Aatma no Prem - 9 in Gujarati Short Stories by Awantika Palewale books and stories PDF | આત્મા નો પ્રેમ️ - 9

Featured Books
Categories
Share

આત્મા નો પ્રેમ️ - 9

હેતુને આવી ચર્ચાઓ જરાય ના ગમે તેણે વિચાર્યું વહેલી રજા લઈને ઘરે જતી રહું પણ કોલેજના હેડ સવાણી સરે કહ્યું હેતુ તારે તો ખાસ બેસવું જોઈએ આમાંથી તો નવું શીખવા મળે ક્લાસમાં નવા ટોપીક પર ચર્ચા કરી શકીએ.્્

હેતુ કશું બોલી ના શકી પણ મન મારી હોલની છેલ્લી બેચ પર જઈ બેસી ગઈ. ત્યાં નીલીમાબેન આવી હેતુને કહે પાછળ કેમ બેઠી છે? ચાલ આગળ સ્ટેજ પર બેસ ....

હેતુ કહે હું અહીં જ સારી છું. નીલિમા બેને કહ્યું સારું બેસ ને નીલીમાબેન સ્ટેજ ઉપર જઈને બેસી ગયા .થોડીવારમાં તો આખો હોલ ભરાઈ ગયો છતાં પણ થોડા બહાર ઉભા હતા....


શરૂઆતનું પ્રવચન સવાણી સાહેબે કર્યું હતું અને પછી એબીવીપી ના કાર્યકર્તા અખિલેશ ભાઈએ ચર્ચાનો દોર પોતાના હાથમાં લીધો હતો....


અખિલેશ ભાઈએ માઈક હાથમાં લેતા કહ્યું આપણી આસ્થા પર આ લોકો લાંછન લગાવે છે .આપણી ભક્તિ પર સવાલ ઉઠાવે છે. રામ શું હતા અને શું છે ખબર જ નથી આ લોકોને તે લોકો આપણા ભગવાન ઉપર પિક્ચર બનાવી જ ના શકે હિન્દુ થઈને હિંદુ સાથે દુશ્મની તે લોકો કઈ રીતે કરી શકે આપણે બધા ભેગા મળી અને આદિપુરુષનો બહિષ્કાર કરવાનો છે....



ત્યાં જ કોલેજની ચૂંટણીમાં ઉભેલા નેતાએ ચર્ચાનો દોર પોતાના હાથમાં લીધો અને પોતાના વિચારો રજૂ કર્યા...


આમ ચર્ચા વધુને વધુ ઉગ્ર બનતી ગઈ અને જે મુદ્દા પર ચર્ચા થતી હતી તે એક સાઈડ મૂકી અને રાજકારણનો મુદ્દો બની ગયો હતો...



તેમાં છોકરાઓને છોકરીઓ બંને પોત પોતાના વિચારો રજૂ કરતા હતા પણ આખા હોલમાં રાજકારણ વ્યાપી ગયું હતું....


હેતુને ચર્ચામાંથી કંટાળો આવવા લાગ્યો હતો. તેને થયું હવે હું આ ચર્ચા છોડીને જતી રહું પણ પછી તેને નિયતિ નો વિચાર આવ્યો એટલે પાછી બેંચ ઉપર બેસી ગઈ ત્યાં જ એફવાય ની છોકરી આવી અને કહ્યું મેમ તમે તમારા વિચારો રજૂ નહીં કરો ત્યારે હેતુ કહે મારા વિચારોની અહીં કોઈ જરૂર નથી અને પેલી છોકરી ત્યાં જતી રહી...


આ ચર્ચામાં પણ એવું હતું જ્યાં સુધી મોઢેથી વાત થતી હતી ત્યાં સુધી તો કોઈ વાંધો જ નહોતો પણ હવે તો બધા એકબીજા ઉપર ખુરશી,ચોક ડસ્ટર અને જે હાથમાં આવે તે ઘા કરવા લાગ્યા હતા...


થોડીવારમાં તો ચર્ચા એ આક્રમમાં રૂપ લઈ લીધું હતું. બધા એકબીજા ઉપર ખુરશીઓ લઈ ઝઘડો કરવા લાગ્યા હતા...



આ બધું જોઈ હેતુ ચર્ચા હોલમાંથી બહાર નીકળી ગઈ. ગેટ પાસે પહોંચતા તેને તો યાદ આવ્યું કે નિયતિ તો અંદર છે .તેણે કોલેજના ગેટ પાસેથી નિયતિને ફોન કર્યો નિયતિ ફોન ઉપાડતી નહોતી. હેતુને થયું નિયતિ પણ બધા જોડે લડાઈમાં લાગી હશે....



હેતુને થયું હું ઘરે જતી રહું તે ફટાફટ પોતાની રામ પ્યારી પાસે પહોંચી ગઈ પછી તેને થયું જો નિયતિને વાગી જશે તો આ ઝઘડામાં. હેતુ ફરી પાછી ચર્ચા હોલમાં આવી એને નિયતિને શોધવા લાગી પણ આટલી ભીડમાં નિયતિ તેને દેખાતી નહોતી....



હેતુ વિચારતી હતી કે જો નિયતિને લાગ્યું તો હું માસીને શું જવાબ આપીશ એવું વિચારીને તે ત્યાં જ ઉભી હતી ત્યાં દૂરથી કોઈ ડસ્ટરનો ઘા કર્યો હેતુને વાગવાનો જ હતો ત્યાં અખિલેશ વર્મા હેતુની આગળ આવીને ડસ્ટર કેચ કરી લીધું. પછી પાછું વળી અખિલેશ વર્માએ હેતુ સામે એવી ધારદાર નજરે જોયું કે હેતુના શરીરમાંથી કંપારી ઊઠી ગઈ અખિલેશ હેતુને જોતા જોતા દરવાજા બહાર નીકળી ગયો...


હેતુને એક અનોખો અનુભવ થયો . તે વિચાર છોડીને નિયતિને શોધવા લાગી...