Sonakshi Sinha in Gujarati Biography by Khyati Maniyar books and stories PDF | સોનાક્ષી સિન્હા

Featured Books
Categories
Share

સોનાક્ષી સિન્હા

 સોનાક્ષીને ઇન્ટરનેશનલ વેડિંગ ઓફ અનંત & રાધિકામાં પણ આમંત્રણ અપાયું ન હોવાની ચર્ચા 


સોનાક્ષીના લગ્ન પાંચ વર્ષ પણ તકે તો મારુ નામ બદલી નાખજો 

કોન બનેગા કરોડપતિમાં રામાયણને લગતા પ્રશ્નનો જવાબ ન આપી શકનાર સોનાક્ષી એક વર્ષ ટ્રોલ થઇ હતી 


બોલીવુડમાં આજકાલ ઇન્ટરફેથ એટલે કે આંતર ધર્મી લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં ઘણા કલાકારોએ પોતાના નામ ચિત્રિત કર્યા છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા છે. પણ કહેવાય છે ને કે, બોલીવુડની દુનિયા એવી છે કે તમને સમાજ શું છે એ ભુલાવી જ દે છે. તેમની જ એક અદાકારા જેણે હાલમાં જ આંતરધર્મી લગ્ન કરીને ઘણા લોકોને આંચકો આપ્યો છે. એટલું જ નહીં આ આંતરધર્મી લગ્નના કારણે તેના પોતાના જ હોમ ટાઉન બિહારમાં લવ જેહાદના ડરથી લોકોએ તેનો ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. આ અદાકારા બીજું કોઈ નહીં પરંતુ લોકસભાના સાંસદ શોટગન શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંન્હા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં જેની ચર્ચા થઇ તેવા અનંત અને રાધિકાના લગ્નમાં પણ આ કારણસર સોનાક્ષીને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાની પણ ચર્ચાએ બોલીવુડ તેમજ ચાહકોમાં જોર પકડ્યું છે. 

સોનાક્ષી સિંહા એક ભારતીય અભિનેત્રી છે. જેણે પોણી કારકિર્દી દરમિયાન હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની કલાના કામણ પાથર્યા છે. સોનાક્ષીએ 2012 થી 2017 દરમિયાન ફોર્બ્સ ઇન્ડીયાની 100 સેલિબ્રિટીમાં સ્થાન મેળવ્યું હતું. તો 2019માં સોનાક્ષીએ એક ફિલ્મફેર અને બે સીને એવોર્ડ સહિત અનેક સન્માન પોતાને નામ કર્યા છે. 

બોલીવુડ એક્ટર શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987ના રોજ બિહારના પટનામાં હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેણે ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતક થયા બાદ 2005થી ઘણી ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં સ્વતંત્ર રીતે કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યા પછી તેણે 2010માં એક્શન ફિલ્મ દબંગથી અભિનય ક્ષેત્રે પગરવ માંડ્યા હતા. દબંગમાં ગામડાની યુવતીની ભૂમિકા નિભાવવા સોનાક્ષીએ 30 કિલો વજન પણ ઘટાડવું પડ્યું હતું. પહેલી જ ફિલ્મ અને તે પણ બ્લોકબસ્ટર પુરવાર થઇ અને સોનાક્ષીની બોલીવુડની ગાડી ચાલી નીકળી. 2013માં આવેલી ફિલ્મમાં ક્ષય રોગથી પીડિત મહિલાની ભૂમિકા ભજવવા બદલ સોનાક્ષીને ઘણી પ્રશંશા મળી અને તેની માટે જ શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મ ફેર એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતું. 

તે બાદ 2019માં આવેલ મિશન મંગલ બાદ સોનાક્ષીને ફિલ્મોમાં અસફળતાનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે, તેનાથી હતાશ થયા વિના તેને વેબસરીઝ દહાડ અને હીરામંડીમાં પોતાના લાજવાબ અભિનયથી અવિશ્વસનીય પ્રશંસા મેળવી. જેના માટે શ્રેષ્ઠ અભિનેત્રી વેબસિરીઝ માટેનો ફિલ્મફેર ઓટીટી એવોર્ડ પણ સોનાક્ષીને મળ્યો છે. 

હીરામંડીમાં ફરીદનના પાત્રમાં સોનાક્ષીની અદાકારીના દર્શકો તો દીવાના થયા જ હતા પરંતુ ફિલ્મ ક્રિટિક્સે પણ તેના અભિનયને વખાણ્યો હતો. એટલું જ નહીં વેબસીરીઝના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તો સોનાક્ષીના વખાણ કરતા થાકતા જ નથી. જોકે, હીરામંડી સ્ટાર સોનાક્ષીનું પણ કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીમાં બધા જ સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માંગે છે કેમકે તે ફિલ્મમાં ઓબ્સેશન અને મેડનેસ દર્શાવે છે. 

શ્રેષ્ઠ અને સફળ અભિનેત્રીના જીવનમાં પસંદ કરતા મિત્રો, પરિવારજનો અને ચાહકોની સાથે સાથે તેને પસંદ ન કરતા લોકોની યાદી પણ મોટી જ હોય છે. સોનાક્ષીનું પણ કંઈક એવું જ હતું. સોનાક્ષી અને તેના પરિવારે પોતાના પર પર બ્લેક મેજીક કર્યું હોવાના આક્ષેપ બિગ બોસ સ્ટાર પૂજા મિશ્રા કર્યો હતો. જોકે, આ આક્ષેપ આજે પણ આક્ષેપ જ રહ્યો છે, તે પુરવાર થઇ શક્યો નથી. 

સોનાક્ષી સિંહા પર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ જ છે. હિન્દૂ હોય અને તે પણ એક એક્ટ્રેસ અને રામાયણ ગ્રંથને લગતો પ્રશ્નનો જવાબ ન આપી શકે તો ભારતમાં ટ્રોલ થવું જ પડે. આ ઘટના અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિમાં બની હતી. જેના લીધે સોશિયલ મીડિયા પર સોનાક્ષીને સતત એક વર્ષ સુધી ટ્રોલ કરવામાં આવી હતી. 

ત્યારે હવે, આંતરધર્મી લગ્નના કારણે સમગ્ર દેશમાં સોનાક્ષી અને તેના પરિવારની ચર્ચા છે. સોનાક્ષી અને ઝહીર ઇકબાલ છેલ્લા સાત વર્ષથી ડેટિંગ કરતા હતા. તે સમયે કોઈને વાંધો કે વિરોધ ન હતો. તે સમયે તો બધાએ સોનાક્ષીના આ સંબંધ વિષે ક્યારેય કોઈ કમેન્ટ પણ કરી ન હતી. પરંતુ જેવી સોનાક્ષીએ ઝહીર સાથે લગ્નની જાહેરાત કરી અને શરૂ થયો વિરોધ. એટલું જ નહીં ભારતના સૌથી મોંઘા લગ્ન જેમાં બોલીવુડ, હોલીવુડ, રાજકીય પક્ષો, નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ બધા જ હાજર હતા તેમાં પણ સોનાક્ષીને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાની પણ ચર્ચા છે. ત્યારે પોપ્યુલર ગેમર અને યૂઝયૂબર સાગર ઠાકુરની કમેન્ટના કારણે પણ ભારે વિવાદ થયો છે. તેને કમેન્ટ કરી છે કે, સોનાક્ષીના લગ્ન પાંચ વર્ષથી વધારે ટકે તો મારુ નામ બદલી નાખજો. જોકે, આ ભવિષ્યવાણી કેટલી સાચી અને કેટલી ખોટી તે તો ભવિષ્ય જ બતાવશે.