Humsafar - 2 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમસફર - 2

રુચી ના મમ્મી - પણ કેમ એ તો પ્રેમ કરતો હતો રુચી ને તો પછી આવું શું કામ કર્યું ?

રુચી અને પીયુ એ રૂમમાં આવે અને એ જોવે કે એના મમ્મી પપ્પા ની આંખો માં આંસુ છે .

રુચી - શું થયું પપ્પા ? 

રુચી ના મમ્મી - રાહુલ ભાગી ગયો છે .

પીયુ - શું ? 

શર્માજી - હાં , હું બધાં ને શું જવાબ આપીશ શું કહીશ કંઈ સમજાતું નથી .

રુચી - એ હમણાં આવી જશે એ ક્યાંક અટવાઇ ગયા હશે એમ પણ તો હોય શકે છે .

પીયુ - દીદી તમને સમજાતું નથી કે શું થયું છે ( પીયુ ગુસ્સે થઈ ને બોલી ) 

          રુચી  રોતા રોતા રૂમમાં થી નીકળી ને એનાં રૂમમાં જાય છે . એની પાછળ પીયુ પણ જાય છે . આ અમન જોવે છે . એ શર્મા જી પાસે જાઈ છે . એ જોવે છે શર્મા જી ના ચેહરા પર ચિંતા છે ‌.

અમન - શર્મા જી શું થયું બધું ઠીક તો છે ને

શર્માજી - હાં , બધું ઠીક છે ( ખુદને સંભાળતા કહે છે ) 

અમન - મેં જોયું કે તમારી દીકરી ઉદાસ થઈ ને ગઈ જો કાંઈ વાત હોય તો તમે મને જણાવી શકો છો હું તમારી મદદ કરી શકું તો જરૂર કરીશ

શર્માજી - એવી કંઇ વાત નથી

અમન - હું તમારા દીકરા ની ઉંમર નો છું એમ નહીં પણ દીકરો છું એમ સમજી ને કહો શું થયું

રુચી ના મમ્મી - રુચી ના લગ્ન જેની સાથે થવાના હતા તે લગ્ન છોડીને ભાગી ગયો છે
      
                      અમન થોડીકવાર ચૂપ રહે છે

શર્મા જી - ખબર નહીં કેમ બહાર આવેલા મેહમાનો નેં કહીશ કે શું થયું , મારી દીકરી નો શું વાંક હતો જે આ બધું એની સાથે થયું બધાં શું વિચારશે ( શર્મા જી માથે હાથ મુકીને બેસી જાય છે )

અમન - જો તમને ઠીક લાગે તો એક વાત કહું ?

શર્મા જી - હાં , કહો ને સર

અમન - હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું છું જો તમારી અને તમારી દીકરી ની હા હોય તો અને હજુ એક વાત કે તમે તમારી દીકરી ને મજબૂર નહીં કરતા

શર્મા જી - આ તો મારી દીકરી નું સૌભાગ્ય કહેવાય કે તમે એને લગ્ન માટે કહ્યું

અમન - જેમકે મેં કહ્યું જો એ રાજી હોય તો

શર્માજી - ઠીક છે અમે એને વાત કરીએ

પીયુ - દીદી શું કામ એવા વ્યક્તિ માટે ઉદાસ થઈ રહ્યા છો જેને તમારી ફિલીંગ ની જરા પણ ચિંતા નહોતી જે થયું તે સારું થયું એ તમારા લાયક હતો જ નહીં પ્લીઝ હવે શાંત થઈ જાવ

રુચી - મારી સાથે જ આવું કેમ થયું મારો શું વાંક હતો

               રુચી અને પીયુ વાત કરતા હતા ત્યારે તેના મમ્મી પપ્પા એમના રૂમમાં આવે છે અને શર્મા જી કહે છે મને ખબર છે કે આજનો દિવસ તારા માટે આસાન નથી પણ એક વાત કહું 

રુચી - હા , કહો ને શું વાત છે ( રુચી ખુદ ને સંભાળતા બોલી )

શર્માજી - મારા બોસ ( સર ) એ તારા સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે 

પીયુ - પણ કેમ ? 

શર્મા જી - એ દિલ ના બહું જ સારા વ્યક્તિ છે જો રુચી ના લગ્ન એની સાથે થશે તો રુચી ક્યારેય દુઃખી નહીં થાય મને વિશ્વાસ છે

પીયુ - શું તમારા બોસ તમને મજબૂર કરી રહ્યા છે પપ્પા , દીદી સાથે લગ્ન કરવા માટે

શર્મા જી - ના રે ના એવું કંઇ નથી એમને તો કહ્યું કે જો રુચી ની હાં હોય તો નહીંતર નહીં

રુચી બસ આ બધું જ સાંભળી રહ્યી હતી એ કંઇ જ બોલી નહિ એના મમ્મી એ રુચી સામે જોઈ ને કહ્યું ચાલો રુચી તૈયાર નથી હજુ , આપણે બધા ને જે સચ્ચાઇ છે એ કહી દઇએ , રુચી એના મનમાં બોલી ( મારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે પપ્પા ને દુઃખી નહીં થવા દઉં ) રુચી ના મમ્મી પપ્પા રૂમની બહાર નીકળી રહ્યા હતા ત્યારે રુચી કહે છે હું તૈયાર છું લગ્ન કરવા માટે આ સાંભળીને એના પપ્પા કહે તને આ નિર્ણય ઉપર ક્યારેય અફસોસ નહિ થાય એમ કહીને એના માથા ઉપર હાથ રાખ્યો 

થોડિક વાર પછી વિધિ વિધાન થી રુચી અને અમન ના લગ્ન સંપન્ન થાય છે બધા મહેમાનો જવા લાગે છે બીજી તરફ રુચી થાકી ગઈ હતી એટલે એ એના રૂમમાં જઈને સૂઈ જાય છે અમન શર્મા જી ની મદદ કરે છે બધા નો હિસાબ કરવા માં જોતા જોતા રાત થઈ જાય છે

શર્મા જી - પીયુ રુચી ક્યાં ? 

પીયુ - દીદી એના રૂમમાં છે

શર્મા જી - અમન ( અટકતા અવાજે બોલે છે ) 

અમન - હાં કહો ને પપ્પા

શર્મા જી - આ સાંભળીને શાંત મનથી બોલ્યા પેહલા અજીબ લાગતું હતું મારા બોસ ને નામ થી બોલવા માં પણ જ્યારે તમે મને પપ્પા કહ્યું ત્યારે સારું લાગ્યું

અમન - હું સમજું છું , હવે મારે જવું જોઈએ

શર્માજી - ક્યાં ? 

અમન - હોટેલ  ( એ આગળ કાંઈ બોલે એની પેલા શર્મા જી બોલ્યા ) 
      
     હવે તમે રુચી ના પતિ અને આ ઘર ના જમાઇ છો એ હિસાબે આ ઘર તમારું પણ છે તમે ક્યાંય પણ નહીં જાવ અને આ એક પિતા તરીકે કહું છું

અમન : તમારી વાત સાચી છે ( અમન શર્મા જી ને ના ન પાડી શક્યો ) 

પીયુ : ચાલો હું તમને તમારા રૂમ તરફ લઈ જાવ મારો મતલબ દીદી ના રૂમમાં

અમન : હમ્મ

પીયુ : આ તમારો અને દીદી નો રૂમ હવે આરામ કરો સવારે મળી એ ( એમ કહીને એ અમન ને રુચી ના રૂમ ની બહાર મુકી ને એનાં રૂમ તરફ જવા લાગે છે ) 

            અમન રૂમ ની અંદર જાય છે ત્યાં રુચી પંલગ ઉપર સૂતી હતી અમન બસ એને જોતો જ રહ્યો એ રુચી ની સામે બેસી ને કહેવા લાગે છે કે આજે પેહલી વાર નથી જોઈ તને ( એને યાદ આવે છે કે એને પેહલી વાર રુચી ને એક અનાથ આશ્રમ ની બહાર બાળકો ની સાથે મસ્તી કરતા જોઈ હતી જ્યારે એ એરપોર્ટ થી આવી રહ્યો હતો ત્યારે ) 

અમન પણ થાકી ગયો હોય છે એટલે એ પણ રૂમ માં એક ખુરશી પર બેઠા બેઠા જ સૂઈ જાય છે સવારે જ્યારે રુચી ઉઠી ત્યારે તેને જોયું કે તેની સામે અમન ખુરશી માં સુતો છે એ આ જોઈ તેને તરત જ અમન ને ઉઠાવી ને કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા રૂમમાં આવવા ની હજુ અમન સરખી રીતે જાગે એની પેલા જ રુચી ગુસ્સો કરવા લાગી અમન એ જોઈ ને હંસે છે અને કહે કે કાલે આપણા લગ્ન થયા છે તમે શાયદ ભુલી ગયા

રુચી : યાદ છે મને તો શું ?

અમન : તો એમ કે આ રૂમ હવે મારો પણ કહેવાય ને 

રુચી : કોને કહ્યું તમને જો હું એક વાત સ્પષ્ટ કહું છું કે મેં લગ્ન ફક્ત મમ્મી પપ્પા ની ખુશી માટે કર્યા એનાથી વધારે મારા થી કોઇ ઉમ્મીદ ના કરતા

અમન : હું સમજું છું તમારા આ બધું આસાન નથી ( એ આગળ કાંઈ બોલે એ પહેલા દરવાજા ની બહાર થી અવાજ આવ્યો  )

પીયુ : દીદી જીજાજી નાસ્તો કરવા ચાલો નીચે

       આ સાંભળીને રુચી એ દરવાજો ખોલ્યો એની સામે એના મમ્મી અને પીયુ હતા

પીયુ : શું વાત છે લડતા હતા ( હસતાં કહે છે )

રુચી ના મમ્મી : નીચે આવી જાવ નાસ્તો કરવા ( પીયુ ને અટકાવતા બોલ્યા ) 

અમન : ઠીક છે

રુચી : મમ્મી મને ભૂખ નથી મારે નાસ્તો નથી કરવો

પીયુ : પણ દીદી તમારી ફેવરિટ ડિશ બનાવી છે મમ્મી એ

રુચી : મને ભૂખ નથી સાચેજ

રુચી ના મમ્મી : ઠીક છે પણ જમાઇ તમે તો આવો છો ને

અમન : હા , થોડીકવાર માં આવું

             રુચી ના મમ્મી એ એના હાથમાં રહેલું એક બેગ અમન તરફ દેતા કહ્યું આમા તમારા માટે કપડાં છે અમને કપડાં ની બેગ લઈને કહ્યું થેન્કસ પછી રુચી ના મમ્મી અને પીયુ ચાલ્યા ગયા પછી અમન પણ તૈયાર થઈ ને નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર આવી જાય બધાં બેસી ને નાસ્તો કરવા લાગ્યા  , નાસ્તો કર્યા બાદ અમન કહે કે હું આજે યુ.એસ પાછો જાઉં છું આજ રાત ના ૮ વાગ્યા ની ફ્લાઇટ છે હું અત્યારે ઓફિસ જાઉં છું અને પછી હોટેલ મારો સામાન લઈ ને સાંજે અહીં આવીશ તમને બધા ને મળવા .


વધુ આવતા અંકે......