Mamata - 111-112 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 111 - 112

Featured Books
Categories
Share

મમતા - ભાગ 111 - 112

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૧૧

💐💐💐💐💐💐💐💐

( પરી અને પ્રેમનાં લગ્નની તારીખ નક્કી થઈ. તો આપ સૌ પણ જરૂરથી પધારશો. )

પંખીઓનો કલરવ, નવી સવારની ઈચ્છાઓ લઈને આવે છે. બધાં ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠાં છે. ત્યાં જ મોક્ષા કહે.

મોક્ષા : " હવે બહુ થોડાં દિવસો રહ્યા છે. કાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવી પડશે. "

મંથન :" મોક્ષા, તું જરા પણ ચિંતા ન કર, હું આજે જ કંકોતરીની ડિઝાઈન જોઈ ફાઇનલ કરી આવીશ."

ત્યાં જ મંત્ર આવે છે....

મંત્ર :" જય શ્રી કૃષ્ણ " ગુડ મોર્નિંગ મોમ, ડેડ આપ જરા પણ ટેન્શન ન લો, ડેડ, કેટરિંગ અને ડેકોરેશનનું કામ હું અને આરવ સંભાળી લઇશું."

શારદાબા :" હા, અને મોક્ષા તું થોડાં દિવસો પછી મુંબઈ જજે. પરીને જે જોઈતું હોય તે ત્યાંથી જ શોપિંગ કરી લેજો. "

મંથન :" જોયું, મોક્ષા તું ખોટું ટેન્શન લે છે. અહીં સારામાં સારી હોટલ છે. તે મારો મિત્ર છે. લગ્ન માટે તે બુક કરાવી લઉં છું.

શારદાબા, મંથન, મોક્ષા અને મંત્ર લગ્નની તૈયારીઓનું આયોજન કરવા લાગ્યાં. મંથન અને મોક્ષા ઓફિસ જવા નીકળે છે. મંત્ર કોલેજ ગયો.

મંથન મોક્ષાને ઓફિસ મૂકી હોટલ જોવાં જાય છે. ત્યાંજ મંથનનાં ફોનમાં કોલ આવે છે.

પરી :" હેલ્લો, ગુડ મોર્નિંગ ડેડ "

મંથન :" ગુડ મોર્નિંગ બેટા... લગ્નની તારીખ નક્કી થઈ. હું હોટલ જોવાં જાઉં છું. મારી દીકરીનાં લગ્ન હું ખૂબ ધામધૂમથી કરીશ. જોજે દુનિયા પણ જોતી રહી જશે. ! "

પરી :" હા, ડેડ I Love You So Much " મોમ તમારી સાથે છે ?"

મંથન :" ના, એ ઓફિસમાં છે. "

પરી :" ઓકે, ડેડ મારા લેક્ચર છે. હું પછી કોલ કરું. બાય બાય..."

મંથન હોટલ પહોંચે છે. હોટલ " ઝરૂખો " રજવાડી ઠાઠમાઠ અને કોતરણીથી ભરપૂર પરંપરાગત હોટલ જોઈ મંથન મંત્રમુગ્ધ થઈ ગયો. મંથન તો નક્કી કરીને હોટલનું એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું. ત્યાંથી મંથન કંકોત્રીની ડિઝાઈન જોવા જવાનો હતો. હજુ તો કારમાં જ હતો અને કોલ આવ્યો.... ચાલું કારે કોલ રિસિવ ન કરતાં મંથન થોડીવાર રહીને આવેલાં પર કોલ કરે છે. તો તે સાંભળીને મંથન પરસેવે રેબઝેબ થઈ ગયો. તેનાં હદયનાં ધબકારા વધવા લાગ્યાં. માંડ માંડ પોતાની જાતને સંભાળી તે કાર ડ્રાઈવ કરી સી. ટી. હોસ્પિટલ પહોંચે છે. ( ક્રમશ:)

( કોનો ફોન હતો ? એવું તો શું સાંભળ્યું મંથને કે તે સાવ ઢીલો થઈ ગયો ? આ બધાં સવાલોનાં જવાબ મેળવવા આપે આગળનો ભાગ વાંચવો જ રહ્યો. તો ભાગ ૧૧૨ જરૂરથી વાંચશો.. )


❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૧૧૨

💐💐💐💐💐💐💐💐

( મંથનનાં ફોનમાં કોલ આવે છે. કે મોક્ષાને હોસ્પિટલ લઈ ગયાં. આ સાંભળી મંથન પરસેવે રેબઝેબ થઈ ગયો. હવે આગળ.....)

મંથનનાં ફોનમાં તેની ઓફિસનાં જૂનાં મુનિમ હસમુખ ભાઈનો ફોન આવે છે કે મોક્ષાને ચક્કર આવતાં બેહોશ થઈ ગઈ છે. આ સાંભળી મંથન પરસેવે રેબઝેબ થઈ ગયો. ગમે તેમ કરીને તે સી. ટી . હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલ સ્ટાફ મોક્ષાને સ્ટેચર પર લઈ જઇ રહ્યાં હતા. મોક્ષાને આવી હાલતમાં જોઈ મંથન કેટલાય વિચારો કરવાં લાગ્યો..... શું થયું હશે મોક્ષાને ? કેમ બેહોશ થઈ ગઈ? બેબાકળો બનેલો મંથન મંત્રને ફોન કરે છે. મોક્ષાનું ચેક અપ થતું હતું. ઓફિસનાં જૂનાં મુનિમ હસમુખ ભાઈ અને બીજા લોકો મોક્ષાને હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. હસમુખ ભાઈ કહે.

હસમુખ ભાઈ :" હું મેડમની કેબિનમાં ગયો તો મેડમ બેહોશ હતાં. ખુરશીમાં એક બાજુ માથું ઢળેલું હતું. અને મે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી મેડમને અહીં લાવ્યાં."

મંથન :" અંકલ, આપનો ખૂબ ખૂબ આભાર. "

હસમુખ ભાઈ :" અરે ! બેટા, એમાં આભાર ન હોય. આટલાં વર્ષોથી હું અહીં કામ કરું છું. તમે ચિંતા ન કરો, મેડમ બરાબર થઈ જશે. "

ત્યાં જ મંત્ર અને આરવ પણ આવ્યાં. મંત્ર ડરી ગયેલો હતો. તે આવીને સીધો મંથનને ભેટીને રડવા લાગે છે.

મંથન :" બસ, રડ નહીં. હમણાં જ રિપોર્ટ આવશે. મોમ બરાબર જ હશે."

ત્યાં જ ડોકટર બોલાવતાં મંથન, મંત્ર અને આરવ ત્યાં જાય છે. મોક્ષા હવે ભાનમાં આવી ગઈ હતી.

ડોકટર :" મેમ, અશકિતને કારણે ચક્કર આવવાથી બેહોશ થયાં. છતાં પણ કાલે સવારે બીજા રિપોર્ટ પણ કરી લઈશું. "

મંથન :" ઓકે, ડોકટર આભાર આપનો. અત્યારે ઘરે લઈ જઈએ?"

ડોકટર :" હા, થોડી દવાઓ લખી આપું છું. તેમને આરામ કરાવજો. અને કાલે સવારે આવજો. "

મંથન :" ઓકે, "

મોક્ષાને ઘરે લઈ ગયા. શારદાબા પણ આમ અચાનક અત્યારે મોક્ષાને આવેલી જોઈ ગભરાઈ ગયાં.

શારદાબા :" શું થયું ? મોક્ષા બરાબર તો છે ને ? "

મંથન :" હા, બા બસ અશકિતનાં કારણે બેહોશ થઈ ગઈ. ડોકટરે આરામ કરવાનું કહ્યું છે. "

મોક્ષા :" તમે બધાં ખોટી ચિંતા કરો છો. હું બરાબર છું. અને હા, પરીને કોઈ કશું કહેતા નહી. નકામી તે ચિંતા કરશે. હજુ હમણાં જ ગઈ છે તો વળી સમાચાર સાંભળીને પાછી આવશે. "

મંત્ર :" હા, મોમ આપ ચિંતા ન કરો, દીદીને કોઈ કાંઈ નહી કહે. આપ આરામ કરો."

મંથન :" હા, મોક્ષા હવે આરામ. તારે થોડાં દિવસો સુધી ઓફિસ પણ આવવાનું નથી. "
( ક્રમશ:)

( મંથન પોતે તો મોક્ષાને ચિંતા ન કરવાનું કહે છે. પણ મોક્ષા તેની જાન છે, દિલનો ધબકાર છે. જીવનની દરેક મુશ્કેલીઓમાં તેની સાથે અડીખમ ઉભી રહી છે. અને આમ અચાનક મોક્ષા બિમાર થતાં મંથન ચિંતિત થઈ ગયો. )

વર્ષા ભટ્ટ( વૃંદા)
અંજાર