ઘણા લોકો પોતાના ભાગ્યને લઈને રડતા હોય છે. મારા ભાગ્યમાં આ નથી પેલાને બહુ બધું સારું મળ્યું, પૈસા મળ્યા, સારા દોસ્ત મળ્યા, માન સન્માન મળ્યું.
તેના ભાગ્ય કેટલા સારા હશે.
પરંતુ શું ખરેખર આવું હોય છે ?
એવું કદાચ નથી હોતુ કેમકે ઈજ્જત, માન સન્માન, મિત્રો, પૈસા આ બધું કમાવવાથી મળે છે નહી કે ભાગ્યને કારણે.
કદાચ તેના સારા કર્મો ને કારણે તેમને આ બધું મળતું હોય છે અને આપણને એવું લાગે છે કે તેના ભાગ્ય છે.
અમુક કર્મો એવા હોય છે કે જેનું ફળ તરતજ વ્યક્તિને નથી મળતું પરંતુ ઘણા અવતાર કે ઘણા જન્મો પછી મળે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારત છે.
એક પારધી હતો. તેમણે પક્ષીઓ માટે એક ગરમ ઝાળ ગોઠવી અને તેની ઉપર દાણા ઓ વેરી દીધા જેથી તેને જોઈને પક્ષીઓ તે દાણા ચણવા આવે અને તે પારધીની જાળમાં ફસાઈ જાય.
એક પક્ષીઓનુ ઝુંડ ત્યાંથી નીકળી રહ્યું હતું તેમણે આ દાણાઓ જોયા તેમણે બધાએ એકસાથે દાણા ચણવા જમીન ઉપર આવ્યા ત્યારે ખબર પડી આ તો શીકારીની ચાલ છે.
બધાના પગ તે જાળમા ફસાઈ ગયા એક પક્ષી બચવામાં સફળ રહ્યું પરંતુ તેની આંખો જાળને સ્પર્શ થઈ તેનાથી તેની દ્રષ્ટિ ચાલી ગઈ.
આ પારધી આ શીકારી ઘણા જન્મો પછી હસ્તીનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર બને છે.
જે જન્મે થી અંધ હોવાથી તેના ભાઈને રાજગાદી મળે છે.
આગળનો પ્રસંગ તો બધા જાણતા જ હશે તેમના ૧૦૦ પુત્રો થયા અને બધાનો યુદ્ધમાં નાશ થયો.
એ શીકારીએ જે પક્ષીઓને માર્યા હતા તેમની સંખ્યા પણ ૧૦૦ હતી.
તેના આ કર્મો નું ખરાબ ફળ તેને ઘણા જન્મો પછી મળ્યું.
તેની આંખો ની સામે તેમણે તેના બધા પુત્રો ને મરતા જોયા અને તે કાંઈ પણ કરી ના શક્યા.
આપણા બધા સાથે પણ કદાચ આવું જ બનતું હોય છે.
આપણને એવું લાગે છે કે મેં કાંઈ ખરાબ કર્મો કર્યા નથી તેમ છતાં મારી સાથે જ કેમ ખરાબ થાય છે તો કદાચ એ તમારા અગાઉના જન્મોના કર્મો નું ફળ હોય શકે.
જો કદાચ તમે ખુબ સારા કાર્યો કે કર્મો કરતાં હોય તો બની શકે કે તેનું ફળ તરતજ ના પણ મળે અને અમુક જન્મો પછી મળે.
ભાગ્ય એ આપણા કર્મો ઉપર નિર્ભર કરે છે.
કદાચ આપણા ઘણા જન્મો ના પુણ્ય હશે કે આપણો જન્મ ભારતમાં થયો. તેમા પણ આપણો જન્મ એક હિન્દુ ધર્મમા થયો આથી તો મોટા ભાગ્ય શું હોઈ શકે આપણા?
તમે અત્યારે બાંગ્લાદેશ ની પરીસ્થીતી જોઈ હશે, ઈઝરાયેલ ના યુદ્ધ માં પેલેસ્ટાઇન ના લોકો ની હાલત જોઈ હશે, રસીયા યુક્રેન યુદ્ધ માં યુક્રેન ના ઘરવિહોણા લોકો ની હાલત જોઈ હશે તેના ભાગ્ય કરતાં તો આપણા ભાગ્ય લાખગણા સારા કહેવાય તો પણ અહીંયા બેસીને અમુક લોકો પોતાના ભાગ્યને લઈને રડતા હોય છે.
તમે ચાર પાંચ વર્ષ ની બાળકીને યુદ્ધ ની પરીસ્થીતી માં રડતા જોઇ છે?
શું તમે તમારી આંખો ની સામે તમારા માબાપ ને મરતા જોયા છે?
શું તમે તમારી આંખોની સામે તમારા ઘરોને અને મંદિર ને સળગતા જોયા છે?
આ બધું આ દુનિયામાં બન્યું છે અને હાલમાં બને પણ છે તો તેના કરતાં આપણે ખુબ સારી જીંદગી જીવી રહ્યા છીએ તેનો આનંદ માણો.
ભાગ્ય નું સરનામું ક્યાંય નહીં પરંતુ તમારા અત્યારે કરેલા કર્મોમા છુપાયેલું હોય છે.
તમે અત્યારે કેવા કર્મો કરો છો તેના ઉપરથી તમારા ભાગ્ય નક્કી થાય છે.
માટે બીજાના ભાગ્યને જોઈને ઈર્ષા કે દુઃખ કરવા કરતાં તમે સારા કર્મો કરતાં જશો તો કદાચ તમારા ભાગ્ય નું સરનામું પણ બદલાઈ જશે.
જય શ્રી કૃષ્ણ