KRISHNA - 3 in Gujarati Motivational Stories by HARSH DODIYA books and stories PDF | કૃષ્ણ - 3

Featured Books
Categories
Share

કૃષ્ણ - 3

૭. કૃષ્ણ

કૃષ્ણ એટલે સર્વાકર્ષક, ખેંચનાર. બધાને પોતાના તરફ ખેંચનાર.

એક માતાનો નટખટ પુત્ર એટલે કૃષ્ણ.. ..
 
શ્રી રાધા ને જે પ્રિય છે, એ એટલે કૃષ્ણ.. .. 

પ્રેમ એટલે કૃષ્ણ.. .. 

પ્રેમ ! જેનો સ્વભાવ છે, એ એટલે કૃષ્ણ.. ..
 
કર્મ, મર્મ અને ધર્મ નો સંગમ એટલે કૃષ્ણ.. .. 

સૃષ્ટી નો સર્જક એટલે કૃષ્ણ.. .. 

સૃષ્ટીના કણ કણ વસેલું તત્વ એટલે કૃષ્ણ.. ..

ત્યાગનું ઉતમ પ્રતિક એટલે કૃષ્ણ.. ..

જેની બાંસુરીના સૂર સાંભળીને મન મોહિત થઈ જાય, એ એટલે કૃષ્ણ.. ..

જેના હોઠ મધુર છે, મુખ મધુર છે, જેના નયન મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..

જેનું મન મધુર છે, જેની વાણી મધુર છે, જેનું હાસ્ય મધુર છે, એ એટલે કૃષ્ણ.. .. 
 
જેના વસ્ત્રો મધુર છે, કેડ પર બાંસુરી મધુર છે, જેના ચરણ મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..

જેનું નૃત્ય મધુર છે, જેની ચરણરજ મધુર છે, જેની ચાલ મધુર છે, એ એટલે કે કૃષ્ણ.. ..  

જેનો પ્રેમ મધુર છે, જેનુ કર્મ મધુર છે, જેનો ધર્મ મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..

કૃષ્ણ વિષે આવું લખવા બેસીએ તો એનો અંત નથી, એટલા માટે ટુંકમાં કૃષ્ણ એટલે “સર્વાકર્ષક”.

જેની બાંસુરીની ધૂન સાંભળતા જ, પશુ – પક્ષી, પ્રાણીઑ, વનસ્પતિઓ, ધરા, જૂમી ઉઠતા. એમાં પછી મનુષ્ય ની તો શું વાત જ કરવી ! આપણે લોકો ખૂબ ભાગ્યશાળિ છીએ કે આપણે કૃષ્ણની ભારત ભૂમિ અને એમાં પણ ગુજરાતના રહેવાશીઓ છીએ. જ્યાં કનૈયાની દ્વારકા નગરી છે, અને જ્યાં ભગવાને પોતાના જીવનના અંતિમ ક્ષણ વ્યતીત કર્યા છે. 

આ વાતનુ ગૌરવ લીધા જેવુ છે, અભિમાન કર્યા જેવુ છે. ‘હું’ કાર કરીને કહો કે હું કૃષ્ણ ભૂમિનો રહેવાશી છું. પરંતુ આજે માણસ આ બધી વાતોને ભૂલી રહ્યો છે. ભગવાન अप्रतिथा: થઇ રહ્યા છે. ભલે કૃષ્ણ નય તો કાઈ નય, પણ કૃષ્ણ નો એક અંશ તો બની શકીએ. ભગવાનને ગમે એવું એક કામ જીવનમાં લાવીએ અને કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ પર તેને એક નાનકડી એવી GIFT આપીએ.

ભગવાને, એક મનુષ્ય જન્મારામાં આપણને કેટલા રૂપોમાં જીવી બતાવ્યું છે. જુદા જુદા જીવન જીવી બધાને દર્શન આપ્યા છે. અને તેમના હાથમાં સુદર્શન ચક્ર માત્ર રાક્ષસોના વધ માટે જ નથી. ‘સુદર્શન એટલે સ્વયંના દર્શન.’ મનુષ્ય સ્વયંની અંદર ગહેરાયથી જોઈ તો એ પણ એક દિવ્ય અસ્તિત્વ છે. એ દિવ્ય અસ્તિત્વના દર્શન કરવા, પોતાની અંદર રહેલા કૃષ્ણના દર્શન કરવા.. .. .. આવો અર્થ છે સુદર્શન ચક્રનો. આમ તો કૃષ્ણ ભગવાનના જીવનની કોઈ પણ ઘટના, કોઈ પણ વસ્તુ, કોઈ પણ લીલા, ગમે તેના વિષે વાત કરવા બેસીએ તો એનો કઈક અર્થ તો નીકળે જ, કે જેના પરથી આપણને કાંઈક શીખ મળતી હોય.

જેણે માખણની મટકી તોડી છે, જેણે દેવરાજ ઇંદ્રનું ઘમંડ તોડ્યું છે...
 
સઘળાં પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિતનું રંજન કરવાવાળા...

જે સર્વ દોષ દૂર કરવાવાળા, જે સર્વ લોકોનુ પોષણ કરવાવાળા...
  
જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુકુટ શોભે છે, જેની કેડ પર મન મોહિત કરે એવી બાંસુરી શોભે છે...

કામદેવના ગૌરવને હણનારા, ગોપીઓના શોકને હણનારા... 

જેણે પોતાના હસ્તકમલમાં ગિરિરાજ ધારણ કર્યો છે, જેણે પોતાના જીવનમાં ધર્મ ધારણ કર્યો છે...

જન્મ આપનાર માતા – પિતા નો સાથ છૂટયો, જેને સર્વાધિક પ્રેમ કર્યો એનો સાથ છૂટયો...
 
જેણે જીવનમાં ડગલે ને પગલે દુખોનો સામનો કર્યો છે એવા શ્રી કૃષ્ણને કોટિ કોટિ વંદન.. .. .. 
    
કૃષ્ણ જીવન ઉપર લખવાનું તો ક્યારેય પૂરું થાય એવું મને લાગતું નથી. એટલા માટે આ ભાગ ને અહિયાં જ પૂર્ણ કરીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમને તમારા આપેલા આ મનુષ્ય રૂપને ઓળખવા માટે શક્તિ, સમજણ અને ભાવ આપો. 

મિત્રો આગળના ભાગમાં આપણે ગોપિકા વલ્લભ, માધવ,જેવા ઘણા નામો વિષે ચર્ચા કરવાની છે અને ભગવાનને જાણવાનો હજુ થોડો વધુ પ્રયાસ કરશું. વાંચતાં રહો, સપોર્ટ કરતાં રહો, મસ્ત રહો અને ભગવાનના રહો .. .. ..

બોલો હાથી ઘોડા પાલકી.. .. .. જય કનૈયા લાલકી.. .. ..