Fare te Farfare - 17 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 17

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 17

ફરે તે ફરફરે - ૧૭

 

"વ્યથાઓ કહીશુ ને ચરચાઇ જાશુ..."આજે આ વાત લખવી કે નહી તેની

અવઢવમા હતો પણ પછી થયુ આપણી વ્યથા એ અવરની કથા ભલે 

બને પણ એ મોજગઠરીયામા આ દિવસ પણ હતો..........

બાપા તો પ્રેમ ગીત ગાતા રહ્યા "તારી આંખનો અફીણી   કરતા કરતા 

ચાર કલાક તો નિકળી ગયા . નક્કી એવુ કરવામા આવ્યુ કે મને ઉર્ફ બાપાને

છોડીને બધા આનંદધેલાઓ એ દમ હોય એટલી ફાઇનલ મોજ લઇ લેવી.

નાના છોકરાવે શરુઆત કરી  અને સરોવરમા ફંગોળા લીધા જલશિકરાની

મોજ લીધી...પછી મોટાઓએ ફરીથી રાઉંડ લગાવ્યા અને થાક્યા ત્યાં સુધી 

ગોળ ચકરીઓ લીધી ...આમ કરતા કલાક નિકળી ગયો...

છેલ્લે કેપ્ટને એનાઉન્સ કર્યુ. "અબ મેરા આખરી દાવ ...પછી બોટ  પાછી  આપીશુ

ઓ.કે." મારા કરતા મે બચપનથી પુત્રને  સારો તરવૈયો બનાવેલો એ

બાબતની આ જાહેરાત ગણવી. પણ મેં તેને અવારનવાર ચેતવણી આપેલી કે પાણીનો ક્યારેય ભરોસો કરવો નહી .. મેં પોતે અનેક આવી ભૂલો કરી છે એટલે મારા દિકરાને ચેતવણી આપવી હતી ..મને યાદ છે કે  બન્ને બાળકો પાંચ સાતનાહતા ત્યારે તેમને લઇને નાસિક ગયા હતા . ગોદાવરી નદીમાં બાળકોની સામે મારા સ્વીમીંગના કરતબ દેખાડતો હતો ત્યારે ઉપરવાસનાં ડેમ માંથી ગોદાવરી નદીમાં પાણી છોડવાનું ચાલુ થયુ . અચાનક સપાટી વધવા માંડી એટલે પગ જે નદીના તળ ઉપર  હતા તે છુટી ગયા .. આગળ મારાથી  ઉંચા પહાડી સરદારજી હજી મોજ કરતાં જોયા .. નંદીનાં તેજ પ્રવાહમાં ડુબતો ડુબતો બચવાનાં ફાફા મારતો હતો ત્યારે ભગવાન શિવે જ એ સરદારને તારણહાર બનાવી મોકલેલો .. ચંદ્રકાંતે તેને ખભાથી પકડી વિનંતી કરી .. સોરી સોરી પ્લીઝ  મુઝે થોડા કિનારે તરફ છોડ દો .. પાજીએ મારો હાથ પકડીને  કિનારા તરફ દસ ડગલા મુક્યો એટલે પગ તળીયે પહોંચી ગયો હતો એટલે ઝડપથી બહાર નિકળી ગયો .. ઘરવાળા આ સીનનાં સાક્ષી હતા તાપણાં ત્યારે તેમને નદી તેના પ્રવાહ નીચે લીલશેવાળને અરીસાના પથ્થરો વચ્ચે કેવી રીતે કેમ પ્રવાહમાં વહી ગયો અને કેવી રીતે ભગવાને સરદારજી રૂપે મોકલીને બચાવી લીધો એ ખબરજ ન પડી , અને જ્યારે પડી ત્યારે આંખોમાં આંસુ આવી ગયા..બન્નેએ માં ગોદાવરીને અંજલિ આપી એ સીન યાદ આવી ગયો . દીકરાએ  આખરીદાવમા મનભર આવા કરતબ કરવાની મનમાં ઇચ્છા દબાવી રાખેલી તેની કલ્પના પણ નહી …એટલે એ સરોવરમાં ઉતર્યો  અને ટ્યુબમા

હાથ પગ ભેરવીને તેની પત્નીને કહ્યુ "ભગાવ"એક તો બન્નેને જુવાનીનુ

જોશ એટલે બોટને ઇગ્લીશ આઠમા ફુલ સ્પીડમા ફેરવે એટલે પાછળ કેપ્ટન હવામા

ઉંચેથી નીચે પછડાય કે તરત બીજી બાજુ ફંગોળે..મન ભરીને સહાસ કરી 

લીધા પછી અચાનક ચાનક ચડી ને પાછળના બે પગ જે રીંગમા ભેરવેલા

તે કાઢીને પગ ઉંચા કરી કરતબ કર્યા છેલ્લે પગ રીંગમા ભરાવી હાથ છુટ્ટા 

કરીને ફુલ સ્પીડમા હવામા ઉછળ્યો તેમાં  હાથ પગમાંથી ટ્યુબ અને બોટ  છુટી ગઇ ...

 દુર દુર દિકરો પાણીમાં તરફડતો હાથ ઉંચા કરી ઇશારો કરતો હતો તે મારી નજર પડી ..મારી જોરથી ચીસ નીકળી ગઇ ,અને વહુ રાણીને બોટ ઉભી રાખવા કહ્યુ "રોનક પડી ગયો છે દુર પાછળ જો .. તેનાં હાથમાંથી  કે પગમાંથી ટ્યુબ છટકી ગઇ છે .

હવે તેને ગંભીરતાનો ખ્યાલ આવ્યો .. ઓહ માઇ ગોડ.. બોટને પાછી યુ ટર્ન લઇને રોનક તરફ ભગાવી રહ્યા હતા ત્યારે સહુ ભગવાનનું નામ લેવા લાગ્યા..

મારાથી એટલો અવાજ માંડ નિકળ્યો એ  જો દુર માડ માંડ દેખાયો છે એ  હવે તરી પણ નથી શકતો .પણ જગ્યા ઉપર ટકી રહ્યો હતો .બોટ ભગાવીને તેની સાવ નજીક 

પહોંચ્યા ત્યારે તેની તાકાત પુરેપુરી થઇ ગઇ હતી  .એણે મહા મહેનતથી   અમારી ફેંકેલી ટ્યુબ પકડી અમે બધ્ધાએ  ભેગાં થઇને દોરડા ખેંચીને તેને બોટ ઉપર ખેચી લીધો.

ખોબો ભરીને અમે થોડીવાર પહેલા એટલુ હસ્યા હતા હવે બધ્ધા કુવો ભરીને અમે રોઇ પડ્યા....

પંદર વીસ મીનીટે એને  થોડી કળ વળી એટલે અમારા જીવમા જીવ આવ્યો.

મારી લાલ સુઝેલી આંખ તેને ઘણુ સમજાવી ગઇ..અમે ભગવાનનો પાડ માન્યો

અને ધીરે ધીરે બોટ પાર્કીંગમા મુકી ગાડી લઇ હોટલ ઉપર પહોંચ્યા ને

પલંગ ઉપર પડ્યો ત્યારે માંડ એટલુ બોલ્યો "પાણીનો માર બહુ ભારે પડ્યો".... “ બેટા ઇટ ઇઝ નોટ ઓકે .. તને મુંબઇ  નેશનલ પાર્કમા ચોમાસામાં ફરવા લઇ ગયા ત્યારે પવઇ સરોવરનું પાણી અચાનક ઘોડાપુર થઇને ધસમસતી આવ્યુ ત્યારે એના ભયાનક પ્રવાહમાં એક વાર ડૂબતા બચેલો યાદ છે ? ભાઇ તને અવારનવાર ટોકુ છુકે પાણીનો ભરોસો નહી કરવાનો .. હવે ઘીસ ઇઝ લાસ્ટટાઇમ.. ઇનફ ઇઝ ઇનફ….

આજે પંદર દિવસે કેપ્ટન ફોમમા આવ્યા એટલે આ વાત લખી મારી વ્યથા

ઠાલવી દીધી...