Shankhnad - 16 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 16

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

શંખનાદ - 16

Huવિક્રમ નીલિમા નો નેનો ભાઈ ગણો કે છોકરો .. પણ બંને વચ્ચે એક અજબ પ્રકારનો સંબંધ હતો .. વિક્રમે આજે ઉતાવળે એક ભયંકર ખોટું પગલું લઇ લીધું હતું એટલે નીલિમા એની ચિંતા માં હતી
ને એકદમ જ ડોર બેલ વાગ્યો .. નીલિમા એ ટોવેલ થી મોઢું લુછ્યું એને લાગ્યું કે સુર્યપ્રતાપ જ હશે ..એટલે વિક્રમ વિષે છેલ્લી માહિતી મેળવવા ની આશા એ એ જલ્દી થી બારણું ખોલવા ગઈ .. એ વખતે એ પણ ભૂલી ગઈ કે સુર્યપ્રતાપ જયારે પણ ગેર આવે છે ત્યારે એની ગાડી પાર્ક કરતા એક સાઇરન વાગે છે જે સાઇરન આજે વાગી ન હતી !!!

નીલિમા એ દરવાજો ખોલ્યો . એ આ આશ્ચર્ય વચ્ચે સામે સોનિયા ઉભી હતી ..તેની હાલત પણ ઠીક ન હતી .. તેના ગોરા વેન પર પરસેવો હતો .. તેના સુંદર ચહેરા પર ચિંતા ની રેખા ઓ હતી .. એની આખો માં થોડી લાલાશ હતી
સોનિયા આપ્ટે મરાઠી છોકરી હતી ..ગોરો વેન સાડાપાંચ ફુટ હાઈટ અને કસરતી ફિગર હતું .. એ ફિલ્મો ની કોઈ પણ હિરોઈન ને સુંદરતા માં પાછળ રાખે તેવી હતી . કેટલાય સામાન્ય યુવાનો એને જોતા જ એના પ્રેમ માં પાગલ થઇ જતા .. ભગવાને એને રૂપ ની સાથે તેજ દિમાગ પણ આપ્યું હતું કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવામાં ..કે કોઈ પણ પાસ્વર્ડ તોડવા માં એની મહારત હતી .. કોઈ પણ કોમ્પ્યુટર કે કોમ્પ્યુટરરહી ચાલતા યંત્રો ને તે પોતાના આંખ ના ઈશારે કંટ્રોલ માં કરી શકતી ..!!
જ્યારથી વિક્રમ ના ન્યુઝ સાંભળ્યા ત્યારથી અત્યાર સુધી એ સોનિયા એ ધીરજ રાખી હતી ..પણ નીલિમા ને જોઈ ને તેની ધીરજ ખૂટી ગઈ .. અને તે નીલિમા ને ભેટીને દૃશકે ને ધ્રુસકે રડવા લાગી ..નીલિમા પણ સમજી ગઈ કે એ કેમ રડે છે .
નીલિમા ને સુર્યપ્રતાપ ની ટિમ ના દરેક સભ્યો સાથે ઊંડી લાગણી નો સંબંધ હતો. નીલિમા ધીમે રહી ને સોનિયા ને અંદર લાવી અને સોફા માં બેસાડી ..
" પ્લસ સોનુ .. ધીરજ થી કામ લે તું સામાન્ય છોકરી નથી એક સિક્રેટ એજન્ટ પણ છું " નીલિમા એ એના આંસુ લૂછતાં કહ્યું
" સોરી ભાભી તમને જોતા મારી લાગણી પર કાબુ ના રાખી શકી ". સોનિયા એ રડમસ અવાજે કહ્યું
નીલિમા થોડી વાર એને જોઈ રહી
" ભાભી પણ વિક્રમે આમ કરવાની સગું જરૂર હતી .. સરકારના નિર્દેશ વગર આવું કામ ના કરાય ..અત્યારે સરકાર પણ એની ઓળખે નથી ". સોનિયા એ પોતાનો બળાપો કાઢ્યો.
સોનિયા ની હાલત પાથી એટલું નક્કી હતું કે નાજુક પરિસ્થિતિ માં દિલ અને દિમાગ વચ્ચે હંમેશા Dil ની જ જીત થતી .. અત્યારે સોનિયા એ એક સિક્રેટ એજન્ટ તરીકે ધીરજ અને. હિમ્મત થી કામ લેવું જોઈએ . સોનિયાએ પોતાની કેરિયર દરમ્યાન આવી કેટલીયે નાજુક પરિસ્થિતિ જોઈ હતી .. લડાખ ના આતંકવાદી વાળા કેસ માં વિક્રમ ને ૩ ગોળીયો વાગી હતું ત્યારે એ પણ વિક્રમ ની જોડે જ હતી .. ત્યારે એને ઘણી હિમ્મત થી કામ લીધું હતું પણ આજે કોણ જાણે કેમ એને વિક્રમ ની ચિંતા અંદરથી Kori ખાતી હતી ..
" જ તું મોઢું ધોઈ લે હું તારા માટે કોફી બનાવું " નીલિમા આટલું કહી કિચન બાજુ ગઈ . સોનિયા એ વોશ બેઝિન્ગ માં જઈને તેનું મોઢું ધોયું ને તે સોફામાં આવી ને બેઠી ત્યાં સુધી નીલિમા કોફી બનાવી ને લાવી હતી . બને જન એ કોફી પીવાની શરુ કરી . સોનિયા ને નીલિમા ને મળી ને થોડી રાહત થઇ હતી
" સોનુ આપડે એવા વ્યક્તિ સાથે આપણું જીવન ગુજારવા નો નિર્ણય લીધો છે કે જેના જીવન ના સાગલે ને પગલે ખતરો અને મોત મંડળયેલા હોય એટલે આવી બધી પરિસ્થિતિ ઓ થી આપડે તેવું પડે ". નીલિમા એ એને સમજાવવા નો ટ્રાય કર્યો ..
" તમારી વાત સાચી છે ભાભી ..એક સૈનિક ની માં , બહેન , કે પત્ની એ બલિદાન માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ " સોનિયા આટલું બોલી
અને એક સાયરન વાગી .. એ સાયરન સિમ્યર્યપ્રતાપ ની ગાડી પાર્ક થવાની નિશાની હતી ...
નીલિમા ઉભી થઇ ને મેઈન ડોર તરફ ગઈ

નીલિમા એ દરવાજો ખોલ્યો .. અપેક્ષા કૃત સૂર્ય પ્રતાપ જ આવ્યો હતો .. સુર્યપ્રતાપ જલ્દી થી અંદર આવ્યો .. તે થોડો ગુસ્સા માં હતો અને થાકેલી પણ હતો ..
" નીલુ આ છોકરા નું શું કરવું ? દેશ ભક્તિ હોય પણ ગાંડપણ ના હોય " એ જોરથી સોફા માં ફસડાયો .. એની નજર સોનિયા પર ગઈ.
" ઓહ થેન્ક ગોડ સોનુ તું અહીં છું .. મેં ટીમના બાકીના સભ્યો ને પણ બોલાવ્યા છે આપડે કઈ સજ્જડ પ્લાનિંગ કરવું પડશે .. નિકાલ બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થશે ". સુર્યપ્રતાપે કહ્યું
" યસ સર તમારી વાત સાચી છે .. મને તો વિક્રમ ની બહુ ચિંતા થાય છે " સોનિયા એ કહ્યું
વિક્રમ સિવાય ટિમ ના દરેક સભ્યો સુર્યપ્રતાપ ને સર કહેતા .
" કૈક વિચારવું પડશે " સૂર્ય પ્રતાપે ઊંડો શ્વાસ લીધો
નીલિમા કોફી નો એક મગ અને ઠંડુ પાણી લઇ ને આવી " પ્રતાપ વિક્રમ ને પકડવા નો કોઈ રસ્તો નથી " નીલિમા ટ્રે ટેબલ પર મૂકીને સુર્યપ્રતાપ ની બાજુમાં બેસતા બોલી .
નીલિમા સૂર્ય પ્રતાપ ને હંમેશા " પ્રતાપ " જ કહેતી .. નીલિમા રાજસ્થાન ની હતી અને Rana પ્રતાપ ની ઊંડી ચાહક હતી .. અને એના નસીબે તેના પતિના નામ માં પ્રતાપ આવતું હતું એટલે એ સૂર્ય પ્રતાપ ને ખાલી પ્રતાપ કહેતી .
" સોનુ મેં. પૂર્વી , ફિરદૌસ અને ડાયસ સીંગ ને બોલાવ્યા છે એ બધા આવતા જ હશે ..મેં એક પ્લાન બનાવ્યો છે એ ગુપ્ત પ્લાન મુજબ આપણે વિક્રમ ને વાંચવા નો છે .. " પ્રતાપ જાણે હુકમ કરતો હોય એમ બોલ્યો.
" યસ સર " સોનિયા એ જવાબ આપ્યો અને પ્રતાપ ની વાત થી એને થોડી રાહત થઇ ..
" નીલુ તું બધા નું ડિનર બનાવી દેજે " પ્રતાપે કહ્યું
" યસ સર " નીલિમા સ્લેમ કરતી બોલી ..અને બધા ના ચહેરા પર રમૂજ ની હસી આવી .. વાતાવરણ થોડું હલકું થયું

*********".

વાચક મિત્રો .
સૂર્ય પ્રતાપ નો પ્લાન શું હશે? એ વિક્રમ ની ધરપકડ કરશે કે વિક્રમ ને મદદ કરશે ? વિક્રમ પાકિસ્તાન ને એકલા હાથે કેવી રીતે પરાસ્ત કરશે ? .. આ બધા સાવલ ના જવાબ માટે આગળ ના દિલધડક અને સસ્પેન્સ થી ભરપૂર એપિસોડ વાંચતા રહેજો ..
આ નવલકથા ની શરૂઆત શંખનાદ મિશન થી કરી છે જે ગૃહ પ્રધાન દ્વારા કેદારનાથ ની સીબીઆઈ ટિમ ને સોંપવા માં આવ્યું છે . પણ આ સીબીઆઈ ટિમ ની તાકાત કેવી છે એ જાણવા માટે આપણે વિક્રમે કરેલા કારનામા ની કથા વાંચીયે છીએ .. આ પત્યા પછી સીબીઆઈ ની આ જ ટિમ દ્વારા શંખનાદ મિશન ની કથા શરુ થશે .. જેમાં આખી દુનિયા માં ફેલાયેલી જાળ ને આ જ ટિમ કેવી રીતે વેર વિખેર કરે છે એ વાંચવાની તમને માજા આવશે .. આખી દુનિયા ના જાસુસો જે ના કરીશકય એ આપડી આ ટીમે કર્યું હતું.
વાચક મિત્રો મારી અન્ય એક નવલકથા " વિષ - રમત " આજ એપ પર ચાલુ છે એનો પણ આનંદ માનજો
અનેછેલ્લે ..
જો આપણે શંખનાદ વાંચવામાં માજા આવતી હોય અને આગળ ના પ્રકરણો નિરંતર વાંચવા હોય તો મને ફોલ્લૉઉં કરવા વિનંતી છે . અને હા તમે મને સિક્કા કે સ્ટીકર આપશો તો મારા લેખન ને બળ મળશે
આપનો ,
મૃગેશ દેસાઈ