પ્રકરણ ૨
ડીએન જૈન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચંદ્રમોહનના કરિયરની શરૂઆત ૧૯૫૭માં રાયપુરથી થઇ હતી. રાયપુરમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેઓએ નોકરી શરૂ કરી હતી. જે બાદ જબલપુર યુનિવસિર્ટીમાં ૧૯૬૦માં તેમને દર્શન શાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી શરૂ કરી હતી. એ સમયે તેમની નામના સમગ્ર પ્રાંતમાં એક તેજસ્વી અધ્યાપક તરીકેની હતી.
એક તરફ યુનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને દર્શન શાસ્ત્રનું શિક્ષણ આપવાનંુ અને બીજી તરફ આધ્યાત્મિક ગુરૂ તરીકે પ્રવચન આપવાની પણ તેમને શરૂઆત કરી હતી. જે મો તેઓ સમગ્ર ભારત દેશનો પ્રવાસ કરતા હતા. તે સમયે તેમના વ્યાખ્યાન રાજનીતિ, ધર્મ અને સેક્સ વિષય પર આધારીત હતા. જેમાં તેમને અનેક વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યા હતા.
આધ્યાત્મિક ગુરૂ તરીકે પ્રવચન આપવામાં તેઓને વધારે પ્રવાસ કરતો પડતો હોવાથી તેઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકતા ન હતા. જેથી તેમને થોડા સમય બાદ પ્રોફેસરની નોકરીમાંથી રાજીનામુ આપ્યંુ અને માત્ર વ્યાખ્યા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ. ૧૯૬૯માં તેમણે મુંબઇમાં સ્થાયી થવાનો ર્નિણય લીધો. દરમિયાન એક વર્ષ પહેલા તેમને મળેલા ર્માં યોગ લક્ષ્મી તેમના મુખ્ય સહાયિકા બન્યા અને ૧૯૮૧ સુધી સાથે કામ કર્યુ. આ સમય દરમિયાન જ તેમની મુલાકાત એક અંગ્રેજ મહિલા ક્રિસ્ટિના વુલ્ફ સાથે થઇ હતી. આ સમય દરમિયાન ચંદ્રમોહન રજનીશના નામે ઓળખાવા લાગ્યા હતા. રજનીશે અંગ્રેજ મહિલા ક્રિસ્ટિનાને સન્યાસી તરીકે ર્માં યોગા વિવેક નામ આપ્યું. રજનીશ માનતા હતા કે, ર્માં યોગા વિવેક તેમના પૂર્વ જન્મમાં તેમના મિત્ર હતા. જે બાદ ક્રિસ્ટિના તેમના ખુબ જ નિકટના સહયોગી બનીને તેમની સાથે રહ્યાં.
રજનીશે તેમના વ્યખ્યાનમાં શરૂઆતથી જ સદીઓથી ચાલી આવતી પરંપરા, ધામિર્ક માન્યતાઓ અને કર્મકાંડના વિરોધમાં બોલાવાનું શરૂ કર્યુ હતું. રજનીશ માનતા હતાં કે, સંગઠિત ધર્મ તેના અનુયાયીઓને જ્ઞાન આપવાને બદલે તેમને વિભાજિત કરે છે. તેમને એવું પણ લાગતું હતંુ કે, ધર્મ કુરિવાજાેનો શિકાર બન્યો છે. ધર્મની જીવનશક્તિ પૂર્ણ થઇ ગઇ છે. તેઓના મતે ધર્મ અને રાજનીતિ એક જ સિક્કાની બે બાજુ સમાન બની ગઇ હતી. જેનો એક માત્ર ઉદ્દેશ લોકોને નિયંત્રણમાં રાખવાનો હતો. રજનીશે અન ફ્રોઇડના મનોવિશ્લેષણનું સમન્વય અનોખી રીતે રજૂ કર્યુ હતું. જેના થકી તેઓ ખુલ્લેઆમ સેક્સુઅલ લિબરેશનની તરફેણ કરવા લાગ્યા હતા.
રજનીશ જટિલ વિચારોને ખુબ જ સરળ ભાષામાં રજૂ કરવાની શૈલી ધરાવતા હતા. જેના કારણે જ અનેક ક્ષેત્રના લોકો તેમના તરફ આકર્ષાયા હતા. જાણીતા લેખક ખુશવંતસિંહે રજનીશ વિષે લખ્યંુ છે કે, ઓશો ભારતમાં જન્મેલા સૌથી મૌલિક વિચારકો પૈકીના એક છે. તેઓ સૌથી વધુ વિચારશીલ, વૈજ્ઞાનિક અને નવા વિચારોને પ્રોત્સાહન આપે છે.
ત્યારે અમેરિકાના એક લેખક ટોમ રોબિન્સનું માનવું હતંુ કે, ઓશો લીખીત પુસ્તકો વાંચીને એવો પ્રભાવ પડે છે કે, તેઓ વીસમી સદીના સૌથી મહાન આધ્યાત્મિક ગુરૂ હતા.
ઓશો રજનીશ સાથે તેમના સચિવ તરીકે સેવા આપનાર ર્માં આનંદશીલા ખુબ જ નાની ઉંમરે રજનીશના સંપર્કમાં આવ્યા હતા. ઓશો તેમના મહિલા અનુયાયીઓને નામ આપતા ત્યારે તેનો પહેલો શબ્દ હંમેશા માશ્ર રાખતા હતા. તેઓ માનતા હતા કે, દરેક મહિલા માતૃત્વનું પ્રતિક છે. જ્યારે દરેક પુરૂષ અનુયાયીને સ્વામી તરીકે સંબોધતા હતા. જેની પાછળનો તેમનો ઉદ્દેશ એ હતો કે, પુરૂષને હંમેશા એ યાદ રહે કે, હંમેશા સ્વ પર નિયંત્રણ રાખવું.
ર્માં આનંદશીલાએ પોતાની આત્મકથા લખી હતી. જેનું નામ તેમને ડોન્ટ કિલ હિમ, ધ સ્ટોરી ઓફ્ માઇ લાઇફ વિથ ભગવાન રજનીશ આપ્યું હતું. જેમા તેમણે લખ્યું હતું કે, હું તેમના કક્ષમાં પ્રવેશી ત્યારે ભગવાનને મને સ્મીત આપ્યું અને તેમની બાહો ફેલાવી દીધી હતી. તેમને મને આલિંગન આપી ધીમેથી મારો હાથ પકડયો. તે સમયે હું તેમના ખોળામાં માથુ મુકી રડી રહી હતી. થોડી વાત બાદ હું ઉઠીને તેમના કક્ષની બહાર જવા લાગી ત્યારે તેમને ફરી બોલાવી અને મારા માથા પર હાથ મુકી કહ્યું કે, શીલા કાલે અઢી વાગ્યે મને મળવા આવશે.