❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૧૧૩
💐💐💐💐💐💐💐💐
( અચાનક મોક્ષાને શું થયું ? મંથન, મંત્ર બધાં પરેશાન છે. તો તે જાણવા વાંચો ભાગ :૧૧૩ )
કાલ શું થવાનું છે તે કોઈને ખબર નથી. મોક્ષાની તબિયત અચાનક ખરાબ થતાં ઘરનાં બધાં ટેન્શનમાં આવી ગયા. મોક્ષાએ આ વાત પરીને કહેવાની ના કહી હતી. રાત્રે પરીનો વિડિયો કોલ આવે છે. તો મંથનને ઉદાસ જોઈ તે પુછે છે.
પરી :" ડેડ, શું થયું ? કેમ ઉદાસ છો ? "
મંથન :" ના, બેટા કશું નહીં. બસ થાકને કારણે. "
પરી :" અને મોમ ક્યાં ડેડ ?"
મંથન :" અરે ! એ બરાબર છે. આજ વહેલાં જ તેનાં રૂમમાં જતી રહી. "
પરી :" પરીને મંથનની વાતથી કંઈ અજુગતું લાગ્યું. પણ તે કંઈ બોલી નહીં. અને ફોન કટ કર્યો. "
બીજા દિવસે સવારે વહેલાં જ આજે તો શારદાબાએ આરતી કરી. મંથન મોક્ષાને લઈ હોસ્પિટલ રિપોર્ટ કરાવવા ગયો. અને ફરી મોક્ષાને ઘરે મુકી તે ઓફિસ ગયો.
શારદાબા મોક્ષાને ઉદાસ જોઈ શારદાબા કહે.
શારદાબા :" તે પરીને ન જણાવીને સારૂ જ કર્યું. એ બિચારી ચિંતામાં સીધી અમદાવાદ આવી પહોંચત ."
મોક્ષા :" હા, હું જાણું છું. મને કંઈ પણ થાય તો પરી સહન કરી શકશે નહીં. સાંજે રિપોર્ટ આવશે અને મને જે કંઈ પણ બિમારી હશે એ પરીને જણાવવાની નથી. બસ તેનાં લગ્ન સારી રીતે થઈ જાય. "
શારદાબા :" અરે ! તું પણ નાહક ચિંતા કરે છે. કંઈ નહીં હોય તને ? થાકને કારણે ચક્કર આવ્યાં હશે."
સાંજ થતાં જ મંથન ઓફિસથી સીધો હોસ્પિટલ રિપોર્ટ લેવાં જાય છે. ડોકટર સાથે વાત પણ કરી.એ સાંભળી મંથન ચિંતિત થઈ ગયો. તે ઘરે આવ્યો. મંથનનો ઉદાસ ચહેરો જોઈ શારદાબા બોલ્યાં.
શારદાબા :" શું થયું મંથન રિપોર્ટમાં શું છે ? મંથન આંખોમાં આંસું સાથે શારદાબાને ભેટી રડવા લાગ્યો. શારદાબા મંથનને બેસાડી પાણી આપે છે.
મંથન :" મોક્ષા ક્યાં છે ?"
શારદાબા :" તે બેડરૂમમાં આરામ કરે છે. શું થયું મોક્ષાને ? તું કેમ રડે છે ? "
મંથન :" બા, મોક્ષાના ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ છે. તે ઘણી મોટી થઈ ગઈ છે. તાત્કાલિક તેનું ઓપરેશન કરાવવું પડશે. "
શારદાબા :" ઓહ, ભગવાન આ શું થયું ?"
મંથન :" હું નિરાંતે રાત્રે મોક્ષાને વાત કરીશ. ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કરવું પડશે. "
મંથન અને બા વાત કરતાં હોય છે ત્યાં જ મંત્ર આવે છે. તે પણ સાંભળીને ઢીલો થઈ જાય છે.( ક્રમશ:)
( હસતો ,રમતો પરિવાર લાડલી પરી, નટખટ મંત્ર અને અચાનક આ ઉપાધિ આવી પડી. મોક્ષાને કેન્સરની ગાંઠ છે. તે સાંભળી પૂરો પરિવાર ઉદાસ, ચિંતિત છે. તો શું પરીને જાણ થશે ? તે જાણવા આગળનો ભાગ વાંચો. )
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૧૧૪
💐💐💐💐💐💐💐💐
( એક બાજુ પરીનાં લગ્નની તારીખ નક્કી કરી અને અચાનક આ ઉપાધિ આવી પડી.... હવે આગળ...)
એકબાજુ પરીનાં લગ્નની તારીખ નક્કી થઈ અને મોક્ષાની તબિયત ખરાબ થઈ. મોક્ષાને ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ છે. આ સાંભળી પૂરો પરિવાર ઉદાસ છે. પરીને કોઈએ કશું જણાવ્યું નથી. હવે બે, ત્રણ દિવસમાં જ મોક્ષાનું ઓપરેશન છે. તો મંથન અને મંત્ર મોક્ષાને હોસ્પિટલ લઈ જાય છે. મોક્ષા બહારથી હિંમત દેખાડતી હતી પણ અંદરથી તે પણ ડરેલી હતી. શારદાબા તો સવારથી કુળદેવી સામે અખંડ દિવો કરી પ્રાર્થના કરે છે. મંત્ર પણ ઉદાસ છે. મોક્ષાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. બહાર મંથન અને મંત્ર બેઠા છે. બંનેનાં ચહેરાનું નૂર ઉડી ગયું છે.
બીજી બાજુ આરવ અને એશા પણ હોસ્પિટલમાં તેનાં પિતાને લઈને આવે છે. એશા મંથન અને મંત્રને જોઈ તેની પાસે જાય છે.
એશા :" જય શ્રી કૃષ્ણ અંકલ, આપ અહીં ?"
મંથન :" હા, બેટા, "
એશા :" શું થયું ? કોની તબિયત ખરાબ છે ? "
મંથન :" મોક્ષાનું ઓપરેશન ચાલું છે. "
એશા :" ઓહ! શું થયું આન્ટીને ?"
મંથન એશાને મોક્ષાની તબિયત વિષે કહે છે ત્યાં જ આરવ એશાને બોલાવે છે. અને તે નીકળી જાય છે. અને એશા તરત જ પરીને કોલ કરી મોક્ષાની તબિયત અંગે જાણ કરે છે.
એશા :" હેલ્લો, પરી ?"
પરી :" હા, બોલ એશા તું કેમ છો ? આમ ગભરાયેલી કેમ લાગે છે ? શું થયું ? બધું બરાબર તો છે ને ?"
એશા :" ના, પરી આન્ટીની તબિયત બહું ખરાબ છે. હોસ્પિટલમાં તેનું ઓપરેશન ચાલુ છે. "
પરી :" શું ? કોણ ? મોમ ? અરે ! તને કંઈક ગલતફેમી થઈ હશે. એવું હોય તો ડેડ મને વાત કરે ."
એશા :" હા, પરી હું અને આરવ હાલ જ હોસ્ટેલમાં ગયાં હતાં. ત્યાં તારાં ડેડ સાથે જ વાત થઈ. સાથે મંત્ર પણ હતો. "
પરી :" શું ? અને પરી આ સાંભળી રડવા લાગે છે. "
એશા તેને શાંત પાડે છે.
પરી ફોન મુકી તરત જ પ્રેમને ફોન કરી પોતાની ટિકિટ કરાવે છે. પ્રેમ પરીને એરપોર્ટ પર જ મળે છે. પરી ઉદાસ હૈયે પ્રેમને ભેટી રડવા લાગે છે. પ્રેમ તેને શાંત રાખે છે. અને પરી અમદાવાદ જવાં નીકળી.
એરપોર્ટથી સીધી પરી સી.ટી. હોસ્પિટલ પહોંચે છે. પરીને આમ અચાનક જોઈ મંથન ચોંકી ગયો. ?
મંથન :" પરી ? તું અહી ?"
પરી રડતાં રડતાં મંથનને ભેટી પડી.
પરી :" ડેડ, હું તમારી દીકરી નથી ! તમે મને કેમ કશું કહ્યું નહીં ?"
મંથન પરીનાં આંસુ લુછી કહે 'રડ નહીં.' ઓપરેશન બરાબર થઈ ગયું છે.બસ, આરામ કરવાનું કહ્યું છે. પરી મોક્ષાને મળવાં તેનાં રૂમમાં જાય છે. અચાનક પરીને જોઈ મોક્ષા પણ કંઈ બોલી શકી નહીં. બસ હાથથી પરીનાં આંસુ લુછયા.
પરી :" it's ok મોમ, હું બરાબર છું. પણ તમારાથી નારાજ છું. તમો લોકોએ કોઈએ મને કેમ કંઈ કહ્યું નહીં ? મને તો એશાએ વાત કરી ત્યારે ખબર પડી. "
મોક્ષા :" અરે ! બેટા, નકામી તું ચિંતા કરે એટલે. બસ મને કંઈ નથી થયું. થોડાં દિવસો આરામ કરીશ એટલે બરાબર થઈ જઇશ."
પરી મોક્ષા પાસે જાય છે. તેની પાસે બેસે છે. મંથન અને મંત્ર ઘરે ફ્રેશ થવા ગયાં. ( ક્રમશ:)
( કોઈપણ મા પોતાની દીકરીને ઉદાસ જોઈ શકતી નથી. તેથી જ મોક્ષાએ પોતાની બિમારીની વાત પરીથી છુપાવી. પણ પરીને જાણ થતાં જ તે મોક્ષા પાસે પહોંચી જાય છે. આજ છે લાગણીઓનાં બંધન, ભલે લોહીનાં સંબંધો નથી પણ લાગણી જોડાયેલી છે મમતાની.....
" મોક્ષા અને પરીની મમતા.....
મંથન અને પરીની મમતા....."
વાંચો ભાગ :૧૧૫.....
આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.
વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર