( આગળ આપણે જોયું કે નિયતિને જોવા માટે છોકરો જોવાં આવે છે ત્યારે બધા મહેમાનો હેતુને નિયતિ સમજીને એકધારા જોવા લાગે છે નિયતિના મમ્મી એ હેતુની ઓળખાણ આપી અને પછી નિયતિને બોલાવે છે નિયતિ બધાને ચા ના કપ આપે છે)
થોડીવાર બધાએ આડાઅવળી વાત કરી અને રાહુલના મમ્મીએ કહ્યું નિયતિ ને રાહુલને એકબીજા સાથે એકાંતમાં વાત કરવી હોય તો.......
હેતુ કહે છે હા હા માસી અને હેતુ રાહુલ ને નિયતિને અંદરના રૂમમાં લઈ જાય છે .રાહુલ એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય છે. એકદમ સીધો સાદો છોકરો. તેના મમ્મી પપ્પાને એકનો એક લાડકો દીકરો છે...
નિયતિ એ કહ્યું મારે હજી ભણવાનું બાકી છે એટલે મને લગ્નની ઉતાવળ જરાય નથી.....
રાહુલે કહ્યું મને પણ લગ્નની કોઈ ઉતાવળ નથી. તમારી ઈચ્છા હોય ત્યારે જ આપણે આ સંબંધમાં આગળ વધશુ......
બંને એકબીજાના વિચાર જાણી લીધા પછી બંને માટે નક્કી થયું....
હેતુ જ્યારે ઘરે આવી ત્યારે રાતના 10:30 થઈ ગયા હતા ફ્રી થઈને જ્યારે પોતાના રૂમમાં ગઈ ત્યારે લગભગ 11:30 થયા હશે પોતાની ક્વોટાએપ ખોલીને કવિતા અપલોડ કરવા જઈ રહી હતી ત્યાં જ તેને "હાઈ "નો મેસેજ દેખાયો...
બીજે દિવસે નિયતિને હેતુ કોલેજે પહોંચે છે નિયતિ ક્લાસમાં જાય છે અને હેતુ ઓફિસમાં એન્ટ્રી કરાવવા પ્રિન્સિપાલ પાસે જાય છે ત્યારે અખિલેશ ત્યાં બેઠો હોય છે.....
હેતુને ઓફિસમાં આવતી જોઈને અખિલેશ બોલે છે....
મહેફીલ કી જાન થે વો!
ઉસકે આને સે સુરુ હોતી હે મહેફિલ!
રંગે મેહફીલ મદહોશ ક્યા કરતે થે!
ઇતની ચાહત સે હમે ભી દેખા કરતે થે!
ઇન્તજાર રહેતા હતા હર મેહફીલ મેં!
જબ હાથ લગાયા થા મોહબતે મહેફિલ મેં!
ક્યા પતા ઇતની નફરત ઉનકો હુઈ મહેફિલ સે!
પૂરી કાઈનાત પર ઇલમ લગાયા થા ઉસને!
કમાલ કે લોગ હોતે હૈ યહા!
બીના બતાએ ગુના હમારા ,
ભરી મહેફિલ મેં સર કલમ કરતે હૈ!!!
સવાણી સાહેબ અખિલેશની પીઠ થાબડતા કહ્યું વાહ વાહ જુવાન તું તો બહુ મસ્ત કવિતા લખે છે અખિલેશ બે હાથ જોડ્યા અને હેતુ તરફ તેની નજર ગઈ. હેતુ એ પણ એક અછડતી નજર તેના ઉપર નાખી અને સવાણી સરને કહ્યું સર મને રજીસ્ટર ની બુક આપો. મારે આજની એન્ટ્રી કરવાની છે અને સવાણી સર કબાટમાંથી તેને રજીસ્ટર ની બુક આપી. તેમાં હેતુ એન્ટ્રી પાડી અને પોતાના ક્લાસ લેવા માટે જતી રહે છે...
અખિલેશ પણ સવાણી સાહેબની રજા લઈને જતો રહે છે કોલેજ છૂટે ત્યારે ગેટ પાસે જ ઉભો હોય છે. તેને જોઈ નિયતિ બોલી હેતુ આ અખિલેશ ના આટા ફેરા કોલેજમાં વધી નથી ગયા?????
હેતુ એ કહ્યું કામ હશે એટલે આવતો હશે...
નિયતિ જરા હોઠ કરડી બોલી મને તેના બધા કામની ખબર હોય છે.....
હેતુ કહે છોડને.....
હવે અખિલેશનું તો રોજનું થઈ ગયું હતું. કોલેજે આવવાનું હેતુ એ નિયતિને કહ્યું નિયતિ જો અખિલેશ ની વાત ભાઈ ને ખબર પડશે ને તો મારું કોલેજે આવવાનું અને મારી જોબ બંને બંધ થઈ જશે નિયતિ કહે કરણભાઈ અને ભુવનભાઈ ને નહીં ખબર પડે તું ચિંતા નહીં કરે હેતું...
નિયતિ એ આ વાત તેના ભાઈ હર્ષિલને કરેલી એ પછી અખિલેશ ક્યારેય કોલેજમાં ન દેખાય.....
અખિલેશ નું શું થયું તે હેતુને ખબર ના પડી......
સૌથી પહેલા એક્ઝામ નિયતિની આવી અને એ પછી હેતુની બંને બેનપણીઓ સારા માર્કસે પાસ થઈ ગઈ. એક્ઝામ પછી નિયતિની સગાઈ રાખી હતી......