A species in the name of a flower.. in Gujarati Fiction Stories by Krupa Thakkar #krupathakkar books and stories PDF | એક ફૂલ નામે પારીજાત..

Featured Books
Categories
Share

એક ફૂલ નામે પારીજાત..

કેસરી ડાંડલી એ વળગેલી ..સફેદ લાગણી ની વાત...
ચાલ તને દેખાડુ ...એક ફૂલ નામે પારિજાત...

પારિજાતના પુષ્પ ની સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં મંદિર રચે છે. 
એની નાની નાની નમણી પાંખડી ઓ , જાણે કોઈ કલાકારે પીંછી ફેરવીને કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જાણે ધરાવ જ નથી થતો.
જ્યારે પારિજાત ના પુષ્પ ને જોઇએ તો લાગે કે પ્રકૃતિ નો રચયિતા જ આપણી સામે સ્મિત કરે છે.

હરશ્રૃંગાર એટલે પારિજાત...
દિવસે એ ખામોશ થઈ રહેતું , પણ રાત્રે જાણે પારિજાતને યૌવન ફૂટે છે. 
મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૂમઝૂમ કરતા પારિજાત ના પુષ્પ રાસ રચે છે. 
પારિજાતનું ફૂલ ડાળી સાથે ચોંટેલુ રહે, એવું સ્વાર્થી નથી !!!
પારિજાતના ફૂલ રાત્રે જ ખીલે છે અને આ ફૂલ સૂર્યોદય થતાં પહેલા ખરી પણ જાય છે. સવારે વૃક્ષ નીચે લાગે કે જાણે ફૂલોની ચાદર પથરાઈ હોય .. 

પારીજાત ના પુષ્પ આપમેળે જ પગ તળે કચડાઈને પણ આંખોમાં આનંદ અને શ્વાસમાં સુગંધ ઘૂંટવા થનગને છે!
એ માધવના માધુર્યની સોગાત છે. એ પ્રિયાને ખાતર પરમેશ્વરે સ્વર્ગમાંથી ધરતી પર ઉતારેલી કવિતા છે! 

કહે છે કે સમુદ્રમંથન થયું ત્યારે જે પાંચ દેવવૃક્ષો નીકળ્યાં , 
તેમાંનું એક વૃક્ષ હતું પારિજાત . 
જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામા આવ્યું હતું.
આકાશમાં એક તારો , જેનું નામ પણ છે પારિજાત અને આ એક તારો એટલે આકાશમાં ઊગેલું એક પારિજાત નું ફૂલ!

દેવપૂજામાં પારિજાતનું વિશેષ મહત્વ છે.
પારીજાત સાથે ભગવાન રામ અને દેવી સીતાના વનવાસની યાદો પણ જોડાયેલી છે. સીતામાતા વનવાસના દિવસોમાં પારિજાત વૃક્ષના ફૂલોની જ માળા બનાવતા હતાં. 
જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મી છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી. 

આવો જાણીએ સ્વર્ગથી લાવેલું આ પારિજાતનું વૃક્ષ અને તેના પાછળની કહાણી...
શ્રીકૃષ્ણ લીલામાં વર્ણન છે કે શ્રી કૃષ્ણની ત્રણ પત્ની હતી- રૂક્ષ્મણી, જામ્વંતી અને સત્યભામા.  
પૌરાણિક કથા અનુસાર રૂક્ષ્મણીને પોતે રાખેલા વ્રતની પૂર્ણાહુતિ કરવી હતી. જેથી શ્રીકૃષ્ણને સાથે લઈ તેઓ રૈવતક પર્વત પર પહોંચ્યાં. એ સમયે દેવઋષિ નારદ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. અને તેમણે પારીજાત ના પુષ્પ શ્રી કૃષ્ણ ને અર્પણ કર્યા અને શ્રી કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતનાં પુષ્પો રુક્મિણીને આપ્યાં અને રુક્મિણીએ આ ફૂલ પોતાના માથા પર લગાવી લીધા હતા.  

જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગયા જીદ કરી અને તેમણે પારિજાતનું ફુલ નહિ પણ આખું વૃક્ષ જ માંગ્યું. ત્યારે શ્રી કૃષ્ણ એ પોતાના દૂત દ્વારા દેવ ઈન્દ્રને સંદેશો મોકલ્યો કે દેવી સત્યભામાના બગીચામાં વાવવામાં માટે પારિજાતનું વૃક્ષ આપો. પરંતુ દેવ ઈન્દ્રએ પારિજાત નું વૃક્ષ આપવાનો ઈન્કાર કરી દીધો. ત્યારે શ્રી કૃષ્ણ ઈન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા. 
એવું માનવામાં આવે છે કે પારિજાતનું વૃક્ષ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે.

પારીજાતના પુષ્પ
સફેદ પાંખડીઓની કાંતિ, નારંગી છે મધ્ય,
કેમ કુમળા દિલને, થાય ન સંતોષ
હરશિંગારનું રૂપ, અનોખી છે વાત,
ખીલે રાત્રી કાળી, લાવી નવોરા ભાત.

પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે....


પારીજાત વિશે એક સુંદર કવિતા:

પારીજાતનાં પુષ્પો, રાત્રીનાં તારા,
મીઠી સુગંધ માંડે, હર દિલ હર બરખા.

સફેદ પાંખડીઓની કાંતિ, નારંગી છે મધ્ય,
કેમ કુમળા દિલને, થાય ન સંતોષ?

હરશિંગારનું રૂપ, અનોખી છે વાત,
ખીલે રાત્રી કાળી, લાવી નવોરા ભાત.

ધાર્મિક અર્પણમાં, પૂજા તે પવિત્ર,
હવે આરતીમાં ઝાકમઝોલ, કયાં હરશે છત્ર?

આયુર્વેદમાં યોગ, તે છે અમૃત તાત,
સારું સુગંધ વહાલા, હર ફૂલનો પ્રભાત.

પારીજાત, તે છે સૌંદર્યની વાતો,
તને જોઈને હૃદય, રોમાંચિત થાય રાતો.

હવે તો પારીજાતના ફૂલો, જીવનમાં આનંદ,
જ્યાં સુધી આ સુગંધ રહે, કદી નહીં થાઇ આનંદ.


પારિજાત પૂજા-પાઠ અથવા તો સુખ-સમૃદ્ધિ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પારિજાતના 15થી 20 ફૂલ અથવા તો તેના રસનું સેવન કરવાથી હૃદય સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળે છે.
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, આ ફૂલની સુગંધથી સ્ટ્રેસ પણ હળવો થઈ જાય છે. પારિજાતની છાલને ઉકાળીને પીવાથી શરદીમાં પણ રાહત મળે છે, તાવમાં પણ આ લાભદાયક છે.

ટોપ વીડિયોઝ