Shakira in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | શકીરા

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

શકીરા

"ડેડી એન્ડ મોમ, લીસન ટુ ધીસ સોંગ. પછી તમારે મને એ કેવું છે એ કહેવા 10 સ્ટારમાંથી સ્ટાર આપવાના." - 8 વર્ષની નાની છોકરીએ આટલું કહી, હાથમાં ગીટાર લઈ ગાવાનું શરૂ કર્યુ.

બન્ને જણા ભાવવિભોર થઈ ગયાં. બે કારણો હતાં. પહેલું તો લાડકી દિકરી ગાઇ રહી હતી. બીજું એના શબ્દો બહુ મસ્ત, અસરકારક હતા જે દિકરીએ જ લખ્યા હતા અને કમ્પોઝ કર્યા હતા, 8 વર્ષની પુત્રીનું ભવિષ્ય ઉજળું જોઈ રહ્યા હતા એ લોકો.

"10 માંથી 11 સ્ટાર !! "

"હાઉ કમ - 11  Out of 10 ?"

"10 સ્ટાર પુરા અને 1 તું પોતે માય ડીયર ચાઇલ્ડ !"

"લવ યુ બોથ !"

8 વર્ષનું બાળક એટ્લે બીજા કે ત્રીજા ધોરણમાં હોય. એ ઉંમરે પોતાના ભણવાના વિષયો વિશે પણ માંડ લખી શકે. આ એના માતા-પિતાની સ્ટાર એ ઉંમરે જાતે ગીતો લખે. કમ્પોઝ કરે અને ગાય પણ. આ લીટલ સ્ટારને ડાન્સ ગમે અને એ કરે પણ ખરી ગાતા-ગાતા એ રહેતી ત્યાંના રહેવાસીઓ સામે એ પોતાનું સોલો-પર્ફોર્મન્સ આપતી. બધા એને બેલી ડાન્સર ગર્લ કહેતા. આ વખાણ સાંભળી એ હરખમાં આવી જાય અને 'સિંગીંગ સ્ટાર'ના સપનાં જુએ, સપનાં પુરાં તો કર્યાં જ આ વિશ્વ વિખ્યાત સિંગરે. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કેવો હતો ? પડાવો અને મુકામ જ આવ્યા કે પહાડ જેવી અડચણો પણ આવી ? ,.. એ તો એના જીવનનું આખું ગીત વાંચીએ તો જ ખબર પડે.

શકીરા.. આ નામ સાંભળો ને આંખ સામે જાયજેન્ટીક સ્ટેજ પર, પચરંગી પહેરવેશ સાથેની ધમાકેદાર ગીતો ગાતી મસ્તીખોર ગાયિકા જ સામે આવે, એ પ્ણ કાચી સેકન્ડમાં.

વેસ્ટર્ન પોપ સિંગીંગમાં જેને રસ છે એ તો ખરા જ, મનોરંજક સંગીતમાં જેને મજા પડે એ બધા જ શકીરાથી તો પરિચીત હોય જ એ સ્તરની પ્રસિધ્ધી છે આ જાનદાર સિંગર પાસે.

કોલંબિયામાં જન્મ થયો. તારીખ હતી 02.02.1977. શકીરાનો જન્મ થયો ત્યારે પરીવારની સ્થિતી બહુ જ સારી હતી. પિતાનો બીઝનેસ હતો અને ખૂબ સફળ રીતે ચાલતો. ઘર વૈભવ અને સમૃધ્ધિથી છલકાતું હતું. દિકરીને પણ એકદમ લાડથી રાખતા આ શ્રીમંત માતા-પિતા. નાની ઉંમરથી મળેલી વૈભવી સગવડોની આ બાલિકાને આદત થઈ ગઈ હતી. પરીવારની આ સુખ-સાહ્યબી લાંબો સમય ન ટ્કી. ધંધામાં એવું મોટું નુક્સાન થયું કે લગભગ નાદારી નોંધાવવી પડી. દેવાની રકમ એટલી હતી કે એ ચૂકવવા ધીમે-ધીમે બધું વેચાતું ગયું ને એક દિવસ બધું સાફ થઈ ગયું.

"અમારી કાર વેચાઇ ગઈ. અમારૂં ફર્નિચર વેચાઇ ગયું. એક દિવસ હું ઘરમાં આવી ને બધુ ગાયબ ! ખાલીખમ ઘર જોઇને બહું દુ:ખ થયું. - એ નાદાન વયમાં માતા-પિતા પર ગુસ્સો આવતો કે આટ્લી લાપરવાહી ચાલે ધંધા માં કે બધુ વેચી દેવું પડે !! " - શકીરા એ દર્દનાક સમયને પોતે બાળ-મનથી કઈ રીતે જોતી એ પીડા સાથે જણાવે છે.

માતા-પિતાએ પરીસ્થિતીને સ્વીકારી લીધી હતી પણ, એ એટલા સમજુ હતા કે આ બાળ-માનસને કેવી રીતે સંભાળવું એ જાણતા હતા. એના કુમળા હ્ર્દયને સ્પર્શે એ રીતે હાલની સ્થિતી સમજાવવાની હતી. એ જાણતા કે બાલ શકીરાને બાગ-બગીચામાં ફરવું બહુ ગમે. શહેરની વચમાં આવેલ એક વિશાળ બગીચામાં લઈ ગયા એને. દોડા-દોડી ને અનેક રમત રમ્યા પછી માતા-પિતા એને બગીચાના એક ખુણામાં લઈ ગયા. જ્યાં ગરીબ પરીવારો છ્ત વગર, જમીન પર બધું આમ-તેમ ગોઠવીને રહેતા હતા. એમના છોકરાંઓ આસપાસ ધૂળમાં રમતા હતા. ખોરાક ન મળવાને કારણે સૂકલકડી શરીર, ફાટેલાં કપડાં, પગમાં ચંપલ પણ નહીં. આટલી બધી તકલીફો વચ્ચે પણ એ બાળકો તો મસ્તીથી રમતા હતા.

બાલ શકીરાએ આંખ સામે જ આ જોયું. એની ઉંમરના કે એનાથી નાના બાળકો સાવ કેવી પરીસ્થિતીમા રહેતા હતા. છતાં મજા માણતા હતા. આ લોકો કરતા તો આપણી સ્થિતી ઘણી સારી છે. આ વાત જાતે જ સમજાઈ ગઈ એને. માતા-પિતાએ ખાસ મહેનત જ ન કરવી પડી સમજાવવા માટે. એણે માતા-પિતાને પ્રોમિસ કર્યુ કે પોતાની આવડતથી એ ખૂબ કમાણી કરશે અને ગરીબ બાળકોના વેલ-બીઇંગ માટે કામ કરશે.

નાનપણથી જ ગીત-સંગીત-ડાન્સનો શોખ તો હતો જ.8 વર્ષની ઉંમરે પહેલું ગીત લખ્યુ, એને કમ્પોઝ પણ કર્યું. માતા-પિતાને સંભળાવ્યું. દિકરીની કલાને ફૂલ માર્ક્સ આપીને પ્રોત્સાહિત કરી. બાળ શકીરાને જરા ચાનક ચડી ને એણે તો ઘરની આસપાસથી લોકોને બોલાવીને પોતાનું પહેલું જાહેર પર્ફોર્મન્સ આપ્યું !! લોકોને પણ આ બાળ કલાકારના ગાયનમાં મજા પડી. બાળકી ખુશ્ખુશાલ. સિંગીંગ સ્ટાર બનવાનાં સપનાં જોવા લાગી.

"ટીચર, સી ધીસ. આ સોંગ મેં જાતે લખ્યું છે. ટ્યુન પણ કર્યું છે. હું સ્કુલના ફંક્શનમાં ગાઉં ?" ઉત્સાહ અને આત્મ-વિશ્વાસથી સભર બાળ શકીરાએ સ્કુલના શિક્ષકને પુછ્યું.

.... .... ...

"વેલ, વર્ડીંગ્સ આર ગુડ. સારૂ ગવાવું જોઇએ. પ્રેક્ટીસ ઇટ વેલ એન્ડ ધેન સીંગ" - ટીચરે મિશ્ર પ્રતિસાદ આપ્યો.

એક-બે=ત્રણ.... રીહર્સલ્સ કરાવ્યે રાખ્યા. વારંવાર અટકાવે. ભૂલો કાઢે. બાળ શકીરાને સમજાય જ નહીં કે કોઇ મેજર ભૂલ ન હોવા છતાં કેમ આમ વર્તન થાય છે !

"અરે ! તું બંધ કર ગાવાનું. રહેવા દે ગાવાનું. તારો આ મોટો અને ઘોઘરો અવાજ .. કોણ સાંભળશે તને? " ટીચર -1

... .... ...

"તમે ઘોઘરો અવાજ કીધો ને એ કોના જેવો લાગે છે ખબર છે ? .. મોટો બકરો બોલતો હોય ને અસ્સલ એવો જ લાગે છે !" મ્યઝિક ટીચર.

અત્યાર સુધી ઘણા જ ટીકા કરતા વાક્યો સાંભળીને સહન કરી ગયેલી બાળ કલાકાર,આટલા અપમાન જનક શબ્દો સાંભળીને હતપ્રભ થઈ ગઈ. એના બાળ માનસ પર ઘેરી અસર થઈ. સિંગર બનવાનું સપનું તુટી જતું દેખાયું !

સ્કુલમાંથી રીતસર ધકેલાઇને ઘરે આવેલી આ બાલિકા થોડા દિવસ તો સુનમુન રહી. ધીરે-ધીરે એના પિતાએ એને પ્રેમથી સમજાવી. એના ગાયનમાં કોઇ જ ખામી નથી એવું દ્રઢતા પુર્વક કહ્યું. કોઇપણ ટીકાને નકારાત્મક લેવાને બદલે એમાંથી કંઇક શીખી આગળ વધવાની સલાહ આપી. સોંગ રાઇટીંગ-કમ્પોઝીશન્સ-ગાયન બધુ ચાલુ રાખવાનું અને પ્રેકટીસ કર્યે જ રાખવાનું કહ્યું.

શકીરા એ હવે એક વાત નિશ્ચીત કરી લીધી કે જેને જે કહેવું હોય તે કહે મારો અવાજ તો આ જ રહેશે કારણ, એ અલગ છે. લોકોને એમા જ રસ પડશે. હા, એણે અવાજને પુરતા રીયાઝથી કેળવવાનો શરૂ કર્યો. જેથી એ કોઇપણ સ્વરથી ગાઇ શકે. વેરીએશન્સ લાવી શકે. સોંગ રાઇટીંગમાં પણ નવા નવા વિષયો પર ગીતો લખ્યાં. આ બધુ કરતા કરતા એના નાના-મોટા કાર્યક્રમો થવા લાગ્યા. ઉંમર નાની હતી પણ, એની લોકપ્રિયતા એના પ્રમાણમાં ઘણી વધારે હતી. એ જ કારણ હતું કે સોની મ્યુઝિક, કોલંબિયાએ શકીરા સાથે પ્રથમ રેકોર્ડીંગ કોન્ટ્રેક્ટ કર્યો. શકીરા માત્ર 13 વર્ષની હતી ત્યારે !!

"13 વર્ષની છે પણ, આખા કોલંબિયાને ઝુમાવે છે !"

"સોંગ રાઇટીંગ પણ એનું, મ્યઝિક અને ગાયન બધું ય. આ છોકરીતો મ્યુઝિક સેન્સેશન છે"

કોલંબિયાના સંગીતના ચાહકોએ પોતાની દિકરીને આ રીતે વધાવી લીધી. 13 વર્ષની શકીરાનો જાદુ ચાલ્યો ખરો. જો કે, એ સમયે સોની મ્યુઝિકે બહાર પાડેલાં શકીરાના પહેલા બે આલ્બમ 'Magia' અને 'Peligra' કોમર્શિયલી બહુ સફળ ન થયા. નામ થઈ ગયું. માહોલ બની ગયો એના સીંગીંગનો. શકીરાએ પણ આ લોકપ્રિયતાથી હવામાં આવી જવાને બદલે 'ઇમ્પ્રુવ' અને ઇમ્પ્રોવાઇઝ' ની દિશામાં મહેનત કરી અને કામ કર્યું. એના મનમાં સીંગીંગ સ્ટાર બનવાનું સ્વપ્ન હતું. હ્રદયમાં પેલું પ્રોમિસ હતું. બન્નેનો સમન્વય થયો અને પરીણામ ધાર્યા મુજબ આવ્યું.

શકીરાનું ત્રીજું જ આલ્બમ હતું 'Laundry Services' જેમાં બધા જ સોંગ્સ જમાવટ કરાવનારા જ હતા પણ એમાનું એક 'Whenever.whereever' કંઇક અલગ જ અસર ઉભી કરવા લાગ્યું. કોલંબિયા જ નહીં આખા વિશ્વના સંગીત રસિયાઓ જણે પાગલ થઈ ગયા આ એક જ ગીત પાછળ. ને આલ્બમ સુપર-ડુપર હીટ1. ગ્રાન્ડ સક્સેસ ! મ્યુઝિક ઇન્ડ્સ્ટ્રીમાં એ સમયના બધા જ રેકોર્ડ તૂટી ગયા. શકીરાનો જાદુ હવે છવાઇ ગયો આખા વિશ્વ પર. એનું નામ અને ગીતો ઘર-ઘરમાં ગુંજતાં થઈ ગયાં.

શકીરાનું સપનું પુરૂં થયું. સિંગીગ સ્ટાર શકીરા થવાનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વમાં સિંગર અને સોંગ રાઇટર તરીકે ખૂબ પ્રસિધ્ધી મળવા લાગી. લોકપ્રિયતા સાથે કમાણી પણ વધવા લાગી, ધન-સંપત્તિ એકઠી થઈ. શકીરાને એના માતા-પિતાને આપેલું પ્રોમિસ યાદ હતું. જરૂરીયાત્મંદ બાળકો, ગરીબ બાળકોને મદદ કરવાનુ વચન આપેલું તે દિવસે બગીચામાં.

શકીરાએ એક ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી. જેમાં શરૂઆતમાં કોલંબિયામાં અલગ[અલગ વિસ્તારમાં રહેતા દરેક ગરીબ બાળકોને સારૂં જીવન જીવવા મળે એવી વ્યવસ્થા ગોઠવી, એ બાળકોને પ્રાથમિક શિક્ષણ, ફુડ, રહેવાને આશરો મળે એ પ્રકારનું કામ કરે છે આ ફાઉન્ડેશન. જેમ-જેમ શકીરા પાસે સંપત્તિ વધવા લાગી તેમ-તેમ એણે ચેરીટીનો વ્યાપ પણ વધાર્યો અને વિશ્વના અનેક સ્થળોએ રહેતા ગરીબ બાળકોને આ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓનો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવી.

એક સમય એવો હતો કે શકીરાના પરીવાર પાસે હતી એ બધી જ મિલકતો જતી રહી હાથમાંથી. કરકસરથી રહેવું પડ્તું.. બીજી બાજુ એના સિંગર બનવાના સપના પર સ્કુલ શિક્ષકોએ અપમાન અને ટીકાના મેલાં પાણી ઢોળી દીધા હતા, જો જીવંત હતું તો એ એનું સિંગીંગ, દ્રઢ મનોવળ, સતત રીયાઝ અને માતા-પિતાની પ્રેરણા. આ બધા સકારાત્મક પરીબળોએ પેલા નબળા પરીબળોને હરાવ્યા અને શકીરા આજે સૌથી લોક્પ્રિય સિંગર છે. કોઇપણ કલાકાર કે વ્યક્તિ માટે બહું જ અપ્રેરણાદાયક વ્યક્તિત્વ છે શકીરા. એણે બીજાં અનેક ગીતો ઉપરાંત જીવનમાં સફળતાનું ગીત પણ લખ્યું ,,સુમધુર ઢ્બે કમ્પોઝ પણ કર્યું.. જે ગીત ગાયા વગર સંભળાય છે... દરેક ગીતોમાં સંભળાય છે.