Sonu ni Muskan - 10 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 10

The Author
Featured Books
Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 10

ભાગ ૧૦

સોનું નો પરિવાર શહેર પોહચી ગયો હતો ,
તેઓ એ એક જગ્યા એ નાસ્તો કરી લીધો હતો ,
હવે તેઓ તેમના નિવાસ સ્થાન માટે નીકળવા ના હતા ,

રમેશ એ કહ્યું સુજલ ભાઈ મજા આવી ગઈ જલેબી ફાફડા ખાઈ ને આટલા સરસ નાસ્તા બદલ આભાર , સુજલ એ કહ્યું અરે એમાં આભાર શું તમે મારી વાત માની ને તમારું ગામડું છોડી શહેર માં રેહવા આવ્યા તેના માટે હું ધન્યવાદ કરું છું,

ચાલો હવે આપડે નીકળીએ અમારું અહી એક જૂનું ઘર છે પાસે જ ત્યાં તમારા રહેવા ની વ્યવસ્થા કરી લઈએ , તે ઘર આમ પણ ખાલી જ પડેલું છે ૫ મહિના થી.

રમેશ એ કહ્યું આ તો સારી વાત છે તો પછી આપડે ત્યાં જ જઈએ , તેઓ શાંતી નિકેતન સોસાયટી માં પોહચ્યા ત્યાં ડાયરેક્ટર સુજલ નું જૂનું ઘર હતું , સોનું ના પરિવાર નો બધો સામાન ઘર ની અંદર ગોઠવ્યો ,

મેના એ કહ્યું ઘર તો ઘણું સારું છે સુજલ ભાઈ , સુજલ એ કહ્યું આ ઘર તમારું જ સમજો મેના બેન , તમે અહી શાંતી પૂર્વક રહી સકો છો તમારે જરાય ચિંતા કરવા ની જરૂર નથી ,

રમેશ એ કહ્યું તમારે અમારી એક વાત માનવી પડશે અમે અહી એમ નમ તમારા ઘર માં નહિ રહી સકીએ તમારે દર મહિને ભાડું તો લેવું જ પડશે ,

સુજલ એ ઇનકાર કર્યો પરંતુ રમેશ અને મેના એ ઘણું કહ્યું પછી દર મહિને ૫૦૦૦ ભાડું આપવા નું નક્કી થયું.

સુજલ એ કહ્યું સારું રમેશ ભાઈ હવે હું નીકળું છું , કાલે આપડે સોનું માટે સ્કૂલ માં દાખલો લેવા માટે તપાસ કરીશું , એક વાર બધું સેટ થયી જાય પછી થી સોનું ને શૂટિંગ માટે મોકલતા જાઓ.

રમેશ એ હા કહ્યું , પછી મેના એ ઘર ની સાફ સફાઈ ચાલુ કરી , સોનું પણ મદદ કરતી હતી , રમેશ સમાન ખસેડવા માં મદદ કરતો હતો , ૪,૫ કલાક ની મેહનત બાદ ઘર રહેવા લાયક થયી ગયું .

તેઓ બધા ખુબજ થાકી ગયા હતા , આટલો લાંબો સફર અને ઉપર થી આટલી સાફ સફાઈ કરી હતી , બધા એ થોડોક આરામ કર્યો .

સાંજ ના ૭ વાગી ગયા હતા આ સમય ઉપર મેના રસોઈ પણ કરી લેતી હતી પરંતુ અહી તેમની દિનચર્યા બદલાય ગઈ, ખાવા માટે કોઈ શાક ભાજી હતી નઈ , એટલે મેના એ રમેશ ને કહ્યું શાક લયી આવા નું .

રમેશ માર્કેટ ગયો અને તેને જે જે મેના એ મંગાવ્યું હતું તે બધું લય આવ્યો , પછી મેના અને સોનું એ જમવા નું બનાવ્યું , સોનું મેના ની હાથ વાટકો હતી
એટલે કે બધા કામ માં મદદ કરનારી.

બધા એ જમી લીધું , અને સૂઈ ગયા આજ નો દિવસ બધા ને ખૂબ લાંબો લાગ્યો હતો , ઊંઘ પણ એટલે મીઠી આવી, સવાર થયી બધા ઉઠ્યા અને નાહ્યા,

આજે સોનું નો દાખલો લેવા માટે સ્કૂલ જોવા જવા નું હતું સુજલ ભાઈ રમેશ અને સોનું સ્કૂલ જોવા નીકળી ગયા , બધા એ ૩,૪ સ્કૂલ જોઈ પછી એક સ્કૂલ ગમી અને તેમાં સોનું ના દાખલા ની વાત કરી.

સોનું ભણવા માં હોશિયાર છે તે જોઈ ને ત્યાં ના પ્રિન્સીપાલ એ તેનો દાખલો લય લીધો , દાખલો થયી ગયો આ જોઈ બધા ખુશ થયા , સોનું ની જરૂરત ના બધા ચોપડા લય લીધા.

કાલ થી સોનું ને સ્કૂલ આવા નું પ્રિન્સીપાલ એ કઈ દીધું , તેઓ બધા ઘરે આવ્યા મેના એ આ વાત જાણી તે પણ ખુશ થયી કે આટલી જલ્દી સ્કૂલ માં પણ દાખલો મળી ગયો .

હવે ખાલી ચિંતા હતી રમેશ ની દુકાન ની રમેશ એ મેના ને કહ્યું, મેના આપડે અહી નજીક દુકાન ભાડે લય લઈએ કે જેથી કમાણી ચાલુ થાય કઈક ધંધો તો શોધવો જ પડશે નહિ તો પૈસા આવશે ક્યાં થી..... મેના એ કહ્યું હજી તો ૩ વાગ્યા છે ચાલો જોતા આવીએ નજીક માં ક્યાંક દુકાન કોઈ ને ભાડે આપવી હોય તો.

બંને જણા નીકળી પડ્યા બહાર , સોનું ઘરે જ રહી. બહાર થોડી તપાસ કરી તો જાણ્યું ૩ ગલી છોડી ને એક કરિયાણા ની દુકાન ભાડે આપવા ની હતી , રમેશ એ તેના દુકાન ના ઓનર ને વાત કરી અને ડીલ ફાઇનલ થયી.

રમેશ એ દુકાન ભાડે લય લીધી , દુકાન નો સમાન પણ ગોઠવેલો જ હતો બધું સેટ હતું.

આ વાર્તા અહી સુધી જ રાખીએ મિત્રો , વાર્તા નો આગળ નો ભાગ જલદી આવશે😊.