The Author वात्सल्य Follow Current Read વડલો By वात्सल्य Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share વડલો (3) 368 1.1k 3 વડલો....એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે "વડીલ" અને આ શબ્દ કદાચ આ "વડ"વૃક્ષ પરથી જ આવ્યો હોય!કેમકે "વડ" એક એવું વૃક્ષ છે,જે દીર્ઘાયુ જીવે છે.ભગવાને "ભગવદગીતા"માં પણ"અશ્વત્થ વૃક્ષાણામ્" કહી વડનો મહિમા કીધો છે.આશરે ૭૦૦-૮૦૦ વર્ષ સુધી આ વૃક્ષ જીવે છે.સોમનાથ નજીક વેરાવળ તાલુકાના કૃષ્ણના "ભાલકા"તીર્થ ખાતે જે જગ્યાએ પારધીએ ભગવાન શ્રીકૃષ્ણને પગમાં બાણ માર્યું તે જગ્યાએ કૃષ્ણ યાદવોની ચિંતામાં વ્યગ્ર અને ચિંતનમગ્ન અવસ્થામાં હતા તે જગ્યાએ છાંયા નીચે બેઠા હતા તે વડને ૫૫૦૦ વર્ષ થવા છતાં આજે પણ દ્રુષ્યમાન છે.ઉત્તર ગુજરાતના નગર "તેરવાડા" તા.ભાભર ગામનાં મુળ ચેહર માતા મહેસાણા તાલુકાના "મરતોલી" ગામે જ્યાં સદેહે અંતરધ્યાન થયાં ત્યાં લાંબુ આયુષ્ય ધરાવતું બીજું વૃક્ષ એટલે "વરખડી" વૃક્ષ પણ ખૂબ દીર્ઘાયુષી વૃક્ષ છે.અને આ વૃક્ષ પણ પૂજનીય છે.પાટણ નજીક કુણઘેર ખાતે ચુડેલ માતા મંદિર ઉપર આ"વરખડી" વૃક્ષ આજે પણ ૭૦૦ વરસ વીતવા છતાં ઉભું છે.ખેર!અહીં વડની આપણે વાત સવિશેષ કરીએ છીએ...વડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે... ભગવાને "ભગવદ ગીતા"માં "અસ્વત્થવૃક્ષાણામ્" કહી તેનો મહિમા ગાયો છે.તેવા આ પવિત્ર વૃક્ષને "વટસાવિત્રી" વ્રત કરતી સ્ત્રીઓ પણ ૧૦૧ ફેરા ફરતી જાય અને સુતરનો કાચો દોરો વિંટતી જાયછે.પ્રખ્યાત નર્મદા તીરે "કબીરવડ" ની તો આપણે વાર્તા સાંભળી છે,અને વડ પણ જોયો છે.આ વૃક્ષનું લાકડું આપણે માત્ર યજ્ઞ કાર્યમાંજ વાપરીએ છીએ.બળતણ તરીકે ઉપયોગ કરતા નથી.આ વૃક્ષને કાપવામાં પાપ સમજીએ છીએ.આમ વડ નીચે ઘણા તપસ્વી યોગીઓએ તપ કરીને સિદ્ધિ મેળવી છે.ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી આ બાબતનાં ઉદાહરણ છે.દરેક મંદિરના ચોકમાં વડ અવશ્ય રોપવામાં આવે છે.ગામને ઝાંપે કે જાહેર જગ્યાએ કે સ્મશાનમાં પણ આ વૃક્ષનું આરોપણ થાય છે.પાટણના હરિહાર મહાદેવ નજીક સ્મશાનમાં આવા અનેક વડલા અડીખમ ઊભા છે.પાંડવોની હસ્તિનાપુર દિલ્હી અને મેરઠ નજીક તેમજ શુક મુનિ દ્વારા શાપિત ભૂમિમાં ૫૦૦૦ વર્ષ કરતાં પણ વધુ વરસના વડ જોવા મળે છે.એટલે વિચારી જુઓ આ વૃક્ષ આટલું બધું મહત્વ ધરાવે છે.સાથે આરોગ્ય દ્રુષ્ટિએ ચોવીસ ક્લાક(રાત-દિવસ)ઓક્સિજન આપે છે.તેનો છાંયડો શીતળ,વડના પાનનો જુના જોગીઓ જમવામાં ઉપયોગ કરતા.આ વૃક્ષના નીચે યોગીઓ પોતાની સાધના માટે મઢુલી બનાવી યોગ સાધતા.વડ વૃક્ષ એ કયારેય ઊંઘતું નથી તેનું પાન કયારેય સ્થિર જોવા નહિ મળે.તેનાં ફળ એટલે કે વડના ટેટા ખાવા માટે ઉત્તમ ગુણકારી છે.તેના ઘટાદાર ઘટામાં વૃક્ષ નિર્ભય બની માળા બનાવે છે.અનેક પક્ષીઓનું આશ્રય સ્થાન છે.ખાસ પોપટ અને કાકાકોશી પક્ષી બચ્ચાં ઉછેર માટે આ વૃક્ષ ખૂબ અનુકૂળ છે.સરકાર પણ હવે જાગી છે કે પૃથ્વી પર ઓક્સિજન સ્ટોર કરવો હશે તો વડ અને પીપળ વૃક્ષ આરોપણ માટે ખાસ બજેટ જોગવાઈ કરવી પડશે.પાટણ ખાતે સરસ્વતી નદીના નવા બનેલા પુલની આથમણી દિશાએ "લક્ષવૃક્ષવન" ઉભું કર્યું છે.તે મંદિર પરિસર પછી વડ અને પીપળવનમાં આજે બે ઘડી બેસવું ગમે તેવું વાતાવરણ સર્જયું છે.પાટણ જોવા આવો તો આ સ્થળે ખાસ જજો.પાટણના સરસ્વતી તાલુકામાં "વડ"ના નામ પરથી "વડુ" ગામ પડ્યું અને આજે પાટણ ડીસા હાઇવે પર "વડુ" પાટિયે આ વડ સાક્ષી પુરે છે.સિધ્ધપુર ખાતે વટેશ્વર મહાદેવ અને નદીના વિસ્તારમાં આજે પણ ઘણાં જુના વડ વૃક્ષ અડીખમ ઊભાં છે.મને પણ વડ જેવા વૃક્ષ વાવવાં ખૂબ મન થાય છે.પરંતુ જગ્યા અને તેને પ્રોટેકશન વૉલ વગર આરોપણ કરવું નકામું છે.છતાં મારે ગામ આવાં બે વૃક્ષ બે વરસ પહેલાં હારિજની સરકારી નર્સરીમાંથી લઇ આવી સ્મશાનભૂમિમાં આરોપણ કર્યું હતું.આ ચિત્રમાં જે વૃક્ષ દેખાય છે,તે આજ સવારનો ફોટો ક્લિક કરેલો છે.(વડ વાવો...વર્ષા લાવો...વન બચાવો.) - સવદાનજી મકવાણા (વાત્સલ્ય) Download Our App