મુંબઇમા બેતાલીસ વરસ રહ્યો ત્યારે ભાગ્યમાં ગાડી લે વેચનો ધંધો એટલે સવારથી ભટકવાનું સ્કૂટર કે કારમાં ચાલુ જ રહેતું હતુ બાળકોને વેકેશનમા દેશમાં બહુ ફેરવ્યા હતા . પણ હવે નક્કી કર્યુ કે બસ હવે ભટકવાનું બંધ કરીશ …પણ ફરી કુંડળી આડી ફરી …
“ મેં સમય હું ચંદ્રકાંત . તે તારા દિકરાને અમેરીકા મોકલ્યો તે તને બોલાવશે , તને સહ કુટુંબ બોલાવશે … “
“ એ સમય બાપા હું આ સાંઇઠ વરસમાં કોઇ દી પ્લેનમા રાજકોટ કે ભાવનગર નથી ગયો અને સીધ્ધો અમેરિકા ? હા દીકરાએ કહી રાખેલું એટલે પાસપોર્ટ વીઝા કઢાવી રાખેલા… બાકી રામ રામ કરો અટલા લાખ રુપીયાની ટીકીટુ કોણ કાઢશે ?
“સમય ..”
“હેં ? સમયજી આવા જાદુ લખવામાં થાય ખરેખર થાય ..?” પણ યે તો હોના હી થા … વો ભી બાર બાર લગાતાર….
………
"શકરના મંદિરે થાળા ઉપર નારીયેળ મુકવાનુ છે આજે અમાસ છે"
મારો પ્રશ્ન છે કે "લીલુ કે સુકુ..."
" સુક્કુ .. પાછો સાવ સુક્કુ અડધીયુ ન ચડાવતો ..ભગવાન શંકરને કહેજે
કોને ભૂલું ને કોને સમરું રે - વાળાને થોડી કોમન સેન્સ આપે ...હે ભગવન..."
અંતે શંકરના મંદિરે આખુ નારીયળ ચડાવતા દાદાને કહ્યુ "આ બૈરી લોકો
ત્રોફા અને નારીયળ વચ્ચેનો ભેદ જાણતા નથી ને મને તબડાવે છે "
દાદાએ જવાબ આપ્યો "જો મને પણ આવુ સાંભળવા મળે છે તો તો તુંતો
કળીયુગનો જીવ છે આને તારે એન્ટરટેનમેંટ ગણવાનુ ..બીજુ શું કરીશ ?"
બહાર કાળી ગાય અને સફેદ ગાયને ઘાંસ ખવડાવ્યુ ત્યાં રીંગ વાગી
“ગાયને ઘાંસ ખવડાવ્યુ ?"
“કેમ નહોતુ ખવડવવાનુ ?"
ફોન જોરથી કટ થઇ ગયો ..મેં તો મંદિરના મહારાજ પાંસે કપાળમા ચંદનનો
ટીકો કરાવ્યો હતો એટલે હું શાંત થઇ ગયો હતો.......
ફેસબુકમા પોસ્ટ મુકવા લખતો હતો એટલે એક તિર ઔર આવ્યુ
“લેસન પતી જાય એટલે કહેજે આમેય તને વાહ વાહ તો ખાલી
આ લોકો જ કરે છે " ગયા વખતની ૨૦૧૪-૧૫ની ટ્રીપની “ ચલા મુરારી હીરો બન્ને બનને “નો છેલ્લો હપ્તો આજે પુરો કરવાનો હતો..થોડો ઇમોશનલ થઇ ગયો હતો..
બોલ કંઇ કામ બાકી છે ?
“ફરીથી યાદ કરાવુ છુ કે રસ્તામા કંઇ બાફતો નહી કોઇને ફાંકા મારવા કહેતો નહીં કે અમે તો અમેરીકા અવારનવાર જઇએ .. કોઇની નજર લાગી જાય . બધા બહારથી તો વાહ વાહ કરે પણ અંદરથી ઈર્ષામાં ઝોલી જતાં હોય સમજ્યો ? કોઇક જરા પુછે કે શું ખબર છે એટલે આખી કહાની સુણાવી દીધી જેવો સ્વભાવ છે એટલે ટોકવો પડે છે . ગયે વખતે મોટાકાકાનાં સામેથી ચડીને કહેવા ગયો હતો કે નહી ? પછી બધા તારા જેવા ન હોય …
“તે તમારો દિકરો જ અમેરિકાની ટીકીટ કઢાવીને મોકલતો હશે ને ?
તમારેતો ભાઇ છોકરાવ બહુ તમારું ધ્યાન રાખે તમને બોલાવે તે તારા દિકરાની વહુને છોકરો આવે તો રાખવા બોલાવે મોટોકરવા બોલાવે એવુ અંહીયા બધા કે છે
એટલે એમ થયુકે કદાચ આમ ઘડીયે ઘડીયે બોલાવે છે તો ..”
“ ઇ તો પછી મેં ચોડી દીધું હતુ યાદ છે ? અમારા છોકરા વહુએ અમને કહી દીધું છે કે તમારે અમારી સાથે રહેવા મજા કરવા આવવાનું છે કામ કરવા કે છોકરાવને મોટા કરવા નહી .. બહુ તમે મહેનત કરી બેય જણાયે હવે લાઇફ એંજોય કરવાની .. પછી કેવી વાત વાળી દીધી યાદ છેને ? પહેલાની વાત જુદી હતી હવેની વાત જુદી છે આપણને હવે અડસઠ થયા ..હવે તને ઓછુ સંભળાય છે માટે..."
“ એક મીનીટ, પહેલાં મને કહે આપણને એટલે શું ? મને કે તને ? મને થયા છે એ મને ખબર છે … બાકી હેં હેં બહુ નથી થતુ સમજી જ્યારે ને ત્યારે બહેરા બાપા કહે છે તે હું તારો બાપ છું ? હું વર છું વર સમજી . હે ભગવાન ખરેખર જ્યારે બહેરો થઇશ ત્યારે આ જોગમાયા શું કહશે ?”
“ હવે પતી ગયુ હોય તો સંભાળીને બે બાજુ જોઇને રસ્તો ક્રોસ કરીને ઘરે પધારો “
અમારા સંઘવી કુટુંબના ત્રણ ભાઇઓના ત્રણેયના એક એક દિકરા અમે
બધ્ધા "હેં હેં ક્લબ"ના મેંબર છીએ બધ્ધા અર્ધ બહેરા થઇ ગયા છીએ.
અમારા હિસાબે મુળ કારણમા "કટકટ" છે એ લોકોના મતે વારસો છે મેં મન મનાવી લીધુ છે આ દુખને સુખમા પલટાવી દેવાનુ .
હેં હેં ને હા હા હા મા પલટાવી નાખવાનુ.આ તમે ભાવકો જે જલસા કરો છો
તેની અસલી કહાની આ છે...અમે એક બીજા ભાઇઓ કોનો કયો કાન રજા
ઉપર છે કે હડતાલ ઉપર એ જાણીને હસી લઇએ છીએ પણ કોઇ
જાહેરમા મશીન પહેરવા તૈયાર નથી..બહેરા પુરાણે ઇતિ શ્રી રેવા ખંડે
પ્રથમ અધ્યાય સમાપ્તમ... ચાલો ટીકીટો આવી ગઇ છે કાલની ફ્લાઇટ છે એરપોર્ટ સાઇઝની બે બેગ ખુટતી હતી તે ઉભા ઉભા લઇ લીધી . હજી સામાન બહાર હતો એટલે કેબીન બેગમાં ભરીને વજન બધી બેગનુ કર્યુ ..
“ચાલો માંડ બધો સામાન ભરાયો .. હવે વાંધો નહી . રાત્રે દસ વાગે નિકળી જવુ પડશે . બે કલાકતો ચેકઇનમાં જશે …ટ્રાવેલ ઇન્યોરંસ પાસપોર્ટ ટીકીટ બધુ ચેક કરી લેજો પછી મને કહેતા નહી કે તમે યાદ ન કરાવ્યુ “ ચંદ્રકાંત બોલ્યા
“ બસ હવે તમારે કંઇ બોલવાનું નથી છેક હ્યુસ્ટન એરપોર્ટની બહાર નિકળીયે ત્યાં સુધી હવે બસ ઓમ શાંતિ .” આ છેલ્લો ઓર્ડર છે કે હજી બાકી છે કંઇ કહેવાનું ?
............
ચાર જણની આઠ બેગ સાથે પુરો વરઘોડો આગળ પાછળ બેગને ડચકારતો
એરપોર્ટ સીક્યોરીટી ઝોનમા પ્રવેશ્યો...ઘરના એક સમયના મોભી સમય બદલાઇ જતા પાછળ પાછળ ચાલતા હતા... સમય બડા બલવાન હૈ...