Vishwas and Shrdhha - 20 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 20

Featured Books
Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 20

{{{ Previously:: શ્રદ્ધા : તને ખબર હતી કે હું અહીંયા જ છું! અને તેં રૂમ પણ બુક કરી દીધો? 

વિશ્વાસ : હું તમારી પાછળ જ હતો, દીપકને રસ્તો ખબર હતો અને ઈન્ટરનેટ પર જોયું તો આ જ રિસોર્ટ નજીકમાં દેખાયો અને મને લાગ્યું કે તમે અહીં જ રોકાશો એટલે મેં અહીં જ રૂમ બુક કરી દીધો. 

શ્રદ્ધા : વાહ, I am impressed! 

વિશ્વાસ ( હસીને ) : સાચ્ચે! મને તો હતું કે તું તો મારાંથી પેહલેથી જ impressed હતી. 

શ્રદ્ધા પણ હસે છે અને બંને હવે ચાલતાં વિશ્વાસનાં રૂમ તરફ જાય છે. વિશ્વાસે "પ્રીમિયમ ટ્રી હાઉસ" બુક કર્યું હતું. }}}

બંનેનાં મનમાં હજુ પણ ઘણાં પ્રશ્નો હતાં. એક અજાણી જગ્યા પર, ઘણાં અજાણ્યા લોકો વચ્ચે બંને સાથે ચાલી રહ્યાં હતાં, જાણે કોઈની પરવાહ જ ના હોય. 

વિશ્વાસ અને શ્રદ્ધા, જે એક સમયે એકબીજાં વગર રહી શકતા નહતાં, આજે એકબીજા વગર જ જીવી રહ્યાં છે, પણ વર્ષો પછી ફરીથી મળ્યાં તો જાણે એમનો પ્રેમ એમ જ અકબંધ હતો. શ્રદ્ધા વિશ્વાસ સામે જોઈને હસે છે, વિશ્વાસ પણ શ્રદ્ધા સામે જુએ છે. 

વિશ્વાસ : શું થયું, કેમ હસે છે ? 

શ્રદ્ધા : બસ કંઈ નહીં, એમ જ! 

વિશ્વાસ : તું કોલેજની વાતો યાદ કરીને હસે છે ને! 

શ્રદ્ધા : ના, આપણે બંને સાથે હતાં ત્યારે આપણે કેવાં હતાં અને અત્યારે કેટલાં અલગ છીએ, એ વિચારીને હસું છું.

વિશ્વાસ : મને તો કંઈ અલગ નથી લાગતું! હું તો એવો જ છું અને તું પણ મારી માટે એવી જ છે જેવી હતી. કંઈ બદલાયું નથી. 

બંને થોડી જ વારમાં, વિશ્વાસના રૂમ પર પોંહચે છે. વિશ્વાસ દરવાજો ખોલે છે અને શ્રદ્ધા માટે રાહ જુએ છે.

શ્રદ્ધા હસીને અંદર રૂમમાં જાય છે. શ્રદ્ધા આસપાસ ફરીને બધું જોઈ આવે છે. ટ્રી હાઉસમાં બેડરૂમ, લિવિંગ રૂમ, નાનું કિચન, બાલ્કની બધી જ સુવિધા છે.

શ્રદ્ધા : અરે, વાહ! આ તો બહુ જ સરસ છે. અહીં જ રહી જવાનું મન થાય એવી જગ્યા છે.

વિશ્વાસ : હા, સાચે જ, તો રહી જા અહીંયા જ! 

અને બંને હસે છે. (ત્યાં જ રૂમનો ડોરબેલ વાગે છે.) 

વિશ્વાસ જઈને ખોલે છે. 

સ્ટાફ : રૂમ સર્વિસ. કંઈ જોઈએ છે, સર ? રૂમ ડિનર સર્વિસ પણ છે.

વિશ્વાસ: એક મિનિટ. 

વિશ્વાસ શ્રદ્ધાને પૂછે છે, " જમવાનું અહીં જ ઓર્ડર કરવું છે કે બહાર રેસ્ટોરન્ટમાં જઈને જમવું છે? "

શ્રદ્ધા : બહાર જ જઈએ ને? 

વિશ્વાસ (રૂમ સર્વિસ સ્ટાફને.) : અમે રેસ્ટોરન્ટમાં જઈને જ જમીશું. Thank you. 

વિશ્વાસ : તને ભૂખ લાગી છે કે થોડી વાર રહીને જઈએ? 

શ્રદ્ધા : હા, ભૂખ તો લાગી છે, પણ વાંધો નહીં. થોડીવાર રહીને જઈશું તો પણ ચાલશે. 

વિશ્વાસ : અરે, એવું થોડી ચાલે. મને કોઈ મહાન વ્યક્તિએ શીખવ્યું હતું કે ભૂખ લાગી હોય તો પહેલાં પેટપૂજા કરવી પડે.. 

શ્રદ્ધા : હા, બહુ ડાહ્યો. ચાલ તો, જમી લઈએ. કોની રાહ જુએ છે? ( બંને હસે છે અને બહાર નીકળી રેસ્ટોરન્ટ તરફ ચાલે છે. ) 

"ગોઉરમેંટ ડેલાઈટ્સ" રેસ્ટોરન્ટમાં બંને આવે છે. 

બધાંથી થોડે દૂર ટેબલ લઈને બંને બેસે છે. 

વિશ્વાસ : શું જમીશું? 

શ્રદ્ધા : મેનુ તો આવવાં દે, પછી ખબર પડે ને! 

વિશ્વાસ : તને મેનુની શું જરૂર ? તારું તો મોસ્ટલી ફિક્સ જ હોય છે ને! 

શ્રદ્ધા : very funny! હા, પણ હવે એવું નથી. 

થોડીવારમાં વેઈટર આવે છે, 

વેઈટર : હેલ્લો, મેમ! હેલ્લો, સર! 

વિશ્વાસ અને શ્રદ્ધા બંને સાથે વેઈટરને " હેલ્લો " કહે છે. 

વેઈટર બંનેને મેનુ આપે છે, પણ વિશ્વાસ એક મેનુ પાછું આપતાં કહે છે, " એક જ ચાલશે. Thank you."

શ્રદ્ધા મેનુના બધાં પેજ જુએ છે એકદમ ધ્યાનથી. બે મિનિટ સુધી એમ જ જુએ છે અને બધું વાંચે છે. 

વિશ્વાસ : કંઈ મળ્યું ખાવાં માટે કે? 

શ્રદ્ધા : શાંતિ રાખ ને! કેમ આટલી ઉતાવળ કરે છે? 

વિશ્વાસ : સિદ્ધાર્થ આવે એ પહેલાં જમી લઈએ તો સારું રહેશે એમ વિચારતો હતો. તું આવી જ રીતે બધું ધ્યાનથી વાંચીશ તો કેટલો ટાઈમ લાગશે, ખબર છે ને તને? 

શ્રદ્ધા : વિશ્વાસ! તું હજુ પણ મને આવી જ રીતે હેરાન કરીશ. બસ એક જ મિનિટ. અને સિદ્ધાર્થને અહીંયા વચ્ચે લાવવાની જરૂર નથી. 

વિશ્વાસ : ઓકે. સોરી, મેડમ. 

શ્રદ્ધા : સારું, આપણે કંઈક પંજાબી ફૂડ ટ્રાય કરીએ? 

વિશ્વાસ ( જોરથી હસીને ) : મેં કહ્યું હતું ને? મને ખબર જ હતી. પંજાબી ખાવાનું જ પસંદ કરીશ તું. સારું ચાલ કંઈ નહીં, મંગાવી લે તને જે ખાવું હોય એ. 

શ્રદ્ધા : હા, પણ મેં બધું વાંચ્યું અને મને બીજાં cuisine માં કંઈ ખાવાની અત્યારે ઈચ્છા નથી. 

વિશ્વાસ : હા, કંઈ વાંધો નહીં. હું તો એ જ કેહતો હતો કે તારું ફિક્સ જ છે તો એ જ મંગાવી લે. 

શ્રદ્ધા વેઈટરને બોલાવે છે. 

વેઈટર : યસ, મેમ. બોલો. 

શ્રદ્ધા :  પંજાબી ડીશ મળશે ને અત્યારે ? 

વેઈટર : હા, કેમ નહીં? ફિક્સ ડીશ કે કંઈક અલગથી ઓર્ડર કરવું છે? 

શ્રદ્ધા : ફિક્સ ડીશ ચાલશે. સાથે જો પાલક પનીર અને આલૂ પરાઠા મળી જાય તો વધારે મઝા આવી જશે. શું આ રીતે કંઈ થઇ શકશે? 

વેઈટર : હા, જરૂરથી, મેમ. બસ મને થોડો સમય આપો, હું ઓર્ડર આપીને આવું. અને સર તમારી માટે ? 

વિશ્વાસ : મને પણ આ જ જોઈશે. 2 પંજાબી ફિક્સ ડીશ અને સાથે એક પાલક પનીર અને 2 આલૂ પરાઠાં. 

વેઈટર : ઓકે. 

શ્રદ્ધા ( વેઇટરને) : એક મિનિટ, મિસ્ટર. 

શ્રદ્ધા ( વિશ્વાસને ) : બે ફિક્સ થાળી કેમ? પાલક પનીર અને આલૂ પરાઠા પણ છે ને! 

( ફરીથી વેઇટરને ) ઓર્ડર ફરીથી લઇ લો, એક ફિકસ થાળી, 1 પાલક પનીર અને 2 આલૂ પરાઠા અને સાથે 2 તંદૂરી રોટી. 

વેઈટર : ઓકે, thank you. 

વિશ્વાસ : હા, વાત તો સાચી છે તારી, આટલું બધું તો હું ના જ ખાઈ શકું! ( અને જોર જોરથી હસે છે. ) 

શ્રદ્ધા : બસ હવે, વિશ્વાસ! આગળ કંઈ બોલતો નહીં. 

વિશ્વાસ : ઓકે, મેડમ.

( થોડો સમય બંને એમ જ કંઈ બોલ્યા વગર એકબીજાની આંખોમાં ખોવાઈને બેસી રહે છે, પછી શ્રદ્ધા આંખના પલકારા સાથે અચાનક...) 

શ્રદ્ધા : એક વાત પૂછું, વિશ્વાસ? 

વિશ્વાસ: એમાં પૂછવાનું હોય! બોલ, શું વાત છે ? 

શ્રદ્ધા : ફરીથી એ જ પ્રશ્ન છે, જે તને કદાચ નહીં ગમે. તું પાછો કેમ નહતો આવ્યો? તેં મારી સાથે કોન્ટેક્ટ કેમ બંધ કરી દીધો હતો? 

વિશ્વાસ : તને કહ્યું હતું ને, એ સમયે મારાથી અવાય એમ જ નહતું. 

શ્રદ્ધા : તું આટલું કહીને વાત પતાવી દે છે, વિશ્વાસ. મને જાણવું છે કે આપણે...i mean...તું મને આટલો પ્રેમ કરતો હતો તો પછી શું થયું? તું પાછો આવે પછી આપણે તો હંમેશા માટે અહીંયા સાથે જ રહેવાનું હતું ને?....