Humsafar - 8 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 8

Featured Books
Categories
Share

હમસફર - 8

અમન : ઓહ તારી દી આવી ગઈ છે લે એની સાથે વાત કર  ( એ પીયુ નો કોલ હોય છે અમને રુચી ને ફોન આપ્યો )

રુચી : હા .... પીયુ 

પીયુ : દીદી.... મેં કેટલી વાર કોલ કર્યા તમે ઉપાડ્યો જ નહીં છોડો... હું કાલે સવારે ૫ વાગ્યે યુ.એસ પહોચી જઈશ અને મમ્મી પપ્પા બપોર સુધી આવી જશે .

રુચી : મમ્મી પપ્પા તારી સાથે કેમ નથી આવી રહ્યા ?

પીયુ :  એમના પાસપોર્ટ નો પ્રોબ્લેમ છે પણ કાલે બપોરે એ પણ પહોંચી જશે ચિંતા ના કરો

રુચી : ઠીક છે , હું પછી વાત કરુ એમ કહીને કોલ કાપી નાખે 

અમન : મને લાગે છે હવે આપણે જવું જોઈએ 

રુચી : હા..... કેમ નહીં 

પછી અમન , વીર અને રુચી ત્રણેય ઘરે જાય છે રાત ના ડિનર પછી રુચી એના રૂમમાં જાય છે પણ અમન ને એમ લાગે કે રુચી ને કંઇક ચિંતા છે એટલે એ પણ રુચી ની પાછળ એના રૂમમાં જાય છે એ રૂમમાં અંદર જાય એ પહેલાં રુચી ફ્રેશ થવા માટે બાથરૂમ માં ચાલી ગઇ હોય છે અમન થોડીક વાર ત્યાં જ રાહ જોવે છે થોડીક વાર પછી રુચી ફ્રેશ થઈ ને આવે ત્યારે એ જોવે કે દરવાજા ની બહાર કોઈક ઉભુ છે એ દરવાજો ખોલીને જોવે તો એ અમન હોય છે

અમન : હું અંદર આવું ?

રુચી : હા , બીલકુલ પણ કાંઈ વાત છે ?

અમન : ના એવુ કંઈ નથી બસ તારી સાથે વાત કરવી હતી

રુચી : ઠીક છે ( અમન રૂમમાં આવે છે ) 

અમન : તુ ઠીક તો છે ને ?

રુચી : હા ...હા કેમ ?

અમન : બસ એમજ મને લાગ્યું કે તુ ટેન્શન માં છો જો એવું કંઇ પણ હોય તો તુ મને કહી શકે છે

રુચી : હા એક ટેન્શન છે ખબર નહીં કેમ કહું

અમન : શું પ્રોબ્લેમ છે બોલ

રુચી : મને તમારા પરિવાર માં ( મેરેજ ) ક્યાં રિવાજ છે એ નથી ખબર બસ એટલે ટેન્શન છે થોડુક બીજુ કંઈ નહીં

અમન : ચિંતા ના કર બધું જ થઈ જશે સારી રીતે અને કંઈ ના સમજાય તો હું છુ ને બાકી મોમ તને સમજાવી દેશે 

રુચી : હા મને આનાથી એક વાત યાદ આવી

અમન : કઈ વાત ?

રુચી : હું તમારા મોમ ડેડ ને વધુ તો નથી જાણતી પણ મને એમ લાગે છે કે એ દિલ ના બહું જ સારા છે તો તમે મને એમ કેમ કહ્યું કે એ સ્વભાવ ના કડક છે ?

અમન : ઓહ તો તને યાદ છે  ( હસતાં કહે છે  ) મને લાગ્યું કે તુ ભૂલી ગઈ હશે અથવા તને સમજાય ગ્યું હશે કે .....

રુચી : કે શું ? 

અમન : કે મેં એ ફ્ક્ત મજાક કરી હતી ( હસતા હસતા કહે )

રુચી : શું ? તમને ખબર પણ છે મારી હાલત કેવી થય ગઇ હતી જ્યારે હું તમારા મોમ ડેડ ની સામે ઉભી હતી
અને આમા હસવા ની શું વાત છે ( ગુસ્સે બોલી )

અમન : પેહલા તો સોરી અને રહી વાત હસવા ની તો હું એટલા માટે હસ્યો કે તને આ વાત આટલી મોડી ખબર પડી

રુચી : શું મતલબ તમારો એક તો મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે આવુ કર્યું મારી સાથે

    આ સાંભળીને અમન શાંત થઈ ગયો એને ફરી સોરી કહ્યું 

રુચી : અંહિયા થી ચાલ્યા જાવ ( ગુસ્સે )

અમન : અને જો હું ના જાવ તો ? 

રુચી : તો હું ચાલી જાવ કારણ કે મારે તમારો ચેહરો નથી જોવો હવે ( એ રૂમ ની બહાર જવા લાગી પણ અમને રુચી નો હાથ પકડી લીધો એને રોકવા માટે  )

અમન : રુચી મને ખબર છે કે મેં ખોટું કર્યું  સોરી  પણ મારો કંઈ ખરાબ ઈરાદો ન હતો 

રુચી : ઓહ સાચે જ ? ખબર છે હું આટલો ગુસ્સો કેમ કરું છું કારણ કે મેં પેહલી વાર તમારા ઉપર વિશ્વાસ કર્યો હતો  ( એ અમન ની સામે જોવે છે )

અમન : સોરી હું તને દુઃખી નથી જોઈ શકતો મેં મજાક કરી ત્યારે મને ખબર ન હતી કે તને આટલું દુઃખ થશે અને હાં તારે ક્યાંય જવાની જરૂર નથી હું જ જાઉં છું  ( એમ કહીને અમન ચાલ્યો જાય છે ) 

    આ બધું સાંભળી ને રુચી ને લાગ્યું કે એને વધારે ગુસ્સો કર્યો જેની જરૂર ન હતી એને દુઃખ થાય અમન ઉપર ગુસ્સો કરીને , અમન વીર ના રૂમ માં જાય જ્યાં વીર વીડિયો ગેમ રમતો હતો એના પી.સી માં 

વીર : શું આજે ફરી તમે મારા રૂમમાં સુવા માટે આવ્યા છો  

અમન : હમ્મ.... વીર હવે પી.સી બંધ કરી ને સુઈ જા 

વીર : પણ શું કામ ? હજુ તો મેં શરૂ જ કર્યું છે 

અમન : કારણ કે કાલે સવારે ૫ વાગ્યે એરપોર્ટ પર જવાનું છે 

વીર : એરપોર્ટ ? પણ શું કામ ? 

અમન : કારણ કે પીયુ ની ફ્લાઇટ કાલે સવારે ૫ વાગ્યે આવવા ની છે અને તું પીયુ ને લેવા માટે જવાનો છે  

વીર : શું ? ..... હું ક્યાંય નથી જવાનો 

અમન : વીર...હું તારી સાથે દલીલ કરવાના મૂડમાં નથી 

વીર : પણ ભાઈ હું એને ઓળખતો પણ નથી 

અમન : ડોન્ટ વરી એ તને જાણે છે 

વીર : શું ? ( વીર કનફ્યુઝ થઈ જાય છે ) પણ કેવી રીતે ?


વધુ આવતા અંકે.......