Mamata - 101-102 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 101 - 102

Featured Books
Categories
Share

મમતા - ભાગ 101 - 102

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ ૧૦૧

💐💐💐💐💐💐💐💐

( એક બાજુ સગાઈ થતાં બધાં ખુશ હતાં. તો બીજી બાજુ વિનીતની કાયમી વિદાયથી પુરૂં વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. હવે આગળ....)

કયારે શું થવાનું છે તે કોઈ જાણી શક્યું નથી. વિનીતની બિમારીની જાણ થતાં મોક્ષાની નારાજગી દૂર થઈ અને પરી અને પ્રેમની સગાઈ ધામધૂમથી કરી. ત્યાં જ વિનીતનાં સમાચાર.....

વિનીત અને પ્રેમ વચ્ચે કયારેય કોઈ સંવાદ કે લાગણીભર્યો સંબંધ ન હતો પણ હતો તો તેનો દીકરોને ! પહેલાં મા અને પછી પિતા બંનેને ખોઈ પ્રેમ સાવ સુનમુન થઈ ગયો. બસ, પરીનો પ્રેમ અને વિશ્વાસ પ્રેમને મજબૂત બનાવતા હતાં.

અમેરીકામાં વિનીતની અંતિમ ક્રિયા પૂરી કરી મંથન, પ્રેમ અને સાધનાબા મુંબઈ પાછા ફર્યા. સાધનાબા પણ સાવ ભાંગી ગયાં હતાં. પોતાની હયાતીમાં પુત્રને ખોવાનુ દર્દ તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. મંથન સાધનાબાને હિંમત આપે છે. પ્રેમને પણ ગળે લગાવી આશ્વાસન આપે છે. પરી પણ અહીં જ હતી. તેને પણ શાંત કરે છે. મંથન પરીને કહે,

મંથન :" પરી, હું સાંજે નીકળું છું. હવે તારે બા અને પ્રેમનો ખ્યાલ રાખવાનો છે."

પ્રેમ સાંજે મંથનને એરપોર્ટ છોડવાં જાય છે. મંથન પ્રેમને સ્ટ્રોંગ બનવા કહે છે. પ્રેમ એરપોર્ટથી ઘરે આવે છે તો સાધનાબા આંગણામાં હિંચકા પર માળા લઈને બેઠા હોય છે. પરી તેને ભાગવત ગીતાનો પાઠ સંભળાવે છે. પ્રેમ મનમાં જ વિચારે છે. ( હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર ! કે પરી જેવી જીવન સંગીની આપી. આવી દુઃખની ઘડીમાં મને સાથ આપે છે પણ બા ને પણ સંભાળી લીધાં છે. )

સૂરજ ડૂબી રહ્યો હતો. આકાશમાં પંખીઓ પોતાનાં માળા તરફ જતાં હતાં. સાંજનાં દીવાનો સમય થતાં જ સાધનાબા અંદર જાય છે. પરી હિંચકા પર બેસેલા પ્રેમની નજીક બેસે છે.હજુ કંઈ બોલે તે પહેલાં જ પ્રેમ ચોધાર આંસુઓથી રડવા લાગે છે અને પરીને ભેટી પડે છે. પરી પ્રેમને શાંત રાખે છે. પોતાની જાતને સ્વસ્થ કરી પ્રેમ કહે,

પ્રેમ :" પરી, કાલથી કોલેજ જવાનું છે. કાલે કોલેજમાં પ્લેસમેન્ટ માટે આવવાનાં છે. તારો સામાન પેક કર હું તને હોસ્ટેલ મુકી જાવ."

પરી :" હા, અને કાલે તારે પણ આવવાનું છે ઓકે ! કાલે સવારે આપણે સાથે નિકળીશું. હોસ્ટેલ થઈ પછી કોલેજ જઇશું."

રાતનું જમવાનું જમી બધાં બેઠા હતાં અને મોક્ષાનો કોલ આવે છે. મોક્ષા સાધનાબાને સાંત્વના આપે છે. પોતે જલ્દી જ મળવાં આવશે તેમ વાત કરે છે. મોક્ષા પ્રેમને પણ મજબૂત બનવાનું કહે છે. અને પરીને કહે તારે પ્રેમને સાથ અને હિંમત આપવાનાં છે. ( ક્રમશ:)

( વિનીતનાં જવાથી સાધનાબા અને પ્રેમ ભાંગી પડ્યા. પણ મંથન અને મોક્ષાનો સાથ તેને હિંમત આપતાં હતાં. પ્રેમને પણ પરીએ સંભાળી લીધો હતો. હવે આગળ....)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ ૧૦૨

💐💐💐💐💐💐💐💐

( જીવન અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતા. ... વિનીતને કેન્સર થયું અને સાધનાબા અને પ્રેમને છોડી ચાલી ગયો. હવે આગળ......)

સવારમાં ઉગતો સૂરજ રોજ કંઈક નવી આશા લઈને ઉગે છે. વિનીતનાં જવાથી પ્રેમ દુઃખી તો હતો પણ દુઃખને ભૂલી આગળ વધવુ પડે.....આજે કોલેજમાં પ્લેસમેન્ટ હતું તો પ્રેમ વહેલો ઉઠી સાધનાબાનાં આશીર્વાદ લીધા અને કોલેજ જવા નીકળ્યો.

બીજી બાજુ પરી પણ મંથન અને મોક્ષા સાથે વાત કરી એશા સાથે કોલેજ જવા નીકળી. પરીનું મુરઝાયેલું, ઉદાસ મોં જોઈ એશા તેને કહે છે,

એશા :" અરે ! આ જોતો તારો ચહેરો કેવો ફીક્કો પડી ગયો છે. હંમેશા ઉછળતી, કુદતી શેરની જેવી પરી ક્યાં ખોવાઈ ગઈ ડિયર ? હવે જે થયું તે ભૂલી આગળ વધ."

પરી :" રાઈટ, ડિયર "

એશા :" કેવી તૈયારી છે આજની ?"

પરી :" તૈયારી તો કંઈ નથી કરી, જોઈએ શું થાય છે?"

વાતો કરતાં કરતાં બંને કોલેજ જાય છે. અહીં પ્રેમ પહેલેથી જ બંનેની રાહ જોતો હતો.

કોન્ફરન્સમાં મોટી મોટી કંપનીઓનાં સી.ઈ.ઓ. આવ્યાં હતાં. પરી પણ આત્મવિશ્વાસ સાથે ઈન્ટરવ્યુ આપવા માટે ગઈ. પરીને કેટલાય સવાલો કર્યા પણ પરીએ પુરા આત્મવિશ્વાસ સાથે બધાં જ સવાલોનાં જવાબ આપ્યા. એ લોકોની ટીમ પરીથી પ્રભાવિત થઈ. હવે કોણ સિલેક્ટ થાય તે કાલે ખબર પડે.

પ્રેમ પણ થોડો દુઃખી હતો પણ તેનો ઈન્ટરવ્યુ પણ સારો ગયો હતો. બધાં બહાર આવ્યા. વાત કરતાં કરતાં કેન્ટિંનમાં જાય છે.સાથે નાસ્તો કરે છે. પ્રેમને ઉદાસ જોઈ પરી તેને જૂહુ બીચ પર લઈ ગઈ.

સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. સંધ્યા ખિલેલી રંગોળી જોઈ જાણે મન નાચી ઉઠે.... સાગરની લહેરોને જોઈ પરી બોલી.

પરી :" આ સાગરની લહેરો પણ અજીબ છે. કિનારા પર આવે છે પણ તરત જ પાછી ફરે છે."

ઠંડો શીતળ પવન, ખિલેલી સંધ્યા અને પરી અને પ્રેમ બંને દરિયા કિનારા પર વાતો કરતાં કરતાં સાંજની સાથે સાથે એકબીજાનાં સાથને માણતાં હતાં. ત્યાં જ એક મકાઈનાં ડોડાવાળો આવતાં પરી તેની પાસેથી બે મકાઈનાં ડોડા લે છે. અને પ્રેમને આપે છે. બંને ડોડો ખાતાં સાગરની લહેરોનાં સંગીતને માણે છે. કયારેક શબ્દો કરતાં મૌન એકબીજાને વધારે હૂંફ આપે છે. રાત થતાં પ્રેમ પરીને મૂકી ઘરે જાય છે.

સાધનાબા પ્રેમની રાહ જોતાં હતાં. પ્રેમ આજે થોડો ખુશ લાગતો હતો. પ્રેમને પરી જેવી દોસ્ત અને સંગીની મળવાં બદલ સાધનાબા પણ ખુશ હતાં. ભલે મોક્ષાએ પરીને જન્મ નથી આપ્યો પણ સંસ્કાર તો મોક્ષાએ જ આપ્યા છે. પરીમાં જરાપણ આછકલાઈ ન હતી. કોઈપણ પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લેતી હતી. (ક્રમશ:)

પરી અને પ્રેમની કહાની, મંત્ર અને મિષ્ટિની ખાટીમીઠી કહાની શું આપને પસંદ પડે છે? તો પ્રતિભાવ જરૂરથી આપશો.

વર્ષા ભટ્ટ ( વૃંદા )
અંજાર