Humsafar - 9 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 9

(  સવાર ના ૪ વાગ્યે એલાર્મ વાગે છે )

 
અમન : વીર ......ઉઠ..... એરપોર્ટ પર જવાનો ટાઇમ થઇ ગયો છે 
 
વીર : હમ્મ ( નીંદર મા )
 
અમન : વીરરર
 
વીર : પાયલોટને કહો કે વચ્ચે થોડો આરામ કરે અને પછી અહીં ઉતરે
 
અમન : વીર ઉઠી જા 
 
વીર : ભાઈ પાંચ મિનિટ 
 
અમન : ના ....( જોર થી )
 
વીર : ઠીક છે ( પછી એ ઊઠી ગયો ) આટલા વહેલા કોણ એરપોર્ટ પર જાય ? પણ ભાઈ હું એને કેમ ઓળખીશ ? 
 
અમન : એનાં નામ નું એક બોર્ડ બનાવી ને ઉભો રહેજે એ તને ઓળખી જશે 
 
વીર : આ બધું તમને અત્યારે યાદ આવ્યું ?
શું તમે આ બધું મને રાત્રે નહોતાં કહી શકતા ?
 
અમન : અવાજ ન કર... આજે મારા લગ્ન છે મને સુવા દે 
 
વીર : હા.... કેમ નહીં લગ્ન તમારા છે અને અંહીયા પરેશાન હું થઈ રહ્યો છું  ( પછી એ ત્યાં થી ચાલ્યો જાય છે )
 
      એરપોર્ટ ઉપર પીયુ વીર ની રાહ જોતી હતી કારણ કે અમને પીયુ ને કહ્યું હતું કે તને ( મારો નાનો ભાઈ )વીર લેવા આવશે 
 
પીયુ : હજુ મને લેવા કેમ ના આવ્યું કોઈ શું નામ હતું એનુ બીર શાયદ , એ એનુ નામ યાદ કરે છે ખબર નહીં કેવો પ્રાણી હશે બહાર જઈ ને જોવુ ક્યાં છે એ એરપોર્ટ ની બહાર આવીને ઘણી કાર જોવે છે પણ એને ક્યાંય વીર નથી દેખાતો થોડીક વાર ગોત્યા પછી એને એક છોકરો જોયો કાર પાસે હાથ માં બોડ લીધેલો પીયુ એની પાસે જાય છે અને આગળ પાછળ ફરીને જોવે છે પછી એ એના ફોન માં જોવે છે 
 
વીર મનમાં : આ છોકરી મને આવી રીતે કેમ જોઈ રહી છે ? શું એ પાગલ છે કે પછી એને ક્યારેય છોકરા ને જોયો નથી ?
 
પીયુ  : ( મનમાં કહે છે લાગે તો આજ છે પણ બોડ ઉપર તો.... પુછી લવ , પુછી લે ને પીયુ શું ખબર આ જ હોય તો ) તમે બીર છો ? 
 
વીર : હ... ( એ કાંઈ સમજ્યો નહીં )
 
પીયુ : આને ગુજરાતી નથી આવડતી ભુલમાં ( ખુદના માથા ઉપર મારતા કહે છે) શું તું બીર છો ?
 
વીર : શું ?
 
પીયુ : લાગે છે આને ઈંગ્લીશ પણ નથી આવડતું હવે શું કરુ હા , એ એના ફોન માં વીર નો ફોટો કાઢી ને વીર ને દેખાડતા , તું બીર છો ?
 
વીર : તું પીયુ ?
 
પીયુ : હા હું પીયુ છું ફાઇનલી તને સમજાણું... હાય ...બીર  ( હેન્ડશેક કરવા માટે વીર તરફ હાથ આગળ કરે )
 
વીર : શું તને ખબર પણ છે તું શું બોલી રહી છે  ? મારું નામ વીર છે બીર નહીં તું ખોટી રીતે બોલી રહી છે 
 
પીયુ : પણ હું સાચું જ તો બોલી બીર 
 
વીર : આહ....વીર...... ભૂલી જા તું ફક્ત મને વી કહેજે ઠીક છે એનાં સીવાય કંઈ જ નહીં ઓકે 
 
પીયુ : ઓકે બીર ( હસતા કહે ) ઓહ વી 
 
    પછી પીયુ અને વીર બંને કાર માં બેસી જાય છે ( પીયુ લગાતાર વીર સામે જોવે છે )
 
(પીયુ મનમાં - હાય કેટલો હેન્ડસમ છે આ....મન તો થાય છે કે અત્યારે જ બકી ભરી લવ રુચી તું કેટલી લકી છે કેટલો હેન્ડસમ પતિ અને કેટલો હેન્ડસમ દેવર મળ્યો છે આહ આ શું થઈ રહ્યું છે મને )
 
વીર : મને આવી રીતે ઘુરવા નું બંધ કર નહિતર કાર માં થી બહાર ફેંકી દઈશ 
 
પીયુ : હ.... ( હજુ એને જ જોવે છે ) શું તે કંઈ કહ્યું ?
 
વીર : મેં કહ્યું મને ઘુરવા નું બંધ કર ...!!
 
પીયુ : શું કામ ..... શું તું ઘુરવા નો ટેક્સ લઈશ ?
 
વીર : હા .... એટલે જ ઘુરવા નું બંધ કર  !!
 
પીયુ : ના .... હું બંધ નહીં કરું?
 
વીર : શું તે હેન્ડસમ છોકરાને ક્યારેય નથી જોયો ?
 
પીયુ : હા , મેં એક છોકરા ને જોયો છે....પણ... તારા જેવો હેન્ડસમ નહીં  ( એ ફ્લર્ટિંગ કરવા લાગી )
 
વીર : બંધ થઈ જા !!
 
       થોડાક સમય પછી પીયુ અને વીર ઘરે આવી જાય છે ત્યાં રુચી પેહલા થી જ હોલ માં બેઠી હતી પીયુ ની રાહ માં રુચી એ પીયુ અને વીર ને આવતા જોયા એટલે એ દોડીને પીયુ ને ગલે લગાડે છે પીયુ પણ રુચી ને ગલે લગાડે છે એ બંને ઈમોશનલ થઈ જાય છે 
 
રુચી : મેં તને ખૂબ જ યાદ કરી પીયુ
 
પીયુ : મેં પણ દીદી 
 
                ત્યાં અમન પણ આવી જાય છે
 
અમન : વેલ કમ પીયુ 
 
પીયુ : ઓહ .....હાય જીજુ.... અને થેન્ક યુ સો મચ 
 
અમન : શેનાં માટે ?
 
પીયુ : તમને ખબર છે દીદી ( રુચી પીયુ ની સામે કનફ્યુજ થઈ ને જોવે ) જીજુ એ એક પ્રાઇવેટ પ્લેન મોકલ્યું છે સ્પેશિયલ મમ્મી પપ્પા માટે કારણ કે ત્યાં આગલા બે દિવસ ની કોઈ જ ફ્લાઇટ નહોતી જેથી કે એ અંહીયા આવી શકે તેમ નહોતાં અને મમ્મી નાં પાસપોર્ટ માં પણ પ્રોબ્લેમ થઈ ગઈ એટલે એ મારી સાથે ન આવી શક્યા એટલે હું એકલી જ આવી ગઈ જો જીજુ એ પોતાનું પ્રાઇવેટ પ્લેન નાં મોકલ્યું હોત તો મમ્મી પપ્પા તમારા લગ્ન માં ન આવી શકે તેમ હતું 
 
અમન : અરે એમ કેમ ના આવે  .....
એ આવી જશે.... અને આ મોટી વાત નથી  ... મેં આ બધું કર્યું કારણ કે એ આપણા માતા પિતા છે   ( રુચી અમન તરફ જોવે ) અને માતા પિતા વગર લગ્ન કેવી રીતે સંભવ છે ? એ ત્રણ કલાક માં અંહીયા પહોંચી જશે 
 
પીયુ : હા  ( પછી એ વીર ને એના પ્રાઈવેટ જીમ માં જતો હોય છે બનાના શેક પીય ને ) હેય.... બીર શું તું મને એક ગ્લાસ પાણી આપીશ ?
 
વીર : હું તારો નોકર નથી જાતે જ લઈ લે 
 
વધુ આવતા અંકે.......