End of leap second system in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | લીપ સેકન્ડ પ્રણાલીની સમાપ્તિ

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

લીપ સેકન્ડ પ્રણાલીની સમાપ્તિ

પૃથ્વીના સમયને એક સેકન્ડ આગળ વધારવાની સિસ્ટમ એટલે લીપ સિસ્ટમ

50 વર્ષ પહેલા શરૂ થયેલી લીપ સેકન્ડ પ્રણાલી 2035માં સમાપ્ત થશે

ઇન્ટરનેશનલ કન્વેનશનના સભ્ય દેશોની બેઠકમાં લેવાયો હતો ન નિર્ણય

ફ્રાન્સના વર્સેલ્સમાં મળેલા વિજ્ઞાન અને માપનના ધોરણો પર ઇન્ટરનેશનલ કન્વેનશનના સભ્ય દેશોની એક બેઠક મળી હતી. જે બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર 50 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી લીપ સેકન્ડ સિસ્ટમ 2023માં સમાપ્ત કરવામાં આવનાર છે.

સામાન્ય રીતે વ્યક્તિ માટે એક સેકન્ડનું કોઈ મહત્વન જ નથી. પરંતુ એક સેકન્ડનું શું મહત્વ છે તે સમજવા માટે અનુભવ થવો જરૂરી છે. અનુભવ જ વ્યક્તિને એક સેકન્ડના મહત્વને સમજાવી શકે છે. ફ્રાન્સના વર્સેલ્સમાં વિજ્ઞાન અને માપનના ધોરણો બાબતે ચર્ચા કરવા ઇન્ટરનેશનલ કન્વેનશનના સભ્ય દેશોની એક બેઠક મળી હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો લીપ સેકન્ડ સિસ્ટમ. પૃથ્વીના સમયને એક સેકન્ડ પાછળ કરવા માટે વર્ષો વર્ષ પહેલા એક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેને લીપ સિસ્ટમ કહેવામાં આવે છે. આ માટેની દરખાસ્ત લગભગ સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને મેટ્રોલોજિસ્ટ્સે આના પર રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા વર્ષોથી લીપ સેકન્ડની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રસ્તો શોધી રહ્યા છે. જેના સંધોશન પાછળ તેઓ દ્વારા વર્ષોનો સમય આપી દેવામાં આવ્યો છે. ત્યારે માત્ર એક સેકન્ડથી શું ફેર પડે છે તે સમજવાનો પ્રયાસ આપણે કરીશું.

1972માં અણુ સમયમાં 10 સેકન્ડ ઉમેરાયા હતા
લગભગ 50 વર્ષ પહેલાં સર્જાયેલી લિપ સેકન્ડની સમસ્યા બાદ લીપ સેકન્ડ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જે સિસ્ટમ શરૂ કરવાનો હેતુ ઇન્ટરનેશનલ ઓટોમીક ટાઈમ ક્લોક સાથે સમયને મેચ કરવાનો છે. અણુ ઘડિયાળના સમય કરતા પોતાની ધરી પર પૃથ્વીના પરિભ્રમણની ગતિ થોડી ધીમી હોય છે, તેથી જ જ્યારે અણુનો સમય એક સેકન્ડ આગળ હોય છે ત્યારે એને પૃથ્વીના સમય સાથે મેચ કરવા માટે એક સેકન્ડ માટે રોકી દેવામાં આવે છે. 1972માં જ્યારે આ ફેરફાર અંગે માહિતી મળી હતી, ત્યારે અણુ સમયના ધોરણમાં દસ લીપ સેકન્ડનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તે બાદ વધુ એક વખત 27 સેકન્ડ ઉમેરવામાં આવ્યા હતા.

કોમ્પ્યુટર નેટવર્કને ડિઝાઇન કરવા ઘણા મુશ્કેલ
વિશ્વભરના દેશોને વર્ષ 1972 બાદ લીપ સેકન્ડને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી લીપ સેકન્ડની જરૂર ક્યારે પડશે, જેથી કોમ્પ્યુટર નેટવર્કને એ મુજબ ડિઝાઇન કરી શકાય એ એકદમ સચોટ રીતે કહેવું અશક્ય નથી પણ મુશ્કેલ જરૂર છે. અલગ-અલગ નેટવર્ક્સે પણ વધારાની સેકન્ડ ઉમેરવા પોત-પોતાની પદ્ધતિઓ અપનાવી છે. પછી આધુનિક કોમ્પ્યુટિંગ સિસ્ટમ એકબીજા સાથે જોડાઈ છે. પરંતુ હાલ તો બધું જ સમય પર આધારિત છે. કેટલીકવાર તો આ લીપ સેકન્ડના અબજમાં ભાગ સુધી હોય છે. ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, પાવર ટ્રાન્સમિશન, નાણાકીય વ્યવહારો અને અન્ય નિર્ણાયક કામ સાથે સંકળાયેલી કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સમાં વધારાની સેકન્ડ ઉમેરવી જોખમી પુરવાર થઇ રહી છે.

2035માં રશિયાની ચિંતા દૂર થશે
બિનસત્તાવાર સમય પ્રણાલીઓએ ધીમે-ધીમે વિશ્વના સત્તાવાર આંતરરાષ્ટ્રીય સમય કો-ઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC)ને બદલવાનું શરૂ કર્યું છે. UTC માટે લીપ સેકન્ડને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. રશિયા લીપ સેકન્ડને સંપૂર્ણ પણે નાબૂદ કરવા સમય વધારવા માગે છે, કારણ કે તેની ગ્લોબલ નેવિગેશનલ પોઝિશનિંગ સિસ્ટમમાં વધારાની સેકન્ડનો સમાવેશ થાય છે. બીજી તરફ, યુએસ જીપીએસ સિસ્ટમમાં આવું કશું જ નથી. જોકે, વિશ્વભરના દેશનો દ્વારા રશિયાની ચિંતાને ધ્યાનમાં રાખીને 2035 સુધી લીપ સેકન્ડને નાબૂદ કરાશે.