Mamata - 109-110 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 109 - 110

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

મમતા - ભાગ 109 - 110

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૦૯

💐💐💐💐💐💐💐💐

(અંતે આરવ અને એશાનાં લગ્ન થયાં. અલકાબેન અને પ્રેમ મુંબઈ જવા નીકળે છે. હવે આગળ....)

સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. પંખીઓ પોતાના માળામાં જતાં હતાં. મોક્ષા અને પરી એશાને લેવાં માટે ગયાં. એશા પિંક સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. નવી દુલ્હન હોવાં છતાં એશાએ આવતાંની સાથે જ ઘરને પોતાનું માની લીધું હતું. ચા, નાસ્તો કરી એશા, પરી અને મોક્ષા સાથે જવાં નીકળે છે. આરવ પણ પાછળ આવે છે તો પરી મસ્તી કરતાં કહે છે.

પરી :" બસ, હો હવે હું એશાને લઈ જાઉં છું. આપ અહીં જ રહો !"

આરવ આ સાંભળી માથું ખંજવાળતો શરમાઈ જાય છે. એશાને લઈ પરી અને મોક્ષા " કૃષ્ણ વિલા " માં આવે છે.

પરી :" મોમ, બે દિવસ પછી હું મુંબઈ જવા નીકળું છું. બરાબરને એશા ? "

એશા :" પરી તું જા . હું થોડાં દિવસો પછી આવીશ. હજુ પપ્પાની તબિયત સારી નથી. તો મારે અહીં રહેવું જોઈએ. તું હોસ્ટેલ ન રહેતાં મોમ સાથે રહેજે. તો મોમને પણ એકલું ન લાગે ઓકે ડિયર ."

પરી :" ઓહો! ઓહો ! એશા મેડમ તો પાકા બહુરાણી બની ગયાં."

મોક્ષા :" હા, બેટા એશા બરાબર જ કહે છે. તું એકલી જ જા. "

પરી :" ઓકે, મોમ મંત્રને પણ કહેજે મારી ટિકિટ બુક કરાવી દે. છે ક્યાં તારો લાડલો? ઘરમાં તો રાજકુમારનાં પગ ક્યારેય ટકતાં જ નથી ."

પરી અને એશા ઉપર તેનાં બેડરૂમમાં જાય છે.

પરી :" ઓ બહુરાણી કેવી રહી તારી ફર્સ્ટ નાઈટ? આરવે સુવા દીધી કે નહીં! પુરી રાત જગાડી કે શું? ( પરી આંખ મીંચકારે છે.)

એશા :" ( શરમાઈને ) જોરથી પરી સામે પીલૉ ફેંકે છે. અરે ! તારો વારો પણ જલ્દી જ આવે છે હો ! પ્રેમ વગર તને પણ ગમતું નથી હો ! તું તો મુંબઈ જવા ઉતાવળી બની છે. "

પરી :" હા, એતો ડિયર પ્રેમ વગર એક પણ પળ રહેવું મુશ્કેલ છે. હું પણ જલ્દ થી મીસીસ પ્રેમ બની જાવ ! અને પરી સપનાઓમાં ખોવાઈ જાય છે.

એશા :" ઓ, મેડમ સપનાં પછી જોજો નીચે આન્ટી ડિનર માટે બોલાવે છે. અને હા, આરવ મને તેડવા પણ આવશે હો ! "

પરી :" એમ, તો મેડમ હવે મને મુકીને આરવની બાહોમાં જશે એમ ને ! યાર, આજની રાત અહીં રહી જા ! ( એમ કહી પરી એશાને ખીજવે છે. )"

આરવ પરીને લેવા માટે આવી ગયો. મંત્ર પણ સાથે જ હોય છે.

મંત્ર :" તારે તો જલસા હો ! યાર ."

આરવ :" તારે પણ ફટાકડી સાથે જલસા છે હો ! યાર. "

મંત્ર :" ધીમે બોલ....."

ત્યાં જ ઉપરથી પરી અને એશા નીચે આવે છે. બધાં સાથે મળીને ડિનર લે છે. મોક્ષા એશાને ગિફ્ટ આપે છે. એશા મોક્ષા અને પરીને ભેટે છે. આરવ એશાને લઈ ઘરે જવા નીકળે છે.( ક્રમશ)

તો કેવું રહેશે આરવ અને એશાનું લગ્ન જીવન? પરી અને પ્રેમનાં લગ્ન થશે ? તે વાંચવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો. ?

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૧૧૦

💐💐💐💐💐💐💐💐

( આખરે આરવ અને એશાનાં લગ્ન થયાં. હવે આગળ.....)

સમયનું ચક્ર સતત ચાલ્યાં જ કરે છે. બે દિવસ તો ચપટી વગાડતાં પૂરા થયાં. આજે સાંજે પરી માટે મુંબઈની ફ્લાઈટ હતી. મંત્ર પરીને એરપોર્ટ મુકવા માટે જાય છે. તો ભાઈ બહેન કારમાં વાતો કરે છે.

પરી :" મંત્ર, એક વાત કહું ?"

મંત્ર :" બોલોને દી "

પરી :" શું તું મિષ્ટિ માટે સિરિયસ છે. ?"

મંત્ર :" દી, હજુ કંઈ વિચાર્યું નથી. પહેલાં કોલેજ પૂરી થવા દ્યો."

પરી :"મિષ્ટિ ખૂબ સારી છોકરી છે. અને અંકલ પણ જાણીતા છે. તારા જેવા રખડુંને તો મિષ્ટિ જ હેન્ડલ કરશે ! એમ બોલી પરી મંત્રનો કાન ખેંચે છે."

બંને ભાઈ બહેન મજાક મસ્તી કરતાં એરપોર્ટ પહોંચી ગયા.

મુંબઈ એરપોર્ટથી પરી સીધી હોસ્ટેલ જવાને બદલે એશાનાં ઘરે ગઈ. અલકાબેન તો પરીને જોઈ ઘણાં સવાલો કરે છે.

અલકા બેન :" કેમ છે એશા ? બરાબર તો છે ને ? તેને ત્યાં ફાવી ગયું છે ને ? "

પરી :" રિલેક્ષ આન્ટી ! એશા ત્યાં બહુ ખુશ છે. ઘરમાં પણ બધાં જ એશાને સાચવે છે. એશાએ કહ્યું તું જા હું થોડાં દિવસો પછી આવીશ. અને હા, જ્યાં સુધી એશા ન આવે ત્યાં સુધી હું આપની સાથે રહીશ. ત્યાં જ પરીનાં ફોનમાં આવે છે. સ્ક્રિન પર પ્રેમ નામ આવ્યું.....

પ્રેમ :" તો મેડમ આપ આવી ગયાં એમ ને ?"

પરી :" હા, યાર તારા વગર તો બે દિવસ મને બે મહિના જેટલાં લાગ્યાં. "

પ્રેમ :" એમ ! તો હવે મોમને કહી આપણે પણ બેન્ડ બાજા વગડાવીએ. "

પરી :" હા, હા, બસ થોડી ધીરજ ધર, મોમે કહ્યું કે ડેડ સાથે વાત કરી તારીખ નક્કી કરશે."

પ્રેમ પંખીડા પોતાની મીઠી મધુરી વાતોમાં મશગૂલ બન્યાં.

પૂનમની ચાંદની રાત હતી. ચન્દ્રની શીતળ ચાંદનીમાં મોક્ષા અને મંથન બહાર ગાર્ડનમાં હિંચકા પર બેસેલા છે. અને મોક્ષા કહે..

મોક્ષા :" મંથન, હવે પરીનાં લગ્નની તારીખ આપણે નક્કી કરી લઈએ."

મંથન :" હા, મેડમ હું પણ એ જ વિચારૂ છું. હવે થોડાં જ દિવસોમાં પરીની ઈન્ટરસીપ પૂરી થાય છે. હજુ તો મંથન વાત કરે છે ત્યાં જ મોક્ષાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. "

મંથન :" મેડમ, હજુ વાર છે અને દીકરીઓ તો હોય છે જ વહાલી ! તેને પારકાં ઘરે મોકલતાં કંઈ મા નું હૃદય વિહવળ ન બને ! એશાનાં લગ્ન સમયે અલકાબેન પણ ઘણાં દુઃખી હતાં. તેને તો કોઈ સહારો પણ નથી. તો પણ એશાને સાસરે મોકલીને ?"

મોક્ષા :" હા, પણ મારે તો પરીને અહીં જ રાખવી છે. મારી સાથે . પ્રેમ અને બાને પણ અહીં જ રાખીશું આપણે. "

મંથન :" એમ, મેડમે તો બહુ મોટો પ્લાન કરી રાખ્યો છે. હો ! "

મંથનનાં ફોનમાં કોલ આવ્યો અને મંથન વાત કરતાં કરતાં વૉક કરે છે.

" કૃષ્ણ વિલા " બંગલામાં સોનેરી સવાર... આજે શારદાબાએ તેનાં જાણીતાં મનસુખ મહારાજને ઘરે બોલાવ્યાં છે. પરી અને પ્રેમનાં લગ્નની તારીખ નક્કી કરવા.
મંથન અને મોક્ષા પણ આવે છે. મહારાજ બરાબર એક મહિના પછીની તારીખ આપે છે. બે, ત્રણ તારીખો નક્કી કરે છે. પરીને પુછીને ચોક્કસ ફાઇનલ તારીખ નક્કી કરશે.

મોક્ષા એક બાજુ ખુશ છે. કે તેની લાડલી દુલ્હન બનશે તો પોતાનાથી દૂર જશે એ વિચાર માત્રથી તેનું દિલ રડે છે. ( ક્રમશ:)

( મોક્ષાની લાડલી પરી, મંથનનાં દિલનો ટૂકડો એવી પરીનાં લગ્નની તારીખ નક્કી થઈ. તો રાહ શેની જુઓ છો મિત્રો તમારે પણ પરી અને પ્રેમનાં લગ્નમાં જરૂરથી આવવાનું છે. હો ! )

વર્ષા ભટ્ટ( વૃંદ)
અંજાર