ફરે તે ફરફરે – ૧૮
ફરીથી અટલી પીડા વચ્ચે કેપ્ટને મનોબળને લીધે ગાડીના પાર્કીંગમાં પહોંચીને માથાની હેટ નીચી કરી અને અમને ચાવી પકડાવી હોટેલમાં ચેકઆઉટ કરવા ગયા ત્યારે વહુરાણીને પણ ઉચ્ચક જીવે સાથે મોકલી હતી .. હજી કેપ્ટનને પાણીનાં મારની પીડા તો થતી હતી પણ અમે સહુ લાચાર હતા .
"તું મને રાષ્ટ્રીય ચોર જાહેર કરીશ તો હુ સ્વીકારી લઇશ પણ બહુ
ચોખલીયો ન થા .એક તો રસ્તામા ગાડી ક્યાંય ઉભી ન રાખે ઉપરથી
ઘરના નાસ્તા થેપલા લેવા ન દે અહિંયાથી બ્રેડ બટરેય ન લેવા દે એ કેમ ચાલે?
અંતે પથ્થર દિલનો ઇન્સાન પીગળ્યો .."આઇ ડોન્ટ લાઇક ઇટ બટ ઓકે "
સામાન પેક કરી સવારના વહેલા ચેક આઉટ કરવાનુ હતુ એટલે બફે (બુફે)
ખાવા નીચે ઉતર્યા ત્યારે મેમોરીયલ ડેવાળો રશ પુરો થઇ ગયેલો . મે અમારી
સાથેના ઇંડીયનોને ચપટાઓને ધોળીયાઓને સહુએ દબાવીને નાસ્તા કર્યા
પછી બે હાથ ભરીને બોક્સ લઇ જતા દેખાડ્યા એટલે દબાવીને નાસ્તા
કર્યા પછી ચાર બ્રેડ બટર ચીઝ જામ વાળી સેન્ડવીચ બે એપલ એક કેળુ
લેતા શરમના માર્યા ભાગ્યા રખેને ફેસબુકવાળો ઝુકરીયો જોઇ જાય તો
આખી દુનિયામાં બદનામ કરી દેશે એટલે હેટ નીચી પહેરી જલ્દી
જલ્દી નિકળ્યા..રખેને કોઇ ફોટો પાડીને મુકે કે ગાંધીવાદીનાં દિકરાની ચીંદી
ચોરી....
બપોરે અગીયાર વાગે મોલરોડ ઉપર વિન્ડો શોપીંગ કર્યુ...ને એ રીતે આંખ ઠંડી કરી
એ અલગ વાત છે કે અમારી મેરેજ એનીવર્સરી માટે જ અમે ફરવા આવેલા
એટલે દિકરી ને દિકરો બહુ આગ્રહ કરતા હતા "મમ્મીને ડાયમંડનો નાનો
નેકલેસ અપાવવો જોઇએ " મારે તો હા બોલુ તો હાથ કપાય ના બોલુ તો નાક
કપાયની હાલત હતી ... મેં મારા બાપુજીની આવા પ્રસંગે કહેવાતી વાત યાદ કરાવી .. બાપુજી ઉર્ફે ભાઇ અમે જ્યારે પૈસા માગીને ત્યારે બંડીના જે ખીસ્સામા પેસા ન મુક્યા હોય તેં ફંફોસ્યા કરે પછી ઝબ્બાના નીચેના ખીસ્સામા હાથ નાખી હસતાં હસતાં હાથ ખીસ્સામાંથી ઉંચોનીચો કરી ઠાઠની ગોપાલ બતાડે ત્યારે સાથે સાથે સહુ બોલીયે.. “ કોથળી કા મુંહ સંકડા ક્યા કરે નર બંકડા..?” વગર પૈસાની એ અદભુત મજા હતી વિવશતાનો એ આનંદ હતો .. અત્યારે ઘરવાળાને બહુ મજા પડતી હતી . દિલકા હાલ
સુને દિલવાલા તેવી મારી આજીજી ભરી નજરની કોઇ તેમને કિંમત નહોતી...
અહિયાનો હેંડમેડ સેંટેડ સાબુ બહુ પ્રખ્યાત છે એ દુકાનમા સાબુથી
હાથ ધોઇ હાથ સુંધવાના હતા .ખરેખર અદભુત સુગંધ હતી.અમે આગળ
કાઉંટર પાંસેના નાના સાબુને લેવા પેમેન્ટ લાઇનમા ઉભા રહ્યા .નંબર
આવ્યો એટલે મોટેથી હસી પડી "ડીયર ઇટ ઇઝ ફ્રી"
આ સવાર સવારમા તમને કોઇ મલકતા મલકતા કહે તો ,દિવસ આખો માણસ
મલકતો રહે...ઉપરથી પાછી ફ્રી ગીફ્ટ..."ચાલો સારા શુકન થયા છે કદાચ
કોઇ મોટી આઇટમ વાળા...."બધ્ધા ખડખડાટ હસી પડ્યા. અને ગાડીમા
ગોઠવાયા એટલે કેપ્ટનનો બીજો હુકમ થયો આપણે અંહીયાથી અલગ રસ્તે
જઇએ છીએ .રસ્તામા બહુ મોટુ ફોરેસ્ટ અને હેમીલ્ટન લેકમા જ્યાંથી પાણી
આવે છે એ લેક આવશે જે તેનાથી બહુ મોટુ છે .પહેલા આવશે... એ લેકની
નજીકથી થઇને ફોરેસ્ટ જઇશુ એટલે ધરે હ્યુસ્ટન પહોંચતા રાતનાં બાર વાગી જશે.
લેક નજકથી પસાર થયા પછી જંગલ શરૂ થયુ .જુદા જુદા ધાટ પોઇંટ
ઉપર મોટા મોટા કેમેરા લઇને વાઇલ્ટ લાઇફવાળા બેઠા હતા દોઢ કલાકની
વનરાજીની સફર પછી જંગલની ટોચ વાળી પહાડી ઉપર ગાડી ઉભી રાખી
જે નજારો હરિયાળીનો જોયો તે અમારી આંખોની જાહોજલાલી હતી અને
સામે પથ્થરના પહાડ ઉપર કોલસા રંગ ઠીકરાથી લખેલા સ્લોગનો વાંચી
મને ઇંડીયાની જાહેર મુતરડી અને રેલ્વેના સંડાસની યાદ આવી ગઇ..
મહાન કવિઓ શાયરોનાં જન્મ અંહીથી જ થયા છે એના સબુતો તેઓએ રેલ્વેનાં સંડાસમાં છોડ્યા હોય છે. કેટલીક અનસુની કહાની પણ અંહીથી જ મળે છે. સુનીતા આઇ લવ યુ તારો મનીનો,પછી દિલ પછી તેની આરપાર તીર જોઇને એમ થાય કે આ સુનીતાને કહી નથી શકતો . હવે મનીયાનો દુશ્મન નીચે લખે ચલ હટ્ટ મનાયા તારા બાપ લખમશી ને કહી દઇશ .. વળી એક સંસ્કારી વચેટીયો લખે .. બન્ને શાંત રહો આવા લખાણ આપણને ન શોભે બીજા બધા પણ તમારા લખાણ વાંચતા હોય તેનો વિચાર કરો. વળી બખેડો આગળ વધે , એ પંચાતીયા પરફુલયા તારે ડાહી વાત લખવી હોય તો તારા ધરની દિવાલ ઉપર લખને.. વાયડો… આજની મેથ્સની એક્ઝામમા આ ક્વેશ્ચન પાકો આવશે જ.. સોરી જવાબની ખબર નથી હા હા હા..હું તારો મેથ્સનો ટીચર જ છું જમનાશંકર દવે સમજ્યો ? સોરી સર..
તું કોલેજ બહાર નીકળ આજે તો તારી પીદી કાઢી નાખીશ .. સાલા અપડાઉનીયા..ધોળકીના..
એ ચુ.. ચલ હું કોલેજ બહાર જ તારી વાટ જોતો ઉભો છું એ બહુ મોટી મુછીનાં કાતરીયા.. ચુપ..
એ બાપુને ગાળ નઈ દેવાની સમજ્યોને ? ઉભા ઉભા પદાવી દઇશ..… વળી બીજો કોઇ પેઇન્ટર પોતાનું અંગ પ્રદર્શન ચીતરતો હોય..એક ખૂણામાં નકરી નવી નવી ગાળો લખી હોય એક બાજુ કોઇ છોકરીનો ફોન નંબરો લખ્યા હોય ..એક વળી સ્કુલના પ્રિન્સિપાલને ગાળો ભાંડતો હોય તો એક પોલીસમાં ફરિયાદની ધમકી આપતો હોય … કોઇ કોઇની સામે લખતો ન હોય કોઇ કોઇને ઓળખતો ન હોય .. એમા શાયરી વાળાને વાહ આઇ લવ યુ લિં સ્વીટી . લખી શાયરને જોગી બનાવી દે .. ટ્રેનના ડબ્બામાં જીથરોભાભો થઇ મોટે થી બરાડતો હોય હાય સ્વીટી તુમ કહાં હો ?
છેલ્લે એક જોક યાદ આવી ગયો એક માણસ મુતરડીમાં પીઇઇ કરવા ગયો હતો અચાનક નજર સામે લખેલું ડાબી બાજુ જો .. ડાબી બાજુ જોયુ તો લખ્યુ હતુ સોરી જમણી બાજુ જો.. ઉપર તારી વાત લખી છે .. ઉપર જોયુ સીલીંગ ઉપર .. એ ટોપા છાનોમાનો મુતરીલેને જો તારું પેન્ટ ભીનું થઇ ગયુ..
આવા મહાન સર્જકો માત્ર ભારતમાં નથી તેનો પુરાવો અમેરીકાના સર્જકોએ આપ્યાં હતો . જાતજાતનાં કલર સ્પ્રેથી કાળા ગ્રેનાઇટ રોક ઉપર લખેલા ચીતરેલા પેંઇન્ટીંગ ઇંગ્લીશમાં ગાળો લખી હતી પ્રેસીડેન્ટને પણ ગાળો દીધીહતી ..એ સબૂત આપતા હતા કે કાગડા બધે કાળા હોય છે ..
જ્યાં નપહોંચે રવિ ત્યા પહોચે કવિ .પણ કવિથી બહોત આગે આવા અનામી
ચિત્રકારો ફિલસુફો ,દાજીયાઓ અને અતિ સજ્જનોની આ મુક્ત અભિવ્યક્તિ
કેમ ભુલાય?