last visit in Gujarati Love Stories by Arti Vyas books and stories PDF | છેલ્લી મુલાકાત

Featured Books
Categories
Share

છેલ્લી મુલાકાત


રિયાએ તેની નાનીના ઘરે બધા પરિવાર સાથે ખૂબ જ સારી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને ત્યાં તેની પાસે સમય નહોતો અને  તેણે ફોન ને પણ હાથ નહોતો લગાવ્યો 

(પોતાના ઘરે પાછી ફર્યા બાદ) 

રીયા: હેલો સોરી ને યાર, ના કરી શકી વાત પ્લીઝ માફ કરી દે મારી પરિસ્થિતિ જ નહોતી.. સમજવાની કોશિશ કર.        

જય : નથી સમજવુ મારે કાઈ જ બહાના છે બધા પેલા તો થતી વાત હવે કેમ નહી.  હું બધું સમજું છું 

રિયા: એવું કંઈ નથી ડિયર.હું તમને ખૂબ પ્રેમ કરું છું માફ કર મને

જય : તને નઈ સમજાય રેવા દે હું તારી રાહ જોતો હતો આખો દિવસ તને મેસેજ કરતો હતો પણ જવાબ ના આવ્યો એક કામ કરીએ આને પૂરું કરીએ lets break up 💔 

(જયે ફોન કાપી નાખ્યો)

રિયા અને જય બાળપણ ના ખાસ મિત્રો અને ત્યાર બાદ એકબીજા ના પ્રેમ માં પડેલા ...અને કુદરત ની કરવું ને બંને ને એકબીજા થી દુર જવું પડ્યું એક અમદાવાદ અને એક ૩૬૦ km દુર છેક કચ્છ માં..the long distance relationship.. છતાં પણ બંને નો પ્રેમ ઓછો થયો નહોતો ..

  ડુસકા ભરતાં ભરતાં પોતાનો રૂમ લોક કરી નાખે છે પછી થોડી વાર માં ફરી જયને  ફોન કરે છે ૨ ૩ કોલ પછી જય ફોન ઉપાડે છે હા બોલ શું છે 

રિયા:એક છેલ્લી વખત મને મળવા આવીશ પ્લીઝ મમ્મી પપ્પા સાથે હું અમદાવાદ આવવાની છું ત્યારે મળવા પ્લીઝ request કરું છું તને 

જય :ના હું ફ્રી નથી ઓફીસ માં પણ રજા નઈ મળે

રિયા: પ્લીઝ છેલ્લી વખત .. પછી ક્યારેય નહી

જય : ઓકે જોઉં ચલ 

(૧ week raine)

રિયા: આપણે પહેલા જ્યાં મળ્યા હતા ત્યાં જ આવ

જય: હમ ઓકે

જય એ બાઈક દોડાવી 

થોડી વાર બાદ તેણે રસ્તા માં ખૂબ ટ્રાફિક જોયો ખાસ્સા લોકોની ભીડ જામેલી હતી

કોઈક નું ખતરનાક અકસ્માત થયું હોય એમ જોતા જ લાગતું હતું

પોલીસ આવી પહોંચી હતી

જય એ બીજો રસ્તો લઈને જવાનું વિચાર્યું પરંતુ તેનું મન માનતું નહોતું તેણે થોડી મથામણ બાદ ત્યાં જઈને જોવાનું નક્કી કર્યું 

ભીડ માંથી માંડ માંડ નીકળી ને જોયું તો તેના પગ નીચે થી જાણે જમીન જ ખસકી ગઈ

તે જમીન પર ફસડાઈ પડ્યો હાથ માં લોહી આવતા તેનું મગજ બહેર મારી ગયું પોતાને જીવ થી પણ વહાલી રિયા ની હાલત સહન કરી સકાય તેમ જ નહોતી 

ત્યાં એમ્બ્યુલન્સ આવી અને તેણે લઈ ગઈ 

તેને. જરા ભાન આવતા તે તરત હોસ્પિટલ પહોંચ્યો

ભારે હૈયે તે આઇસીયુ રૂમ તરફ દોટ મૂકે છે

ત્યાં ડોક્ટર તેને અંદર જવાની ના પાડે છે અને કહે છે પેશન્ટ ની હાલત ખુબ ગંભીર છે તમે અત્યારે અંદર નહિ જઈ શકો

જય અત્યારે જાણે હોશ ખોઈ બેઠો હતો ડોક્ટર ને ધક્કો.મારીને અંદર રૂમ માં પ્રવેશે છે 

હમેશા હસતી ખેલતી રિયા ને આ હાલત માં જોઈને તે ભાંગી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે 

તે અંદર થી તૂટી ગયો ..તે રિયા નો હાથ જોરથી પકડી લે છે 

આ રીતે મને છોડીને ના જઈશ હું તારા વગર નહીં રઈ સકુ કઈક તો બોલ ગુસ્સો કર મારા પર પણ કઈક બોલ રિયું I love you... શું આ જ હતી તારી છેલ્લી મુલાકાત? 

અને ત્યાં તરત જ ધબકારા સદૈવ ને માટે બંધ થઈ જાય છે...

Hello મિત્રો 

મારી આ પહેલી વાર્તા તમને કેવી લાગી મને જરૂર થી જણાવશો હું તમારા અમૂલ્ય પ્રતિભાવ ની રાહ જોઈ રહી છું...મારી હજુ નવી શરૂઆત છે તો કોઈ પણ ખામી કે ભૂલ હોય તો મને માફ કરશો 🙏