Mamata - 103-104 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 103 - 104

Featured Books
Categories
Share

મમતા - ભાગ 103 - 104

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૦૩

💐💐💐💐💐💐💐💐

(પ્રેમ હવે પિતાનું દુઃખ ભૂલી થોડો હળવો થયો. પરીએ પણ તેને સાથ આપ્યો હવે આગળ......)

"કૃષ્ણ વિલા" બંગલામાં કાનાની આરતી થતી હતી. મંથને ઘરે આવી બધી જ વાત મોક્ષા અને શારદાબાને કરી. બધાં જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. નાસ્તો કરતાં કરતાં મોક્ષા બોલી.

મોક્ષા :" મારી તબિયત હવે સારી છે. હું વિચારૂ છું કે આજે રાત્રે મુંબઈ સાધનાબેનને મળી આવું તો તેમને સારૂં લાગશે. "

શારદાબા :" હા, તારી વાત સાચી છે. તારે જવું જ જોઈએ."

મંથન :" હા, જઈ આવ. "

પરી આજ સવારે થોડી વહેલી જ ઉઠી હતી. આજે તેનું રિઝલ્ટ હતું. તો થોડી એક્સાઇટિંગ હતી. તે એશા સાથે વહેલી જ કોલેજ જવા નીકળી. કોલેજ પહોંચ્યા તો પ્રેમ અને બધાં મિત્રો હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને ચોકલેટ લઇ ઉભા હતાં. પરી તે જોઈ બોલી.

પરી :" શું થયું ? વાહ, તૈયારી જોરદાર હો ! "

પ્રેમ :" અરે ! તું સાંભળીશ તો ઉછળી પડીશ એવાં સમાચાર છે".

પરી :" એમ ! શું? છે ? બોલ..."

પ્રેમ :" પરી, તું અહીની મોસ્ટ ફેમસ રિલાયન્સ કેપિટલમાં સિલેક્ટ થઈ ગઈ."

પરી :" ઓહ! એમ !"

પ્રેમ પરીને ગળે લગાવી અભિનંદન આપે છે.

પરી :" અને તું ?"

પ્રેમ :" મારૂ પણ ત્યાં જ ડિયર "

પરી :" એમ, "

પરી તો ખુશીથી નાચી ઉઠી. તે તો પ્રેમને ગળે લગાવી કિસ કરી.

એશા :" ઓ, ડિયર આ કોલેજ છે હો !"

અને પરી શરમાઈને છૂટી પડી. બધાં જ સેલિબ્રેશન કરવાં બે લેકચર ભરી આજ હોટલમાં જવાનો પ્લાન કર્યો. પરીએ કહ્યું આજ પાર્ટી મારા તરફથી.

પ્રેમ, પરી એશા અને બધાં જ મિત્રો હોટલ " Moon Light " માં લંચ માટે આવ્યાં. સાથે કેક પણ મંગાવી. બધાં એ સાથે મળીને કેક કાપી આનંદથી લંચ એન્જોય કર્યું. ઘણાં સમય પછી પ્રેમનાં ચહેરા પર ખુશી દેખાણી. એ જોઈ પરી પણ ખુશ થઈ ગઈ.

પરી સાઈડમાં જાય છે અને મોક્ષાને કોલ કરે છે.

પરી :" હાય, મોમ ગેસ કરો એક સરસ સમાચાર આપું ."

મોક્ષા :" એમ !, શું ? તું બોલ ."

પરી :" મોમ, કાલે અમારી કોલેજમાં પ્લેસમેન્ટ હતું. અને મને અહીંની રિલાયન્સ કેપિટલમાં સારી પોસ્ટ પર જોબ મળી ગઈ છે. અને પ્રેમને પણ..."

મોક્ષા :" એમ, ગુડ " Congratulations ડિયર ... પ્રેમને પણ મારા તરફથી અભિનંદન આપજે. અને સાંભળ, હું આજે સાંજની ફલાઈટમાં મુંબઈ આવું છું. "

પરી :" એમ, સરસ મોમ તો હું પ્રેમ સાથે તેનાં ઘરે જ જાઉં. ઓકે "

મોક્ષા :" ઓકે, બાય સી. યુ સુન બેટા ."(ક્રમશ:)

(દુઃખ પછી ખુશીનાં સમાચાર મળતાં પરી અને પ્રેમ બંને ખુશ હતાં. હવે આગળ....)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૦૪

💐💐💐💐💐💐💐💐

(પરી આજે ખુશ હતી. કારણ કે તેનું પ્લેસમેન્ટ થયું હતું. વળી મોક્ષા પણ મુંબઈ આવતી હોય પરી વધારે ખુશ હતી. હવે આગળ.....)

સાંજ થતાં જ મોક્ષા મુંબઈ એરપોર્ટ પર જાય છે. મંથનને આજે ઓફિસમાં કામ હોવાથી ત્યાં જ ડિનર લેશે એવો કોલ આવ્યો. શારદાબા પોતાનાં પૂજા પાઠમાં વ્યસ્ત હતાં. બસ એક મંત્ર ને ક્યાંય ચેન પડતું ન હતું. ટેરેસ પર આમથી તેમ આંટા મારતો હતો. હમણાં ઘણાં સમયથી મિષ્ટિને મળ્યો ન હતો. ફોનનાં મેસેજીસ અને વાતોથી મંત્રનું પેટ ભરાતું ન હતું. અચાનક મંત્રને કંઈક વિચાર આવતાં ખુશ થઈ તે નીચે જાય છે. હોલમાં શારદાબા બેઠા હોય છે. ત્યાં જ મંથન કહે.

મંથન :" મોક્ષા પહોંચી ગઈ છે. ? કોલ આવ્યો?"

શારદાબા :" હા, મારે તેની સાથે વાત થઈ. સાથે સાથે સાધનાબેન સાથે પણ વાત કરી. આ ઉંમરે સાધનાબેન સાવ ભાંગી પડ્યાં છે."

મંત્ર :" ડેડ, હું મારા મિત્રો સાથે કાલે પાવાગઢ જવાનો છું."

મંથન :" સરસ, "

મંત્ર :" અમે વહેલી સવારમાં નીકળી જઇશુ."

મંથન :" ઓકે, ધ્યાન રાખજે."

બધાં સાથે ડિનર લઈ પોત પોતાના રૂમમાં સુવા ગયાં.

મંત્ર તો મિષ્ટિને મળવાંની ખુશીમાં નિંદર જ નહોતી આવતી. તે મિષ્ટિને સરપ્રાઈઝ આપવાનો હતો. મિષ્ટિનાં વિચારોમાં ખોવાયેલો મંત્ર સુઈ ગયો.

મોક્ષા પણ મુંબઈ સાધનાબેનનાં ઘરે પહોંચી. સાધનાબેનને ભેટી તેને સાંત્વના આપી. મોક્ષાને ક્યારેય મા નો પ્રેમ મળ્યો ન હતો પણ સાધનાબેને હંમેશા તેને મા ની " મમતા " આપી હતી. તે મમતાને સવાઈ કરીને એ જ મમતા મોક્ષાએ પરીને આપી હતી. પરી પણ ત્યાં જ હતી. મોક્ષાએ બધાં માટે ડિનર બનાવ્યું. બધાં સાથે મળીને જમ્યા. પ્રેમ અને પરીને મોક્ષાએ અભિનંદન આપ્યા.

બીજી બાજુ મંત્ર પણ વહેલી સવારથી પોતાની જાનેમન " ફટાકડી " મીઠડી મિષ્ટિને મળવાં નીકળી ગયો. સ્ટેશન પહોંચી મિષ્ટિને કોલ કર્યો.પણ મિષ્ટિ ફોન ઉપાડતી ન હતી. હવે શું કરવું ? મુંઝાયેલો મંત્ર વિચારવા લાગ્યો આ સરપ્રાઈઝમાં તો મિષ્ટિને મળાશે કે નહી ?

ત્યાં જ કોલ આવ્યો. સ્ક્રિન પર "ફટાકડી " નામ જોતાં જ મંત્ર ઊછળી પડયો.

મંત્ર :" Hi, good morning"

મિષ્ટિ :" Hi, good morning બોલ શું કામ હતું ? "

મંત્ર :" કેમ આજ મુડ નથી જાનેમન "

મિષ્ટિ :" ના, યાર બસ એમ જ બોલ.."

મંત્ર :" ઘણાં સમયથી આપણે મળ્યાં નથી ચાલ મળીએ !"

મિષ્ટિ :" ક્યાં ? કયારે ?"

મંત્ર :" તું સવાલો બંધ કર, સાંભળ હું તને લોકેશન મોકલું છું. ત્યાં આવ."

મિષ્ટિ :" અરે ! તું નીકળી ગયો ?"

મંત્ર :" હા, તું આવ..."

મિષ્ટિ :" આ મજનુ પણ ગજબ છે હો..."
(ક્રમશ:)

( મંત્ર અને તેની ફટાકડીની મીઠી મધુરી ગોઠડી વાંચવા આગળનો ભાગ વાંચવો જ પડશે હો.)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર