Mamata - 117-118 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 117 - 118

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

મમતા - ભાગ 117 - 118

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૧૭

💐💐💐💐💐💐💐💐

( પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગવા લાગી. તો રાહ શેની જુઓ છો. તૈયાર રહેજો લગ્નમાં આવવા માટે.....)

સમય તો પાણીની રેલાની માફક સરી જાય છે. મોક્ષાની તબિયત હવે સારી હતી. બસ હવે તો પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગતી હતી.

અમદાવાદની પ્રખ્યાત હોટલ "રજવાડું" જે પૂરી હોટલને મંથને બુક કરી લીધી હતી. આખરે મંથનની લાડલી પરીનાં લગ્ન હતાં ! કંઈ જેવી તેવી વાત હતી !

જરદૌશી વાઈટ અને મરૂન પાનેતર, જડાઉ ઘરેણાં, ડાયમંડનો માંગ ટીકો, હાથમાં મહેંદીમાં સજ્જ પરી તો દુલ્હનનાં પરિધાનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. ત્યાં જ મોક્ષા આવે છે. તે પોતાનાં હાથે જ પરીને કાળું ટપકું કરી કહે.

મોક્ષા :" મારી લાડલી પરીને કોઈની નજર ન લાગે !"

આટલું કહીને મોક્ષા પરીનાં ઓવારણાં લે છે. પરી પણ આંખોમાં હજારો સપનાઓ સજાવી ખુશ હતી. અને કેમ ન હોય ! આખરે તેનો મનનો માણીગર, દિલમાં રાજ કરનાર પ્રેમ તેનો જીવન સાથી બનવાનો હતો.

એશા પણ નેવી બ્લુ ચોલીમાં ખૂબ સુંદર લાગતી હતી. એશા પરીને કોણી મારી કહે.

એશા :" ઓય, ઓય હવે તો પરી રાણી, પ્રેમનાં દિલમાં રાજ કરશે હો ! " અને આંખ મીંચકારે છે."

પરી પણ શરમાઈને નજર નીચી ઢાળી દે છે.

બીજીબાજુ પ્રેમ પણ ઓફ વાઈટ શેરવાની, માથાં પર રજવાડી સાફો, ફ્રેન્ચ કટ દાઢીમાં હીરોથી કમ નહોતો લાગતો. પ્રેમે હંમેશા પરીને રિસ્પેક્ટ આપી હતી. તેને દિલથી ચાહી હતી. આખરે આ સ્વર્ગની પરી તેનાં દિલની રાણી બનવાની હતી. આરવ પણ પ્રેમની મોજડી લાવે છે અને આવતાં જ કહે છે.

આરવ :" વાહ ! આજ તો અજીબો, શહેનશાહનો વટ પડે હો ! "

અને બંને હસવા લાગે છે. સાધનાબા પ્રેમનાં કપાળ પર કંકુનો ચાંદલો કરે છે. અને દુઃખણા લે છે.

" રજવાડું " હોટલને રોશનીથી શણગારેલી હતી. બિઝનેસનાં મોટા મોટા વેપારીઓ, સગા સંબંધીઓથી હોલ ભરેલો હતો. નવાબી બેઠકો હતી. વચ્ચે પાણીનાં નાનાં જળાશયમાં પરી અને પ્રેમનો મંડપ હતો.

મંત્ર પણ વર્ક વાળા કુર્તામાં મસ્ત લાગતો હતો. મિષ્ટિ,મૌલિક અને મેઘા બે દિવસ પહેલા જ આવી ગયાં હતાં. મેચિંગ ચોલી, ખુલ્લાં રેશ્મી વાળ અને હાઈ હીલમાં ખૂબસૂરત "ફટાકડી" ને જોઈ મંત્રને તો ચક્કર આવી ગયાં. પોતાની જાતને માંડ સંભાળી મંત્ર લાલ ગુલાબ લઈને મિષ્ટિ પાસે આવે છે.

મંત્ર :" Wow, lovely!! beautiful ❤️
કાશ, આપણો મંડપ પણ સાથે જ હોત ! "

મિષ્ટિ :" ઓહ ! રોમીયો હવે આપણો જ વારો છે. હવે મારાથી વધારે ઈંતજાર નથી થતો. હવે તું ઘરમાં વાત કરજે નહીં તો હું જ બેગ ભરીને આવી જઈશ "કૃષ્ણ વિલા " માં .... ત્યાં જ મંથન મંત્રને અવાજ કરે છે."

મંત્ર..... મંત્ર......

મંથન પણ ઓફ વાઈટ કુર્તા, પાયજામા અને માથા પર સાફામાં ખૂબ સરસ લાગતો હતો. આજે તો તેનાં દિલનો ટૂકડો કોઈ બીજાને સોંપવાનો હતો. તો થોડો ઉદાસ હતો. જાનૈયાની સ્વાગતની તૈયારીઓ કરતી મોક્ષા મરૂન, વર્ક વાળી ગજી સિલ્કની બાંધણીમાં મેચિંગ બિંદી, અંબોડામાં ગજરો સુશોભિત મોક્ષા આમથી તેમ દોડતી હતી. પોતાનાં કાળજાનાં ટૂકડાને બીજાને સોંપતા દિલમાં કેટલું દર્દ થાય એ કોઈ મા જ સમજી શકે. ભલેને પછી જન્મ દેનારી હોય કે પાળનારી હોય !
(ક્રમશ:)

( લગ્નમાં મહાલવા સૌ કોઈ તૈયાર છે. તો સાજન, માજન સાથે માણો પરી અને પ્રેમનાં લગ્ન....)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૧૧૮

💐💐💐💐💐💐💐💐

( આખરે પરી અને પ્રેમનાં સંબંધને નામ મળ્યું. આજે હવે લગ્નની શરણાઈ વાગે છે. તો આવજો હો ! )

દુલહનની જેમ સજાવેલી હોટલ "રજવાડું" નાં દ્વાર પર જાન આવી પહોંચી. હાથમાં વરમાળા લઈ નજરો નીચી ઢાળી પરી ગેટ આગળ પ્રેમને વરમાળા પહેરાવવા આવે છે. સાથે એશા પણ હોય છે. ત્યાં જ પ્રેમનાં મિત્રો પ્રેમને ઊંચો કરે છે. અને પરી પ્રેમનાં ગળામાં વરમાળા પહેરાવી શકતી નથી. ત્યાં જ મંત્ર અને તેનાં મિત્રો પરીને ઊંચી કરે છે. બધાં જ લોકો ચીંચયારી પાડે છે. હસી મજાક કરતાં કરતાં આખરે પરી પ્રેમનાં ગળામાં વરમાળા પહેરાવી દે છે. બધાં જ તાળીઓનાં ગડગડાટથી વધાવે છે. મંડપમાં પ્રેમ પરીનો હાથ પકડીને લઈ જાય છે. મંથન અને મોક્ષા કન્યાદાનની વિધિમાં બેસે છે. ગોર મહારાજ મંત્રોચ્ચાર કરે છે. મંગળ ફેરાની વિધિ ચાલું થાય છે. પરી અને પ્રેમ એક એક ફેરા ફરી સાથે મળીને વચનો લે છે‌. એકબીજા સાથે ભવોભવનાં બંધનમાં જોડાઈને પરી અને પ્રેમનાં લગ્ન સંપન્ન થાય છે.

પ્રેમ, પરી, સાધનાબા, શારદાબાનાં આશીર્વાદ લે છે. પછી પરી, પ્રેમ, આરવ, એશા, મંત્ર, મિષ્ટિ બધાં સાથે જમવા જાય છે. આખરે પરી અને પ્રેમ એકબીજાનાં થઈ ગયાં. મંત્ર પણ કાજુ કતરી મિષ્ટિને ખવરાવે છે. આ જોઈ મેઘા બોલે છે.

મેઘા :" મોક્ષા, હવે આ બંનેની તૈયારીઓ કરવી પડશે હો !"

મોક્ષા :" હા, આજ છે મંત્રની "ફટાકડી" હું બંધુ જાણું છું. બસ મંત્રનાં મોંઢે બોલાવવું છે મારે..."

બંને સખીઓ એકબીજાને ભેટે છે. ત્યાં જ કન્યા વિદાયનો સમય થતાં મોક્ષાની આંખો આંસુઓથી ભરાઈ જાય છે.વાતાવરણમાં ગમગીની છવાઈ જાય છે. પરી શારદાબા, મંત્ર બધાં જ મળી પણ પરીની આંખો તો મોક્ષાને શોધે છે. પણ તે ક્યાંય દેખાતી નથી. મોક્ષા ઉપર રૂમમાં હતી. પરી પણ ઉપર જાય છે. મોક્ષાને ગળે મળી ધ્રુસકે ધ્રુસકે રડે છે. મા, દીકરી એકબીજાનાં આંસું લુછે છે. ત્યાં જ મંત્ર પણ આવે છે. મંત્ર પણ રડવા લાગે છે. પરી મંત્રને પણ છાનો રાખે છે. અને કહે...

પરી :" ચાલો, હું પ્રેમને કહું... તું જા... હું અહીં જ રહીશ."

ત્યાં જ શારદાબા, સાધનાબા,મંથન પણ આવે છે.

સાધનાબા :" મોક્ષા, તું જરા પણ ચિંતા ન કરતી. પરી મારી પણ દીકરી જ છે. "

મોક્ષા :" હા, હું જાણું છું.પણ મારાથી દૂર પરીને જતાં હું કેમ જોઈ શકું !?"

મંથન અત્યાર સુધી પોતાનાં આંસુઓને રોકી રાખ્યા હતા. તે પણ પરીને ભેટી છુટા મોં એ રડી પડ્યો. પ્રેમ મંથનને શાંત રાખે છે.

પ્રેમ :" ડેડ, પરી તમારાં દિલનો ટૂકડો છે. તે હું જાણું છું. પણ મારી પણ જાન છે. આપ જરા પણ ચિંતા ન કરશો."

બધાં દુઃખી હૃદયે પરીને વિદાય કરે છે.( ક્રમશ: )


વર્ષા ભટ્ટ(વૃંદા)
અંજાર