Kanta the Cleaner - 27 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 27

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 27

27.

"આ તો મારા લોકરમાં હતી. મારું અંગત લોકર અડવાનો કોઈને હકક નથી." કાંતા ટાઈમર સામે જોતી બોલી.

"જો કાંતા, તારું પર્સનલ કશું જ નથી. તું હોટેલની એમ્પ્લોયી છો અને હોટેલ તને તારું યુનિફોર્મ, ટિફિન વગેરે સાચવવા લોકર આપે છે. ગેસ્ટની આપેલી ગિફ્ટ સાચવવા નહિ. શક પડે તો અમે તે ખોલી શકીએ છીએ. આની ચાવી, માસ્ટર કી અમને તારી સિનિયર મોના મેથ્યુએ જ આપી. " ગીતાબા અદબ વાળતાં બોલી રહ્યાં.

"તને ખબર છે, કાંતા, તું અમારી નજરમાં વીઆઇપી છે. સારા અર્થમાં નહીં. તેં પોતે સાબિત કર્યું છે કે તું મહત્વની ચીજોને બાજુમાં રાખી શકે છે. સત્યને તારી તરફેણમાં લાગે એમ તોડી મરોડી રજૂ કરી શકે છે. હવે છેલ્લી તક આપું. કહી દે કે તું સરિતાના સંપર્કમાં છે કે નહીં." અધિકારી પોતાની હથેળીમાં સ્ટીક ફટકારતાં બોલ્યા.

"અત્યારે હું તેના સંપર્કમાં નથી." કાંતાએ કહ્યું પણ તેના પેટમાં અજબ ફાળ પડી.

"મોનાએ જ કહેલું કે તારી અને સરિતા વચ્ચે એક ગેસ્ટ અને એક ક્લીનર વચ્ચે હોય તે કરતાં કાઈંક વિશેષ સંબંધો હતા. અને પાછા સ્ટાફમાં બીજા કોઈ સાથે તારે ખાસ સંબંધ નથી. સાચું?

"મને તો ખબર છે કે અમુક લોકો મારી પીઠ પાછળ હસે છે. ખાસ કોઈ સાથે સારા નહીં, બિલકુલ નહીં. મોનાને મારી સાથે બારમો ચંદ્રમા છે. મને એની સાથે નહીં. હું ભલી અને મારું કામ ભલું."

"તને હોટેલમાં તારા કો વર્કરમાંથી કોની કોની સાથે સારા સંબંધ છે?" ગીતાબા પૂછી રહ્યાં.

"કોઈ સાથે નહીં. સાચું કહું છું."

કાંતાએ રાઘવ અને જીવણ વિશે કાઈં જ ન કહ્યું. એમને આ અપમૃત્યુ સાથે શું લેવા દેવા?

"બીજું તો ઠીક, તું સરિતાની ખાસ દોસ્ત છો ને? તો કહે, એ તને છેલ્લી ક્યારે મળેલી?"

"તે દિવસે જ, જ્યારે લાશ મળી. મને રાધાક્રિષ્નન સરે કહ્યું છે કે તેને સેકન્ડ ફ્લોર પર કોઈ રૂમમાં રાખવામાં આવ્યાં છે. પછી મને મળ્યાં નથી."

"છેલ્લું. તને સાચે ખબર નથી કે તે ક્યાં છે? તે પછી તને મળેલાં? જરાય છુપાવતી નહીં. નહીં તો આગળ જતાં તને ભારે પડી જશે."

અધિકારી કાંતાને ખભે હાથ મૂકી ચેતવણીના સૂરમાં કહી રહ્યા.

"મને પછીની ખબર સાચે જ નથી. સેકંડ ફ્લોર પર મને મોના જવા દેતી નથી."

"તું એ પણ સાંભળી લે. હવે તું પણ શંકાના દાયરામાં છે. ખૂન હોય તો મદદગારીમાં. અગ્રવાલની લાશ ફરીથી જોઈ ત્યારે તેં જે જોયેલું એ કહી દે."

"એની આંખ પાસે જાંબલી ડાઘ હતા. લાશ ભૂરી પડવા લાગેલી. ઊંધા સુતા જોયેલા ત્યારે એવું ન હતું."

"બીજો ઓટોપ્સી રિપોર્ટ આવે એટલે ખબર પડશે કે એ કુદરતી મૃત્યુ હતું કે બીજું.

ત્યાં સુધી તારો પાસપોર્ટ જપ્ત રહેશે. તું શહેર છોડી શકીશ નહીં અને અમે બોલાવીએ ત્યારે આવવું પડશે.

"મારે ક્યાં જવાનું હોય? અને મારી પાસે પાસપોર્ટ છે જ નહીં." કાંતાએ કહ્યું.

"અને તું ક્યાંય જઈ શકીશ નહીં. અમે સતત તારી પર નજર રાખતા હશું." અધિકારી લાઈટ બંધ કરતાં બોલ્યા.

"નજર રાખતા રહેશું એટલે?" કાંતાએ પૂછ્યું.

તેઓ વેધક આંખે કાંતા સામે જોઈ રહ્યા.

"તું જે પણ હજી સુધી છુપાવતી હો, તું કદાચ જેને પણ છાવરવા વિગતો છુપાવતી હો, એ બધું અમને ખબર પડી જ જશે. પોલીસ તરીકે અમે એટલું શીખ્યા છીએ કે ધૂળ નાખી થોડો વખત ગંદવાડ છુપાવાય પણ આખરે તો પાપ છાપરે ચડીને પોકારે જ છે. ગુનાને લગતું કાઈં પણ છુપાવો, એક તબક્કે સામે આવી જ જાય છે. અમે એ તકની જ રાહ જોશું. તું સમજી ને?"

"પણ મેં છુપાવ્યું નથી અને ખાલી કોઈ હકીકત છુપાવવાથી ક્યો મોટો ગુનો બને?" કાંતાએ થાય એટલી હિંમત એકઠી કરતાં કહ્યું.

"ખૂનમાં મદદગારીનો. અત્યારે તો તારી ઉપર ખૂનનો ગુનો છે, તને ખબર છે?" અધિકારીએ કાંતાની નજીક જઈ કહ્યું.

કાંતા એકદમ બેહોશ થઈ ગઈ.

તેનાં મોં પર પાણી છાંટી ઇન્સ્પેકટર ગીતા જાડેજા તેને ભાનમાં લાવ્યાં.

"ખૂનનો આરોપ હજી દાખલ કર્યો નથી. પુરાવા શોધીએ છીએ. ત્યાં સુધી તારી તપાસ અત્યારે પૂરી." અધિકારીએ કહ્યું.

"હું હવે ઘેર તો જઈ શકુ છું ને? કાંતાએ પૂછ્યું. "અને કોઈ સ્ટોર, પહેલાં અત્યારે જ રેસ્ટ રૂમમાં.." તેણે ચીડમાં આગળ પૂછ્યું. પોતે કાઈં કર્યું નથી પછી આ બધું શું?

"અરે ભાડમાં પણ જા. બહુ ચાંપલી થાય છે તે." ગીતાબા તેની સામે ગુસ્સામાં બરાડ્યાં.

"હું મારા કામ પર જઈ શકું?" કાંતાએ અચકાતાં પૂછ્યું.

"હજી તને એમ છે કે નોકરીમાં તું ચાલુ હોઈશ?" અધિકારીએ કહ્યું.

કાંતા હથેળીમાં મોં રાખી રડી પડી.

"મારું કોઈ નથી. મારી પાસે પણ કાઈં નથી. પ્લીઝ."

"ઠીક છે. અમે મિ.રાધાક્રિષ્નનને કહી જોશું. બાકી રહિમન બિગડે દૂધ કો મથે ન માખન હોય." કહેતાં ગીતાબા બહાર જતાં રહ્યાં.

ક્રમશ: