Love you yaar - 60 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 60

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 60

"જી હું, હું તેમની પત્ની છું.. શું થયું છે તેમને ? તે હેમખેમ તો છે ને ? અને તમે કોણ છો ?" સાંવરી ચિંતામાં સરી પડી હતી તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા.
ટેક્સી ડ્રાઈવર બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, "મેડમ, શાંતિ રાખો હું તમને બધું જ શાંતિથી સમજાવું છું"
તમે બહુ સારું કર્યું ભાઈ કે એમને હોસ્પિટલમાં પહોંચાડ્યા હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે... મને એ હોસ્પિટલનું એડ્રેસ જણાવશો પ્લીઝ.."
"જી હા"
અને પેલા ટેક્સી ડ્રાઈવરે સાંવરીને હોસ્પિટલનું એડ્રેસ જણાવ્યું...
હવે આગળ...

સાંવરીએ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તે ભગવાનનું રૂપ લઈને આવ્યો છે તેમ કહ્યું. અને ફોન મૂકીને તરતજ તે મીતને જે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યાં પહોંચી ગઈ. મીતની હાલત થોડી ગંભીર હતી અને તેને માથામાં ઈજા પણ થઈ હતી અને ચોવીસ કલાક પછી સારું છે કે નહિ તે કહી શકાય કહી શકાય તેવું ડૉક્ટર સાહેબે સાંવરીને કહ્યું હતું અને તેમના કહેવા પ્રમાણે તેને સારું તો થઈ જશે પરંતુ થોડો સમય લાગશે અને તેને સારું ન થાય ત્યાં સુધી તેને ખૂબ સાચવવો પડશે.

સાંવરી સતત હોસ્પિટલમાં તેની સાથે ને સાથે ખડેપગે હાજર હતી બસ તે ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરતી હતી કે, "મારું આયુષ્ય મારા મીતને આપી દે પ્રભુ પરંતુ મારા મીતને બચાવી લે" અને પ્રભુએ સાંવરીની સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના સાંભળી અને મીત ભાનમાં આવ્યો..
સૌથી પહેલા તેણે પોતાની મોમને યાદ કરી અને તે ખૂબ રડવા લાગ્યો ડૉક્ટર સાહેબે તેને ન રડવા દેવા સાંવરીને સમજાવ્યું નહીં તો તે ફરીથી બેભાન અવસ્થામાં ચાલી જઈ શકે છે તેમ પણ કહ્યું.
સાંવરી ખૂબ ડરી ગઈ હતી ફક્ત ભગવાન સિવાય બીજું કોઈ જ તેની પાસે નહોતું પણ તેણે ખૂબ હિંમત રાખી.
ઓસ્ટિને તેને ખૂબ મદદ કરી હતી અને તે પણ સાંવરી મેડમ જોડે મીતસરની સેવામાં ખડેપગે હાજર રહ્યો હતો.
મીતના એક્સિડેન્ટની વાત સાંવરીએ પોતાના સસરા કમલેશભાઈને કરી. કમલેશભાઈએ અલ્પાબેનને હું એક અગત્યની મીટીંગમાં જવું છું તેમ કહીને લંડન આવ્યા.
સાંવરી તેમને પગે લાગી અને "સદા સુહાગણ રહે"તેવા આશીર્વાદ તેમની પાસેથી લીધા.
હવે બરાબર એક વીક પૂરું થઈ ગયું હતું. મીતે પોતાને ચાન્સ મળે ત્યારે કેટલીયે વખત જેનીને ફોન લગાવ્યા પરંતુ જેનીએ મીતનો નંબર જ બ્લોક કરી દીધો હતો તેથી હવે મીતને ખબર પડી ગઈ હતી કે, જેની બેવફા છે. આ બાજુ ઘણાં દિવસના ઉજાગરા કરીને ખૂબજ થાકેલી સાંવરી હવે મીતને સારું હતું એટલે ઓસ્ટિનને તેની બાજુમાં બેસાડીને ઘરે નાહવા ધોવા માટે ગઈ હતી અને મીતના પપ્પા કમલેશભાઈએ મીતની એક બાધા રાખી હતી તો તે મંદિરે બાધા પૂરી કરવા માટે ગયા હતા ત્યારે ઓસ્ટિને મીતને કહ્યું કે, " સર તમે ખૂબ નસીબદાર છો તમને સાંવરીમેમ જેવા લાઈફ પાર્ટનર મળ્યા છે બાકી આ જેની તો એક નંબરની બોગસ્સ અને થર્ડ ક્લાસ, પૈસાની પુજારણ વ્યક્તિ છે જેવા તમારા પપ્પાએ તમને મિલકતમાંથી બહાર કરી દીધા કે તરતજ તે તમને છોડીને ચાલી ગઈ આ તો સારું થયું કે તમે સાંવરીમેમને છેલ્લો ફોન કરેલો હતો એટલે તેમને ટેક્સી ડ્રાઈવરે સમાચાર આપ્યા અને તુરંત જ સાંવરીમેમ દોડીને અહીં આવી ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી તે તમારી સેવામાં ખડેપગે હાજર રહ્યા છે તે તમને ખૂબ ચાહે છે તેમણે તમારી જે સેવા ચાકરી કરી છે તે કોઈ ન કરે તમે ખૂબ નસીબદાર છો કે તમને સાંવરીમેમ મળ્યાં છે અને આટલું કહેતાં કહેતાં ઓસ્ટિનની આંખમાં પાણી આવી ગયા અને તેને જોઈને મીતની આંખમાં પણ પાણી આવી ગયા તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે સાંવરીની હોસ્પિટલમાં આવવાની રાહ જોતો બેસી રહ્યો હતો અને એટલામાં સાંવરી આવી એટલે તેણે સાંવરીને પોતાની બાજુમાં બોલાવી અને તેના બંને હાથ પકડી લીધા અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને સાંવરીને કહેવા લાગ્યો કે, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે માફ કરી દે. "
સાંવરીએ પોતાના મીતને હ્રદય સોંસરવો ચાંપી લીધો અને પોતે પણ બોલી, " હવે મને તું પ્રોમિસ આપ કે તું મને છોડીને ક્યાંય નહીં ચાલ્યો જાય. "

અને મીતે સાંવરીને પ્રોમિસ આપી કે, " પોતે હવે ક્યારેય તેને છોડશે નહીં " અને મીતને સારું થતાં હવે તેને રજા આપીને ઘરે લાવવામાં આવ્યો. કમલેશભાઈએ મીતના પપ્પા બધું બરાબર સેટલ કરીને ઈન્ડિયા ચાલ્યા ગયા. સાંવરીએ અને મીતે લંડનની ઓફિસનો બધોજ વહીવટ ઓસ્ટિનના હાથમાં સોંપ્યો અને પોતે ઈન્ડિયા આવવા માટે નીકળી ગયા.

ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂકતાં જ સાંવરીની આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યા..મીતે તે જોયું એટલે સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેને કહેવા લાગ્યો કે, " એય, જો તું આમ રડીશ તો હું પાછો લંડન ચાલી જાઈશ એટલે સાંવરીએ તેની સામે જોયું અને તે હસી પડી અને મીતે તેને ફરીથી પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેને કાનમાં કહેવા લાગ્યો કે, " પહેલા દીકરી લાવીશું કે દિકરો ? " બોલ તારી શું ઈચ્છા છે.. સાંવરી શરમાઈ ગઈ અને મીતની છાતી ઉપર પોતાના હાથ પ્રેમથી પછાડવા લાગી.
બરાબર બે મહિના પછી સમાચાર મળ્યાં કે, " સાંવરી પ્રેગ્નન્ટ છે. " અને મીત અને સાંવરી ફરીથી એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા અને આવનારા નવા મહેમાનની રાહ જોવા લાગ્યા.

મીતને છોકરી જોઈએ છે અને તે પણ સાંવરી જેવી અને સાંવરીને છોકરો જોઈએ છે અને તે પણ મીત જેવો...
સાંવરી અને મીત બંનેની વચ્ચે શર્ત લાગી છે કે, " છોકરો આવશે કે છોકરી ? "
આપને શું લાગે છે ? બીજી સાંવરી આવશે કે બીજો મીત આવશે ? આપના અમુલ્ય પ્રતિભાવ જણાવવા વિનંતી 🙏.

~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
17/8/24