પ્રેમસમાધિ
પ્રકરણ-101
નારણ હજી એનાં ઘરનાં દરવાજે પહોંચે ત્યાં માયા દોડીને એને વળગી ગઇ અને રડવા માંડી "પાપા...પાપા.. જુઓ આ બધુ શું થઇ ગયું ? તમે શું ઇચ્છતાં હતાં અને સાચું સામે શું આવ્યું ?” નારણે કહ્યું "અરે આમ રડે છે શું ? કોઇનું મરણ થયું છે ? આમ રડ નહીં અને મારાં મરશીયા ગાતી હોય એમ...” ત્યાં મંજુબેન અંદરથી બરાડ્યા... એમણે એમનું અસ્સલ ચરિત્ર બતાવવા માંડ્યુ... “અરે વિજયને ધોળે દિવસે તારાં બતાવી દેવાની છું એમ એ કાવ્યાડીને છટકવા નહીં દઊં... "
હજી ઘરમાં આમ ઉગ્ર ચર્ચા ચાલે છે ત્યાં સતિષ ગાડી મૂકી દોડતો દોડતો ઘરમાં આવ્યો એણે આવીને નારણને કહ્યું "પાપા એક સારાં સમાચાર પણ લાવ્યો છું પાક્કા સમાચાર છે કંડલાથી મધુકાકા જેલમાંથી ફરાર છે પણ પેલા શંકરનાથ કાકા કસ્ટમ નાર્કોટીસવાળાનાં હાથમાં આવી ગયાં પણ હજી ભાનમાં નથી આવ્યાં પેલો દોલત મુંબઇ માલ ઉતારી ફાઇવ સ્ટારમાં રોકાયો છે વિજયકાકા પાસે પેલાં કોઇ બર્વેનો... ખબર નહીં કોઇ જાણીતો ગયો છે મળવા પાપા આપણી પાસે સમય ઓછો છે હવે બધી બાજી ખૂલવા માંડી છે આ બાજુ કાવ્યા કલરવે પણ બાજી બગાડી છે હમણાં દમણ કોઇ નથી આપણે કંઈક એવું ગોઠવીયે કે બધું હાથમાં આવી જાય.. મારાથી તો સહેવાતું નથી..”
નારણ બધુ સાંભળીને બઘવાઈ ગયેલો એણે કહ્યું "મને શાંતિથી વિચારવા દે... એમ તું કહે એટલું સરળ નથી.. સામે બીજું કોઇ નહીં વિજય છે.. એ ખૂબ શક્તિશાળી છે એનાં સંપર્કો ઘણાં છે પોલીસ, કસ્ટમ, નાર્કોટીસ બધેજ એનાં માણસો છે વળી પાછો ખૂબ ચપળ અને બહાદુર છે કોઇપણ સ્થિતિથી ડરે એમ નથી. એની પાસે વફાદાર માણસોની ટીમ છે અરે આર્મી છે અને આપણાં ટંડેલ સમાજમાં ઉંચુ નામ છે એણે ઘણી સખાવતો કરી છે... પેલાં દોલતને કહે કે રાત્રે મને ફોન કરે એની પાસેથી પહેલાં બધી બાદમી કઢાવવી પડશે.”
“મધુ છૂટી ગયો કે ભાગી ગયો ? એ વિજયને પ્રેશરમાં રાખશે.. ભૂપત, દોલત બંન્નેને દાણો ચાંપી રાખવો પડશે અને વિજય દમણ પાછો આવે પહેલાં એની છોકરીને ઉઠાવવી પડશે પેલાં બામણનાં છોકરાનું ..... હમણાં હું વિચારી દઊં ઉતાવળ નથી કરવી આગળ જઇને પાછા નથી પડવું.... સતિષ તું એક કામ કર.”.. સતિષ બોલ્યો "પાપા હું એ બામણનાં છોકરાને નહીં છોડું... મારી કાવ્યાને ઝૂંટવી રહ્યો છે એની સાથે પ્રેમફાગ ખેલી રહ્યો છે પાપા હું દમણ જઊં પેલાં પરવેઝને મળું એની ગેંગ લઇને મારી સાથે આવશે. હું બધું... "નારણે કહ્યું " એય મૂર્ખ એ રોડછાપ લૂખ્ખાઓનું આમાં કામ નથી.. ધીરજ રાખ હું બધુ સેટ કરું છું તું પેલાં દોલતનો સંપર્ક કર મારી સાથે વાત કરાવ હવે મુંબઇની ગેંગને સાથમાં લેવી પડશે પેલી પન્ના સાલ્વેને સાંધવી પડશે.. રેખાડી પણ ત્યાં પહોંચી ગઇ છે.”..
સતિષે પૂછ્યું "પન્ના સાલ્વે ? આ તો બૈરી છે કોણ છે ? પાપા તમારે એની સાથે ટાકો ભીડાયો છે કે શું ?” નારણે થોડી ચીડથી કહ્યું “અરે પ્રોફેશનલ છે વિજય સાથે પણ.. પણ નામ સાચું નથી કીધુ છોડ હું બધુ જાણીને કરું છું અત્યારે આપણી મદદમાં દોલત મધુટંડેલ અને મુંબઇની ગેંગ આવશે કે .... જો વિજય મુંબઇ છે.. દોલતજ ફૂટેલો છે બાકી બધાં વફાદાર છે એમાં પેલો ભાઉ તો...."
સતિષે કહ્યું “પણ પાપા મધુઅંકલ ક્યાં છે ક્યાં ખબર છે ? દોલતનો સંપર્ક કરવો જરૂરી છે અને મારી સલાહ માનો તો... આપણે કલરવ કાવ્યાને ઉપાડી લઇએ.. વિજય અંકલનાં હાથ હેઠા પડી જશે. તમારે જાહેર નહીં થવાનું બધુ હુંજ કરીશ તમે પરવેઝની ગેંગને રોડ છાપ ગણો છો પણ એ લોકો ઘાતકી છે પૈસા માટે કંઇ પણ કરશે.. પરવેઝ થોડો.... મને મારી રીતે કરવા દો...”
ત્યાં માયા અને મંજુબહેન અંદર રૂમમાં આવ્યાં મંજુબહેન અકળાઇને કહે "તમે બાપ દીકરો ક્યારનાં શું ગૂસપૂસ કરો છો ? ટંડેલ છો.. માછલીને પકડીને શિકાર કરી દો.. પકડતાં પહેલાં એને કાંટો નાં દેખાય એમ ખોરાક બતાવો સામેથી આવશે”. નારણે કહ્યું "એટલે તું કહેવા શું માંગે છે ?" મંજુબહેન કહે" "મેં સતિષને સાંભળ્યો પેલો બામણ શંકરનાથ મળ્યો છે ને ? મધુભાઇ ભાગી ગયાં છે. દમણ જઇને કલરવને કહો તારો બાપ મળી ગયો છે ચાલ વિજય સાથે વાત કરી તને એની પાસે લઇ જઊં.. વિજય ટંડેલ સાથે સાચેજ વાત કરાવી ખાત્રી કરાવો અને બંન્નેને સાથેજ દમણથી ઉપાડો એને અહીં લઇ આવો પછી આગળનું હું વિચારું છું.."
નારણે કહ્યું "એય મૂર્ખી વિજયને કેવી રીતે કહેવું કે શંકરનાથ કંડલા છે... મેં કેવી રીતે જાણ્યું ? ત્યાંજ હું પકડાઈ જઊં.” મંજુએ કહ્યું “હું મૂર્ખી નથી તમે ડફોળ છો ચિંતા ઉશ્કેરાટમાં તમારું મગજ બંધ થઇ ગયું છે. એને કહો મધુટંડેલનાં સમાચાર હમણાં જાણ્યાં ત્યારે ખબર પડી કે એમની શીપમાં શંકરનાથ છે. એ પણ જાણ થઇ હવે એવું ના પૂછતાં કે મધુટંડેલના સમાચાર કેવી રીતે મળ્યા ? આખા ટંડેલ સમાજમાં આ વાત પ્રસરી ગઇ છે બધાને ખબર છે”.
માયા વચ્ચે બોલી "પણ કાવ્યા, કલરવને કોઇ નુકશાન ના પહોંચાડશો. કલરવને અહીં મારી પાસેજ લઇ આવજો મેં એને દીલ આપી દીધુ છે એને કોઇ નુકશાન ના પહોંચવુ જોઇએ..” સતિષે ઉઠીને માયાને એક તમાચો જડી દીધો બોલ્યો "આટલાં ટેન્શનમાં તને પ્રેમ ઉપડ્યો છે ? શાંતિ રાખ અહીંજ લાવીશું મારે કાવ્યાને મારી કરવાની છે વિજય અંકલને વિવશ કરવાનાં છે.”
માયા ધૂસ્કે ધૂસ્કે રડી પડી બોલી “મેં સાચુ કહી દીધુ એમાં મને મારે છે શાનો ? પાપા ભાઇને સમજાવી દો નહીંતર છું કાવ્યાને એની બધીજ સાચી વાત કહી દઇશ...”
હવે મંજુબેન માયા ઉપર બગડયા.. “શું બકે છે ? ભાઇની ચાડીઓ કાવ્યાને કરવાની ? તું શું દૂધે ધોયેલી છે ? ટંડેલ સમાજમાં તો તને કોઇ છોકરો નહીં આપે મારુ મોઢું ના ખોલાવીશ.” નારણે કહ્યું “તું શું આમ તારીજ છોકરી માટે બોલે છે ? અંદર અંદર ઝગડવાનું બંધ કરો નહીંતર કશું નહીં થઇ શકે..”..
"સતિષે દોલતને ફોન લાગ્યો ?” સતિષે ફોન પર વાત કરતાં કરતાં કહ્યું “પાપા દોલતભાઇ લો વાત કરો. નારણે ફોન ઉપર દોલત સાથે વાત કરી દોલત બોલતો ગયો એ સાંબળતો ગયો નારણનો ચહેરો પડી ગયો.. પછી નારણે કહ્યું “ભલે એવું કરીએ પણ મારાં ઘરે એને લાવવાનો અર્થ તું સમજે છે. દોલતે કહ્યું હું વિચારીનેજ બોલું છું તમે અને મંજુભાભી દમણ વિજયસરનાં ઘરે જાવ.. બાકીનું હું સંભાળી લઊં છું અને હાં કલરવને કાવ્યાને બરાબર વિશ્વાસમાં લેજો કોઇપણ પ્રકારની ભૂલ ના થાય જોજો નહીંતર વિજય તમારો ટોટો પીસી નાંખશે કામ બતાવી તમે ચારો સીધાં કંડલા પહોંચી જજો.”
નારણ ચમક્યો... “અમે ચારે જણાં કંડલા ? પછી અહીં કોણ જોશે ? દોલતે કહ્યું હું જોઇશ ચિંતા ના કરો...” અને નારણ....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-102