Ek Punjabi Chhokri - 48 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 48

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 48

સોહમના મમ્મી સોનાલી પાસે જાય છે એટલે સોનાલીની બધી ફ્રેન્ડસ્ જતી રહે છે.સોનાલી,સોહમ ને મયંક સાથે જમે છે અને ત્યારપછી સોહમ ને મયંક પોતપોતાના ઘરે જતા રહે છે. સોહમના મમ્મી સોનાલી પાસે જ રાત રહે છે.સોનાલી તેમને પૂછે છે આંટી મમ્મી કેમ ન આવ્યા? સોહમના મમ્મી કહે છે હું પણ તારા મમ્મી જેવી જ છું ને! મારું મન હતું તારી પાસે રહેવાનું એટલે હું આવી ગઈ.બંને આમ વાતો કરતા કરતા સુઈ જાય છે.

વહેલી સવારે સોહમ ને મયંક પહોંચી જાય છે. સોનાલીના મમ્મીને પણ સોનાલી પાસે આવવું હતું પણ પોલીસ ઇન્સ્પેકટર આવવાના હોવાથી ને તેમની તબિયત ખરાબ હોવાથી સોહમ તેમને કે વીર ને કોઈને જ સાથે લાવતો નથી અને પોલીસ ઇન્સ્પેકટર ના આવવાના સમય પહેલા સોહમ પોતાના મમ્મીને પણ ઘરે મોકલી દે છે.

પોલીસ ઇન્સ્પેકટર આવીને સોનાલીને બધું જ પૂછે છે અને સોનાલી જેવું બન્યું હતું તેવું જ બધું સાચું કહી દે છે.પેલો ગુંડો પકડાય ગયો હતો તેથી હવે સોનાલીને ડરવાની જરૂર નહોંતી. પોલીસ ઇન્સ્પેકટર પણ સોનાલીને આજ વાત જણાવે છે કે તમારે હવે ડરવાની જરા પણ જરૂર નથી.સોનાલીને હિંમત આપી નેવિદેન લઈ તે ત્યાંથી ચાલ્યા જાય છે.સોહમ તેને બહાર સુધી મૂકવા જાય છે ત્યારે સોનાલી મયંકને કહે છે મયંક મને માફ કરી દેજે મેં તારી સાથે બહુ ખરાબ કર્યું છે.મયંક સમજી નથી શકતો કે સોનાલી આવું કેમ બોલે છે? સોનાલી કહે છે મયંક મને ખુદને મારી ફિલિંગની જાણ નહોંતી નહીં તો હું પહેલેથી જ તારાથી દૂર રહેત.હવે મયંક સમજી જાય છે સોનાલી તેના અને સોહમ વચ્ચેના પ્રેમની વાત કરે છે.મયંક સોનાલીની પાસે તેના બેડ પર બેસી પ્રેમથી તેનો હાથ પકડીને કહે છે,સોનાલી તું મને જે કહેવા માંગે છે તે હું જાણું છું. સોનાલીને લાગે છે મયંક બીજું જ કંઇક સમજે છે એટલે તે ફરી બોલે છે મયંક મેં તને આ વાત ઘણી વખત કહેવાની કોશિશ કરી પણ કોઈને કોઈ કારણોસર હું તને આ વાત કહી ના શકી. મયંક કહે છે સોનાલી તું એમ જ કહેવા માગે છે ને કે તું સોહમને પ્રેમ કરે છે મને નથી કરતી અને આજ સુધી આપણી વચ્ચે જે થયું કે જે હતું તે બધું જ હું ભૂલી જાઉં અને મારી લાઈફમાં આગળ વધું? સોનાલી કહે છે તને કેમ ખબર મયંક હું તને આવું બધું કહેવા માગું છું.મયંક સોનાલીને સમજાવતા કહે છે સોનાલી મેં તને સાચો પ્રેમ કર્યો છે એટલે હું તને ખૂબ સારી રીતે સમજું છું તું જે કહે છે ને જે કહેવા માગે છે તે તારા વગર કહ્યે મને સમજાય જાય છે.

સોનાલી એકદમ દુઃખી થઈ જાય છે. તેને મનોમન પછતાવો થાય છે,પણ મયંક ખૂબ જ સારો હતો તેથી તે સોનાલીને પૂરો સપોર્ટ કરે છે.તે કહે છે સોનાલી સોહમ તારા માટે એકદમ બેસ્ટ છે. તારી હાલત જોઇને સોહમ સાવ તૂટી ગયો હતો. મેં ત્યારે એનો તારા માટેનો અપાર પ્રેમ જોઈ લીધો અને મારા દિલને સુકુન મળ્યું કે તે એક ખૂબ જ સારા માણસને પસંદ કર્યો છે અને તારા માટેનો મારો પ્રેમ ઘટવાના બદલે વધી ગયો.સોહમ તને હંમેશા ખુશ રાખશે અને હું એજ ઈચ્છું છું કે તું જ્યાં પણ રહે જેની પણ સાથે રહે હંમેશા ખુશ રહે.આ બધી વાત સોહમ સાંભળી લે છે અને તેને મયંક માટે ખૂબ જ માન થાય છે કે મયંક કેટલો સારો ને સમજદાર છે.તે સોનાલીને કેટલો પ્રેમ કરે છે.સોહમ તે બંનેની વચ્ચે આવતો નથી.તે બહાર જતો રહે છે પણ વીર ત્યાં આવીને મયંક ને સોનાલી વચ્ચે ચાલતી વાતચીત સાંભળી જાય છે અને તેને તે પણ ખબર પડી જાય છે કે સોનાલી ઉપર વાર કઈ રીતે થયો.

વીર સોહમ પાસે જઈને સોહમ ને કહે છે,"વીરજી મેનુ આપકે નાલ એક ગલ કરની હૈ." સોહમ કહે છે હા વીર બોલ શું કેવું છે? વીર સોહમને કહે છે તમે પેલા પ્રોમિસ કરો કે મને એકદમ સાચો સાચો જવાબ આપશો.સોહમ કહે છે હા સાચો જ જવાબ આપીશ.વીર પૂછે છે કે મયંક ને દી વચ્ચે શું હતું? અને તમારા અને દી વચ્ચે શું છે?

શું સોહમ વીરના બધા જ સવાલોનો સાચો જવાબ આપશે?
શું વીર તેની ફેમીલીને બધું કહી દેશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.