વાત આજથી ૪૫ વર્ષ પહેલા ૧૧મી ઓગસ્ટના રોજ બનેલી ઘટનાની છે. તે દિવસે મોરબી મસાણ બની ગઈ હતી. સતત સાત દિવસથી પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો. સતત વરસાદના કારણે ગામમાં બધુ જ બંધ હતું. કોઇની પાસે કશું કામ નહતું, જેથી ગામના યુવાનો નળિયાં બનાવવાની ફેક્ટરીમાં બેસી ગપ્પા મારી રહ્યા હતા. એટલામાં જ બૂમ પડી ભાગો ભાગો પાણી આવ્યું...પાણી આવ્યું.
મોરબીની ગોજારી હોનારતને યાદ કરતાં આજે પણ મોરબીના લોકોના રુવાળા ઉભા થઇ જાય છે. તે સમયે માત્ર ૧૭ વર્ષના યુવાન અને નળિયાંની ફેક્ટરીમાં મિત્રો સાથે બેસી ગપ્પા મારતા યુવાને ગોજારી ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, અમે બધા મિત્રો કારખાને બેઠા હતાં, જે બાદ નજીકમાં આવેલા મંદિરે દર્શન કરવા જતાં હતા. ત્યારે ચારેકોર અફરાતફરી મચી ગઇ હતી. લોકો ભયભીત થઇ ગયા હતા. પાણી મોરબીમાં ઘુસી ગયા હતા જેથી માણા જીવ બચાવવા માટે ઊંચી મેડી કે પાકા મકાનોના ધાબા તરફ જઇ રહ્યા હતા. અમે કારખાના બહાર નિકળ્યા એટલે નજીકમાં રહેતો ૧૧ વ્યક્તિનો એક પરિવાર ત્યાં આસરો લેવા આવ્યો હતો.
યુવાને વધુમાં જણાવ્યંુ કે, ગણતરીના સમયમાં અમે ચારે તરફથી પાણીથી ઘેરાઇ ગયા હતા. અમારી આસપાસ ૧૦ ફૂટ ઊંચા પાણી ધડબડાટી બોલાવતા ઘસી આવ્યા હતા. જાેતજાેતામાં તો મોરબી જાતે જ એક વિશાળ દરિયામાં ફેરવાઇ ગયું હતું. જ્યાં જાેવો ત્યાં પાણી જ પાણી હતું. જાેકે, બીજા દિવસે પાણી ઓસર્યા પણ ત્યાં સુધી તો મોરબી મસાણ બની ગયું હતું. કારખાને આસરો લેનાર પરિવારના અગીયારેય જણાં પાણીમાં જ મોતને વ્હાલું કરી ગયા હતા. પરંતુ આ એક પરિવાર ન હતો. મોરબીમાં હજારો પરિવાર રંજાડનાર આ હોનારત યાદ આવે તો આજે પણ કેટલીય રાતો ઉંઘ નથી આવતી.
વાત મચ્છુ ડેમ - ૨ની છે. માત્ર ચાર જ કલાકમાં પાણીનું સ્તર ૯ ફૂટ જેટલું વધી ગયુ હતું. બીજી તરફ ઉપરવાસ તેમજ કેચમેટ એરીયામાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. તે વખતે સાત માણસો સમય સાથે જંગ કરી રહ્યાં હતા. જાેતજાેતામાં જળસ્તર ૨૯ ફૂટને પાર કરી ગયું અને ડેમની ભયજનક સપાટીને વટાવી ગયું. સતત વધી રહેલા પાણીના મોજાં છેલ્લા કેટલાક કલાકોથી ડેમની નીકને અથડાઇ રહ્યા હતા. જેના કારણે ડેમની નીક ગમે ત્યારે તુટી પડે તેવી પરિસ્થિતી ઊભી થઇ હતી.
પાણી ગમે તેમ પોતાનો માર્ગ કરી જ લેતુ હોય છે. તેવુ જાણતા તે સમયના ડેમના નાયબ ઇજનેર એ. સી. મહેતા પણ વહેલી સવારે જ કામે લાગી ગયા હતા. એ. સી. મહેતાને સમજાય ગયું હતું કે, પાણીની સ્થિતિ અંકુશ બહાર નીકળી રહી છે. જેથી સમગ્ર પરિસ્થિતીથી પોતાના ઉપરી અધિકારીને વાકેફ કરવા તેઓ વહેલી સવારે જ રાજકોટ જવા નિકળી ગયા હતા.
મચ્છુ ડેમની ગોજારી હોનારત પર ઉત્પલ સાંડેસરા અને ટોમ વૂટન દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું. જેનું નામ નો વન હૅડ ઍ ટંગ ટુ સ્પીક ઃ ધ અનટૉલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડૅડલિઍસ્ટ ફ્લ્ડ્સ આપવામાં આવ્યું હતું. જે પુસ્તકમાં ડેમ પર ફરજ બજાવતા એક શ્રમકે કહેલી વાતનો ઉલ્લેખ કરાયો છે. શ્રમીકે જણાવ્યંુ હતું કે, તે સમયે અમને અંદાજ આવી ગયા હતા કે, ડેમ હવે, વધારે પાણી રોકી શકે તેમ નથી. તે ગમે ત્યારે તૂટી જશે. બપોરે લગભગ એક વાગ્યાનો સમય થયો હશે, અમારી ધારણા લગભગ સાચી પુરવાર થઇ હતી, પાણી બેકાબૂ બની રહ્યું હતું અને ટેલિગ્રાફ પણ ઠપ્પ થઇ ગયા હતા. અમંગળના એંધાણ તો આવી ગયા હતા, પરંતુ મોરબી તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવાનું કોઇ સાધન ડેમ પર ફરજ બજાવતા લોકો પાસે ન હતું. આ સ્થિતિમાં અમારી પાસે ડેમ છોડીને જવા સિવાય કોઇ ઉપાય બચ્યો ન હતો. ના છૂટકે અમે ડેમ પરનો કંટ્રોલ રૂમ એકઠા થયા. અમે કશંુ જ કરી શકિયે તેમ ન હતા. અમને પણ ખ્યાલ આવી ગયો હતો કે, હવે, મોરબી તેમજ નીચાણવાળા વિસ્તારના હતભાગીઓના લલાટે ડેમના ઇજનેરી ઇતિહાસની કરુણાંતિકાને નજરે જાેવાનું લખ્યું છે.
પુસ્તકમાં ડેમના તે સમયના મિકૅનિક મોહને જણાવેલી વાતનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેમમાં પાણી ઉછાળા મારી રહ્યું હતું, ડેમની દિવાલો પાણીની જીરવી શકતી ન હતી, દિવાલોમાં તિરાડ પડી રહી હતી, અમારી માટે તો એક સાંધોને તેટ તૂટે તેવી પરિસ્થિતી ઊભી થઇ હતી. અમારી નજર સામે જ પહેલા લખધીર નગર અને પછી જાેધપુર બાજુથી ડેમ તૂટ્યો.
પુસ્તકના લેખકોને અન્ય એક કર્મચારીએ જણાવ્યું હતું કે, ડેમની બે બાજુ તૂટવાના કારણે પાણી બે ભાગમાં વેંચાઇ ગયુ હતુ. ધસમસતો પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો હતો. તે સમયે અમે બન્ને પ્રવાહની વચ્ચે કાૅંક્રીટના બંધ પર ફસાયા હતા. એક જ નદી અમારી બે તરફથી વહી રહી હતી. અમે સ્થળ પરથી ક્યાંય જઇ શકિયે તેવી સ્થિતિમાં ન હતા. આવી ભયાવહ પરિસ્થિતીમાં અમે ભગવાનના ભરોસે તેમની યાદ કરતાં કરતા કંટ્રોલરૂમમાં બેઠા હતા. તે સમયે લગભગ બંધ તૂટી ચૂક્યો હતો, પાણીના બે વહેણને આગળ વધતા કલાકો થઇ ગયા હતા.
જાેકે, ૧૧ ઓગસ્ટના રોજ મોરબીને મસાણમાં ફેરવનાર ઘટનાની જાણ સમગ્ર વિશ્વને તો ૧૩મી ઓગસ્ટને સવારે જ થઇ હતી. ૧૩મી ઓગસ્ટ ૧૯૭૯ના દિવસની સવાર વિશ્વ માટે મોરબી હોનારતના માઠા સમાચાર સાથે પડી હતી. તે સમયે ન્યૂયૉર્ક ટાઇમ્સેમાં અહેવાલ પ્રકાશીત કરાયો હતો. જેનું મથાળું હતું કે, ભારતમાં ડેમ તૂટતાં સર્જાયેલી ૨૦ ફૂટ ઊંચી પાણીની દીવાલે સેંકડોનો ભોગ લીધો. તો અન્ય એક બ્રિટિશ અખબાર ટૅલિગ્રાફમાં પ્રકાશીત સમાચારનું મથાળું હતું કે, ભારતમાં બંધ તૂટતાં મૃત્યુઆંક ૨૫,૦૦૦ થઈ શકે ત્યારે પાડોસી દેશ પાકિસ્તાનના અખબાર ડૉનમાં પ્રકાશીત સમાચારનું મથાળું હતું કે, ભારતમાં બંધ તૂટતાં ૧,૦૦૦નાં મૃત્યુની આશંકા.
મોરબીના સમાચાર માત્ર અખબારોમાં જ નહીં તે સમયની ટીવી ચેનલમાં પણ વંચાયા હતા. અમેરિકાની સીબીએસ ટીવી પર સાંજના પ્રાઇમ ટાઇમમાં ડૅન મૉર્ટને સમાચાર વાંચતા કહ્યું હતું કે, ભારે વરસાદે પશ્ચિમ ભારતમાં હોનારત સર્જી. બે અઠવાડિયાંના અનરાધાર વરસાદને પગલે બંધ તૂટ્યો અને ૨૦ ફૂટ પાણીની નીચે મોરબી શહેર દફન થઈ ગયું. તો બીબીસી રેડિયોના અહેવાલમાં ભયગ્રસ્ત ગુજરાતીઓના અવાજને વાચા અપાઇ હતી.
જાેકે, એક તરફ આંતરાષ્ટ્રીય સમાચારો પ્રકાશીત થઇ રહ્યા હતા. ત્યારે રાજકોટના પ્રસિધ્ધ અખબાર ફૂલછાબમાં એક અહેવાલ છપાયો. જેમાં લખ્યું હતું કે, મોરબી નજીક આવેલો મચ્છુ બંધ-૨ તૂટતાં આવેલા પૂરે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ક્યારેય ન ઘટેલી હોનારત સર્જી. મોરબી, માળિયા અને મચ્છુકાઠાનાં ગામડાંમાં બેથી ત્રણ હજાર લોકો માર્યા ગયા છે. મોરબી શહેર કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું છે. લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને જ્યાં સુધી આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી માળિયા કે લીલાપરના કોઈ સમાચાર નથી...
તે સમયે સ્થાનિક અખબારોમાં પ્રકાશીત થયેલા અહેવાલો અનુસાર છાપરાં કે ઝાડ પર ચઢી ગયેલા લોકોને પણ ધસમસતું પૂર તાણી ગયું હતું. મોરબીના એ વખતના ધારાસભ્ય ગોકળદાસ પરમાર પહેરેલાં કપડાં સિવાયનું પોતાનું કશંુ જ બચાવી શક્યાં ન હતા. તે સમયે પ્રકાશીત અહેવાલો વાંચી તો ખરેખર મોરબીની ભયાવહ સ્થિતી વિશે વાંચીને પણ કંપારી છુટી જાય. અહેવાલોમાં જણાવ્યા અનુસાર વીજળીના તાર અને થાંબલા પર પાણીઓ જ નહી માણસોના મૃતદેહ પણ લટકતાં જાેવા મળ્યાં હતા. તો રસ્તા પર ઠેર ઠેર કાદવકિચડમાં પણ મૃતદેહ નજરે પડતા હતા. ૬૦ ટકા મોરબી પાણીમાં તણાઇ ગયું હતું.
મોરબી હોનારત સમયે રિર્પોટિંગ કરનાર વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે એક વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તે સમયે હંુ અમદાવાદમાં પત્રકાર તરીકે ફરજ બજાવતો હતો. મને જાણ થઇ હતી કે, મોરબી નજીક મચ્છુ નદી પરનો ડેમ તૂટયો અને મોરબી પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જે સમાચાર મળતાની સાથે જ હું કાર લઇને મોરબી જવા રવાના થયો હતો. પરંતુ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા, રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી અમે આગળ જઇ શકિયે તેમ ન હતુ. પરંતુ મોરબી જવુ વધારે જરુરી હોવાથી હું કાર ત્યાં જ મુકી ત્યાંથી પસાર થતી એક ટ્રકમાં બેસી મોરબી પહોંચ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબી પહોંચ્યો ત્યારે પૂર તો સમી ગયું હતું, પરંતુ શહેરમાં તે સમયે પણ બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા. ચોતરફ માત્ર કાદવકીચડ જ નજરે પડી રહ્યો હતો. પાણીમાં આગળ ચાલતા ત્યારે અમારા પગ પણ મૃતદેહો ઉપર પડી રહ્યા હતા. આખા શહેરમાં દુર્ગંધ આવી રહી હતી. ચારેકોર નજર કરો તો નોધારા પડી રહેલા મૃતદેહ જ નજરે પડતા હતા. મચ્છુ નદી અને મોરબી જાણ એક જ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું હતું. મોરબીમાં ક્યાં શું હતું તે કહેવું જ મુશ્કેલ બન્યું હતું.
ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યંુ હતું કે, કોઈ કહે છે કે, ડેમના દરવાજા નહોતા ખોલી શકાયા એટલે પૂર આવ્યું હતું. તો કોઇ કહે છે, ડેમના દરવાજાની ક્ષમતા બે લાખ ક્યુસેક પાણી છોડવાની હતી અને ચાર લાખ ક્યુસેક પાણી છોડાયું હતું એટલે હોનારત સર્જાઈ હતી. પરંતુ હોનારત પાછળનું સાચું કારણ આજે પણ જાણી શકાયું નથી. એ દુર્ઘટના આજે પણ એક રહસ્ય બની રહી છે.
૧૯૭૯માં ગુજરાતામ જનતા પક્ષની સરકારમાં બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી હતાં. તે સમયે સરકારના મતે મૃત્યુ આક ૧૦૦૦થી વધારે ન હતો. તો બીજી તરફ રાહત કામગીરીમાં જાેતરાયેલા સરકારી કર્મચારીઓના મતે જ મૃત્યુ આંક ચારથી પાંચ હજાર હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા મૃત્યુ આંક ૨૦૦૦૦ જેટલો હોવાનું જણાવાયંુ હતું. હોનારતના ત્રણ દિવસ બાદ જ આરોપ પ્રત્યારોપનો રાજકીય સિલસિલો શરૂ થઇ ગયો હતો. તે સમયે વિપક્ષના માધવસિંહ સોલંકીએ ડેમની નબળાઇને નજરઅંદાજ કરવાનો અને નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂરની ચેતવણી ન આપી હોવાના આક્ષેપ કરાયા હતા.
પુસ્તકમાં નોંધાયેલા માધવસિંહ સોલંકીના નિવેદનમાં તેમણે તે સમયના કૃષિમંત્રી કેશુભાઇ પટેલ પર વ્યક્તિગત આરોપ લગાવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આશ્ચર્યજનક બાબત તો એ છે કે, કૃષિમંત્રી મોરબીથી થોડા કિલોમિટરના અંતરે આવેલા સનાળા સુધી ગયા હતા. એ વખતે બંધ તૂટી ગયો હતો અને મોરબી તારાજ થવાનું શરૂ થઈ ગયું હતું તેમ છતાં તેમણે આ બાબતે કોઈ જાણ કરી ન હતી. એટલું જ નહીં તેમને તંત્રને પણ જાણ ન કરી અને સનાળાથી પરત આવી ગયા હતા. જે સરકારની નિષ્ફળતા બતાવે છે. કેશુભાઇએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જાેઇએ.
આ પુસ્તકમાં હોનારતનાં બે વર્ષ પહેલાં મચ્છુ ડેમ-૨ની સ્થિતિને લઈને વ્યક્ત કરવામાં આવેલી ચિંતાની અવગણના કરવાનો આરોપ સિંચાઈ વિભાગના ઇજનેર સામે કરાયો હતો. જાેકે, સરકાર પોતાના અધિકારીના બચાવમાં આવી અને અધિકારી દ્વારા અગમચેતીના તમામ પગલાં ભરાયા હોવાનો દાવો કરાયો હતો. કેશુભાઇએ પણ આ વાતમાં જ સૂર પૂરાવ્યો હતો અને કહ્યું હતું કે, ડેમના એક અધિકારીએ લીલાપરમાં જીવના જાેખમે અન્યોનો જીવ બચાવ્યો હતો.
તે સમયે સરકારના સિંચાઈ વિભાગના એક ઇજનેરે દાવો કર્યો હતો કે, નગરપાલિકાની એમ્બુલન્સ દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ મોરબીમાં મેગાફોન પર સંભવિત હોનારતની ચેતવણી અપાઈ હતી. પરંતુ વિપક્ષ સરકારના દાવાને માનવા તૈયાર ન હતી. જેથી મોરબીની મુલાકાત બાદ માધવસિંહે સરકાર પર અવિશ્વાસ વ્યક્ત કરી સ્વતંત્ર તપાસની માગ કરી હતી. જાેકે, મુખ્યમંત્રી બાબુભાઈએ તમામ માગ ફગાવી હોનારતના ત્રીજા જ દિવસે એક પત્રકાર પરિષદમાં ગુજરાત હાઈકોર્ટને તપાસપંચ નિમવા ભલામણ કરી હતી.
આરોપ-પ્રતિઆરોપમાં બાબુભાઈએ કહ્યું હતું કે, તપાસમાં જાે સરકારની જવાબદારી સામે આવે તો તેમની સરકારને એ જવાબદારી સ્વીકારવી પડશે. તો કોંગ્રેસના નેતાઓએ કરુણાંતિકા બાબતે સરકાર ઢાંકપીછોડો કરી જાન માલના નુકશાનના સાચા આંકડા છુપાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. માધવસિંહેએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મૃત્યુનો ચોક્કસ આંક બહાર ન આવે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાહત કામગીરી માટે આવેલા કાર્યકરો દ્વારા સંેકડો મૃતદેહ નદીમાં ફેંકી દેવાયા હતા તેમજ સામૂહિક અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિવાય અન્ય કોઇ સંસ્થાને રાહતકાર્ય કરવા દેવાયું ન હતું, તેમજ પૂરગ્રસ્ત મોરબીજનોની સંપત્તિ પણ લૂંટવામાં આવી છે.
પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોની મોરબીમાં કામગીરીને વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે બીરદાવી હતી.
દરમિયાન હિંદુસ્તાન ટાઇમ્સમાં ૨૨ ઓગસ્ટે મોરબી હોનારત મામલે રાજકોટના કલેક્ટર એ. આર. બેનરજીએ મોકલેલો ગુપ્ત અહેવાલ પ્રકાશિત થયો હતો. જે રિપોર્ટમાં તેમણે મચ્છુ ડેમના ઇજનેરોએ ડેમ પર તોળાઈ રહેલા જાેખમ અંગે તેમને જાણ ન કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ સિંચાઈ વિભાગના ઇજનેરોએ પણ કલેક્ટરને મચ્છુ ડેમ-૨ પર તોળાઈ રહેલા સંભવિત ખતરા અંગે માહિતગાર કર્યા ન હોવાનો ઉલ્લેખ હતો.
૯ સપ્ટેમ્બરે એક સમાચાર પત્રમાં વધુ એક અહેવાલ પ્રકાશીત થયો હતો. જેમાં દાવો કરાયો હતો કે, મચ્છુ ડેમ-૨ પર તોળાઈ રહેલા જાેખમ અંગે તંત્રને જાણ કરવાની કેટલીક તકો હતો. પરંતુ ઇજનેરો તે તમામ ચૂકી ગયા હતા.
જે બાદ ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું હતુ. જેમાં વિપક્ષ દ્વારા જનતા પક્ષ પર માછલાં ધોવામાં આવ્યા. વિપક્ષનું માનવું હતું કે, ગોજારી હોનારત પાછળ માનવભૂલ જવાબદાર હતી તો સરકારનું માનવું હતું કે, આફત કુદરતી હતી.
તે સમયના મોરબીના ધારાસભ્ય ગોકળદાસ પરમારે વિધાનસભામાં આપવિતી રજૂ કરી હતી. જેમાં તેમણે કેશુભાઈ પર નિશાન તાક્યાં હતા. તેમણે કહ્યું હતું કે, માનનીય મંત્રીએ જણાવ્યું કે, ૧૧ ઓગસ્ટે સાડા પાંચ વાગ્યે તેઓ સનાળાથી પરત ફર્યા ત્યારે ચોતરફ પાણી ભરાયાં હતાં. તો શું એમને બિલકુલ અંદાજ નહોતો કાઢ્યો કે, મોરબીની સ્થિતિ કેવી હશે? એ વખતે મોરબી કબ્રસ્તાન બની ગયું હતું.
જેના જવાબમાં કેશુભાઈએ કહ્યું હતું કે, હું જ્યારે સાડા પાંચ વાગ્યે પહોંચ્યો ત્યારે મેં બે નિરીક્ષક ઇજનેર અને બે સંચાલક ઇજનેરને ત્યાં મોકલ્યા હતા. હવે, રાંડ્યા પછીનું ડહાપણ કરવાને બદલે એ વખતના દૃષ્ટિકોણથી સ્થિતિને જુઓ કે જ્યારે ચારસો ફૂટ આગળ વધવું પણ શક્ય નહોતું. મારા નિરીક્ષક ઇજનેરે મને કહ્યું હતું કે, સાહેબ ચારેબાજુ પાણી છે અને આગળ વધવું શક્ય નથી. વળી રસ્તા પર બસ અને ટ્રકની લાંબી કતારો હતી. ટ્રાફિક-જામમાં મને કોઈએ નહોતું કહ્યું કે, આગળ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
આ ઘટના ક્રમ વચ્ચે ૧૦ સપ્ટેબરે મચ્છુ હોનારતની તપાસ માટે તપાસ પંચની રચના કરવાની નોટિસ જાહેર કરાઇ હતી. ગુજરાત હાઈકોર્ટના તે સમયના ન્યાયાધીશ બી. કે. મહેતાને પંચના વડા બનાવાયા અને ૧૧ નવેમ્બરે તપાસનો અહેવાલ સોંપવાનું નક્કી કરાયું.
તપાસપંચ પોતાનું કામ કરી રહ્યું હતું. એક બાદ એક અનેક સાક્ષીના નિવેદન લેવામાં આવી રહ્યા હતા. દરમિયાન રાજ્યમાં સરકાર જ બદલાઈ ગઇ. બાબુભાઈ પટેલની સરકારને મતદારોએ જાકારો આપ્યો અને માધવસિંહના વડપણ હેઠળ રાજ્યમાં નવી કોંગ્રેસ સરકારે કારબાર સંભાળ્યો.
તપાસ પંચની રચનાને લગભગ એક વર્ષ વિતી ગયું હતું. પંચના સચિવ દિપાંકર બાસુને સરકારના કાયદા વિભાગ તરફથી તાકીદ કરતો સંદેશ મળ્યો કે, પંચ શક્ય હોય એટલી જલદી પોતાનો પાર્શિયલ રિપોર્ટ રજૂ કરે. જેની માટે સરકાર દ્વારા કારણ રજૂ કરાયું હતંુ કે, સિંચાઈ વિભાગ મચ્છુ ડેમ-૨ પુનઃ બાંધવા ઉત્સુક છે.
તપાસ પંચને ૬ મહિનામાં પોતાનો અહેવાલ આપવાનો હતો, તેમ છતાં દોઢ વર્ષ તપાસ ચાલી. જાેકે, દોઢ વર્ષના અંતે પણ તપાસ પંચ અંતિમ તારણ પણ પહોંચ્યું ન હતું.
તે સમયે અમદાવાદના કન્ઝ્યુમર ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા તપાસ ચંપના કાર્યમાં અવરોધ ઊભો કરાઇ રહ્યો હોવાનો આરોપ લગાવતા સમાચારો પ્રકાશીત થયા હતા. દરમિયાન મચ્છુ ડેમ-૨ તપાસ પંચે ડેમના બાંધકામ સાથે સંકળાયેલા અને ડેમની મોટાભાગની ડિઝાઇન જેમની દેખરેખમાં તૈયાર થઇ હતી તેવા જે. એફ. મિસ્ત્રીને જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા. જાેકે, હૃદયની તકલીફનું કારણ આગળ ધરી તેઓ પંચ સમક્ષ હાજર થયા ન હતા.
પુસ્તકમાં એવો દાવો કરાયો છે કે, ઘટનાના થોડા દિવસ બાદ મુખ્ય મંત્રી માધવસિંહે તપાસ પંચના ઇજનેરી સલાહકાર ડૉ. વાય. કે. મૂર્તિને બોલાવ્યા અને કહ્યું કે, જાે આપણે આ તપાસ ચાલુ રાખીશું તો ડિઝાઈન, પ્લાનિંગ અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા કેટલાય ઇજનેરોને હૃદયની તકલીફ ઊભી થઇ જશે. તેથી સરકારે તપાસ પંચને આટોપી લેવાનો ર્નિણય કર્યો છે.
ઘટના સમયે તપાસની માગ કરનાર વિપક્ષના માધવસિંહ સોલંકી દ્વારા જ મુખ્યમંત્રી બન્યા બાદ ૧૮ મહિને તપાસ પંચ આટોપી લેવામાં આવ્યો.
જોકે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યંુ હતું કે, એ વખતે જે ઇજનેરો અને સુપરવાઇઝરો હતા એ કદાચ વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા. તેમને વિશ્વાસ હતો કે, દરવાજા ખોલી દઈશું અને પાણી વહી જશે પણ એવું ન થયું અને વધારે પડતું પાણી આવી ગયું. મચ્છુની હોનારત વખતના કોઈ દસ્તાવેજાે કે કાગળ પણ આજે ઉપલબ્ધ નથી. એ મામલે મોટા ભાગે લોકો પાસેથી સાંભળેલી વાતો પર આધાર રખાય છે. એટલે માત્ર પુસ્તક અને લેખક પર આધાર રાખવો એ સમગ્ર ઘટના, મોરબીના લોકો, તે સમયના ઇજનેરો, સુપરવાઇઝર સહિતના સાથે અન્યાય કરવા જેવું કહી શકાય. ભૂતકાળમાં લેવાયેલો ર્નિણય સાચો પણ નથી હોતો અને ખોટો પણ નથી હોતો, એ લોજિકલ હોય છે. એ ર્નિણયને સમય જ સાચો કે ખોટો ઠેરવતો હોય છે.