Humsafar - 10 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હમસફર - 10

અમન : વીર.....આ શું રીત છે વાત કરવાની  ?

વીર : પણ એને મને ઓર્ડર આપ્યો 

અમન : એને બસ તને પાણી માટે પૂછ્યું 

રુચી : ઠીક છે.... હું આપું છું ( રુચી બોલી અને પાણી લેવા આગળ વધી )

અમન ના મોમ ત્યાં પાણી નો ગ્લાસ લઈને આવે છે 

અ / મ : ક્યાંય જવા ની જરૂરત નથી  ( રુચી ને કહે ) આ રહ્યું પાણી ( પીયુ ને આપે છે )

પીયુ :  ( સ્માઈલ ) થેન્ક યુ ( પાણી પીય ને ) તો તમે કામ કરનાર છો ? ( અમન ના મોમ ને )

રુચી : ( બધા પીયુ સામે જોવે છે અંચભીત થઈ ને ) પીયુ આ અમન ના મમ્મી છે 

પીયુ : હે ભગવાન..... સોરી આંટી.... મેં વિચાર્યું કે ... મને માફ કરી દો ...આઈ એમ સોરી જીજુ 

અ / મ : ઠીક છે આવી નાની મોટી ભૂલ થયા કરે અંહીયા રુચી તું તારી બહેન ને તારા રૂમમાં લઈ જા જેથી કે એ થોડોક આરામ કરી લે ( પછી રુચી અને પીયુ એના રૂમમાં જાય છે )

પીયુ : ( રૂમ જોઈ ને ) વાહ...... ખૂબ જ સુંદર રૂમ છે તો આ છે તમારો અને જીજાજી નો રૂમ ?

રુચી : હમ્મ

પીયુ : તમે ઠીક તો છો ને ?

રુચી : હા હું ઠીક છું 

પીયુ : યાર દીદી આ ખોટી વાત  ( ચીડાયેલા મૂડ માં કહે )

રુચી : શું?

પીયુ : લોકો ના લગ્ન એકવાર પણ ઠીક થી નથી થતા....અને તમારા તો બીજી વાર થશે ..... કેટલા લકી છો તમે ( રુચી થોડુક હસવા લાગી )

રુચી : ડ્રામા બંધ કર 

પીયુ : ના દીદી ....યાર સાચે જ તમને ખબર છે દીદી અહીં મેરેજ કેમ થાય ગ્રુમ બ્રાઇડ ને અંગૂઠી પેહરાવે અને પછી બ્રાઇડ ને કિસ કરે....આહ ....કેટલુ રોમેન્ટિક છે ....મારે આવી મેરેજ જોવા નુ મન હતું 

રુચી : ( આ સાંભળીને ને ) કિ ....કિસ ?? ( એને ખબર તો હતી કે ગ્રુમ અને બ્રાઇડ એક બીજા ને કિસ કરે પણ એ આ વાત ભૂલી ગઈ હતી )

પીયુ : દીદી શું થયું તમે આટલા શોક્ટ કેમ થઈ ગયા 

રુચી : કાંઈ નહીં 

પીયુ : હવે એમ ના કેહતા કે તમે કિસ ના વિષય માં વિચારો છો ? આહ..... દીદી તમે પણ ને એ તમારા પતિ છે અને આ ફક્ત એક રિવાજ છે જે તમારે કરવો પડશે 

રુચી : પણ મારે અમન ને કિસ નથી કરવું 

પીયુ : તો ઠીક છે હું કરી લઈશ , તમારી જગ્યાએ

રુચી : ( એ પીયુ ને ધક્કો મારે છે ) બંધ થા બેશરમ છોકરી 

પીયુ : સાચે જ દીદી જો હું તમારી જગ્યાએ હોત ને તો દિવસ માં ૩ - ૪ કિસ તો કરીજ લેત , શું તમે બંને એ હજુ કંઇ ??

રુચી : બંધ થા 

પીયુ : હે ભગવાન જી મારા દીદી ને થોડીક સતબુધ્ધી આપો પ્લીઝ ( નાટક કરતા કહે )

રુચી : સતબુધ્ધી ની જરૂર તો તારે છે મારે નહિ (  એ બંને હસવા લાગ્યા )

પીયુ : સાચે જ યાર દીદી બધા જ હેન્ડસમ છોકરા ભગવાન જી એ બસ યુએસ માં જ મોકલી દીધા લાગે છે કાશ મને પણ કોઇક હેન્ડસમ મળી જાય અંહિયા

રુચી : તુ અને તારા સપના 

પીયુ : ના દીદી હુ સાચુ કહુ છુ , એમ મને તમારી દેવરાની બનવા માં કાંઇ પ્રોબ્લેમ નથી 

રુચી : ભુલી જા , એ તને ઘાસ પણ નહિ દે 

પીયુ : ઘાસ જોઇએ પણ કોને છે મારે તો બીર જોઇએ છે 

રુચી : એનુ નામ વીર છે બીર નહિ

પીયુ : મને ખબર છે પણ મારા માટે તો એ બીર જ છે

રુચી : હે ભગવાન બચાવી લે વીર ને ( ડ્રામા કરતા , એ બંને જોર થી હસવા લાગ્યા )

                      ✨      સાંજે         ✨

રુચી ના મમ્મી : બેટા ખુદના જ લગ્ન મા આ સફેદ કપડાં કોન પહેરે ?

પીયુ : મમ્મી ભુલો નહિ આ ડિ'સોઝા ની વેડિંગ છે ગુજરાતી નહિ 

રુચી ના મમ્મી : તો શું થયું ? લગ્ન મા ઓછા માં ઓછો લાલ અથવા ગુલાબી પહેરવો જોઈએ અને ખાસ કરીને દુલ્હન ને સફેદ ના પેહરાય 

રુચી : મમ્મી અંહિયા ની આજ સંસ્કૃતિ છે અને જેટલો સાફ સફેદ કલર છે ને એટલો કોઈ પણ કલર ન હોય શકે 

પીયુ : હા , મમ્મી દીદી એકદમ ઠીક કહે છે અને હવે તમે ચિંતા ના કરો અને તમારી દીકરી ના લગ્ન ઇન્જોય કરો  , એમ દીદી તમે બહુ જ સુંદર લાગો છો , સફેદ કલર તમારા ઉપર સુટ થાય છે , કેમ મમ્મી ?? ( રુચી ના મમ્મી રુચી ની પાસે આવી ને એની આંખ માં થી આંજણ કાઢી ને રુચી ના કાન પાછળ લગાવે છે )

રુચી ના મમ્મી : હા બહુ જ સુંદર લાગે છે ( રુચી અને પીયુ સ્માઈલ કરે છે )


         સાંજ થઈ ગઈ છે અને સમય છે અમન અને રુચી ના મેરેજ નો રુચી ના મમ્મી પપ્પા પણ ઠીક થી બપોરે પહોંચી ગયા હતા અને રુચી પણ લગભગ તૈયાર થઇ ગઈ છે એના મેરેજ માટે 

પીયુ : એમ દીદી હું કેવી લાગુ છું?

રુચી : એકદમ દેવરાની મટીરીયલ ( પછી એ બંને જોર થી હસવા લાગ્યા )

રુચી ના મમ્મી : શું દેવરાની ?

પીયુ : કાંઈ નહીં મમ્મી બસ એમજ 

                           મેરેજ હોલ 

       સુમિત , રીતિક અને રાજ ત્યાં પહોંચી ગયા 

રાજ : હેય....વીર 

વીર : હાય..... વેલ કમ , સમ્રાટ અને આર.કે ક્યાં છે ? ( રાહુલ )

રીતિક : સમ્રાટ એની ગર્લફ્રેન્ડ સાથે આવી રહ્યો છે 

સુમિત : અને રાહુલ પણ આવી જ રહ્યો છે 

રાજ : પણ આપણો થનાર દુલ્હો ક્યાં છે ?

વીર : મને પણ નથી ખબર કે એ ક્યાં છે ?

રાજ : શું એ ખુદ નાં લગ્ન માં થી જ ભાગી ગયો છે ?

વીર : ખબર નહીં 

       ( એ બધા હસવા લાગ્યા પછી ત્યાં સમ્રાટ પણ એની ગર્લફ્રેન્ડ ( આશી ) સાથે આવ્યો)


વધુ આવતા અંકે......