Smruti Madhana in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | સ્મ્રુતિ મંધાના

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્મ્રુતિ મંધાના

ભારતમાં ક્રિકેટની રમતમાં મહિલાઓ ઘણા વર્ષોથી આગવું પ્રદાન કરે છે.1976થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે. એ પેઢીના લોકોને કદાચ શાંતા રંગાસ્વામી કે ડાયેના એદલજી જેવાં નામો યાદ પણ હશે. છેલ્લા દ્સકાથી આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. એનું પહેલું કારણ આ રમતની સમગ્રપણે વધેલી લોકપ્રિયતા. યુવક-યુવતીઓનો કોમન ઇન્ટરેસ્ટ બની ગઈ છે આ રમત. બીજું મહત્વનું કારણ છે કે છેલ્લા થોડાં વર્ષોથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રય સ્તરે ખૂબ સારૂં પ્રદર્શન કરી રહી છે. વિશ્વના અન્ય દેશોની મહિલા ક્રિકેટ ટીમ પણ એવો જ સબળ દેખાવ કરી રહી છે. આ બધાં જ કારણોસર મહિલા ક્રિકેટમાં પણ ICC કક્ષાની આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ રમાતી થઈ છે.

આ બધી જ હકિકતો સામે હોવા છતા હજી બે દાયકા પહેલાંની જ એક ન ગમે એવી હકિકત એ છે કે આજે જે ભારતીય મહિલા ક્રિકેટની ધરખમ બેટ્સ્વુમન છે, એ ખેલાડીને ક્રિકેટ શીખવા 'ગર્લ્સ' કોચીંગની જુદી વ્યવસ્થા મળી ન હતી, એ પણ મુંબઈ શહેરમાં. 'બોય્ઝ' સાથે કોચીંગ લેવામાં એને કે એના માતા-પિતાને કોઇ જ વાંધો ન હતો. સમાજે થોડી ચણ-ભણ કરેલી. સૌથી વધુ ન ગમતી વાત તો હવે આવે છે. - એ સમયે કોચ અને અન્યા શીખનારા (બોયઝ) 'ગર્લ' ને 'બોયઝ' જેવું રમતા ન આવડે અથવા 'ગર્લ' ને વળી શું ક્રિકેટ રમવાનું એવો ભેદભાવ ભર્યો અને પૂર્વગ્રહ સાથેનો વ્યવહાર કરતા.

જે આત્મબળે અને આવડતના જોરે આ જ ક્ષેત્રના આસમાનમાં સિતારો થઈને ચમકવા જ સર્જાઇ હોય એને આવા કોઇ નકારાત્મક વ્યવહાર રોકી ન શકે. એ દ્ર્ઢ્તાથી અને કૌશલ્યથી બધા જ અવરોધો વિંધી સફળતા તરફ જાય જ. એવું જ કર્યું આપણે જેની વાત કરવાના છીએ એ ભારતની ટોપ ક્રિકેટરે. એણે મેદાનમાં આવીને રનના એવા ઢગલા કરી દીધા કે પેલા ભેદભાવીયા કે પૂર્વગ્રહીઓ એમાં ઢંકાઈ ગયા.

18 જુલાઇ 1996 ના દિવસે મુંબઈમાં જન્મેલ સ્મૃતિ મંધાના આજે તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક આધારભૂત બેટ્સ્વુમનનું સ્થાન ધરાવે છે પણ, ક્રિકેટના મેદાનમાં કમાલ બતાવતા પહેલા, કોચીંગ સમયે મેદાનમાં Unpleasant ઘટનાઓનો સામનો કરવો પડેલો.

બાળપણથી જ પિતા શ્રીનીવાસ મંધાનાએ નાની દિકરીના રમત-ગમતના શોખને પારખી એને એ માટે પ્રોત્સાહન આપ્યું. સ્મૃતિને બેડમિન્ટન અને બાસ્કેટબોલ કોચીંગ એકેડેમીમાં એનરોલ કરી. આ બન્ને રમતમાં સ્મૃતિનું ગ્રાસ્ફીંગ સારૂં જ હતું પણ, એનું મન ક્રિકેટમાં વધારે હતું. કારણ બહુ સ્વાભાવિક હતું. ઘરમાં જ નીવડેલાક્રિકેટ્ર્સ હતા. પિતા શ્રીનીવાસ મંધાના અને મોટાભાઇ શ્રવણ મંધાના સાંગલી જીલ્લામાંથી જીલ્લા કક્ષાએ ક્રિકેટ રમતા.

પિતા અને ભાઇને ખ્યાલ આવી ગયો કે આ છોકરી ક્રિકેટર થવા જ ઇચ્છે છે. 8 વર્ષની ઉંમરે સ્મૃતએ બેટ હાથમાં લીધેલું. એ બેટ અસરકારક રીતે કઈ રીતે ચલાવવું એને માટે યોગ્ય કોચીંગ જરૂરી હતું. બેડમિન્ટન કે બાસ્કેટબોલમાં જે સહેલાઈથી કોચીંગ મળી ગયુ એ ક્રિકેટ કોચીંગમાં બહું અઘરૂં પડ્યું. નવાઇની કે ન માન્યામાં આવે એવી વાત લાગે ને ? ભારત દેશ કે જ્યાં ક્રિકેટ તો ગલીએ ગલીએ રમાતું હોય અને એના કેમ્પ ચારેબાજુ ચાલતા હોય ત્યાં આ સ્થિતી ? હા, પણ 'ગર્લ્સ' માટે અલગ કોચીંગની વ્યવસ્થા ન મળી. 2004 આસપાસ. મુંબઇ શહેરમાં. હવે શું કરવું ? -ક્રિકેટ શીખવું એ નક્કી હતું. એક જ રસ્તો હતો. 'બોય્ઝ' સાથે કોચીંગ્ લેવું પડે. No Problem, Let's do it. પહેલેથી જ broad minded પરીવાર હોવાથી આ વિકલ્પ પણ સ્વીકારી લીધો. સમાજમાં બધા જ જો કે એ જ પ્રકારની વિચાર્શૈલી ધરાવતા ન હોવાથી અમુક લોકોએ નિંદારસ. અમુકે ગંભીર સલાહો. અમુકે મજાક. એવા પ્રતિભાવો આપ્યા. એ કોઇને ગણકાર્યા વગર સ્મૃતિ મંધાનાના પ્રથમ ક્રિકેટ કોચીંગની શરૂઆત થઈ ગઈ.

જે સહજતાથી મંધાના પરીવારે આ વ્યવસ્થાને સ્વીકારી એનાથી સાવ વિપરીત વલણ હતું આ કોચીંગ પરીવારનું. એ લોકો હજી સુધી આ રમતને 'made for boys' જ માનતા હતા. આવી જડ માન્યતા લોકો સાથે એક નાની છોકરી કોચીંગ લેવા આવે એ બધાને અજુગતું અને અસ્વીકાર્ય લાગતું. આ અસ્વીકારની ભાવનાને કારણે ભેદભાવભર્યા વ્યવહારથી જ કોચીંગની શરૂઆત થઈ.

"આ સ્ટ્રોક તું ન લગાવી શકે - છોકરીઓનું કામ નહીં"

"50 ઓવરની મેચમાં 3.30 કલાક ઉભા રહેવાની તાકાત ન હોય તમારામાં."

આવા બધા નેગેટીવ - ડીસ્કરેજીંગ વિધાનો કરે અને શો ડાઊન કરવાનો પ્રયત્ન કરે. આ કે આવા કોઇપણ પ્રયત્નોની આ દ્ર્ઢ નિશ્ચયી અને ખોટી પ્રણાલિકાઓને ન ગણકારતી સ્મૃતિ પર કોઇ અસર ન થઈ, એનું તો એક જ ધ્યેય હતું. પાવરફુલ ક્રિકેટ રમવું. થોડા સમય પછી કોચીંગ કેમ્પનું વાતાવરણ પણ આ નિર્ધાર સામે નબળું પડ્યું અને પોઝીટીવ સપોર્ટ આપી મજબૂત થયું. એક જ વર્ષ પછી એટલે કે 9 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની Under -15 ની ટીમમાં સ્મૃતિ મંધાનાની પસંદગી થઈ. આમ, જોવા જાવ તો કેટેગરીની દ્રષ્ટીએ તો એ બરાબર જ હતું પણ, માત્ર 9 વર્ષની ઉંમરે સીઝન બોલ ક્રિકેટ રમવાની હિંમત હોવી અને સીલેક્ટર્સને એનામાં વિશ્વાસ હોવો એ બન્ને આનંદ સાથે આશ્ચર્યની વાત હતી. ગમતી રમતમાં આ સ્તરે રમવા મળ્યું અને આ લિટલ વન્ડરે - વંડરફુલ રમતનું પ્રદર્શન કરીને ભવિષ્યના એંધાણ આપી દીધા.

આ સફળતા પછી સ્મૃતિ મંધાના રમતિયાળ રહેવા કરતા વધારે ધ્યાનપૂર્વક રમતી રહી. બેટીંગના દરેક કૌશલ્યો એણે શીખ્યા અને સઘન પ્રેકટીસ શરૂ કરી. ફિટનેસ અને સ્ટેમીના ઉપર પણ પુરતું ધ્યાન આપ્યું. હજી વધુ મેજર ટીમમાં સ્થાન મેળવવાના જ આ પ્રયાસો હતા, 11 વર્ષની ઉંમરે એ તક આવીને જ ગઈ. મહારાષ્ટ્રની Under-19 ની ટીમમા સ્થાન મળ્યું. પહેલો ચમત્કાર એમાં દેખાડ્યો. આ આખી સીરીઝમાં એણે રમેલ રમતની નોંધ લેવાઇ. નેશનલ ટીમમાં રમવા હજી આ બલિકા - બાલિકા જહતી.

 

ભાર્તીય મહિલા ક્રિકેટ ટીમનો દાયકો શરૂ થઈ રહ્યો હતો. ટીમ ઇન્ડીયાની ચર્ચા વિશ્વ સ્તરે થવા લાગી હતી. 2013 નું વર્ષ હતું એ. બાંગ્લાદેશ સામે રમાયેલ T20i માં સ્મૃતિ મંધાનાનો ટીમમાં અને ફાઇનલ ઇલેવનમાં સમાવેશ થયો. એ પછીના પાંચ જ દિવસ પછી રમાયેલ ODI માં પણ Debut કર્યું. આ સમયે 17 વર્ષ પણ થયા ન હતા. એનર્જી અને સ્પીડ એ એના ગમતા ફેક્ટર્સ હતાં. જે શોટ્સને એક સમયમાં 'બોય્ઝ સ્પેશિયલ' ગણાવીને ટકોર કરવામાં આવતી એ જ શોટ્સ આસાનીથી રમે છે આ ફટકાબાજ્. ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટનો એક રેકોર્ડ પણ સ્મૃતિ મંધાનાના નામે છે, Under - 19 ની વેસ્ટ ઝોનની એક દિવસીય મેચમાં મહારષ્ટ્ર તરફથી રમતા ગુજરાત સામે 224 રન (154 બોલ) ફટકાર્યા, હ્જી સુધી બેવડી સદી નોંધાવનાર એ એક્માત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે. આ ઉપરાંત T20i માં સૌથી ઝડપી 50 (34 બોલ) નો રેકોર્ડ પણ આ જ બેટ્સવુમનને નામે છે.

2013 માં આવા ઝંઝાવાતી પ્રદર્શનો પછી લગભગ 5 થી 6 મહિનાનો સમય સ્મૃતિએ મેદાનની બહાર રહેવું પડ્યું. ખભાની અને અન્ય ઇજાઓમાંથી બહાર આવતા આટલો સમય થયો. આ સમયમાં નિરાશ થયા વગર પહેલા તબક્કામાં યોગ્ય સારવાર લઈ, કસરત કરીના ઇજાનો ઉપાય કર્યો. એ પછી ડોક્ટર્સ-ફિઝીયો અને કોચની સલાહ-સૂચન-માર્ગદર્શનને આધારે રમવાનું શરૂ કર્યું. જે સ્કેલ પર મેદાન માર્યુ હતું પછી છોડવું પડ્યુ - એ જ સ્કેલ પર પહોંચવાનું હતું.સંપુર્ણ ફોકસ્ડ અપ્રોચ, પરીશ્રમ, કટીબધ્ધતા અને રમત પ્રત્યેની ઘેલછા. આ દરેક પરીબળોના સરવાઅળા રૂપે 2014ના ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ટેસ્ટ પ્રવેશ કર્યો. પ્રથમ અને દ્વીતીય ઇનિંગમાં અનુક્રમે 22 અને 51 રન નોંધાવીને ભારતને ટેસ્ટ જીતવામાં મદદરૂપ થાય એવું યોગદાન આપ્યું.

આ પછીનો સમયગાળો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ઉત્તરોત્તર સફળતા તરફનો થતો ગયો. 2016માં રમયેલ ICC ODI વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી જેમા ટીમ ઇન્ડીયાની દરેક ખેલાડીએ યોગદાન કર્યું પણ, સ્મૃતિ મંધાનાએ આખી ટુર્નામેંટમાં શાનદાર પ્રદર્ષન કરીને વિશેષ પ્રદાન કર્યું.

સાતત્યપૂર્ણ રમતને કારણે આ રન મશીન સમાન ખેલાડી સૌથી ઝડપી 1000 રન (all format) થી લઈ સૌથી ઝડપી 6000 રન (all format) ના વિક્રમો નોંધાવી ચુકી છે.

વિશ્વ મહિલા ક્રિકેટને માતબર સન્માન મળ્યું 2023 માં IPL (Indian Premier League) કે જે હવે ક્રિકેટ ક્ષેત્રની વિશ્વ પ્રસિધ્ધ ટુર્નામેન્ટ બની ગઈ છે એ મહિલાઓ મટે પણ શરૂ કરવામં આવી. અહીં પણ સ્મૃતિ મંધાનાએ ઓક્શનમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોર તરફથી 3.4. કરોડ મેળવી રેકોર્ડ સર્જ્યો. એ ટીમની કેપ્ટન પણ નિયુક્ત થઈ અને પોતની પસંદગીને સાર્થક કરી. આ રીતે નિરંતર વિક્રમી અભિગમ રાખી એણે ભરતીય મ્હિલા ક્રિકેટનું નામ ઉજળુ રાખ્યું. છે.

આજે 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રીય છે આ મહિલા ક્રિકેટર. Giving back to society ની નેમ લઈ એક  ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, અહીં બાળ-યુવા મહિલા ક્રિકેટર્સને કોચીંગ આપવાનું નોબલ કામ થઈ રહ્યું છે. સ્મૃતિને શરૂઆતમાં પડી એવી કોઇ તકલીફ ભવિષ્યની ક્રિકેટર્સને ન પડે એ જ મુખ્ય હેતુ છે આ ફાઉન્ડેશનનો.

નવા દાયકાના મહિલા ક્રિકેટર્સમા મીતાલી રાજ હરમનપ્રિત કૌર અને આ સ્મૃતિ મંધાના બહુ જ પ્રેરક નામો છે. સ્મૃતિ મંધાના બેટીંગ પાવરહાઉસ છે. હ્જી ઘણી કારકિર્દી બાકી છે.,.. ઘણા વિક્રમો નોંધાશે...ભારતીય મહિલા ક્રિકેટનું નામ ચમકતું રહેશે... અનેક યુવા ક્રિકેટર્સને પ્રેરણા મળતી રહેશે...