આગળ આપણે જોયું કે સલોની ખૂબ જ પલળી ગઈ હતી પલળેલી સલોની નિલયને જરાય નથી ગમતી બંને જણા ઉભા થઈને જવા માટે તૈયારીમાં જ હતા.્્
સલોની પણ પોતાના કપડા પોતાના વાળ અને પોતાની લાગણીઓ સમેટતી ઊભી થઈ નિલય ની પાછળ પાછળ ચાલવા લાગી....
લાગણીની ભૂખ તો ગમે તેને લાગે. તેની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકને પણ લાગણીની જરૂર હોય છે અને 80 વર્ષના કે સો વર્ષના ને પણ લાગણીની જરૂર હોય છે. જો પૈસો જ સુખ આપી શકતો હોત તો આ દુનિયામાં સંબંધોની જરૂર ક્યાં હતી...
.
હવે ચાલ ફટાફટ શું આરામથી હિરોઈન ની જેમ મટકા મારીને શું ચાલે છે! નિલયે પોતાના શબ્દોમાં કડવાશ ભરીને તીખી નજરે સલોની ને કહ્યું....
પોતાના મીઠા સંભારણા વાગોળ થી સલોની નિર્ણયના વેણથી પોતાના જીવને અંદરને અંદર સંકોરતી પોતાનું ચપ્પલ સીધું કરતી ચાલવા લાગી. જો કે સલોનીનું ચપ્પલ તૂટી ગયું હતું. સલોનીના મનની ઈચ્છા હતી કે નિલય તેને ગોદમાં ઉઠાવી લે પણ સલોનીની આવી ઈચ્છા પૂરી થોડી થાય!!!!
નિલય પણ ઊંચો ઘઉંવર્ણો સ્માર્ટ લુકનેસ ધરાવતો હતો. પોતાનું અલગ જ વ્યક્તિત્વ સમાજમાં ઊભું કરેલું હતું પોતાની જાત મહેનતથી આગળ આવેલો માણસ હતો દેખાવે તે હીરો જેવો તો નહોતો લાગતો પણ હીરો થી કંઈ ઓછો પણ નહોતો....
પણ કહેવાય છે ને હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ તેવી જ રીતે નિલયનુ વ્યક્તિત્વ બહાર અલગ અને ઘરની ચાર દીવાલમાં કંઈ અલગ જ હતું જે સલોની સિવાય કોઈ જાણતું નહોતું.....
સલોનીના શમણા સલોનીની શરીરની અંદર જ સમાય જતા હતા. એકબીજાની જરૂરિયાત બંને પૂરી કરી રહ્યા હતા.. સંબંધ હંમેશા કોરો જ રહેતો હતો પણ સલોની એ સુખ તો દરેક ભોગવ્યું જ હતું.....
એક વખત નિલયની ઓફિસમાં પાર્ટી હતી. નીલયના બોસ નો જન્મદિવસ હોવાથી તેમણે સહ કર્મચારીઓને પોતાની પત્ની સાથે ઇન્વાઇટ કર્યા હતા...
નિલયને પણ કહ્યું હતું આ વખતે ભાભીને સાથે લઈને જ આવજે એકલો ના આવતો....
જોકે સલોની ને ક્યાંય પણ બહાર જવું ગમતું નહોતું. જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે નિલય તેના ડ્રેસિંગ સેન્સ વિશે ખૂબ જ ખરાબ રીતે કોમેન્ટ કરતો અને તેનો મૂડ બગડી જતો, એટલે હંમેશા તે બહાર જવાનું ટાળતી જ હતી .એમાં પણ ખાસ પાર્ટીમાં જવા માટે....
સાંજના ઘરે આવીને સલોની ને કહ્યું આજે બોસની પાર્ટી છે ફટાફટ તૈયાર થઈ જા અને હા ધ્યાન રાખજે જરા પણ ભપકો કરવાનો નથી. એકદમ સાદીને સિમ્પલ જ જવાનું છે. નીલ એ હુકમ છોડ્યો.....
આપણે પાર્ટીમાં જઈએ છીએ તો પાર્ટી જેવો લુક તો લાગવો જોઈએ ને વધારે નહીં પણ વ્યવસ્થિત તો મારે તૈયાર થવું પડશે ને ત્યાં બીજા લોકો પણ આવ્યા હશે તેની કંપેર માં મારે પણ સારું લાગુ પડશે ને!! સલોની એ નિલયને સમજાવતા કહ્યું,
તારે જે કરવું હોય તે કર પહેલા ચા અને નાસ્તો મને આપી દે અને ફટાફટ તૈયાર થઈ જજે 7:30 એ નીકળવું છે.નિલયે ફરી હુકમ છોડ્યો....
સલોની નિલયને ચા નાસ્તો આપીને બેડરૂમની અંદર તૈયાર થવા ગઈ. બ્લેક કલરની સાડી ,બ્લેક કલરના લોંગ ઈયરિંગ, બ્લેક ઘડિયાળ, બ્લેક કલરની બિંદી, ઓપન વાળ, આછી પિંક કલરની લિપસ્ટિક. સલોની તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવી...
નીલય તેને જોઈને આભો જ બની ગયો. તરત જ તાડુકયો
તને કહ્યું હતું ને કે સાદી અને સિમ્પલ તૈયાર થજે તો પછી આટલી બધી લિપસ્ટિક લગાવીને તારે ક્યાં જવું છે ત્યાં જેટલા આવ્યા છે તેને આકર્ષવા માટે તું તૈયાર થઈ છો અને શું ત્યાં બધાને દેખાડવા માટે જાય છે કે તું કેટલી સુંદર છો તારું શરીર કેવું સુંદર મજાનું છે બીજા કરતાં તું કેટલી અલગ લાગે છે નીલય ધમકાવવા લાગ્યો....