Ek Punjabi Chhokri - 49 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 49

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પંજાબી છોકરી - 49

સોહમ વીરને સમજાવતા કહે છે વીર હું ને મયંક બંને સોનાલીને લવ કરીએ છીએ.પેલા સોનાલીને હતું કે તે મયંકને લવ કરે છે એટલે તે અને મયંક એકબીજાની સાથે હતા પણ જ્યારે હું બીમાર પડ્યો ત્યારે સોનાલીને મારા માટેની ફિલિંગ સમજાણી અને તેને મને તે વાત જણાવી. જ્યારે હું હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યો હતો ત્યારે સોનાલી એ મને કહ્યું અને હું હોંશમાં આવ્યો.મયંક ને સોનાલી એ અમારા બંને વચ્ચેના પ્રેમની વાત મયંકને આજે જણાવી પણ મયંકને આ વાત બહુ પહેલા સમજાય ગઈ હતી તેથી સોનાલીને મયંક માટે ખૂબ દુઃખ થયું કેમ કે મયંક સોનાલીને ખુશ જોવા માગે છે પછી સોનાલી ગમે ત્યાં ને ગમે તેની સાથે રહે.

વીર સોહમની બધી વાત શાંતિથી સાંભળે છે અને પછી પૂછે છે દી પર કોણે વાર કર્યો હતો અને શા માટે?

હવે સોહમ પાસે વીરના આ પ્રશ્નનો કોઈ જ જવાબ નથી.તે ચૂપ રહે છે.વીર વારંવાર પૂછે છે પણ સોહમ તેને કહે છે સોરી વીર આ બાબતમાં હું તને કંઈ જ ન કહી શકું. બસ એટલું જ કહીશ કે તું ચિંતા ન કર હું ને મયંક સોનાલીને કંઈ જ નહીં થવા દઉં. વીર પણ વધુ જીદ કરતો નથી અને તે મનોમન વિચારી લે છે કે હું ખુદ જ તપાસ કરીને જાણી લઈશ કે સોહમભાઈ મારાથી શું છૂપાવે છે?વીર ઘરે જતો રહે છે વીર જાય પછી સોહમને યાદ આવે છે કે હાલ વીરને ઘરે આ બધી વાત ન કરવા કહેવાની જરૂર હતી પણ તેને હવે કંઈ જ સમજાતું નથી કે તે શું કરે ?તેથી તે ઝડપથી સોનાલી ને મયંક પાસે જઈને બધી વાત કરે છે. સોનાલી ખૂબ જ ચિંતા કરવા લાગે છે કે ક્યાંક તેની અને સોહમની લવ સ્ટોરી અત્યારે જ ખતમ ન થઈ જાય.સોનાલી વીરને કૉલ કરે છે અને તેને ઘરે આ બધી વાત કરવાની ના પાડે છે.વીર સોનાલીને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ખૂબ જ સમજદાર છે તેથી તે સોનાલીની વાત તરત માની જાય છે.

વીર ઘરે જઈને થોડી વાર વિચાર કરે છે અને પછી પોલીસ સ્ટેશને જાય છે અને પોલીસ ઇન્સ્પેકટરને સોનાલી વિશે અને પેલા ગુંડા વિશે બધું પૂછે છે.પોલીસ ઇન્સ્પેકટર વીરને સોનાલીનો ભાઈ છે એવું સમજીને બધી સત્ય હકીકત જણાવી દે છે. વીરને હકીકત જાણીને સમજાય છે કે મયંકનો અને સોહમનો બંનેનો સોનાલી માટેનો પ્રેમ એકદમ સાચો છે. જો કે સોહમ વિશે તો મયંક નાનપણથી જ જાણતો હતો કે તે ખૂબ સારા છે.

વીર આ બધી વાત ઘરે તો કોઈને નથી કરતો પણ તે પોલીસ સ્ટેશનેથી બહાર નીકળી કોઈને કૉલ કરીને કૉફી શોપમાં બોલાવે છે અને આ બધી વાત તેને કરે છે.વીર તેની દી માટે ખૂબ જ ઉદાસ હતો તેથી તેને કોઈને આ વિશે જણાવ્યું.તે વ્યકિત વીરને હિંમત આપતા કહે છે કે," આપકી દી વડી લકી હૈ ઉન્હે સચ્ચા પ્યાર કરન વાલે દો લોગ મિલે હૈ તુસી કોઈ ફિકર ન કરો જી રબ સબ ચંગા કરેંગે."વીર તેની વાત માને છે અને બંને કોલ્ડ કોફી પી ને ત્યાંથી જાય છે.

આજે સોનાલીને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી તેથી વીર ઝડપથી ઘરે જાય છે સોહમે અને મયંકે તેને ઘરે રહીને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ પ્લાન કરવાનું કહ્યું હતું તેથી વીર ઘરે પહોંચીને તરત તેમાં લાગી જાય છે અને ઘરના બધા સભ્યો વીરની મદદ કરે છે.સોનાલી આજે બે દિવસ પછી ઘરે આવવાની હોવાથી બધા લોકો ખૂબ જ ખુશ હતા.સોહમ ને મયંક તેને ઘરે લઈને આવવાના હતા.તે બંને હોસ્પિટલના બધા કામ પતાવી સોનાલી પાસે આવે છે અને મયંક સોનાલીને કહે છે તું ઘરે જઈને બધાને સાચું કહી દેજે કે આ ગુંડા એ તારા પર કેમ વાર કર્યો હતો.સોહમ પણ મયંકની વાતથી સહમત થઈને કહે છે હા સોનાલી તને જ્યારે ઇજા થઇ ત્યારે તારી પૂરી ફેમીલી ખૂબ જ ચિંતામાં હતી અને બધાના મનમાં આ જ સવાલ હતો ત્યારે તો મેં અને મયંકે ગમેતેમ કરીને સંભાળી લીધું પણ હવે તારે સાચું કહેવું જ પડશે.સોનાલી તે બંનેની વાત માની જાય છે.

હવે જોઈએ સોનાલી માટે વીર શું સરપ્રાઈઝ પ્લાન કરશે?
વીર કોણે મળવા ગયો હતો તે અનજાન વ્યકિત કોણ હતું?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.