Ek Prem Katha - 4 in Gujarati Love Stories by Krupa books and stories PDF | એક પ્રેમ કથા - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

એક પ્રેમ કથા - ભાગ 4

( રિયા બેટા ...... રિયા બેટા........ ક્યા ગઈ તું? )

રિયા: આ રહી મમ્મી. ચિત્ર દોરુ છું. કશું કામ હતું?
રિયા ની મમ્મી: અહીંયા આવ, જો તારા પપ્પા આજે તારા માટે શું લઈ ને આવ્યા છે.

(રિયા દોડીને પપ્પા જોડે જાય છે)

રિયા(ખુશ થઈ ને): અરે વાહ પપ્પા મારા માટે ફ્રોક લાવ્યા. એભિ મારો ફેવરીટ કલર લાલ. Thank you soo much પપ્પા.
રિયા ના પપ્પા: મારી એક ની એક દીકરી છે. કેમ ના લાવું?
રિયા: અને નાના ભાઈ માટે?
રિયા ના પપ્પા: ગમેતે થાય પણ ભાઈ ને તો ક્યારેય નથી ભૂલતી તું હો.
રિયા: હાસ્તો પપ્પા એક નો એક નાનકડો ભાઈ છે મારો. મારા પેલા એનું જ વિચારીશ ને.
રિયા ના પપ્પા: હા હા તારા નાના ભાઈ માટે ભી આ શર્ટ લાયો છું.
રિયા ની ખુશી એના મોઢા પર બરાબર દેખાઈ રહી છે.
__ __ __ __ __ __ __

રમેશ કાકા( આશ્ચર્ય થી) : અરે રિયા બેટા શું થયું? એકલી એકલી કેમ હસે છે? કઈક યાદ આવી ગયું કે શું?

રિયા( પોતાના ભૂતકાળ માંથી બહાર આવી ને) : બસ કાઇનાઈ કાકા એમજ.

રમેશ કાકા: સારું હવે તું નીકળ અંધારું થવા આયું છે. અંધારું થાય એના પેલા ઘરે પહોંચી જા.

રિયા: સારું કાકા હું જાઉં હવે, કાલે મડું.

               ( સાંજ ના 5 વાગી ગયા. વાતાવરણ જાણે ઠંડુ ને મનમોહક બની ગયું છે. આસમાન ગુલાબી ને કેસરી જોવા મળી રહ્યું છે. એક બાજુ પંખીઓ પરત ફરી રહ્યા છે ને સૂરજ દાદા ધીમે ધીમે આથમી રહ્યા છે. રિયા એવા મનમોહક વાતાવરણ ને માણતી સાઈકલ લઈને ઘર તરફ જઈ રહી છે.)

                ( આગળ જતાં જ રિયા ની આંખ માં કંઇક કુચવા લાગ્યું એટલામાં એક મોટી ગાડી આવી ને રિયા ની સાઈકલ એ ગાડી સાથે અથડાય ગઈ, રિયા સાઈકલ સાથે પાણી ના ખાબોચિયા માં ધડામ કરી ને પડી ગઈ.આખા કપડાં કાદેવ વાળા . રિયા ના મોઢા પર કાદેવ ને કપડા ભી કાદેવ વાળા. રિયા ના ગુસ્સા નો તો પાર નહિ, હમણાજ જઈને એ ગાડી વાળા પર બધો ગુસ્સો કાઢી દે.)

રિયા( ઊભી થઈ ને ગાડી પાસે જઈને ગુસ્સા માં): ઓ, કોણ છો? અક્કલ બક્કલ છે કાઈ કે નહી? આ રીતે ગાડી કોણ ચલાવે? આંખ બંધ કરી ને ગાડી ચલાવો છો કે શું?
બુધ્ધિ જ નથી સેજ ભી. ઓ, hello?

ગાડી નો દરવાજો ખૂલ્યો. ગાડી માંથી એક છોકરો ગોગલ્સ પેરેલા , ફોર્મલ બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ ઈન કરેલું. એક હાથ માં વોચ પેરેલી અને બીજા હાથ માં મોબાઈલ પકડેલો. પર્સનાલિટી ની વાત કરું તો પેલીજ નજર માં કોઈભિ છોકરી જોઈને બસ જોતિ જ રહી જાય. પણ રિયા ને જાણે છોકરાઓ માં કોઈ interest જ નથી. એ છોકરા ને જોઈને એને કોઈજ ફરક ના પડી ને બસ ગુસ્સા માં બોલવા જ લાગી.

છોકરો( ગોગલ્સ કાઢી ને): બસ, બહુ થયું. છોકરી છે એમ વિચારી ને કશું બોલતો નથી પણ આતો જુઓ ચૂપ રેહવાનું તો નામ જ નહિ. બસ બોલ બોલ બોલ. ખુદ ભૂલ કરવાની અને નામ બીજાનું આપવાનું?

રિયા( વધારે ગુસ્સા થી): really? મારી ભૂલ? કાંઇ રીતે? જરા જણાવશો મને?

છોકરો: અરે ઓ મેડમ. તમે સામેથી આંખ મચડતા મચડતાં આવતા હતા. તમે નથી જોયું અને તમે wrong side આવિ ગયા, અને નામ મારું આપો છો?

રિયા: મારી આંખ માં કંઇક પડી ગયુતું પણ તમારી આંખો તો બરાબર હતી ને? તમે તો મને જોઈ શકતા હતા ને?

છોકરો( ગુસ્સા થી હાથ જોડીને): બસ મેડમ, સાચી વાત મારો જ વાંક છે. બધી ભૂલ મારીજ છે. તમારો તો કોઈજ વાંક નથી. હવે please સાઇડ માં ખસો અને મને જવાદો.

            ( રિયા ગુસ્સા માં ને ગુસ્સા માં પોતાના કપડા અને મો થોડું સાફ કરી ને સાઈકલ ઊભી કરી. સાઈકલ ની ચૈન નીકળી ગયેલી હતી તો એને સાઈકલ સાઇડ માં મૂકી દીધી અને પેલો છોકરો ગાડી માં બેસી ગયો.

ગાડી માં બેસ્યા પછી છોકરા ને થયું કે જે થયું એ થયું હવે આની હેલ્પ તો કરવી પડશે. છોકરો પાછો ગાડી માંથી ઉતરી ગયો. )
છોકરો: ઓ મેડમ, જે થયું એ થયું. લાવો તમારી ચૈન ઠીક કરી આપુ.

રિયા: તમને શું લાગે છે હું આટલી નાની વસ્તુ નથી કરી શકતી? મારે તમારા હેલ્પ ની કોઈ જરૂર નથી હું મારા રીતે કરી દઈશ.

છોકરો: ok done. કરો

( છોકરો ગાડી માં બેસી ને જતો રહ્યો)

રિયા(મનમાં): હે ભગવાન ક્યા ફસાઈ દીધી આને મને. ખબર નઈ ક્યાંથી ટપકી પડ્યો.

( રિયા સાઈકલ સાઇડ માં કરી ને ચેન લગાવા લાગી. ગણી બધી વાર પ્રયત્ન કરવા છતાં ચેન લાગવા માં અસફળ રહી ને બીજા ની મદદ ની આશા એ આજુ બાજૂ જોવા લાગી. ધીમે ધીમે અંધારું થઈ ગયું ને લોકો ની અવર જવર પણ બંધ થઈ ગઈ. કોઈ એવું ન હતું કે રિયા ની મદદ કરી શકે.આખરે રિયા જાતે જ સાઈકલ હાથ થી પકડી ને ચાલતી ઘર તરફ જવા નીકળી ગઈ.)....... .......