નિર્મળ પવિત્ર સુંદર સુંદર પોતાની અંદર સાગરને શાંત કરીને તેના ઉછળતા મોજાને સંભાળતી નદી જેવી શાંત પણ અંદર અનેક મોજાઓને ઉછળતી રાખતી દરેક બંધનો માંથી પાર થયેલી દરિયામાં પોતાના ભૂતકાળને વાગોળતી.. સલોની...
લીનનની સ્કાય બ્લુ સાડી તેમાં ભાત ભાતના ફૂલોની છાપ રેડ બોર્ડર વાળુ બ્લાઉઝ પણ પેક ગળાનું આંખોની ભૂરી કીકી પર આપેલી કિનારી એ પણ બ્લેક કલરની ફુલ ઓન સ્ટેપ કરેલા વાળ બ્લેક કલરની ઝીણી બિંદી આઇબ્રોની લાઇન સીધી છતાં મરોડદાર નમણો ચહેરો સુદ્ઢ શરીર હાથોમાં રેડ કલરની નૈનપોલીસ પગમાં પાતળી એવી ઝાંઝર સાડીની અંદર તેના શરીરના એક એક વળાંકો જોરદાર લાગી રહ્યા હતા. તે એક પથ્થર ઉપર પોતાના બંને હાથ પાછળ ટેકવી ને બેઠી હતી.
પોતાનામાં ખોવાયેલી બાજુમાં બેસેલા પતિ ઉપર ધ્યાન આપી ન શકી..
સલોની જ્યારે ઉછળતા મોજાને જોતી ત્યારે તેના એ પોતાના સંઘર્ષો યાદ આવતા પોતે જિંદગીમાં શું કરેલું છે તે વિચારતી હતી. અત્યાર સુધી તો તે કોઈપણ કામ કરી શકી નથી હંમેશા નવું કરવા માટે પણ તે ઉછળતા મોજા પાસેથી પ્રેરણા લીધી. પ્રેરણા તો માત્ર બહાનો હતો પણ જ્યાં સુધી પતિદેવની આજ્ઞા ન થાય ત્યાં સુધી તેનાથી બીજું કોઈ કામ થતું નહીં...
જોકે સલોની નું હાલમાં જ ઓનલાઇન બ્રેકઅપ થયું હતું એટલે પોતાના હૃદયના ઉછાળા જેને સાથે બ્રેકઅપ થયું તેની આસપાસ ફરતા હતા તે વિચારી રહી હતી કે જેને તેણે લાગણીથી બાંધ્યો હતો તેણે જ સલોની ને દગો કર્યો હતો ચાલો ને એ પોતાની દરેક વાત તેની સાથે શેર કરી હતી. ઘરથી લઈને બહાર સુધીની દરેક વાતો તેણે તે વ્યક્તિને બતાવી હતી અથવા કહો કે કહી હતી અત્યારે તે એને અચાનક જ છોડીને જતો રહ્યો.વમળોમા ઘુમરાતી રહતી.
જોકે સલોની નું અને સલોની નું બ્રેકઅપ એના વિશે પતિદેવને કોઈ આઈડિયા ન હતો કારણ સલોની ના પતિ હંમેશા પૈસાની પાછળ દોડતી એક વ્યક્તિ હતી લાગણી સાથે તેને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો પૈસાની બાબતે સલોની ખુબ જ સુખી સંપન્ન હતી પણ લાગણીની બાબતમાં સાવ ગરીબ હતી એટલે જ તો ચારે બાજુ લાગણી માટે તે ભટકતી હતી આ લાગણીની ભટકવામાં જ તે એવા વ્યક્તિ સાથે જોડાઈ હતી ધીરે ધીરે પોતાની દરેક વાતો શેર કરી હતી. નોર્મલ ડિસ્કશન માંથી વાતો ખૂબ જ આગળ વધી ગઈ હતી...
પોતાના પતિથી અળગી રહીને તે માણસની આસપાસ ફરવા લાગી હતી સલોની નેં તે માણસ સાથે ખૂબ જ લાગણી થઈ ગઈ હતી હવે તેને પોતાના પતિ સાથે ગમતું નહોતું. ધીરે ધીરે તે તેનાથી દૂર રહેવા લાગી પણ સમાજની દ્રષ્ટિએ તો પોતાના પતિને તે છોડી શકે એમ ન હતી...
એક જોરથી ઉછળતું મોજુ આવ્યું અને સલોની ને પલાળીને જતું રહ્યું...
તેણે પાછું વળીને જોયું તો નિલય ત્યાં જ બેઠો હતો... સલોની ને મન થયું કે હું નિલયને પૂછું તને મારી આંખોમાં શું દેખાય છે?
પછી તેને ભૂતકાળમાં બનેલો એક પ્રસંગ યાદ આવી જતા તેણે નિલયને પૂછવાનું ટાળ્યું...
નિલય રુક્ષતાથી કહ્યું હવે ઘરે જઈશું તારા કપડાં અને તારી હાલત તો જો આવી રીતે મારે તને ઘરે પહોંચાડવાની છે દરિયામાં તો એવી તું ખોવાઈ જાય છે કે આસપાસનું તને ધ્યાન રહેતું નથી બીજું કોઈ દેખાતું પણ નથી ક્યારેક તો મને એવું મન થાય છે કે હું તને આ દરિયાને જ સોંપી દઉં. નિલય પોતાનું પેન્ટ ખંખેરતો ઉભો થતા બોલ્યો તેને પલળેલી સલોની જરાઈ ગમતી નહોતી....
..