝડપી લેવાયો"ડેડી તમારી ચાલવાની ટેવ બિલકુલ બંધ થઇ ગઇ છે એટલે એમા તમારો વાંક નથી તમારી પાંસે સારા સ્પોર્ટસ શુઝ નથી ..
આ પેર કેમ લાગે છે ?ચાલો જલ્દી પગ નાખો ને બોલો કયા શુ કમફોર્ટેબલ લાગે છે . મમને સમજ પડી ગઇ કે ચારે તરફથી હું ઘેરાઇ ગયો છુ એટલે સસ્તા બઢીયા ની ટેગ જોઇને પગ નાંખતો હતો ..કુંવરે મારી ચાલાકી પકડી લીધી એટલે પ્રાઇઝની ટેગ સિફતથી હાથમાં દબાવી પોતે નીચા વળીને બાપાને બે બુટમા પગ નાંખવા કહ્યું .. હમમ ચાલીને બતાડો .. કેમ લાગે છે ? બાપાએ નાનપણમાં અમરેલીના ધનાં મોતીનાં બુટ પહેરેલા અને મુબઇમાં બટાટાનું સેલ લાગે ત્યારે મોકાસીનો બુટ ફ્લેટ હીલ વાળા ધડૂક વજનદારબુટ આખી જીંદગી પહેરેલા એટલા આ બુટ પહેરીને તો એવુલાગ્યુ કે જાણે પગમાં પવન પાવડી લાગી ગઇ. “ વાહ ભાઇ બહુ સરસ .. ચાલવાની મજા આવે છે .. વાહ..”અડધા કલાકની લમણાઝીંક પછી બાપાના પગને કોવલીન કે એવી કોઇ ભારે બ્રાંડના સ્પોર્ટસ શુઝથી બાપાના પગને જડી દેવામા આવ્યા..એવુ પણ ઠસાવી દેવામા આવ્યુ કે ઇંડીયામા પાંચ હજારના થાય અહીયા ડોલરના રુપીયા ગણશોતોય બે હજાર થશે...
કાનમાં ગીત ગુંજવા લાગ્યુ હતુ "સાલા મેતો સાબ બન ગયા યે બુટ મેરા દેખો"
હવે બહાના નહી ચાલે ,ચાલવુ પડશે ...
“દગો દગો દગો ..."
“સાંજે હ્યુસ્ટનના રિવરઓકમાં ઇંડીયન રે્સ્ટોરંટ છે .નામ છે ઇંડીકા ..
બહુ ક્રોસ ટેસ્ટનુ મેનુ છે બહુ મજા આવશે..."
કાલે ઇંડીકા ના ક્રોસ ટેસ્ટની મજાની વાત...