KRISHNA - 5 in Gujarati Motivational Stories by D.H. books and stories PDF | કૃષ્ણ - 5

The Author
Featured Books
Categories
Share

કૃષ્ણ - 5

૧૪. शुभेकक्षणा:

शुभेकक्षणा: એટલે આપણી નાનામાં નાની વાત પર જેનું ધ્યાન છે. ક્ષણિક એવી દ્રષ્ટી આપણા પર છે. નજર શુભ છે, આત્મીય છે. ભગવાનની નજર સ્વચ્છ છે. ભગવાનની પાસે કોઈ હરામખોર માણસ જાય છે, તો પણ એમની નજર અસ્વચ્છ નથી થતી. એટલા માટે ભગવાનની નજર સ્વચ્છ છે. 

ભગવાન તમે માનવ જીવન આપ્યું છે, તો તમે પણ અમારી પરીક્ષા લેશો, અને પેપર તપાસસો. પરતું એ તપાસણીમાં તમારી નજર એ ‘માં’ જેવી રાખજો. કેમ કે એક માં ને બે દીકરા હોય, એમાં એક કોઈ ખામી વાળો હોય, છતાં પણ માં ને મન બંને સમાન છે. તેવી જ રીતે ભગવાનની દ્રષ્ટી એ આપણે સારા હશું, કાઇ ખામી હશે, છતાં પણ તેમની નજર આપણા પર સમાન જ છે. ભગવાનની નજર, માં ની નજર જેવી છે. એટલે शुभेकक्षणा: છે.

ભગવાનની નજર લાંબી છે. દૂર દ્રષ્ટી છે. આપણા હિતમાં શું સારું છે અને શું ખરાબ એ ભગવાન જુવે છે. આપણે પણ એવી રીતે લાંબી નજર રાખવાની છે. થોડા પ્રયાસો કરવાથી ફળ ના મળે તો નાસીપાસ નય થવાનું. લાંબે સમયે ફળ મળે તેવી નજર રાખવાની.

૧૫. पुष्टा:

ભગવાન ભાવ પુષ્ટ છે. જ્યારે આપણી પાસે ‘ભોગ’ અને ‘ભાવ’ આ બે પ્રકાર છે. મનુષ્યમાં ૭૫% ભોગ જીવન અને ૨૫% ભાવ જીવન હોય છે. આપણને ભગવાન જેવા થવા માટે, ભાવ પુષ્ટ થવા માટે, ૭૫% ને ઘટાડવા છે અને ૨૫% ને વધારવા છે. એ વધારવા માટે ત્રીજો એક પ્રકાર છે ‘ભક્તિ’. ભક્તિ નામનો પ્રકાર લાવવો જરૂરી છે. આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિના જુદા - જુદા ધર્મ હોય છે, એક નથી હોતા. પરંતુ પ્રત્યેક વ્યક્તિનો એક કોમન ધર્મ છે, અને એ એટલે કે “ભક્તિ”.

‘ભક્તિ પૂર્ણ ભોગ અને ભક્તિ પૂર્ણ ભાવ’

આ બંને આપણા જીવનમાં હોવા જ જોઈએ. ભાવ મનુષ્યને પુષ્ટ કરે છે. તેથી આપણને પુષ્ટ કરવાવાળા ભગવાન पुष्टा: છે. ભગવાન આપણને દુખ આપે તો એ ભોગવૃદ્ધિ અથવા તો ભાવવૃદ્ધિ માટે છે. બાકી તો એવું હોય કે સુખ આવ્યું કે ભોગ વધ્યો અને દુખ આવ્યું તો ભગવાન પાસે જઈને લાચારી કરવાની. આમાં ક્યાંય ભાવવૃદ્ધિ તો આવી જ નય. એટલા માટે દુખો આવવાનું કારણ ભોગવૃદ્ધિ અથવા તો ભાવવૃદ્ધિ બંને હોય છે. “ભોગ જીવન ઘટાડો ભાવ જીવન વધારો.”

૧૬. स्थूला:

स्थूला: એટલે વજનદાર. ભગવાન વજનદાર છે. વજનદાર એટલે પોતાની પ્રત્યેક કૃતિમાં, સંકલ્પમાં, હેતુમાં જે હંમેશા દ્રઢ રહ્યા છે, સ્થૂળ રહ્યા છે, એટલા માટે ભગવાન स्थूला: છે. તેવી જ રીતે આપણે પણ મનથી, સંકલ્પથી, સંકલ્પના હેતુથી, વજનદાર થવાનું છે. અને એવું કઈ રીતે કરી શકાય ? ‘અધ્યાત્મ દ્વારા.’

“SPIRITUALITY IS LIFE TIME MOTIVATION”

અધ્યાત્મ જીવનભરનુ મોટિવેશન છે. ભગવાન કૃષ્ણના જીવનના પ્રારંભથી લઈને અંત સુધી કેટલા દુખો આવ્યા છે. જન્મ લેતા જ જન્મ આપનાર માતા – પિતાથી અલગ થવું પડ્યું, પોતાના જ મામાશ્રી મારવા માટે કેટલા રાક્ષસોનો ઉપયોગ કરે છે, જેને પ્રેમ કર્યો એને પણ છોડીને જવું પડ્યું, દ્રૌપદિના ચિરહરણ જેવી દુખદ ઘટના જોવી પડી, સમાજના હિત માટે યુદ્ધ કરાવ્યું અને ધર્મની સ્થાપન કરી છતાં પણ પોતાના કુળનો નાશ થશે એવો શ્રાપ મળ્યો, એવા તો કેટલા દુખો આવ્યા હશે. છતાં પણ ભગવાન ક્યારેય ઉદાસ પ્રતીત નથી થયા. તેવી જ રીતે આપણે પણ ભગવાન કૃષ્ણને અધ્યાત્મ સમજી, તેની ભક્તિ, તેનો પ્રેમ, તેની લીલાઓ, તેની વાતો જીવનમાં ઊતારશુ તો આપણે પણ स्थूला: કહેવાશું.

૧૭. ચિરંજીવી

જેનું મરણ અજ્ઞાત છે, અનાંકાક્ષી છે. 

જે વ્યક્તિ, માણસને જોઈએ જ છે.

જે અનઅપેક્ષિત છે. 

જેની મૃત્યુ થવી અવિશ્વસનીય છે.  

આવો વ્યક્તિ એટલે ચિરંજીવી. ભગવાન અમર છે. તેની મૃત્યુ શક્ય નથી. પૃથ્વીના પ્રારંભથી અંત સુધી ભગવાન રહેશે જ. એટલા માટે ભગવાન ચિરંજીવી છે.

૧૮. सुंदरा:

ભગવાન મનોહારી છે, સુંદર છે. એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન પ્રત્યે આસક્તિ હોવી જોઈએ અથવા થવા લાગવી જોઈએ. આસક્તિ ક્યારે લાગે – ભગવાન સુંદર લાગવા જોઈએ, તેની મુર્તી સુંદર લાગવી જોઈએ, તેમના પ્રત્યે આપણી કલ્પના સુંદર હોવી જોઈએ. લગ્નમાં વરરાજાને શણગારવાનો શા માટે ? પહેલી વાર ભાવ ઊભો કરવા માટે, આકર્ષક લાગે એટલા માટે, આપણું મન એમના તરફ ખેંચાય એટલા માટે. પરંતુ પ્રેમ આવે, આત્મીયતા આવે કે શણગાર જાય, ધણીની જરૂરિયાત સમજાય કે શણગારનો મોહ જાય. તેવી જ રીતે ભગવાન પર ભાવ ઊભો કરવા, ભગવાન સુંદર લાગવા જોઈએ, મનોહારી લાગવા જોઈએ. ભગવાન તો સુંદર જ છે માત્ર આપણી કલ્પના એવી હોવી જોઈએ. નહિતર આજ કાલ તો ભગવાનની મૂર્તિમાં મોટી મોટી આંખો ને ડર લાગે એવું મુખ - કેવી ભયંકર મૂર્તિઓ બને છે. પરંતુ એવું નય, ભગવાન સુંદર છે તો એની મૂર્તિની કલ્પના પણ સુંદર કરવી.

જેવી રીતે ભગવાન સુંદર છે તેવી રીતે આપણે પણ સુંદર થવાનું છે. ભગવાનને આપણે સુંદર કેવી રીતે લાગશું ? ભગવદ કાર્યે જેના પગ દોડે છે એ ભગવાનને સુંદર લાગે છે, જે ભગવાનને પ્રેમ કરે છે એ ભગવાનને સુંદર લાગે છે, જે અધર્મ નથી કરતાં એ ભગવાનને સુંદર લાગે છે. ભગવાનની જેમ આપણે પણ सुंदरा: થવાનું છે. 

૧૯. आश्रय:

ભગવાન નિરાશ્રયનો આશ્રય છે. ભગવાન આશ્રય આપે એટલે શું ? રહેવા માટે ચાર દીવાલો વાળું ઘર આપે ! અને શું ચાર દીવાલો થઈ ગઈ એટલે ઘર થઈ ગયું ? “પ્રેમ, સમર્પણ, અને ત્યાગ” આ ત્રણ વાતોનુ હોવું એ ઘર છે. જ્યાં આ ત્રણ વાતો નથી એ ઘર – ઘર નથી. પ્રભુ પાસે આ ત્રણે વાતો છે એટલા માટે તે આશ્રય છે. 

૨૦. અનંત રૂપ

જેના અનંત રૂપો છે તે. જેનો કોઈ આદિ કે અંત નથી. જેણે એક જ જન્મમાં અનેકો રૂપોમાં જીવી બતાવ્યું, એવા તો કેટલા એમના જન્મો હશે. એટલા માટે તે અનંત રૂપ છે.

૨૧. અન્ય નામો

ભગવાન :- ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ – એ છ પદાર્થો આપનાર અથવા સર્વ પ્રાણીઓની ઉત્પતિ, પ્રલય, જન્મ, મરણ તથા વિદ્યા - અવિદ્યાને જાણનાર. 

 
ગોવિંદ :- ગોવિંદ એટલે વેદાંત વાક્યો દ્વારા જાણી શકાય તે. 

જગન્નિવાસ :- જગતનો નિવાસ જેનામાં છે તે અથવા તો જે જગતમાં સર્વત્ર વ્યાપી રહેલા છે તે.

દેવવર :- જે દેવતાઓમાં શ્રેષ્ઠ છે તે. 

પુરુષોતમ :- ક્ષર(નાશવંત, નશ્વર) ને અક્ષર(અવિનાશી) એ બંને પુરુષોથી જે ઉતમ છે તે અથવા તો શરીરરૂપી પુરોમાં રહેનારા પુરુષો, એટેલ જીવોથી જે અતિ ઉતમ, પર છે તે.

મધુસૂદન :- મધુ નામના દૈત્યને મારનાર. 

વાસુદેવ :- વસુદેવના પુત્ર. 

વાર્ષ્ણેય :- વૃષ્ણિ ગૌત્રમાં ઉત્પન થયેલા. 

વિષ્ણુ :- સર્વ વ્યાપક. 

હૃષીકેશ :- ઇન્દ્રિયોના ઇશ – સ્વામી. 

કમલપત્રાક્ષ :- કમળની આંખો જેવી સુંદર વિશાળ
આંખોવાળા. 

જગત્પતિ :- જગતના પતિ. 

જનાર્દન :- દુષ્ટ જનો અથવા ભક્તોના શત્રુઓને પીડનાર. 

ભૂતભાવન :- સર્વ ભૂતોને ઉત્પન કરનાર. 

મહાબાહુ :- નિગ્રહ ને અનુગ્રહ કરવામાં જેના હાથ સમર્થ છે. 

યાદવ :- યદુકૂળમાં જન્મેલા. 

યોગવિતમ :- યોગ જાણનારાઓમાં શ્રેષ્ઠ. 

મોહન :- મોહિત કરનાર, મોહ કરનારું અથવા મોહમાં નાખનારું.