Fare te Farfare - 25 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 25

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 25

ફરે તે ફરફરે - ૨૫

 

"આ વિયેટનામી હોટેલ ચીન એરીયામા છે ને ?"

"ડેડી જ્યાં ચીની મોંગોલીયન્સ વિયેટનામી  રહેતા હોય એને કોમ્યુન કહેવાય

એ લોકો મોટા ભાગે  આજુબાજુમા ધંધો કરે .બ્યુટી પાર્લર હેર કટીંગમા

મસાજ  ના ધંધામા એમના નામે મોનોપોલી કહેવાય... માર્શલ આર્ટ પણ

એમનો ધંધો..જેકી ચેન યાદ છે ને? આપણે આપણા લાડકાને ત્યાં ફુંગ ફુ

શિખવાડવા ત્યાં જતા હતા એના ગુરુજી ને શી ફુ કહેવાય યાદ આવ્યુ?"

“ભાઇ વિયેટનામી હોટલની  વાત કરતા હતા .."

“ડેડી હું તો સમા બાંધતો હતો ...માહોલ ...આ વિયેટનામી હોટલ નું નામ 

પડ્યુ ત્યારે તમે મમ્મીને  કહ્યુ હતુ ને "બચાવ"કે એવુ કંઇક ..."

“આ તો ઘર ફુટે ઘર જાય ..."

“એક તો વગર ખરચે આખી દુનીયાના ફુડ બિચારો ખવડાવે એટલે આપણને

ખબર પડે કે ન્યાં ફરવા જવાય કે નહી ?તમે ગુગલીમા જોઇને વિગત તો

બધી લઇ લ્યો પણ તમારો ગુગલ્યો વાનગીની ચાખણી કરાવે ? પહેલા તો

હુંયે તમારી વાતમા ભોળવાય ગઇ ને કકળાટ કરી મુક્યો કે આવા કુચા

શુ કામ અમને ખવડાવે છે પણ  એણે આ વાત કરી એટલે મનેય એમ લાગ્યુ

કેનસલ દેશના નામ તો પાકા આમ જ થશે ..."

“તું ખીલાડી મેં અનાડી "મે કેપ્ટન સામે જે લુક આપ્યો  એમા એ ખડખડાટ 

હસી પડ્યો....ટીટ ફોર ટેટ થઇ ગયુ હતુ... અમે વાત કરતા  વિયેટનામી

ફુડની હોટલ પાસે પહોંચી ગયા હતા...

મને યાદ આવ્યુ કે આ એરીયામા અમે સૌથી મોટા હોંગકોગ માર્કેટમા ગયા 

હતા..આ ચપટા લોકો મા ખુદ અમેરીકનો ત્રણસો વરસથી ગોટવાયેલા

છે...પહેલા ચાંચીયાની જેમ ધુસણખોરી કરતા હતા  ત્યારે રોક્ચા.દુનીયા

આખીના ઇમીગ્રંટો હાલશે પણ ચીનકા નહી .ચપટા કંપની હોંગકોંગનુ છુ

એમ કહી ઘુસ્યા વળી પકડ્યા ત્યાં વિયેટનામની હોળી ચાલુ થઇ હજારો

અમેરીકનો મર્યા ને લાખો વિયેટનામી નેપામબોમથી મર્યા..હજારો અમેરિકન

સૈનિકોએ વિયેટનામી ઓરતો ને  વેશ્યા બનાવી ;દુનિયાએ એના ઉપર થુથુ

કર્યુ ત્યારે "ઓલ રાઇટ કરી રી હેબિલીટેશન માટે દુખી ઔરતોને  અમેરીકાનુ

નાગરિકત્વ આપ્યુ એમા "હું યે હતો "કરી હજારો ચીનકા ધુસ્યા... આમ વાંકા વળી વળીને અમેરિકનોને વાંકા વાળી દીધા .. પાછા પટ્ટથી ધંધો કરે ..હજી

 આજે અમેરીકાના તમામ કન્ઝ્યુમર માર્કેટ સર કરી લીધા. સસ્તાનાં નામે અબજો ડોલર ચીનભેગા કરી લીધા ને પછી પાછા અમેરિકને વાપરવા તેના જ ડોલરો ઉધાર આપ્યા.. આજે ચીની વેશ્યાઓના નવા આકારના ચપટાઓ ચપટીઓ ઉંચા પડછંદ માર પણ સરખાં ને આંખ પણ થોડી વધારે ખુલી ગયેલી પ્રજાતિ આખા અમેરીકામાં ફેલાયેલી છે અમેરિકનો ભલે માલ ચીની વાપરે પણ "ભૈશાબ અહીયા આવત નઇ"કીધે રાખે છે...

પણ એનુ આ ચપટા સાંભળતા નથી ..એ લોકોનુ મોટુ માર્કેટ એટલે હોંગકોંગ માર્કેટ .. હ્યુસ્ટનમાં તાજા લીલ્લા શાક ભાજી ચીનની ચાની સેંકડો વેરાઇટી એ લોકોના સ્ટીલના અલગ ટાઇપના વાસણો કાચના વાસણોમાં તો એક જુઓ ને એક ભુલો.પ્લાસ્ટીકના પ્લાંટ ફ્રુટ નો પાર વગરનો વેપાર. અમે લટાર મારતા હતા એ માર્કેટમાં પછી મોટી નોનવેજ માર્કેટમા જીવતા જીવડા દેડકા માછલા કરચલા  ગાય  ચીકન મરઘીઓ  ડુક્કર  બકરીને ખટાખટ કાપતા હતા એ જોઇને અમે તો એવા ભાગ્યા હતા કે હવે ઇ વાત પણ 

નથી કરવી...માંડ  માંડ યાદોથી બહાર નિકળ્યો. 

અત્યારે મારી સામે પ્યોર વેજ સુપ પડ્યુ હતુ... દિકરાનુ કોબીનાં પાંદડા વાળુ તો બાળકોનું બ્રોકોલી વાળું સુપ હતુ . એ લોકો સુખના સબડકા લેતા હતા ..ચોખાના નુડલ્સ ની ત્રણ ચાર વેરાઇટીઓ આવી એ સલાડભાજી ભભરાવેલી તેમાં જાતજાતના મસાલા નાખવાના...સલાડ અને બાંબુની સળી....  દિકરો જાણી જોઇને બાંબુના લાવ્યો હતો .. 

“ જુઓ ડેડી આમ બીજી અને ત્રીજી આંગળીઓની વચ્ચે પકડી નીચેથી દબાવીને નુડલ પકડવાનું પછી સુડુડુ કરતાં મોઢામાં ખેંચવાનું ..લો ટ્રાઇ કરો.. 

“ ભાઇ સજા દેવાનીયે કંઇક હદ હોય એક તો મેગી જેવા નુડલ નથ્ય ને આ બાંબુથી પકડાતુ નથી ને જો ભુલેચુકે એકાદ નુડલીયુ પકડાયુ તો ઉંચુ થાય તો આખા બોલના પુરેપુરા ઘુચળા એક સાથે ચોંટી પડે મને પહેલા મને પહેલા .. કંઇક તો વિચાર કર”હવે આવી બધી ચપટીયાવની વાનગીની વિષે તમે કેટલુક લખી શકો ? હા ભાઇ સુપ બહુ મસ્ત હતુ  એમા નાખવાના મસાલા બહુ યમી હતા  બસ બાકી સલાડમા પાલખના આખા પાંદડા

તુલસીજી ફુદીનો (મુંબઇ વાળા પોદીનો બોલે)ગાજર કાકડી કોબીની કતરી

પણ ખાવામા વાંધા પડ્યા ડંડીના.બે સ્ટીક વચ્ચે પકડી ચપટા તો ભાત પણ 

ચપાચપ ખાય પણ બાપા કેમ ખાય? હોટલનુ નામ સીયામી હતુ મને  એ

યાદ આવ્યું કે આપણે જેને શ્યામ તુલસી કહીયે છીએ એનુ મુળ અને કુળ

સિયામ હતુ....

માંડ માંડ સુપ ચમચીથી પીધુ અને સલાડ પકડાય એટલુ ખાઇને અફસોસથી

ઉભો થઇ હજી પાછળ ફર્યો ત્યાં લીંબુ પાણી ચમચી ને ફોર્ક હતા ..

મેં કેપ્ટનને કહ્યુ આ ફોર્ક મુકતા તને કાંટા વાગતા હતા?બાપાને ડંડી

પકડાવી તેની સજા તને હું જ આપીશ. બાકીનુ સુપ તારે હવે ડંડીથી પીવુ 

પડશે....