ફરે તે ફરફરે - ૨૨
જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હતુ એ તો ફરહાન અખ્તર
રાકેશ રોશન કેટરીના વાળુ ફેમસ ગીત "મુજકો બાંહો મે તુમ લેલો કેટરીના"
હતુ ...ઓરીજનલ સ્પેનીશ ધુન સાંભળી માથુ શરમથી ઝુકી ગયુ..સાવ બેઠી
નકલ? ટેબલ બુક કરી રહ્યા હતા ત્યારે ધરવાળાને સાઇડમા લઇ ગયો..
“ભાઇ સાબ આ તેલની વાસ ની એવી ચિતરી ચડે છે ને કે ખાવુ કેમ ?"
મેં કહ્યુ "તને ખબર છે કે હું તો વટલાયેલો છું પણ તારે ન ભાવે તો ઘરે જઇને
ખાખરા દુધ અને ખજુર ખાઇ લેવાના "
મારો શતાવધાની પુત્ર સાંભળી ગયો "મમ્મી ટ્રાઇ કરવાની. બ્રેડ અને ઓલીવ
ઓઇલ ચાલે છે ગયે વખતે સુપ પણ ભાવ્યુ હતુ એટલે ટેસ્ટ કરવાનો"
(ટેસ્ટ શબ્દ ઉપર અડધો કીલો વજન મુક્યુ ..) મે વાત ફેરવવા કહ્યુ
“હેં ભાઇ આ લા મીનુ ને એવા બધ્ધા નામ નો શુ અર્થ થાય? " "મીનુને ખાતા
લાળ પડી ગઇ એવો અર્થ થાય ॥આપણે ત્યાં ઇંડીયામા શિયાળામાં ગુંદરપાક બને એવી જ રીતે લા પણ બંને એ તને ક્યાંથી ખબર હોય ભાઇ … એમા ગુંદર ઘી અને સુઠ એવું બધુ હોય હવે પાછો રેસીપી નહી પુછતો કારણ કે મારી ઉર્ફે તારા દાદીએ ઉપર જતાં પહેલાં આ લા તારી મમ્મીને ધરાર ન શીખવાડી …પણ ગુગલાને કદાચ ખબર હોય લાવ તારો ફોન પુછીયે..”
“ ડેડી આપણે રીસર્ચ માટે નથી આવ્યા પણ જમવા આવ્યા છીએ .. હાં મમ્મી એ લા મીનીનું મેનુની અંદર જો કઇ વસ્તુ તેમાં હોય તેની ડીટેઇલ આપી હોય , અંહીયા તારા જેવા ધણા આવતા હોય એટલે કયા કયા શાક ભાજીઓનું આ સુપ બનેલું છે તેની પુરી વિગત મુકી હોય , તેમાં પહેલાં ભાજીને બોઇલ કરી ખુબ ઉકાળી ને પછી તેમાં ટમેટા કોબી બટર ક્રીમ એ ઉમેરતા જાય પછી એને ગરમ ગરમ તમને આપે તેનાથી તમારા પગમાં જો સોજા ચડતા હોય ( કુંવરે તીરછી આંખે મારી સામે જોઇ લીધું ) મગજ શાંત કરવુ હોય તાકાત જોઇતી હોય તો આવા સુપ પીવા જ જોઇએ. એમના મમ્મી દીકરાએ આપેલા વર્ણનથી અભિભૂત થઇ ગયા ..
“મને એમ કે એમાં ઇંડા ને ચીઝ એવુ બધુ હોય એટલે મેં ના પાડી ભાઇ હવે હું જરુર સુપ લઇશ “ ઉસ્તાદ દીકરાએ મમ્મીને આસાનીથી પટાવી લીધી . એ લા મીનુ સુપ ગરમ ગરમ મોટા બોલમાં આવ્યું એટલે નાના નાના બોલમાં મમ્મીને ચખાડ્યું ..
“ અરે વાહ રોનક આતો બહુ સરસ છે . મને ભાવ્યું . “
મેં વચ્ચે ડબકું મૂક્યું .. “ જો તેમાં મરી પાઉડર નાખ અને બ્રેડ જીપ કરીને પણ ટ્રાઇ કરને .. મેં ક્રેડીટ લેવાનો મરણીયો પ્રયાસ કર્યો..પણ અંતે ધાર્યુ ધણીનું થાય એવું થયુ નહી . મને ફ્લેટ રીજેક્ટ કરવામાં આવ્યો .
“ હે રોનક મરી તો સમજ્યા પણ આ તારા ડેડી કહેછે તો બ્રેડ જીપ કરીયે તો બધા વચ્ચે કેવુ ખરાબ લાગે નહી ? એને તો મને ઉંધે રસ્તે ચડાવવામાં જ રસ હોય કાયમ.. ને મને તેનાં ઉપર બહુ વિશ્વાસ એટલે દર વખતે આવુ કરે બોલ..!
“ જો મમ્મી આપણે અંહીયા અમેરીકા આવ્યા પછી ડેડીને ખબર પડી ગઇ છે એટલે મસ્તી કરે છે બાકી જો પેલી બાઇ બ્રેડને તેલને બદલે સુપમાં જીપ કરીને ખાય છે જેને જે રીતે ખાવુ હોય તેમ અંહીયા ખાય કોઇને કોઇની પડી જ હોય .. બાકી તારે ટેસ્ટ કરવો હોય તો કર .. યોર ચોઇસ..”
ઘરવાળાએ જાણે મીરાને ઝેર આપતો રાણી દેખાયો હોય તેમ મારી સામે જોઇને બ્રેડને સુપમા ઝબોળ્યો ને બાઇટ મારી.. “ અરે વાહ મસ્ત લાગે છે રોનક વાહ..”
આ નરસિંહ મહેતો મનમાં ગણગણતો હતો “ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યુ તેહને તે સમે તે જ પહોંચે “ પછી ઓલીવઓઇલમાં જીપ કરીને બ્રેડ ઉપર મારો ચાલુ રાખ્યો ને મનને વાળી લીધું … જે પાણીએ મગ ચડે તે પાણી એ ચડાવવા .
ફરીથી લા મીનુ યાદ આવ્યું .વાંચીને કે એમાં શું હોય ..
આવુ તે હોતુ હશે ?”હવે તો મુંબઇમા હોટલ ઇટાલીયન ફુડની હોય ને નામ
આવા જ રાખે છે ગમ્મે ત્યાં લા કે લુ મુકી દે.છે"
“ડેડી લુ..તો ન મુકે ને?"
“તું પાછો પકડી બહુ રાખે લે ને ભાઇ લુ નહિ લુડુ હશે પણ આવા ભભકા
ને છાંટ ઇંડીયામા મારવાની શી જરૂર ? તને નવાઇ લાગશે મુંબઇના મોટા
મોટા બિલ્ડરો પણ હવે આવા અતરંગ પચરંગ બિલ્ડીંગોનાં નામ રાખે છે કે બોલતા કાં
મોઢુ ભરાય જાય કાં જીભ ચપટી થઇ જાય "લા મોંડેયા ટાવર્સ"
“લુસીંગા એપાર્ટમેન્ટસ "કપડાયમા યે જીવ લીધો છે "લાફાર્જ" ને એવા
એવા એવા નામ રાખે છે મને થાય કે "લફંગા "નામ રાખશે ખરા ..પહેલા
જગદંબા ટાવર ને વર્ધમાન નગર ને શ્રીજી ટાવર ને એવુ રાખતા પછી
અંગ્રેજી એરીસ્ટોક્રેટ ને એવા નામ હતા ...આ તો બોલવામા ઉપાધી થાય છે.
“લ્યો ડેડી મેનુ વાંચો ને ઓડર આપો "એકદમ ગુગલી બોલ આવ્યો હતો.
“કાં તો બ્લાંઇન્ડ રમીશ તો તું ચકરાવે ચડીશ આમા એક બ્રહ્મઅક્ષર સમજાતો
નથી ત્યારે દેશી માણસની મશ્કરી કરવાની?"
જુઓ આ લખ્યુ છે સ્પેસીકો કેપેચીકો સુપ નીચે ઇંગ્લીશમા બાળબોધ
લીપીમા લખ્યુ છે "ઇટ ઇઝ ફાર્મફ્રેશ ટમેટો વીથ ચીઝ સુપ વીથ કોર્ન
એન્ડ કેપસ્સીકમ..."
હવે ઓર્ડર અપાયા એટલે પહેલા પાણી સાથે લીંબુ આપી ગયા ટેબલ ઉપર
ખાંડ મીઠુ મરી હતા મે લીંબુ સરબત બનાવી નાખ્યુ .ઘરના બધ્ધા ફાટી
આંખે જોઇ રહ્યા !મફતના તાજા ગરમ બ્રેડ આવ્યા સાથે નાના બાઉલ (બોલ)
ભરીને ઓલીવ ઓઇલ મસાલા નાખેલુ આપી ગયા ઝપાઝપ બધ્ધા સાફ
થઇ ગયા તો બીજા બ્રેડ અને ઓઇલ આવી ગયા. બાકીની આઇટમોના
ખોટાનામ લખીને પાપમા શું કામ પડુ?અટપટા નામની મરચાની બટેટાની
બીન્સની ચાર પાંચ પ્લેટ આવી ને ગારલીક બ્રેડ આવી ..હવે અમને ખાવા
કરવા કરતા નાચતા લોકોને જોવામા મને બહુ રસ હતો.મારીથી મોટી ઉમરના કપલ ધીરે ધીરે નાચતા હતા અને "ચલતી"ઉપડે ત્યારે જુવાનીયાઓ ઝુમે ...અમેરીકામા
કપડા ટુંકા પહેરે તે અશ્લીલ ન લાગે સ્વાભાવીક લાગે.. વચ્ચે વચ્ચે ઓલી પાછળ બેન્ડ થાય એને પેલો લુચ્ચો સટાક કરતા ચીપકીને ઉંચીકરે ત્યારે તેનો વર કે જે હોય તે પણ તાલી પાડતો ઓળઘોળ થઇ તેની ચારેબાજુ રાહડા લે ..એ લોકોને આ
કપડાની જરાયે શરમ નથી ને આપણી પહોળી કે છુંછી આખોની પડી નથી.......
મસ્ત જમીને બહાર નિકળ્યા એટલે દસ દુકાન છોડીને અમેરીકાની પ્રખ્યાત
ચેન"ચોકલેટ બાર"મા ગયા. ત્યા હવે નાચવાનો ફ્લોર બનાવ્યો છે પણ રેકોડ
ડાન્સમા રોક એન્ડ રોલ જોવાની મજા પડી સાથે બ્રાઉની કેક વીથ ચોકલેટ
નો જલ્સો કર્યો.
મેં દિકરાને થપથપાવ્યો"આજકી શામ તેરે નામ "