❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ : ૧૦૭
💐💐💐💐💐💐💐💐
( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવનાં પિતાની તબિયત સારી ન હતી. હવે આગળ....)
જીવનમાં કયારે શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી.! પરીનાં મોમ,ડેડની લગ્ન તિથીમાં એશા અને આરવ મળ્યાં. બંને સ્નેહનાં તાંતણે બંધાઈ ગયાં. પહેલા એશાની મોમનું ડિવોર્સ થયેલાં છે અને પછી એશા આરવ કરતાં ઉંમરમાં બે વર્ષ મોટી છે એવાં ઘણાં કારણો આવ્યા. પણ એશા અને આરવનાં પ્રેમની સામે અંતે બધાએ જ નમવું પડ્યું અને એશા અને આરવની સગાઈ કરી. અચાનક આરવનાં પિતાને એટેક આવતાં તેમની તબિયત ખૂબ નાજુક હતી. તેમની છેલ્લી ઈચ્છા આરવનાં લગ્ન જોવાની હતી. તો તે વાતને ધ્યાનમાં રાખીને બંને ફેમીલી સાથે મળીને એશા અને આરવનાં લગ્ન સાદાઈથી થાય તેમ નક્કી કર્યું.
અમદાવાદમાં જ આર્ય સમાજમાં એશા અને આરવનાં લગ્ન કરવા તે નક્કી થયું. મુંબઈથી પરી, પ્રેમ , એશા અને તેના મોમ અમદાવાદ પરીનાં ઘરે આવી ગયાં. લગ્ન માટે દરેક છોકરીએ કંઈક અલગ જ સપનાંઓ જોયાં હોય છે. પણ સપનાંઓ બધાં સાચાં નથી પડતાં.
એશા ઓરેન્જ ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરી પણ તેની સાથે જ હતી. એશાને દુલ્હનનાં કપડામાં જોઈ તેની મોમ અલકાબેન અને મોક્ષા બંનેની આંખોમાં આંસું આવી ગયાં. અલકાબેન માટે ડિવોર્સ પછી જીવવાનો સહારો માત્ર તેની લાડકી દીકરી એશા જ હતી. આજે તેને દુલ્હન બનેલી જોઈ અલકાબેન તેનાં આંસુઓને રોકી શકયા નહીં.તેને શાંત રાખી મોક્ષા પણ રડવા લાગી. પરી પણ બસ હવે થોડાક દિવસની જ મહેમાન હતી. મોક્ષા અલકાબેનને કહે.
મોક્ષા :" દીકરીઓ બસ એક અમાનત હોય છે. જેને સંભાળીને રાખવાની હોય છે. સમય જતાં યોગ્ય પાત્રને આ અમાનત સોંપવાની દરેક મા ની ફરજ છે."
આ સાંભળી અલકાબેન મોક્ષાને ભેટી ખૂબ રડે છે. ત્યાં જ પરી વાતાવરણને હળવું કરતાં કહે.
પરી :" ઓહ ! અહીં તો ગંગા, જમુના વહેવા લાગ્યાં, અરે! ચિલ્ડ એશા મુંબઈથી અમદાવાદ આવશે અને મોમ તમારૂ ધ્યાન રાખશે.અને હું અહીંથી મુંબઈ જઇશ અને આન્ટીને સંભાળીશ. ઓકે ચાલો હસો જોઈએ બધાં નહી તો મેકઅપ ખરાબ થઈ જશે "
અને પરી બધાં ને હસાવે છે.
બીજીબાજુ આરવ, મંત્ર અને આરવનું ફેમીલી પણ આવી ગયું. ઓરેન્જ મેચિંગ શેરવાની, ગોલ્ડન સાફામાં આરવ રાજકુમાર જેવો લાગતો હતો. મહેમાનો આવતાં જ મંથન અને મોક્ષા બધાં મહેમાનોનું સ્વાગત ગુલાબનું ફૂલ આપી કરે છે. ( ક્રમશ:)
( દિલનાં તાર ક્યાં કોની સાથે જોડાઈ જાય તે કોઈ જાણી શકતું ન હતું. આવું જ આરવ અને એશા સાથે થયું. દિલ મળતાં એક થયાં. અને આજે લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. તો આપ સૌ પણ જરૂરથી પધારશો. 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૧૦૮
💐💐💐💐💐💐💐💐
( માણો આરવ અને એશાનાં લગ્ન. તો રાહ શેની જુઓ છો.ચાલો તૈયાર થઇ જાઓ...)
બે અજાણ્યાં દિલ મળ્યાં અને એક તારથી જોડાઈ ગયાં. એવું કંઈક આરવ અને એશા સાથે થયું. ઘણી બધી મુશ્કેલી પછી આજે આરવનાં પિતાની તબિયત સારી ન હોવાથી આરવ અને એશાનાં લગ્ન સાદાઈથી નક્કી થયાં.
ઓરેન્જ ચોલીમાં એશા ખૂબ જ સુંદર લાગતી હતી. સામે આરવ પણ મેચિંગ શેરવાનીમાં ગજબ લાગતો હતો. થોડાં ગણ્યાં ગાંઠ્યા ઘરનાં લોકોની હાજરીમાં આરવ અને એશાનાં લગ્ન પૂરા થયાં. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શોરબકોર વગર લગ્ન થયાં. નહિતો જ્યાં મંત્ર અને પરી હોય ત્યાં મસ્તી ન હોય તેવું બને જ નહી ! આરવ અને એશાએ બધાં જ વડીલોનાં આશિર્વાદ લીધા.
લગ્નનાં થાક અને ઉજાગરાને કારણે પરી પણ આજ મોડે સુધી સુઈ રહી. તે જાગીને નીચે આવી તો પ્રેમ અને અલકાબેન જવાની તૈયારી કરતાં હતાં.
પરી :" ઓહ ! આન્ટી, આપ જાઓ છો ?"
પ્રેમ :" હા, પરી હું પણ આન્ટી સાથે જ જાઉં છું. બા ઘરે એકલાં છે. તું એશાને લઈ પછી આવજે."
અલકાબેન :" હા, બેટા એશા બે ત્રણ દિવસ બધી વિધીઓ પૂરી કરી લે પછી તમે બંને સાથે આવજો."
પ્રેમ :" પરી, મારૂ વૉલેટ શાયદ ઉપર ભૂલી ગયો છું."
પરી :" એમ, હું લઈ આવું."
પ્રેમ :" its ok હું લઈ આવું છું."
પ્રેમ ઉપર જાય છે સાથે પરી પણ તેની પાછળ જાય છે. પરી પાછળથી પ્રેમને પોતાની બાહોમાં લે છે. પ્રેમ પણ પરીનાં કપાળ પર હળવું ચુંબન કરે છે.
પરી :" એમ ! વૉલેટ ભુલાઈ ગયું હતું એમ ! તું પણ મારી સાથે રહી હોંશિયાર થઈ ગયો મિસ્ટર. "
પ્રેમ :" હા, યાર તને મળ્યા વગર થોડો જઈ શકું! હવે તો તું જલ્દીથી મારી સાથે કાયમી આવી જા. તારા વગર રહેવું મુશ્કેલ છે."
પરી :" ઓ, મિસ્ટર રોમીયો આપણે સાથે જ હોઈએ છે. આ બે દિવસ પછી હું પણ આવું જ છું."
પરી અને પ્રેમ નીચે આવે છે.
અલકાબેન :" બા, મોક્ષાબેન, મંથન ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એશાનાં લગ્નમાં આપે મને ખૂબ મદદ કરી "
મોક્ષા :" અરે ! એમા આભાર ન માનવાનો હોય ! એશા મારી પણ દીકરી છે. "
અલકા બેન :" પરી સાંજે એશાને પગફેરા માટે અહીં ઘરે લઈ આવજે."
મોક્ષા :" અરે ! તમે ચિંતા ન કરશો. એશાને હું અને પરી બંને સાથે તેડવા જઇશું."
પ્રેમ અને અલકા બેન શારદાબા, મંથન અને મોક્ષાની રજા લે છે. મંથન બંનેને એરપોર્ટ છોડવાં જાય છે. ( ક્રમશ:)
( આરવ અને એશાનાં લગ્ન ખૂબ સાદાઈથી થયાં. અલકા બેન અને પ્રેમ મુંબઈ જવા નીકળે છે. પરી હજુ રોકાણી હતી. તો શું આપ પરી અને પ્રેમનાં લગ્ન માણવા આતુર છો ? તો મને કમેન્ટ બોક્સમાં હા કે ના કહેશો. )
વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર