આગળ આપણે જોયું નિયતિને જોવા માટે છોકરો આવે છે તે ખૂબ જ ગભરાયેલી છે હેતુ તેને સાંત્વન આપે છે.
નિયતિ કહે છે પણ તારે મારી સાથે રહેવું પડશે અને હા તારો પહેલો વાઈટ ડ્રેસ પહેરવો છે રેડ બાંધણીની ચુની વાળો..
હેતુ કહે સારું લઈ જા..
અને રાતે 8:00 વાગે આવી જજે હું ફોન કરીશ નિયતિ એ કહ્યું....
હેતુ એ કહ્યું ચોક્કસ આવી જઈશ.... તારા જીવનનો મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે અને હું ન આવું એવું ક્યારેય બને! હેતુ નિયતિનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું નિયતિ હું બહુ જ ખુશ છું કે તું તારી લાઇફમાં સેટ થઈ રહી છે અને હા તેને કહેજે મારી નિયતિ મારી છે. અમારી વચ્ચે કે અમારા સમયે તમારે વચ્ચે નહીં આવવાનું....
નિયતિ કહે તું જ પૂછી લેજે ને, ને હા મારી સાથે રહેજે....
હેતુ એ કહ્યું.. અરે હા! શું કામ ચિંતા કરે છે! હું છું ને !બંને બહેનપણીઓ એકબીજાને ભેટીને છૂટી પડે છે....
નિયતિ હેતુનો ડ્રેસ લઈને ઘરે જાય છે...
તેની મમ્મી કહે જો તો ખરી કેટલા વાગ્યા !જલ્દી તૈયાર થઈ જા!હમણાં છોકરા વાળા આવતા જ હશે !તું હેતુના ઘરે જાય એટલે સમયની ખબર જ રહેતી નથી... નિયતિના મમ્મી કહે લે તું હેતુને ના લાવી ..
નિયતિ કહે ના એ એક કલાક પછી આવશે...
નિયતિના મમ્મી કહે ના હેતુને અત્યારે જ બોલાવી લે....
નિયતિ હેતુને ફોન કરી બોલાવે છે....
હેતુ નોર્મલ કપડાં લેંઘા ટીશર્ટમાં આવે છે...
નિયતિના મમ્મી કહે છે તે આ કેવા કપડાં પહેર્યા છે !નિયતિને જોવા આવવાના છે .જા કોઈ સારો ડ્રેસ પહેરી આવ....
એ તો પાછી ઘરે જાય છે...
અલકાબેન પૂછે છે કેમ પાછી આવી??
હેતુ કે મમ્મી માસીએ સારા કપડાં પહેરીને આવવાનું કહ્યું છે....
અલકાબેન મનમાં મનમાં હસવા લાગ્યા...
હેતુ લાઈટ પિન્ક કલરનો ડ્રેસ પહેરી નિયતિ ના ઘરે પહોંચે છે...
નિયતિ પણ તૈયારી થઈ ગઈ હોય છે. નિયતિના પપ્પા મહેમાનોની આગતા સ્વાગતા ની તૈયારીમાં લાગી જાય છે .બરોબર આઠ ના ટકોરે છોકરા વાળા આવે છે...
નિયતિનો ભાઈ મહેમાનોને આવકારે છે...
રાહુલ તેના મમ્મી અને તેના કાકી સાથે આવ્યો હોય છે...
નિયતિના મમ્મી કહે છે હેતુ બધા મહેમાનો માટે પાણી લઈ આવતો....
હેતુ બધા મહેમાનોને પાણી આપે છે....
રાહુલના મમ્મીને એમ જ લાગે છે કે આ જ છોકરી છે. તે એકધારા હેતુની સામે જુએ છે અને થોડીવાર પછી કહે છે મારી પાસે બેસતો..્
ત્યારે હેતુની ઓળખાણ આપતા નિયતના મમ્મી કહે છે કે આ અમારે બાજુવાળા અલકાબેન ની છોકરી છે. અમારે તેમની સાથે ઘર જેવો સંબંધ છે. નિયતિ અને હેતુ એકબીજા વગર રહી જ ના શકે .
હેતુ બધાને જય શ્રી કૃષ્ણ કહે છે, અને પછી અંદર જતી રહે છે. અંદરના રૂમમાં જઈ નિયતિ અને હેતુ ખડખડાટ હસે છે .નિયતિ કહે છે હેતુ લાગ જોઈને તું પણ બેસી જા...
હેતુ નિયતિને એક ધબ્બો મારે છે...
ત્યાં નિયતિના મમ્મીનો પાછો અવાજ આવે છે. નિયતિ મહેમાનો માટે ચા નાસ્તો લઈ આવો..એ
આજે નિયતિ કાંઈક અલગ જ લાગતી હતી .અને બહુ જ સુંદર લાગતી હતી. જેવી નિયતિ ચા નાસ્તો લઈને જાય છે ,ત્યાં જ રાહુલ તેને જોઈને ઉભો થઈ જાય છે. બધા રાહુલની સામે જુએ છે .રાહુલ છોભીલો પડી જાય છે ,એટલે તરત જ બેસી જાય છે. નિયતિ ચા ની ટ્રે ટેબલ ઉપર મૂકી અને બધાને ચા ના કપ હાથમાં આપે છે....