એ છોકરી – ભાગ – 20.(ભાગ-19 માં આપણે જોયું કે રૂપાલીને મેડીકલ કોલેજમાં એડમીશન મળી ગયુ હતુ.) હવે જુઓ આગળરૂપાલીએ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર લાવીને તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ક્યાં ત્રણ ચાર વર્ષ પહેલાની એ રૂપલી જે કેતરમાં ચારો કાપતી હતી અને ક્યાં આજની ઉત્તરોત્તર પ્રગતિના પંથે વધતી રૂપલી. ખરેખર ઈશ્વરનો જ આશીર્વાદ ગણાય.રૂપાલીને શહેરની ઉચ્ચકક્ષાની કોલેજમાં એડમીશન મળી જતાં સૌ કોઈ હર્ષોલ્લાસથી ભરપૂર હતા. કોલેજમાં જતા પહેલા તેની ઈચ્છા તેના બાપુ અને ભાઈ-બહેનને મળવાની હતી તેથી આજે સવારે તેણે ડાહ્યાભાઈને ફોન કરીને શહેરમાં આવવા અંગે વાત કરી અને બે-ત્રણ દિવસ રોકાવા પણ જણાવ્યુ. પહેલા તો ડાહ્યાભાઈએ રોકાવા માટે આનાકાની કરી પરંતુ રૂપાલીના અતિ આગ્રહથી તેઓ રોકાવા તૈયાર થયા. મારા ઘરમાં ગેસ્ટરૂપ પણ હોવાથી કોઈ ચિંતાની વાત ન હતી.ડાહ્યાભાઈએ એક બે દિવસમાં આવવા જણાવ્યુ. રૂપાલી તેમના આવવાની ખુશીમાં ઝૂમવા લાગી.તેની કોલેજ અઠવાડીયા પછી ચાલુ થવાની હતી. ગાયનીકમાં તેને રસ હોવાથી ભવિષ્યમાં ગાયનેકોલેજીસ્ટ બનવાની તેની પ્રખર ઈચ્છા હતી. બસ હવે ઈશ્વર તેને આગળ વધારે એજ ઈચ્છા.ડાહ્યાભાઈ એક દિવસ પછી રૂપાલની ભાઈ બહેનને લઈ આવી ગયા. રૂપાલી તેના ભાઈ બહેન અને પિતા સાથે અલકમલકની વાતોમાં ડૂબી ગઈ. તેના ભાઈ બહેન તો શહેરની ઝોકમઝોળ જોઈને દંગ રહી ગયા. રૂપાલી તેમને લઈને શહેરમાં ફરવા પણ ગઈ.ડાહ્યાભાઈ અને તેમના બાળકો બે-ત્રણ દિવસમાં રોકાઈને પાછા ગયા. રૂપાલીએ તેમને ઘણી બધી ખરીદી કરી આપી.આમ દિવસો વિતતા ગયા અને રૂપાલીનો અભ્યાસમાં સંપૂર્ણપણે તલ્લીન હતી અને છેલ્લે ચાર વર્ષ વીતી ગયા ખબર ના રહી, અને રૂપાલીએ ગાયનેકોલોજીસ્ટનો અભ્યા, પૂર્ણ કર્યો. ખૂબ ખંત અને મહેનતથી તેણે અભ્યાસ પૂર્ણ કર્યો અને રૂપાલી ડૉ. રૂપાલી બની ગઈ, અને લગ્ન પણ એક ડોક્ટર સાથે જ થયા. જાણો છો આ રૂપલીમાં થી ડૉ. રૂપાલી બની તે કોણ ?આજના આપણા શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ ડૉ. રૂપાલી મહેતા. એક ગામડાની છોકરી શહેરની ખ્યાતનામ ડોક્ટર બની ગઈ.મિત્રો મારી આ નવલકથા આજે પૂર્ણ થઈ છે. સ્થળ અને પાત્રો કાલ્પનિક છે.મારી નવલકથા વાંચી અને અભિપ્રાય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.એ છોકરી – ભાગ – 20.(ભાગ-19 માં આપણે જોયું કે રૂપાલીને મેડીકલ કોલેજમાં એડમીશન મળી ગયુ હતુ.) હવે જુઓ આગળરૂપાલીએ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર લાવીને તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ક્યાં ત્રણ ચાર વર્ષ પહેલાની એ રૂપલી જે કેતરમાં ચારો કાપતી હતી અને ક્યાં આજની ઉત્તરોત્તર પ્રગતિના પંથે વધતી રૂપલી. ખરેખર ઈશ્વરનો જ આશીર્વાદ ગણાય.રૂપાલીને શહેરની ઉચ્ચકક્ષાની કોલેજમાં એડમીશન મળી જતાં સૌ કોઈ હર્ષોલ્લાસથી ભરપૂર હતા. કોલેજમાં જતા પહેલા તેની ઈચ્છા તેના બાપુ અને ભાઈ-બહેનને મળવાની હતી તેથી આજે સવારે તેણે ડાહ્યાભાઈને ફોન કરીને શહેરમાં આવવા અંગે વાત કરી અને બે-ત્રણ દિવસ રોકાવા પણ જણાવ્યુ. પહેલા તો ડાહ્યાભાઈએ રોકાવા માટે આનાકાની કરી પરંતુ રૂપાલીના અતિ આગ્રહથી તેઓ રોકાવા તૈયાર થયા. મારા ઘરમાં ગેસ્ટરૂપ પણ હોવાથી કોઈ ચિંતાની વાત ન હતી.ડાહ્યાભાઈએ એક બે દિવસમાં આવવા જણાવ્યુ. રૂપાલી તેમના આવવાની ખુશીમાં ઝૂમવા લાગી.તેની કોલેજ અઠવાડીયા પછી ચાલુ થવાની હતી. ગાયનીકમાં તેને રસ હોવાથી ભવિષ્યમાં ગાયનેકોલેજીસ્ટ બનવાની તેની પ્રખર ઈચ્છા હતી. બસ હવે ઈશ્વર તેને આગળ વધારે એજ ઈચ્છા.ડાહ્યાભાઈ એક દિવસ પછી રૂપાલની ભાઈ બહેનને લઈ આવી ગયા. રૂપાલી તેના ભાઈ બહેન અને પિતા સાથે અલકમલકની વાતોમાં ડૂબી ગઈ. તેના ભાઈ બહેન તો શહેરની ઝોકમઝોળ જોઈને દંગ રહી ગયા. રૂપાલી તેમને લઈને શહેરમાં ફરવા પણ ગઈ.ડાહ્યાભાઈ અને તેમના બાળકો બે-ત્રણ દિવસમાં રોકાઈને પાછા ગયા. રૂપાલીએ તેમને ઘણી બધી ખરીદી કરી આપી.આમ દિવસો વિતતા ગયા અને રૂપાલીનો અભ્યાસમાં સંપૂર્ણપણે તલ્લીન હતી અને છેલ્લે ચાર વર્ષ વીતી ગયા ખબર ના રહી, અને રૂપાલીએ ગાયનેકોલોજીસ્ટનો અભ્યા, પૂર્ણ કર્યો. ખૂબ ખંત અને મહેનતથી તેણે અભ્યાસ પૂર્ણ કર્યો અને રૂપાલી ડૉ. રૂપાલી બની ગઈ, અને લગ્ન પણ એક ડોક્ટર સાથે જ થયા. જાણો છો આ રૂપલીમાં થી ડૉ. રૂપાલી બની તે કોણ ?આજના આપણા શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ ડૉ. રૂપાલી મહેતા. એક ગામડાની છોકરી શહેરની ખ્યાતનામ ડોક્ટર બની ગઈ.મિત્રો મારી આ નવલકથા આજે પૂર્ણ થઈ છે. સ્થળ અને પાત્રો કાલ્પનિક છે.મારી નવલકથા વાંચી અને અભિપ્રાય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.