ફરે તે ફરફરે - ૧૨
એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ ગોળ ફરતા ગાડી ચડાવો એમા
ફેર ચડી જાય પછી ઉંટની અંબાડી જેવા પંદર માળનો ટાવર જુઓ અને
પછી ઉપરથી વ્યુ કરવાની લીફ્ટના ભાવ વાચીને ચક્કર આવી ગયા એમા તો ભાવકો ઉંચા નીચા થઇ ગયા પણ દાનેશ્વરી કર્ણ કે બલિરાજા બનવા તૈયાર દિકરાએ મારી સામે
તુચ્છ નજરે જોયુ અને લીફ્ટની ટીકીટો પકડાવી .
“જો ભાઇ આ લોકો તને ખોબે ખોબે પૈસા આપે એટલે આમ ઉડાડીશ તો
તારી ધરમશાળામાં જ તારે રેવાનો વારો આવશે "
“ડેડી તમે જ કહ્યુ હતુ "એક હાથ સે દો એક હાથ સે લો "
“ પણ તું તો બે હાથથી દે છે ને એક હાથથી લે છે એવુ મને લાગે છે .”
“તમને આવુ લાગવાનું લોજીક સમજાવું .. તમે જે આપુ છુ એને રૂપિયામાં ગણો છો અને લઉ છું એ ડોલરમાં એ તમે હિસાબ કરશો તો ઠંડક થઇ જશે બાકી ક્યાં લેકે આયા થા ક્યા લેકે જાયેગા ..ઓ કે એંજોય”
“ તું ભાઇ સોફટવેર વાળો એટલે દરેકવાતમાં લોજીક આવે ને આવેજ .. બાકી આ બધી મારા કર્મોની સજા છે ..તું નાનો હતો ત્યારથી “ શું કામ ?કેમ? ના જવાબ ન દીધા હત તો તું લોજીકલ ન બનત તો તારી આમ હું ચર્ચાસભામાં હારી ન જાત ..”
લીફ્ટ આવી ગઇ એટલે અમે બન્ને યુધ્ધવિરામ કર્યો.-
ઓબઝરવેશનટાવરના ચૌદ અને પંદરમા માળે એક્ઝીબીશન અને વ્યુ ગેલેરી હતી .પંદરમા માળે વ્યુ ગેલેરીમા પહોંચ્યા ત્યારે ચારે તરફ ઘટ્ટ જંગલોએ વ્યુ ગેલેરીને
જાણે ઘેરો ઘાલ્યો હોય એવુ લાગતુ હતુ .અમેરીકાની જમીન અને જંગલો
હજી આજે પણ વર્જીન છે તેની જાણે મિસાલ આપતા હતા . અહીયા
દરેક ડાઉન ટાઉનમા પણ મોટા ગ્રીન એરીયા અને સબર્બ જેવા પરામા
વિશાળ રોડ વચ્ચે મોટી જગ્યા છોડી તેમા ઘટાટોપ વૃક્ષો લગાવેલા હોય
ધડીભરતો એમ થાય કે માણસતો ઠીક વૃક્ષને પણ અટલી ડીસીપ્લીન ?
એક તો એકજ સરખા ઝાડ અમુક કોલોનીમા પાઇન તો અમુકમા અખરોટ જેવા બીકોન્સ વાળા વૃક્ષ ,દરેક વૃક્ષને સીધ્ધા જ ઉગવાનુ આડી ડાળોને ટ્રીમ
કરવાની જો વૃક્ષ કોઇ કારણ થી મરી જાય તો એવુ જ વૃક્ષ ત્યાં જ દસ
ફુટઉંચુ જમીનથી સાત આઠ ફુટ અંદર મશીનથી લાગી જાય .દરેક
કોલોનીમા મોટા તળાવ ,તળાવ વચ્ચે ફુવારા અંદર માછલી કાચબા
મગર પણ હોય ક્યાંક..ટુંકમા કુદરતનુ બરાબર જતન ..એટલે આવા
અડાબીડ જંગલો બન્યા છે .ચારે તરફ શોધ્યુ ત્યારે લેક હેમીલ્ટનના
છેડે અમારી હોટેલ ખીસકોલીની પુછડી જેવી દેખાણી. હું તો અંબાજીના
ગબ્બરની સફરની યાદમા ખોવાયો ત્રીસ વરસ પહેલાની એ અંબાજીની ઘટ્ટ લીલોતરી
યાદ આવી સાથે યાદ આવી એક નાની આદીવાસી છોકરી ....ગોરી ગોરી
છોકરી હાથમા રાવણ હથ્થો લઇ મારી પત્નીની આડી ઉભી રહી ગઇ અને
ગાવા લાગી"એ તને ભુરા ભુરા સોકરા થાશે.."મારા આઠ અને દસ વરસના
દિકરો દિકરી નાચવા લાગ્યા મે વાઇફને ઇશારો કર્યો ?એ શરમાઇ ગઇ મેં ફરીથી
છોકરીને ગાવાનુ કહ્યુ અને મારા ભુરા ભુરા છોકરા બતાડ્યા ..દસની નોટથી
રાજી કરી.ફરીથી ઝબકીને ઓબઝરવેશન ટાવરમા પહોંચ્યો ત્યારે બીજુ
સાઉથ ઇંડીયન ગૃપ અમારી સાથે જોડાયુ હતુ. એમના શ્યામ બાળકોમાં વાનર અવતાર
નાં પુરા ચિન્હ દેખાતાં હતાં .અમે અમારી જાતને રોકી રાખી હતી તો સાઉથ ઇંડીયનવાળા માથી એક અળવીતરૂ કુદાકુદમા બાપાના રેબોનના ગ્લાસના ફ્રેમ સાથે બે ટુકડા કર્યા ત્યારે મા બાપે જે તમીલ તેલુગુમા એને ગાળો દીધી તે સાભળી પણ સમજાણી નહી.. પણ તડતડતડની સાથે કડકડક ને ઇલે નીલે પીલાને જીલ્લે શું કહેતો હતો બૈરીને એ સમજાતું નહોતુ પણ એ પદ્મની પણ સામી સ્ટાર ફુલઝરની જેમ તડેડાટ કરતી હતી ..હવે પેલું શ્યામલુ હેબતાઈને ચુપચાપ ઉભુ હતુ .
અમારા સહુની. જાતભાતની સેલ્ફીઓ લેવાણી અને પછી ચૌદમા માળે લીફ્ટમા ઉતરવા ગયા ત્યાં ચપટા ઉર્ફે ચીનકા કપ્પલને ઝગડતા જોઇ ઠંડક થઇ હાશ "તોફાન કરવાનુ મન થાય એવી જગ્યા લાગે છે" "તો ચાલો એક્ઝીબીશનમા ગોઠવાય જાવ"
વાઇફે સીક્સ મારી હતી "આ બધ્ધુ ફેસબુકનુ પરિણામ છે “
પહેલા અટલી સારી બેટીંગ પહેલા નહોતી આવડતી એટલે નહોતી કરતી"મેં છણકો કર્યો.
“એ તો પીચ સારી મળી એટલે મન થઇ જાય છે"રીટન બાંઉન્સર આવતા હતા ..
વાતમા ને વાતમા તેરમે માળે પહોંચી ગયા પાછા લાઇન લગાવી ઉભા રહ્યા.
બીજી લીફ્ટ તુરત આવી એટલે આદત મુજબ બોલ્યો"ફોર્ટીન્થ" આજુબાજુ
વાળા જોઇ રહ્યા જાણે કહેતા હોય કે વસુલ કરનેક નિકલે હૈ ક્યા ?
બહાર હોલમા ધ્યાનથી જોવાનુ ચાલુ કર્યુ.૧૮૦૪મા અમેરીકને પાડેલી
હોટસ્પ્રીગના મુળ રહેવાસી રેડ ઇંડીયનની ઝુપડી અને રેડઇંડીયનની
તસ્વીર હતી નીચે આ એરીયાનો ઇતિહાસ હતો.આ જગ્યાને આ ગરમ પાણીને
કેટલુ પવિત્ર માનતા હતા તે વિગતો હું વાંચતો હતો .મેં ફોટા જોયા ત્યારથી
આ લોકો કેટલા ચહેરે મોહરે મળતા આવે છે તે જોઇ નવાઇ લાગતી હતી.
ઘડી ભરતો મન થઇ ગયુ કે અમેરીકા ખંડ જ અમારો છે ,આપણો જ છે એનો દાવો ઠોકી દઉં...