Ek Punjabi Chhokri - 42 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 42

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 42

મયંક ને સોનાલી વિચારોમાં ખોવાયેલા હતા અને સોહમ તેની ને સોનાલીની લવ લાઈફ વિશે વિચારતો હતો.આજે તેના માટે ખૂબ જ ખુશીનો દિવસ હતો.આમ બધા પોતપોતાના વિચારોમાં મશગૂલ હતા ત્યાં કૉલેજ આવી જાય છે અને ત્રણેય ક્લાસરૂમમાં જાય છે.સોહમ પોતાના ક્લાસમાં જવા જાય છે ત્યારે સોનાલી તેને રોકીને કહે છે તારું ધ્યાન રાખજે હજી તું પૂરી રીતે સાજો નથી થયો.મયંક સોહમ ને સોનાલીને સાથે જોઈ જલન અનુભવે છે પણ કંઈ બોલી નથી શકતો.તે બંને ક્લાસમાં જાય છે. સોનાલી મોકો શોધે છે મયંકને બધું સાચું કહેવા માટેનો પણ વારાફરતી બધા લેક્ચર ચાલુ જ રહે છે પછી બ્રેક આવી જાય છે.સોનાલી મયંકને કહે છે મયંક મારે તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે.મયંક કહે છે હા બોલ સોનાલી તારે શું કહેવું છે? સોનાલી કંઈ કહે તે પહેલા સોહમ તેને બોલાવીને કહે છે તને પ્રીન્સિપલ સર બોલાવતા હતા. સોનાલી ને સોહમ સર પાસે જાય છે સર સોનાલીને કહે છે તારા ઉપર જે ગુંડાઓએ વાર કર્યો હતો તેમાંથી જે એક મેઇન ગુંડો હતો તે ફરાર થઈ ગયો છે. આપણે અત્યારે જ પોલીસ સ્ટેશને જવું પડશે. સોહમ પણ સોનાલી સાથે જવાની જીદ કરે છે પણ સોનાલી તેને સાથે લઈ જવાની ના પાડે છે, કારણ કે હજી પણ તેના શરીરમાં નબળાઈ હતી.

સોહમ સરના ઓફિસની બહાર જઈને મયંકને બધી વાત કરે છે અને તેને સોનાલી સાથે જવાનું કહે છે.મયંક તરત સોનાલી પાસે પહોંચી જાય છે તે સરના ઓફિસની બહાર આવી ગઇ હતી ને સર તેની મિટિંગ ને બીજા કામો કેન્સલ કરતા હતા.મયંક સોનાલી સાથે જવાની વાત કરે છે તો પેલા સોનાલી ઉતાવળમાં હા પાડી દે છે,પછી તેને યાદ આવે છે કે સોહમના શરીરમાં ખૂબ જ નબળાઈ છે અને તેને એકલો ઘરે મોકલવો સેફ નથી તેથી સોનાલી મયંકને કહે છે મયંક તું સોહમને લઈને ઘરે જા ને મારી ખોટી ચિંતા ન કર હું એકલી જ પોલીસ સ્ટેશને જાઉં છું અને હું એકલી ક્યાં છું સર તો મારી સાથે છે જ પછી શું ચિંતા કરવાની. મયંક ઘણીવાર સુધી સોનાલીને સમજાવે છે પણ તે મયંકની વાત માનતી નથી અને છેલ્લે મયંકને સોહમ સાથે મોકલવા મયંકને કહે છે તું કેટલો મતલબી છો સાવ મયંક.તારા હાથમાં ચોટ હતી ત્યારે સોહમ તને કેટલા દિવસ સુધી લેવા મૂકવા આવતો હતો અને એક તું છે જે સોહમ નું એક દિવસ પણ ધ્યાન નથી રાખી શકતો.સોનાલીની વાત થી દુઃખી થઈ મયંકને ન છૂટકે સોહમ સાથે જવું પડે છે.

મયંક સોહમ પાસે જઈને બધી વાત કરે છે.સોહમ મયંકને કહે છે યાર સોનાલી એ તને મારી સાથે મોકલવા માટે આવું કર્યું છે મયંક પણ સોહમ ને સમજાવતા કહે છે તું ચિંતા ન કર.સોનાલી સર સાથે ગઈ છે અને તને મૂકીને તરત હું સોનાલીને લેવા માટે પોલીસ સ્ટેશને જતો રહીશ અત્યારે હું સોનાલીની વાત નહીં માનું તો તે બહુ ગુસ્સો કરશે.સોહમ પણ મયંકની વાત માની લે છે અને કહે છે હા મયંક તું મને જલ્દીથી ઘરે છોડી દે પછી સોનાલી પાસે જતો રહેજે.એને આપણી જરૂર છે.

મયંક જલ્દીથી બાઇક લઈને સોહમને મૂકવા જાય છે પણ તેની અડધી કલાક પહેલા સર ને સોનાલી પોલીસ સ્ટેશને જવા માટે નીકળી ગયા હતા.સર ને સોનાલી પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર તેમની રાહ જોઈને જ બેઠા હતા. તે તરત બોલે છે,"કૈસે હો સરજી ઔર તુસી કૈસે હો પુતરજી."સર ને સોનાલી બંને કહે છે મજામાં. પછી સર બધા ગુંડાને બતાવતા કહે છે આમાંથી એક ભાગી ગયો છે આમ તો મેં આખી પોલીસ ટીમને આની પાછળ લગાવી દીધી છે પણ સોનાલી તું ધ્યાન રાખજે.બહાર એકલી ન જતી કોઈને લીધા વગર તારા ઉપર તે વાર કરી શકે છે અને હા તારા બંને ફ્રેન્ડ આજે તારી સાથે ન આવ્યા તો પ્રિન્સિપલ સર કહે છે, સોહમને મગજમાં તાવ ચડી ગયો હતો તેથી ખૂબ નબળાઈ છે અને મયંક તેને છોડવા માટે ગયો છે.સોહમને છોડીને મયંક સીધો અહીં જ આવશે. પ્રિન્સિપલ સર પોલીસ ઇન્સ્પેક્ટરની રજા લે છે.

શું મયંક સોનાલીને લેવા માટે પોલીસ સ્ટેશને આવશે?
શું પેલો ગુંડો પોલીસના હાથમાં આવી જશે?


આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી...