ફરે તે ફરફરે-૨૮
અમેરિકાના બે આંતિમ છેડા ...એક એવા લોકો જે બાળકોને ઇલેક્ટ્રોનીક
ગેમ રમાડી સમય પસાર કરાવે અને "જાન છુટી " મનાવે...બીજા એવા
લોકો જે બાળકોને એડવેચર્સ ગેમ રમાડે અમેરીકામા બેઝબોલ સૌથી ફેમસ ગેમ.. શનિ રવી એ લોકો ફુટબોલ, રગ્બી અને બેઝબોલ જ રમે .. બાકીનાં બીચ ઉપર જઇ દરીયામાં કુદી પડે કોઇક વળી સ્કેટ્સ કરતાં હોય બાકી સીનીયર સીટીઝન ભજનમંડળી નહીં હળવી દોડ દોડે કે પાર્કમા ચાલ્યા કરે, કોઇક જ કુતરા વગરના હોય પણ છોકરાવ સાથે તો ભાગ્યે મળે , સહુ પોતાની રીતે હેલ્થકોન્સીયસ રહે બાકીનાં આવા ઇંડીયન જેવા ઇલેક્ટ્રોનીક અને એડવેન્ચરસ ગેમ આવા સેંટરમાં રમે સાથે પોતે પણ શક્ય હોય ત્યાં રમે .આ બધ્ધાનો સંગમ એટલે "એન્ટરટેઇનમેંટ સેન્ટર"
સવારથી યંગ બચ્ચા ગ્રૃપ એક્સાઇટેડ હતુ ...અમારે તો ઘરે ય હરી ભજન
અને ત્યાંય હરી ભજન નક્કી હતા...બપોરે જમીને બે વાગે પહોંચ્યા .
“એન્ટરટેઇનમેન્ટ પાર્ક ક્લોઝ્ડ ફોર પ્રાઇવેટ ઇવેન્ટ બીટવીન ટેન ટુ
ફાઇવ.."બાળકો અને મોટા ઉપર વિજળી પડી હોય તેમ ઝાંખા ધબ્બ થઇ
ગયા ..."આપણે નિકળીયે પહેલા ચેક નહોતુ કર્યુ?"ઘરના વડિલ તરીકે મેં
ફરજ બજાવી...થોડુ ઘાસલેટ છાંટ્યું .
કેપ્ટન કેમ કેપ્ટન છે એ એણે પ્રુવ કર્યુ..."ડેડી જરા શાંતિથી વાચો...શું લખ્યુ
છે?"
“બંધ છે બંધ અવડુ મોટુ લખ્યુ છે કે આંધળાને ય દેખાય ..."
ધ્યાન થી વાચો ટાઇમીંગ...
“હેં! અરે ઇ તો જોયુ નહી...!કમ ઓન ચીયર્સ...!અલ્યા એ એમ ને પીએમનો
લોચો થઇ ગયો.."ટેન પી એમ થી ફાઇવ એ એમ એમ બંધ છે"રાતના બંધ છે
“ઓહ!"
“આહા..!"
“યંહી પે બિંદુ વિશ્રામ કરતા હૈ..." "હોતા હૈ હમારે જૈસૈ મીડીયમ ગુજરાતી
વાળેકો કભી લોચા હોતા હૈ તું મને કહે છે પણ બાકીના બધ્ધા મીડીયમ
ઇંગ્લીશવાળાય હેબતાય ગયેલા ને?"
“ઠીક બાપા તમારી પુછડી તો કાયમ અખંડ ઉંચી ધજાની જેમ ફગફગે બસ? "ઘરવાળાએ ગરમ તવા ઉપર પાણી છાંટ્યું કેમ મારો છોકરો તમારા કરતા હુશીયાર છે ઇ પહેલા કબુલ કરો.. જ્યાં ત્યાં મોકાની રાહ જોતા હોય કે બિચારો ક્યારે અંદર ઝપટાઈ પણ તમને યાદ છે કે માતાજીની આણ છે કે એને ફસાવવામા તમે પોતે જ ફસાવ છો હમમમ”...અને ટોળુ અંદર દાખલ થયુ..વિવિધગેમ માટેની ટીકીટો લેવામા આવી . અમારુ મહાદેવજીની જેમ એક સોફા ઉપર સ્થાપન કરવામા આવ્યુ.બહાર માથુ ફાડી નાખે એવી ગરમી અંદર
થથરાવી દેતી ઠંડી...(અમેરીકામા અમારે આ રોજની ઉપાધી.ઘરમા સ્વેટર
પહેરીને ફરીયે શાલ પણ રાખવી પડે...)"આ હાળી ઠંડી તો આપણા ગાભા
કાઢી નાખશે..."
“આ તમે જે બોલો છે એવુ તો હવે ગધકડામા યે કોઇ બોલતા નથી એવી દેશી ભાષામા બસ બબડો છો ગાભા વગરના કેવા લાગશો એનો વિચાર કર્યો?"
અમે મુંબઇમા 'રોલા'પાડવા રુમે રુમે એસી તો નખાવ્યા છે(જાહેરાત)પણ
ઉનાળામા પણ કોઇ દિવસ ચાલુ કરતો નથી ...ફાવતુ જ નથી કુદરતી
હવા વગર.મેં વાત મેં બદલવાનો બહુ પ્રયત્ન કર્યો..પણ આપણે શું કરીયે બોલ અહીંયા ? તું કહે છે પણ તેં પણ શાલ ઓઢી છે કે નહી ? આપણે દેશમાં જન્મેલા છીએ.. અમરેલીમાં સાંઇઠ વરસ પહેલા ગોદરેજનુ ફ્રીઝ બાપુએ વસાવેલું પણ મેં ક્યારેય ઠંડી હોટલનું પાણી નથી પીધું , તને તો ખબર છે કે નાનપણથી મને કાકડાનો પ્રકોપ હતો એટલે ઠંડી વસ્તુને હાથ નથી અડાડ્યો ..આઇસક્રીમની તો વાત જ ભુલી જા. તને વળી સીતારામ બાપુનાં આશીર્વાદ મળ્યા હશે તું કાલાખટ્ટા ગોલા ખાતી હતી કોલેજમા બહેનપણીઓ સાથે દેશમાં હેવમોરનો કસાટા ખાતી તી એ વાત કરીને મને બહુ દુભાવ્યો હતો ,એ હું કેમ ભૂલું ? લગ્ન કે પાર્ટીમા વેનીલા આઇસક્રીમ નુ દુધ થાય પછી જ સુડુડુ કરવાનુ એ પણ અડધી ચમચી તને યાદ છે ને ? માંડ ચાલીસ વરસનો ઢગો થયો પછી હિંમ્મત કરીને આઇસક્રીમ ખાવો શરુ કર્યો..પછી ઉનાળામાં કમલાએ કુલ્ફી પછી ગોલા સુધી બે વરસ પ્રેક્ટીસ કરી ને પહોંચેલો…”
“એમાં સહુ સહુના ભાગ્ય હોય સમજ ચંદ્રકાંત.. બાકી હવે તો તુંબે મુકતો નથી હાં હવે આપણી ઉમ્મર થઇ અને એસીમા રહેવાની આદત જ નહોતી એટલે શિયાળામાં કાં ધાબે કે ફળીયામાં ખાટલા હોય ને મસ્ત ગોદડાંમાં મજા કરતાં હતાં. અંહીયા માથા ઉપર એ સીનો પવન એવો ઠંડો કરી મુકે કે બીજે દિવસે શરદી કે સાઇનસ પકડાય જાય…. મને તો બીક લાગે છે ક્યાંક અમેરીકામા આવી ઠંડીમાં લાકડુ ન થઇ જાઇએ તો સારુ..અત્યારે જોને માથે રુમાલ બંધ્યોછે પણ આ લોકો ઠંડા પવનના ફુવારા છોડે છે ને આ ચાર પટર થતી કાળી ગોરી ચપટી મેકલી મજાની હા હા હા કરે છે બોલ.. હવે તો આ દસ વરસમાં આપણાં છોકરાંને બંગડી ગયા છે એટલે તો મુબઇમાં રામે રુમે એસીનાં પાંજરા મુકાવ્યા… આપણને સાચે જ ક્યાંય હખ નથી ..”
“ અરે દેવી તમે આ ગધકડી ગુજરાતીમાં હખ બોલ્યા ..? હા ધીક્ ધીક્ “
“ અતો તારી સાથે રહીને ગધેડા સાથે રહીને ઘોડો ય લાત મારતો થઇ જાય એમ મને બગાડી મુકી…”અમારા સંવાદ ચાલતા જ રહેવાનાં હતાં પણ …દિકરો આંટા મારી જતો હતો.
બાળકો લેસર ગનફાઇટ કરી ને આવે ત્યાં સુધી અંહીયા બેસવાનુ છે તો
એઠે હી દ્વારીકા કરી ને અમેબેઠા હતા …નવરો બેઠો નખ્ખોદ વાળે એટલે આંખોએ
ભમવાનુ ચાલુ કરી દીધુ...મનમા ચાલેલો તુમુલ વાર્તાલાપ ખાસ તમારા માટે...
“આ કાળીયા બાયુ પાંચ છ છોકરાવને લઇને આવે છે એટલે નક્કી વીસ
વરસ પછી એ લોકો મેજોરીટીમા આવી જશે...આ ટ્રંમ્પડાને અટલુયે નથી
હમજાતુ?........આ કાળીબાયુ નીચી જાડી જ મોટાભાગે હોય સેરીના
વિલિયમ જેવી કોઇક જ હોય...સામે પુરૂષો મોટા ભાગે ઉંચા અને પાતળા
હોય...ભગવાન કેવા કજોડા બનાવે છે! લાંબા પાછળ ટુંકો જાય મરે નહી ને
માંદો થાય...ના રે ના એવુ કંઇ નથી હું ક્યા માંદો થાવ છુ? અમરેલીનાં બંગલામાં અમારા માળી પગી વશરામબાપાને પોણોફુટ ઉંચા રળિયાત બા મળ્યા જ હતા ને? આ મેકલાવ પણ માળાહાળા ઢીચકા ને લોંઠકા હોય ...ચપટા ચપટી બેય સાવ પતલા પતલી હોય... માછલી જ ખાય ભાત પણ એમનો સાવ અલગ .. વેજીટેબલ કે મીટ સુપ પીવે પછી આખો દી ગરમ પાણીની બોટલ લઇ લીંબુ રસ નાખીને પીધા કરે પછી પાપડ જેવી જ રહે ને ? ગોરીયા ઢીંચી ઢીંચીને સો કીલોના હોય કાં ...પતલા.વળી લે કોઇને અંહીયા ઓવર સાઇઝ કે ડબલ સાઇઝની શરમ જ નહી ભાયડાનું નીચે સરી જતું બારમુંડાને એક હાથે પકડ્યું હોયને બીજા હાથે બૈરી.. બૈરીને ત્રીસ ત્રીસ કીલોના ઢગરા હોય પાછું ટૂંકડું ટાઇટ પહેર્યુ હોય ઇ એ પાછુ ઉપર ચડી ગયુ હોય ને આગળના સીનની તો વાત જ નથી કરવી .. મેકલીઓ પણ આવી જ હોય પણ ઠન ઠન કરતી ચાલે ..આ વળી ઇંડીયન પણ દેશમાં હમણા હમણા જીમમા બહુ જાય છે ...બૈરા તો ખાસ...હીરોઇન રેખાનુ માનો ને ઝાડુ પોતા જાતે કરશો તો નરવા રેશો પણ જીમમા જાય પણ ઝાડુ પોતા ન જ કરે ..આપણુ કોણ સાંભળે? મોનોલોગ લાંબો ચાલવાનો હતો …
પણ કુવરજી પ્રગટ થયા
…” ડેડી છોકરાવ તો આ રોપ ક્લાઇમ્બમા ગયા..ને આપણે સહુ એ એક મશીન ઉપર થંડર સ્ટોર્મ રમવાનુ છે...મશીન ઉપર અમે બે જણા બેઠા ને કોઇન નાખ્યા એટલે મશીન ચાલુ થયુ .બે બાજુથી ઠંડીનો મારો ચાલુ થયો ને સ્યરીંગ પકડીને થંડરમાથી
બહાર નિકળવાનુ હતુ.બરફનુ તોફાન હતુ માંડ માંડ પુરુ કર્યુ કાનમાં ધાક પડી ગઇ.
“કેમ ડેડી મજા પડી ગઇ ને ?"
“હેં"?