યાત્રી - 1 in Gujarati Love Stories by Arti Vyas books and stories PDF | યાત્રી - 1

Featured Books
Categories
Share

યાત્રી - 1

       રાત ના 8 વાગે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ચડતા ઉતરતા મુસાફરો ,કુલી ના આવજો થી સ્ટેશન ભરેલું લાગતું હતું 

           ખબર નહીં યાર, આ સામે વળી સીટ પર કોણ આવસે? જાનવી તને પૂછું છું તું અહિયાં લગન માણવા આવી હતી કે ફોન જોવા ?

મૂક ને ફોન .. 

               હં .. શું છે રેવા ?મને કઈ રીતે ખબર હોય કોણ આવસે કોણ નહીં મને પોસ્ટ મૂકવા દે માથું ના ખાઈસ 

              ઓકે નહીં બોલું 

              જો હવે ટ્રેન ઊપડતી લાગે આઈ થિંક કે હવે કોઈ નહીં આવે .. બોલ રેવા હવે કે .. ઓયે તને કહું છું રેવા

રેવા :મારે નથી બોલવું કાઇ તું પોસ્ટ મોકલ ને ફોન જ જો 

              હાંફળો ફાફળો થતો એક યુવાન રેવા અને જાનવી ની સીટ પાસે આવ્યો 

           

 

  મજબૂત ઊંચો બાંધો , આકર્ષક ચહેરો બ્લેક ટી શર્ટ અને કાર્ગો પેન્ટ માં વધારે સોહામણો લાગતો હતો અને ટ્રેન છૂટી ન જવાનો હાશકારો એના ચેહરા પર સાફ નજરે પડતો હતો 

અને પોતાનું નાનકડું બેગ સીટ નીચે મૂકીને સીટ પર બેઠક જમાવી .. અને સામે નજર મળી અને ત્યાં જ નજર અટકી ગઈ હોઠ જાણે સિવાઈ ગયા અને આંખો માં ને આંખો માં જ ઘણું બધુ કહેવાઈ ગયું 

 

 એ હતી રેવા ..  ગોળ ચહેરો નમણો નાજુક શરીર ગોરો રંગ .. લાંબો કાળો ચોટલો એના રૂપ ની શોભા હતો .. તેમાંય આછા ગુલાબી રંગ ની કુર્તી એના રૂપ માં 4 ચાંદ લગાવતી હતી 

તેની નજર પણ સામે આવેલ યુવાન સાથે મળી જાણે દુનિયા અટકી જ ગઈ હોય માત્ર એ બંને જ હોય 

ત્યાં ફોન ની રીંગએ આ નયનો ના મિલન ને તોડ્યું 

 જે શ્રી કૃષ્ણ પપ્પા , હા બસ ટ્રેન માં બેઠો ..અરે  પપ્પા       તમે કેમ ચિંતા કરો છો હું હવે નાનો નથી ટ્રેન માં આવી જ સકું એમ છું  તમે દવા લીધી? ના સુ પપ્પા ચાલો દવા લઈને સૂઈ જાવ હું સવાર થતાં પોંચી જઈસ્ 

 ચલ રેવા હવે રાત થઈ ગઈ છે હું લાઇટ બંધ કરીને સૂઈ જાવ છું તું ઉપર તારી સીટ પર જઈને સૂઈ જા હેલ્લો ઓયે કયા ખોવાયેલી છે મેડમ 

અમ્મ .. હે હા સૂઈ જાવ છું એમ કહીને રેવા ઉપર સુવા જતી રહી 

પણ    ઊંઘ   આવે તો ને .. નીચે સીટ પર સૂતેલા યુવક ની પીઠ જોતી રહી મગજ માં કેટલાય વિચારો ફરતા હતા વાત કેમ ના કરી સકી કોણ હસે એટલિસ્ટ નામ તો પૂછી જ શકી હોત કયાનો  હશે કયા જતો હસે .. આવા બધા વિચારો માં ઘેરાયેલી રેવા ની આંખ ક્યારે મળી ગઈ કશું ખબર જ ના રહી 

 

આ યુવક એટલે શિવાય શાહ . સફળ બીજનેસ મેન ચંદ્રકાંત શાહ નો એક માત્ર લાડલો પુત્ર આટલી સંપતિ હોવા છતાં એકદમ સરળ ટ્રેન માં મુસાફરી કરવા વાળો છોકરો 

 

વધુ આવતા અંકે 

 

શું આ બંને ની વાત ચિત થસે ?

ઘરે જઈને શિવાય શાહ પિતાના ગુસ્સા નોં ભોગ બનશે ?

શું આ બંને ફરી મળસે 

જાણવા માટે વાંચતાં રહો એક પ્રણય કથા "યાત્રી"