પ્રેમ સમાધિ
પ્રકરણ-95
માયા સતત લવ યુ લવ યુ કલરવને બોલી રહી હતી એણે બોલવાં સાથે ડુસકાં ભરવા શરૂ કરી દીધાં હતાં એનાંથી સહેવાઇ નહોતું રહ્યું.. કલરવે કહ્યું "માયા સાચુ છે એજ સ્વીકારવાનું હું ફક્ત મારી કાવ્યાને પ્રેમ કરુ છું એનાં સિવાય બધાં સંબધો બહેન અને માંનાં હોય.. સન્માનનાં હોય.. પ્રેમ માત્ર એક વ્યક્તિનેજ થાય છે એ કરવો નથી પડતો થઇ જાય છે તું હર્ટ થઇ હોય તારી લાગણી દુભાય હોય તો માફ કરજે.. મારી માત્ર કાવ્યાજ છે” એમ કહીને ફોન કટ કરી દીધો.
કલરવે ફોન પુરો કર્યો અને કાવ્યા કલરવને વળગી ગઇ એની આંખોમાં આંસુ ઉભરાયાં એ કલરવને વળગી ને ક્યાંય સુધી રડતી રહી પછી કલરવની સામે જોઇ બોલી... "કલરવ સારુ થયુ આ પણ સામે આવી ગયું નારણઅંકલ - આંટી પ્લાન બનાવીનેજ આવેલાં.. પણ તેં ખૂબ સ્પષ્ટ કરી દીધું મને ગમ્યું હવે કોઇ ગેરસમજ ના રહી... માયાને પણ સ્પષ્ટ થઇ ગયું મેં એનાં ભાઇનું આપણે બે એક થઇ ગયાં એવી ખબર પડી એટલે બધુંજ સ્પષ્ટ થઇ ગયું..”
કલરવે કહ્યું "કાવ્યા સારુ થયું શરૂઆતમાંજ સ્પષ્ટ થયું.. ચાલ હવે કોઇ સારી રેસ્ટોરાંમાં જમીએ ત્યાં બેસીને વાતો કરીશું.. સાચું કહુ મારાં માથેથી જાણે ભાર ઓછો થઇ ગયો..”. “પાપાનો હજી ફોન ના આવ્યો કાવ્યા બોલી...”
કલરવે કહ્યું "આવી જશે તેઓ કહેતાં હતાં કે ખૂબ અગત્યનાં કામે જવાનાં.. પણ કાવ્યા.. કંઇ નહીં છોડ મને બધાં બહુ વિચારો આવે છે”. કાવ્યાએ કહ્યું “શું વિચાર ? કહેને..”.
કલરવે કહ્યું “વિજય અંકલ નારણ અંકલને લીધાં વિનાંજ શીપ પર ગયાં.. નારણ અંકલને ઘરે મોકલી દીધાં... સાવ ખાસ ભાઇબંધ સાથે ના ગયાં.... ખબર નહીં મને કંઇક અજુગતુ લાગે છે ચોક્કસ કોઇ ખીચડી રંધાય છે.”
કાવ્યાએ કહ્યું "કલરવ સાચું કહું ? હું નારણ અંકલને જોઉં છું મને નેગેટીવ વાઈબ્સ આવે છે એ તો વરસોથી પાપાની સાથે છે. પોરબંદર હતાં પહેલાં બધાંજ ત્યારે તો માં પણ હતી.. એ સમયે હું ઘણી નાની પણ સમજદાર હતી નારણ અંકલની.. માં ને પણ તકલીફ હતી.. માં કદી એ લોકો સાથે ભળી શકી નહોતી એમાં મંજુ માસી સાથે તો બીલકુલ નહીં. પોરબંદરજ આપણું કામ ચાલતું પાપા પાસે ત્યારે સાવ નાની સ્ટીમર હતી શરૂઆતથી નારણ અંકલ સાથે હતાં પાપાની હિંમત મહેનતથી આગળ આવ્યાં સ્ટીમરમાંથી મોટી શીપ કરી બાકી નાની બોટ તો ઘણીયે..ધંધો ખૂબ વિકસાવ્યો.. પાપાની સાથે નારણ અંકલ પણ ખૂબ પૈસા કમાયાં મને બધુ યાદ છે ક્યારેક માં પાસે પાપા બેઠાં હોય.. ખેપ કરીને પાછાં આવ્યાં હોય ત્યારે વાત નીકળે ત્યારે માં કહેતી "વિજય મહેનત તમે કરો છો અને માલ આ લોકો ખાય છે તમારાં ધંધાની વાત છે પણ નારણભાઈ ઉપર આંધળો ભરોસો ના કરશો એમાંય મંજુભાભી તો... માં ને એલોકો દીઠાં ગમતાં નહી”.
કલરવે કહ્યું “ચાલ મારી સ્વીટુ હવે ભૂખ લાગી છે આમ વાતોનાં વડાથી પેટ નહીં ભરાય જમવું પડશે અને આજે તો આપણે બંન્નેએ એકબીજાનો તન-મન-જીવથી સ્વીકાર કર્યો છે મીઠું કંઇક ખાવુંજ પડશે.”. રેસ્ટોરામાં પ્રેવેશી કાવ્યાએ આંગળી ચિંધી કોર્નરની જગ્યા બતાવી કહ્યું “ચાલ કલરવ ત્યાં શાંતિથી બેસીએ..” કલરવ કાવ્યાને ત્યાં લઇ જઇ બેઠો અને બંન્ને જણાંએ મેનુ જોઇ ઓર્ડર આપ્યો....
************
કલરવ કાવ્યા સાથે વાત કરી.... ફોન અચાનક કટ થયાં પછી માયા ધૂંઆપુંઆ થઇ ગઇ એનાં ગુસ્સાનો પાર નહોતો એને એટલો આઘાત લાગ્યો કે એનું મન બહેલ મારી ગયું એને થયું હું શું કરી નાખું ? કલરવનાં સપનાં જોવા માંડી હતી સપનાં અને વિચારોમાં કલરવ સાથે પ્રણયનાં રંગ ખેલી રહી હતી પ્રેમ કરી રહેલી કેવાં કેવાં સ્વપ્ન સેવેલાં એકજ ક્ષણમાં જાણે રાખ થઇ ગયાં.. એણે મનમાં વિચાર્યુ કલરવ તું મારો નહીં થાય તો કોઇનો નહીં થાય.
એ કાવ્યાને તો હું... કલરવને મેળવીનેજ ઝંપીશ કાવ્યા પાસે રૂપાળું મોહક તન છે મારી પાસે પણ છે મારી જુવાની ફાટ ફાટ થાય છે એને હું મારાં રૃપથી એવો મોહાંધ કરીશ કે કાવ્યાને ભૂલી જશે હું જે કરવું પડે એ કરીશ... અરે ના કરવાનું કરીશ પણ કલરવને મેળવીને ઝંપીશ... તો શું ભાઇ કાવ્યાને છોડશે ? એ તો કાવ્યાને એ મેળવીને ઝંપશે.. હું ભાઇ સાથેજ કોઇ પ્લાન બનાવીશ.
******************
વિજયે શીપ પર બધીજ વિગત લીધી તૈયારીઓ જોઇ લીધી સુમન સાથે વાત કરી... ભાઉને કહ્યું "ભાઉ વરસાદ સતત ચાલુ છે કદાચ વર્તારા પ્રમાણે વધે પણ ખરો.. દરિયો.”. ભાઉએ કહ્યું “વિજય કામ એવું છે એટલે આપણે નીકળવું પડે એમ છે અને દરિયો તોફાની થશેજ મને કોઇ શંકા નથી. એટલે સાવચેતી રાખવી પડશે શીપમાં બધો સામાન-ખાદ્યસામગ્રી કાચો-પાકો માલ બધું પુરતું રાખવું પડશે”.
વિજયે હસતાં હસતાં કહ્યું "આપણાં માટે ક્યાં કોઇ નવાઇ છે કે પહેલીવારનું છે ? હાં પણ ઘરે કાવ્યા અને કલરવ એકલાં છે મને થાય છે કે દિનેશ મહારાજને શીપમાં સાથે નથી રાખવા એમને બંગલે પાછાં મોકલી દઇએ જેથી છોકરાઓનું ધ્યાન રાખે. બીજું એ પણ ભૂદેવ છે સારાં રસોઇયા છે બીજું કોઇજ વ્યસન નથી.. પેલી રેખા પણ નથી એમને સમજાવીને બંગલે મોકલી દઇએ બીજું એને કહીશું તમારી ફેમીલી બંગલે બોલાવી લો એટલે વાંધો નથી”.
ભાઉએ કહ્યું “વિજય તારી વાત સાચી છે છોકરાં એકલાં છે એમને દિનેશ રસોઇ કરી આપશે દિનેશની ફેમીલી કાવ્યાનું ધ્યાન રાખી શકશે કોઇ વ્યસન નથી એ સારું છે” ત્યાં વિજયે રાજુને કહીને દિનેશ મહારાજને બોલાવી થોડાં પૈસા આપ્યાં.. અને છોકરાઓને સાચવવાં બધી સૂચના આપીને રાજુને કહ્યું "તેં પૈસા મારાં કબાટમાં.... પછી આજુ બાજુ જોઇને કહ્યું બધુ બરાબર ગોઠવ્યું છે ને ? બંગલે કેશ રાખી છે ને ? કાવ્યાને મારે જણાવવું પડશે આ ભૂદેવને બંગલે મોકલી દે પછી આપણે નીકળીએ.”
રાજુએ કહ્યું “બોસ બધુંજ તમારી સૂચના પ્રમાણે પુરુ કર્યું છે તમે કાવ્યા દીકરીને જણાવી દો અને આપણે નીકળીશું એ પણ...” પછી ચૂપ થઇ ગયો.
વિજયે કાવ્યાને ફોન કર્યો... કાવ્યાએ તરતજ ઉપાડ્યો "બોલી" પાપા..... કેટલા વાગે...” એ આગળ પૂછે પહેલાં વિજયે કહ્યું “હું જે કહું છું એ શાંતિથી સાંભળ એમ કહીને 5-10 મીનીટ સુધી લાંબી વાત કરી સમજાવ્યું પછી કીધું હું થોડાં સમયમાં આવીશ દિનેશ મહારાજને મોકલુ છું બાકી આપણે વાત કરતા રહીશું....” કાવ્યા વિચારમાં પડી કે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-96